https://nehalkothadiya.wordpress.com/ https://www.facebook.com/kalamnasathavare/

મેદાને ઉભેલ વડલે જોયું
સાંજ શરમાઈ છે આંગણે

રસ્તા ની લાઈટઓ ને થયું
હવે ઝબકી જઇએ આપણે

મારા સ્મિત ને તું મીઠી વસંત છે
તારા નખરા મને બેહદ પસંદ છે !!

ઝાડ આજ તારી ખબર પૂછવા આવ્યો છું હું
બસ,બે ઘડી નો મીઠો સંવાદ લેવા આવ્યો હું

તારું છેદન કરી ઇમારતો બનાવવા લાગ્યો હું
રૂંધાતા શ્વાસે ફરી તને ગોતવા નીકળ્યો છું હું

જંગલો કાપી ને રહેઠાણ કરવા લાગ્યો છે હું
ને પછી પાર્કિંગ તારા છાંયડે શોધી રહ્યો છે હું

ફ્ળ ફુલ વેરતા અમૃત ને બાળતો થયો છે હું
પછી જીવવા oxygen શોધવા લાગ્યો છે હું

આંધળી દોટ માં દુકાળ કે દુષ્કાળે મરતો થયો હું
એટલે આજ ઝાડ તારી ખબર પૂછવા આવ્યો છું હું

Read More

આ લહેરાતી સમી સાંજ જોઈને
સૂરજે પણ સંતાવાનું શરૂ કર્યું ,

ઝલક કુમળા સ્મિત ની જોઈ ને
ક્ષિતિજે વ્હાલ રેડવાનું શરૂ કર્યું !

Read More

#ભાઈબીજ

" ભાઇબીજ "

આજ મારા આંગણે છે રૂડો અવસર નો સાદ
બેના જોવે છે એના વીરા 'યૌવન' ની મીઠી વાટ

ભાઈબીજ ના પર્વ પર રાખ્યો છે એક ઉપહાર
સાથે વેર્યા છે લાગણી ના પુષ્યો સીમાડે આરપાર

પ્રેમ ની પરિભાષા માં આજે રેલાયો છે ભરપૂર વ્હાલ
સાથે ખુશીઓની સંગાથે આવે છે હર સાલ આ તહેવાર

વીરા તું પામે સૂર્ય સમા પ્રખરતા નો ભંડાર લગાતાર
તારા અમૃતભર્યા વાત્સલ્યનો દરિયો વહ્યા કરે સદાબાર
એવી છે માગણી મારે આ પર્વની ઈશ્વર આજ તારે દ્વાર

વ્હાલા વીરા જુવે છે બેનડી તારી આજ વાટ
તમ વહેલેરા પધારજો મારે ઘેર ..!!

Read More

173rd World Anaesthesia Day


રંગમંચ પર ના નાટ્યકારો ને સહુ કોઈએ બિરદાવ્યા !
પરંતુ પડદા પાછળ ના કલાકાર ને તમે કદી જાણ્યા ?

ઑપરેશન succes કરનાર ને તમે ભગવાન માન્યા !
પરંતુ બંધ શ્વાસે તમને જીવાડનાર ને આભાર માન્યા ?

ક્યાંક કયારેક cardiac arrest ના દાખલા ઘણા જોયા !
પરંતુ CPR આપી ફરી જીવંત કરનાર ને રૂબરૂ મળ્યા ?

Emergency ના symbol માં હંમેશા surgeon ને જોયા !
પરંતુ surgery ના પૂર્વ થી અંતના બાહુબલી ને ઓળખ્યા ?

ઓપરેશન તો પેલાય ઘણા થતાં !
પરંતુ એ Pain free આજે anesthetist એ કર્યા !

Read More

#શરદપૂનમ #શરદપૂર્ણિમા #મેળો #ચાંદ #ચાંદની #ગરબા #સોરઠ #કવિતા


🌚 શરદ પૂનમ 🌚

વાટ શરદ ની જોઈ ને
પૂનમે પામ્યા પૂર્ણતા

સોળે કળા નો ખીલતો ચાંદ
ગરબાનો કરે છે છેલ્લો નાદ

આસો પૂનમે થાય અમૃતવર્ષા
ચાંદની માં મુકે છે દૂધ-પૈવા

ગોપીયુ બની છે ઘેલી સુર માં
કૃષ્ણે કરી રાસલીલા વ્રજ માં.

વર્ષા વિદાય ને હેમંત હરખાય
મેળો પૂનમ નો સોરઠે મણાય

Read More

#worldmentalhealthday #mentalhealth #healthylife #માનસિક #સ્વાસ્થ્ય #મન

World mental health day
વિશ્વ માનસિક સ્વાથ્ય દિવસ

ભાગદોડ ને stress ની છે આજ ની life
ઘેરી લે છે મન ને એ depression site
ઉપાય છે એક accept who you are

સોશ્યિલ મીડિયા માં છે different stage
નાના પ્રોબ્લેમ માં લેવાય છે suicide step
તો કોશિશ કરો સમસ્યા માટે ask for help

ક્યાંક કયારેક બદલાય છે thinking mood
બની પણ શકે હોઈ કોઈ ની grief નું root
સુધરી શકે એ મૂડ, એક વાર કરો talk about

થઈ ગયું હોય જીવવા માટે કશાક નું addiction
કયારેક Self harm માં દેખાય છે એ reaction
તો જરૂરી છે એમાં relaxation ને meditation

Mentally strong can win any battle

Read More

#વ્હાલ #માઁ #દીકરી #મમતા #વાત્સલ્ય #પ્રેમ #ગુજરાતી #કવિતા #માતૃત્વ

વ્હાલ...

તારા પગલાં એ મને રંગીન કરી
ઉભરાતા વ્હાલ માં હું સરી પડી

તું ઢીંગલી છે મારી હીંચકે ઝૂલતી
લડાવું લાડ એટલા ઓછા ગણી

----------------------------------------

Read More

#worldpostday #postcard #letter #ટપાલ #પત્ર #વિશ્વટપાલદિવસ


એક એવો પણ સમય હતો
પોસ્ટકાર્ડ ને પણ જમાનો હતો

ટન ટન ટકોરી માં ટપાલી આવતો
કાગળ ની કસતી ને સંદેશો કહેતો

ઝાપે ઉભેલ વડીલ ને સંભળાવતો
જન્મ મરણ જાણ ટપાલે કરાવતો

21મી સદી માં યુગ ઝડપી બન્યો
ટપાલ ની જગ્યાએ ઈમેઈલ નીકળ્યો

ફાસ્ટટ્રેક ના જમાના માં તત્કાલ વધ્યો
એટલે વોટ્સએપ માં ટપાલ ગાયબ બન્યો

Read More