લખવી છે થોડી મનની વાતો.

*દફ્તરના ખૂણાઓમા સંતાએલી મારી વાસ્તવીકતા પડી છે.*

*છેલ્લી પાટલીએ હજીયે ભોળી ભોળી મિત્રતા પડી છે.*

*ટેબલ પર, બેજીજક ધોઈ નાખતા શિક્ષકોની સત્તા પડી છે.*

*લૉબીમા અંગુઠા પકડીને થાકી ગયેલી મારી સફળતા પડી છે.*

*મેદાનના એ લીંબડા નીચે મારી કેટલીય અધૂરી વાત પડી છે.*

*લખવામા ભૂલ પડી છે, ખોટુ બોલવાની આદત પડી છે,*

*ભઈબંધના ખભે હાથ મૂકવાની ખબર પડી છે,*

*મારા ઘરે પહોચેલી ફરીયાદ પડી છે,*

*જેમાથી શીખ્યો છુ એ નિષ્ફળતા પડી છે,*

*મારી ઈમારતની ઈંટ ઈંટમા અને વાતાવરણના ઈંચ ઈંચમા મારી સાચી ક્ષમતા પડી છે.*

*એનો દરવાજો ઓળંગીને ઘણુ આગળ નીકળી ગયા પછી સમજાય છે, હુ માણી શકુ એ જિંદગી તો સ્કૂલમા પડી છે.*

Read More

*लिखकर लाया था*
*कोरे कागज*
*पर परेशानियां...।*

*लेकिन......*

*दोस्तों ने उसे*
*पतंग बनाकर*
*उड़ाना सिखा दिया...।।*.
🌹

Read More

*कुछ मीठी सी ठंडक है आज इन हवाओं में,*

*शायद दोस्तो की यादों का कमरा खुला रह गया है !!*

*હા*, *હું પ્રેમ કરું છું..*
*મારી વધી રહેલી ઉમરને*,

*ગમી રહ્યું છે શાણપણ,*
*બનીને બેફિકર...*
*મારી માટે*
*હવે હું જીવું છું*.

*શું વિચારશે કોઈ એની...*
*હવે પરવાહ નથી*
*ઓળખી રહી છું*
*ધીમે ધીમે.* *ચહેરાઓને...*
*ચેહરા પાછળ ના* *મહોરાઓને..*
,
*સમજી લીધો છે સત્ય.- તફાવત.*
*કપરા સમય માં ઉભા રહેનાર અને તાળીઓ પાડનાર અને સમીક્ષા કરનાર માં.*


*બધાથીપર.....*
*બઘી આલોચનાઓથી પર*
*મહેનત થી નાતો જોડ્યો છે*
*સ્વ થી જોડાણ અને મજબૂત ઈરાદાઓથી કરાર કર્યો છે*

*સફેદી વાળમાં આછી*
*ને કરચલી ચહેરે થોડી*,
*મારા સૌંદર્યને જાણે*
*અનુભવો ખીલવી રહયા છે*.

*જીવું છું સ્વમાનભેર*
*પડખે ઉભા રહેનાર મિત્રોમાં*,
*બસ આટલી સંપત્તિની*....
*શ્રીમંતાઈને પોષતી રહું છું.*

❤💖💙🤩😍

Read More

*શુભ વાર*

*સારું હ્દય અને સારો સ્વભાવ*
*બંને જરુરી છે.*
*સારા હદય થી કેટલાય સંબંધો*
*બને છે અને*
*સારા સ્વભાવ થી તે સંબંધો*
*જીવનભર ટકે છે.*

Read More

*સુપ્રભાત* 🌸⚘🌸

જિંદગીમાં દરેક દુઃખનો સામનો હસતાં હસતાં કરો,
કારણ કે રાત્રી ગમે તેટલી લાંબી હોય,
પરંતુ વહેલી સવારે સૂર્યના કિરણો અજવાળું લઈને આવે જ છે !!

Read More

*"શાંતિ" વગરનું સુખ...*
*એ માત્ર ને માત્ર "સુવિધા" છે....*
*🌹શુભ સવાર....*🌹

*જરૂરી નથી કે બધા બધે*
*કામ આવે*
*આસોપાલવ નીચે વિસામો*
*ભલે ના મળે પણ*
*સ્વાગત તો બધા નું એ જ*
*કરે છે તોરણ બની ને.*

🌼 શુભ પ્રભાત 🌼

Read More

*આ ગઝલ સમર્પિત છે મિત્રોની દિલદારી*
*અને વફાદારી ને ..... !!*

*ફળે છે ઇબાદત ને ખુદા મળે છે*
*મિત્રોને નિહાળીને ઊર્જા મળે છે*

*નથી જાતો મંદિર , મસ્જિદ , ચર્ચમાં*
*મિત્રોનાં ઘરોમાં જ દેવતા મળે છે*

*ખસું છું હું જયારે સતત ખુદમાંથી*
*મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે*

*સમય છે ઊકળતો ને જીવન સળગતું*
*મિત્રોની હથેળીમાં શાતા મળે છે*

*ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી*
*મને ઊંઘમાં મિત્રનાં સપના મળે છે*

*ડૂબું છું આ સંસાર સાગરમાં જયારે*
*મિત્રતાનાં મજબૂત તરાપા મળે છે*

*દવાઓ ને સારવાર નીવડે નકામી*
*મિત્રોની અસરદાર દુઆ મળે છે*

*જીવન કે મરણની ગમે તે ઘડી હો*
*સદ્દનસીબે મિત્રોનાં ખભા મળે છે*

✒️
*Happy Friendship Day💕🤝🏻*

Read More