દરેક સંબંધ તમને કહેશે કે હું તારી લાગણીઓને સમજી શકું છું , પણ એક સાચો સંબંધ કહેશે કે હું તારી લાગણીઓને અનુભવું છું. - સમય

21મી સદીને જોઈ ગાંધીજીની પીડા ......
“ગાંધી”
- મહેશ વેગડ “સમય”

epost thumb

નદીનું પાણી મીઠું હોય છે , કેમ કે તે હંમેશાં પાણી આપે છે.
સમુદ્રનું પાણી ખારું હોય છે , કેમ કે તે હંમેશાં પાણી લે છે.
ગટરનું પાણી હંમેશાં દુર્ગંધ આપે છે , કેમ કે તે રોકાયેલું રહે છે.
"જિંદગી નું પણ કઈક આવું જ છે..."
આપતા રહેશો તો બધાને મીઠા લાગશો ,
લેતા રહેશો તો ખારા લાગશો
અને
રોકાઈ જશો તો બધાને બેકાર લાગશો.

Read More

પારિજાતની શૈયા પર ઝાકળનુ
આલિંગન એટલે...
"લાગણી".....

રૂપલાલસા
રૂપ માનવ તણું ભવ્ય અદભૂત રચ્યું , એમ કવિઓ ઘણા શંખ ફુકે
વસ્ત્રહીન માનવી નગ્ન ઘડ્યો , જોઈ કુરૂપતા ત્રાસ છૂટે
ખાખીઓની જમાતો ફરે નાગડી , અંગઉપાંગ રાખી ઉઘાડાં
રૂપ માનવ તણું જોઈ લ્યો કુદરતી , કેમ લાગે છે કેવાં રૂપાળાં !!!

માનવીથી રૂપાળાં પશુપક્ષીઓ , કુદરતી જીવન જીવતાં મજાનાં
શુક સારસ મોર હંસ ચાતક બધાં , અતુલ સોંદર્યના છે ખજાના
અશ્વ હાથી વનરાજ મૃગ સુરભિથી , રૂપ માનવ તણા નથી રૂડાં
ઘરાર સુંદર થવા માનવી ઉતાવળો થાય , ઢાંકીને વસ્ત્રથી અંગ ટૂકડો

વસ્ત્રભૂષણ થકી અંગ ઢાંક્યા પછી , શરીર શણગારવા કૂચે મરતાં
નર – નારી ઓ રૂપઘેલા બની , અવનવા અખતરા રોજ કરતાં
રૂપસોંદર્યનાં કૃતિમ સાધન વધ્યા , માનવીને પડે ત્હોય થોડાં
વેશભૂષા તણા ધૂર્ત કારીગરો , ધડી રહ્યા રૂપના તર્કઘોડા.

Read More

બે પોઝિટિવ વાત શીખવા મળી....
૧ ) કોઈ નવરાશની પળોમાં યાદ કરે કરે તો "ટાઈમ પાસ" નાં સમજવો. કારણ કે માણસ નવરાશમા એને જ યાદ કરે છે જેની સાથે એ ફૂરસાતની પળોમાં રહેવા ઇચ્છે છે.

૨ ) કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો એને સ્વાર્થી નાં સમજવા. કારણ એમને એ સમયએ પોતાની જાત કરતા પણ વધુ ભરોસો તમારી ઉપર હોય છે એટલે જ તમને યાદ કરે છે.

Read More

પ્રશ્ન
પહેલો એ સ્પર્શ,નજરથી નજરનો,
હૃદયના તાર ઝણઝણાવી ગયો.

બીજો મેળાપ,થયો જ્યારે હોઠથી,
અંતરમાં રોમ રોમ વ્યાપી ગયો.

ના એ કંઈ બોલ્યા,ના અમે કંઈ બોલ્યા,
મૌન બની સમય ક્ષણભર થંભી ગયો.

પાંપણ પહેલી,ઉઠાવે કોણ હવે,
"પ્રશ્ન" ઘણો ગંભીર થઈ ગયો.

મધમ મધમ,શ્વાસોનો વેગ,
બુંદ બની, લલાટે ઉભરાઈ ગયો.

પ્રણયની પહેલી,મુલાકાત જ હતી,
અજનબી એક પ્રેમના બંધનમાં બાંધી ગયો.

Read More