#AB..kunjdeep..enjoying my life with full of love

તને પ્રેમ કરવાનો મેં ગુનો કર્યો છે
દુનિયાની સામે બળવો કર્યો છે

બેહદ મહોબ્બત માંગે કુરબાની
આજ મેં પ્રેમનો એકરાર કર્યો છે.


-કુંજદીપ 🌹

Read More

આજ પૂનમની રાત આવી
તારા મિલનની યાદ લાવી..

આવીને સમાવી જા મને તારામાં
જોને પ્રેમની આ રાત આવી..

કરીશ હું ચુંબનને આપીશ આલિંગન
આવને આપણી મધુરરજની આવી...

આપણા પ્રેમનો સાક્ષી બને આ ચાંદલીયો
ચાંદનીને પણ મિલનની ઉતાવળ આવી..

વગર ફેરે રાધા બની આજ દુલ્હન
જોને કાના આજ તારી જોગણ આવી..

-કુંજદીપ 🌹

Read More

થઈ છું હું ઉદાસ આજ જરૂર કોઈ કારણ હશે
ઘેલા લાગતા માણસોની પણ કોઈ ફરિયાદ હશે..
હોય છે એક જ હદય એમની પાસે પણ
જરૂર એ પણ કોઈની ઠોકરે રોજ ચડતું જ હશે..

-કુંજદીપ

Read More

છે વરસાદના જેવો જ મારો પ્રિયતમ
આવશે એવું લાગે પણ વરસતો નથી...

રીઝવીને થાકી આજ રાધા એને પણ
બ્રિજપતિ મળવા આવતો જ નથી...

કોઈ કહી દો આજ જઈને એને પણ
રાધા છે હઠીલી મળ્યા વિના રહેવાની નથી...

તું આવ બ્રિજવન માં હવે તો જલદી
નહીં તો હું ઘરે આવ્યા વિના રહેવાની નથી..

તું કહે છે નંદ યશોદા ને મારી વાત??
નહીં તો હું કહ્યા વિના રહેવાની નથી...

તું આવે તારી ફૂરસદે એ ન ચાલે
હવે મારામાં પણ ધીરજ નથી..

-કુંજદીપ.

Read More

મલકાઈ ને એણે પૂછયું મને એટલું જ
કે તમે શું કરો છો???

હું એટલું જ બોલી શક્યો
ઝાંઝવાના નીરમાં મોતી શોધી રહયો...

-કુંજદીપ.💝

Read More

છાનુંમાનુ રડે છે સૌનું દિલડુ
પણ હસતું રાખે છે સૌ મુખડુ
કોણ કોને દિલાસો આપે અહીં
સૌએ કઠણ રાખ્યું છે મનડું..
-કુંજદીપ

Read More

એના પ્રેમનો શો અર્થાત કરવો!?
જેનો પ્રેમ જ જીવાડતો હોય..

એના પ્રેમનો શો પર્યાય કરવો!?
જેનો પ્રેમ મેં જ જીતાડયો હોય..

એના પ્રેમ ઉપર શો પ્રશ્નાર્થ કરવો.!?
જેનો પ્રેમ જ મારા માં શ્વસતો હોય...

એના પ્રેમનો શો પર્યાય કરવો.!?
જેનો પ્રેમ જ મારા વગર અધૂરો હોય...

-કુંજદીપ

Read More

એ ખાતરી મને હું મરીને પણ જીવતી રહીશ...
તારા હદયનાં છીપલાંમાં ધબકતી રહીશ..

-કુંજદીપ 💝

યાદ નથી આવતી હવે મને તારી
બસ મનમાં નામ લેવાય જાય છે..

- કુંજદીપ 💝

હૈયું આપ્યું છે મેં મારું તને,
પાછું ન જોઈએ એ મને...


કૈંક તો રહેશે માલિપા તારી
એજ એહસાસ જીવાડે મને...

-કુંજદીપ.

Read More