બાળક સાથે વિતાવેલી દરેક ક્ષણો સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.
- મનીષ ચુડાસમા

વાંસળી સૂરે
કાનુડા ઘેલી રાધા,
થઈ તલ્લીન.
© મનીષ ચુડાસમા

વ્યક્તિનાં હૃદયમાં જ્યારે ડરનો જન્મ થાય છે ત્યારે, તે વ્યક્તિ પોતાની નિર્ણય શક્તિ ખોઈ બેસે છે.
- મનીષ ચુડાસમા

Read More

નફરતથી તો ખાલી જંગ જ જીતી શકાય છે, પરંતુ કોઈનું દિલ જીતવા માટે તો પ્રેમ જ જરૂરી છે.
- મનીષ ચુડાસમા

વિશ્વાસને ક્યારેય સાબિત કરવાની જરૂર નથી પડતી, અને જો સાબિત કરવો જ પડે તો એ વિશ્વાસ નહિ શંકા છે.
- મનીષ ચુડાસમા

Read More

હાઈકુ

આંગણું ખીલ્યું
પાયલ રણકારે,
જનિ દીકરી.
© મનીષ ચુડાસમા

આ "મન" ને વળી ક્યાં બંધનમાં બંધાવું ગમે ? "મનીષ",
જોને પાંખો ફેલાવી જીંદગીનાં ખુલ્લા આકાશને કેવું માણે.
- મનીષ ચુડાસમા

Read More

"દુઃખ" એ જીવનનાં ઘડતરનો સૌથી મહત્વનો પાયો છે.
- મનીષ ચુડાસમા

આપણી પ્રિય વ્યક્તિના ગુસ્સા પાછળ પણ પ્રેમ છૂપાયેલો હોય છે પણ આપણે એ વ્યક્તિના પ્રેમને સમજ્યા વગર જ આપણે એને હંમેશા માટે તરછોડી દઈએ છીએ અને તરછોડાયેલી વ્યક્તિ શૂન્યમનસ્ક થઇ જાય છે, અને જ્યારે એનો પ્રેમ સમજાય છે ત્યારે ઘણું મોડુ થઈ ગયુ હોય છે.
- મનીષ ચુડાસમા

Read More