Hey, I am reading on Matrubharti!

*ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો....*

આ રીતે વહાલ કંઈ કરાય ?

ઊભરાયું હોય હેત
ટપલીક બે મારીએ
પણ સીધો કાંઈ ધુંબો મરાય?

ઓચિંતા આવીને
ધાબા લઞ ઊછળીને
કરવાનુ આવુ તોફાન ?

શેરિયુંમા તરતી
ઇ કાગળની હોડિયુંનું
થોડુંક તો રાખવુંતું ધ્યાન ?

ગામ આખું આવે
ભાઇ નદીયું માં નહાવા
પણ નદીયું થી ગામમાં ગરાય ?

આ રીતે વહાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ
પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય ?

ધસમસવું સારું,
પણ આટલું તો નહીં જ
જેમા છેવટ એક ડૂમો રહી જાય.

ખેતર, અબોલ જીવ
શ્વાસ ચૂકી જાય
એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?

આ રીતે વહાલ કંઈ કરાય ?....

*~ કૃષ્ણ દવે*

Read More

જાતિવાદ નો ભોરિગ ભરખી ગયો.......

જાતિવાદ નો ભોરિગ ભરખી ગયો.......

*भरोसा और आशीर्वाद..*
*कभी दिखाई नही देते,*
लेकिन
*असम्भव को सम्भव..*
*बना देते है..!!*

😊🙏🏼 *Good Morning*🙏🏼😊

vote for India

wonderful line of life