Hey, I am on Matrubharti!

નિવાન અને નાયરા એ છેવટે IVF નો સહારો લીધો હતો... આ છેલ્લો પ્રયત્ન હતો.. તે પણ નિષ્ફળ નીવડયો... હવે?? બન્ને ને બાળકો ખૂબ ગમતા હતા..હતાશ મન નો થાક ઉતારવા #મંદિર ના પગથીયે બેઠા હતાં ત્યાં એટલો સુંદર વિચાર આવ્યો કે આજે બંન્ને અનેક બાળકો ના માતા -પિતા થઈ ગયા..

હવે તેઓ અનાથ આશ્રમ માં સેવા આપે છે.. તેને જ પોતાનું #મંદિર કહે છે અને ત્યાં ના બાળકો ને પોતાના આરાધ્ય દેવી - દેવતા..
#મંદિર

Read More

જેને સંઘર્ષ ના સમયે સાથ નતો આપ્યો એને સફળતા મેળવ્યા પછી દૂર થી જ નમસ્કાર કરવા..
#સંઘર્ષ

સારું થયું કે સ્વપ્ન મા જ હતી ,
આપણી મુલકાતો #ગુપ્ત તો રહી હતી...

સારું થયું મન માં ધરબી રાખી હતી,
તારા માટે ની લાગણી #ગુપ્ત તો રહી હતી..

તારી વીદાય વેળા એ આવેલો અંધકાર વરદાન લાગ્યો હતો
કે મારા આંસું ઓ ની વણઝાર #ગુપ્ત તો રહી હતી..
#ગુપ્ત

Read More

દત્તક લીધી હતી સુહાની ને... જેટલા મોં એટલી વાતો થઈ રહી હતી ગામ માં.." એમ થોડું કોઈ પારકું પોતાનું થઇ જાય", " કાંઈ માં બાપ ના લોહી ના #લક્ષણ થોડા ઉતારશે એના માં?", " દીકરી કરતા દીકરો લીધો હોત તો ઘડપણ માં હાથ લાકડી તો બનતો !!"..

પણ સુહાસિની બેન ના આનંદ નો તો કોઈ પાર જ ન હતો.. દીકરી આવી ને એમનું મન માતૃત્વ થી છલકાઈ ગયું... સુહાની ને કોળિયાં ભરાવે પોતાના જ હાથે અને જાણે પોતાનું પેટ ભરાતું હોય એવો સંતોષ થાય અને સુહાની પણ પોતાના નાના હાથ થી સુહાસીની બેન ની સાડી નો છેડો પકડી એમની આસ પાસ જ રહે... આ #લક્ષણ તો માં - દીકરી ના પ્રેમ ના જ હતા..
#લક્ષણ

Read More

" આખી જિંદગી ખૂબ મહેનત કરી છે... હવે #આરામ કરો" , " નિવૃત્તિ ની મજા માણો, ઘણા છોકરા ભણાવ્યા અને ઘણા જીવન સુધાર્યા" આ બધા વાક્યો સાંભળીને વિદાય સમારોહ થી પ્રોફેસર પંડ્યા સાહેબ ઘરે પહોંચ્યા ત્યારે ધર્મ પત્ની કાલ થી શરૂ થનારી નવી શાળા માં ભરતી થનાર પાસે ના પુલ - નિર્માણ નું કામ કરતા મજૂરો ના બાળકો ની યાદી લઈને તૈયાર જ હતા... તે બોલ્યાં, " ખૂબ #આરામ થઇ ગયો સાહેબ સમારોહ માં, ચાલો હવે કાલે કેમ આવકારીશું આપણાં નવા શિષ્યો ને અને કેમ અક્ષર જ્ઞાન આપીશું એની તૈયારી કરી લઈએ.."

પંડ્યા સાહેબ અને તેવા તમામ શિક્ષકો ને વંદન..
#આરામ

Read More

બાલ મંદિર માં જ્યારે બાળકો એક બીજા સાથે #ઝગડો કરતા ત્યારે શિક્ષિકા બહેન તેમનું પ્રિય રમકડું લઈ લેતા અને જ્યાં સુધી બાળકોને પોતાની ભૂલ ન સમઝાય અને એક બીજા ની માફી ન માંગે ત્યાં સુધી રમકડું પાછું ન આપતા...

આજે કલગી એ ઘરે એ રસ્તો જ અપનાવ્યો... મમ્મી પપ્પા ઘરે આવ્યા કે તરત બંન્ને ના ફોન લઈને સંતાડી દીધા!! નાનકડી કલગી એ તેમને કહ્યું હતું કે , " જ્યારે બંન્ને સમજી જશો કે બીજા સાથે કેમ વર્તાય ત્યારે જ ફોન મળશે.." બન્ને હસી પડ્યા હતા અને "family hug" કરીને એક બીજા ની અને કલગી ની માફી માંગી લીધી હતી...

કોઈ #ઝગડો એટલો મોટો ન હતો કે આ નાનકડી ઢીંગલી ના પતાવી શકે...
#ઝઘડો

Read More

આજે તો એ વાત ને ત્રીસ વર્ષ ના વ્હાણા વાઈ ગયા... એકવીસમો જન્મ દિવસ હતો એ દિવસે મેશ્વા નો... આખો દિવસ ખુશ ખુશાલ પરિવાર સાથે ગાળીને સાંજે મીત્રો સાથે ઉજવવા ગઇ હતી... ઘરે આવીને જોવે છે તો આખા ઘર ની અગ્નિ દેવે આહુતિ લઇ લીધી હતી.. લાય બમ્બા આગ હોલવી રહ્યા હતા અને આસ પાસ એકઠા થયેલા લોકો ચકિત નજરે શું બન્યું હશે એની અટકળો કરી રહ્યા હતા.. બસ આટલું યાદ હતું તેને બીજા દીવસે સવારે દવાખાના ના પલંગ પર ઉઠી ત્યારે..

નર્સ બહેને તેને તાવ માપી દવા આપતા કહ્યું હતું કે આઘાત ને કારણે તે બેભાન થઈ ગઇ હતી અને તેને દાખલ કરી હતી... તેના ચહેરા ના ભાવ વાંચતા નર્સ એ કહ્યું હતું, " બીજા કોઈ વિચાર મન માં લાવ્યા વગર એ વિચારો કે આખો પરિવાર અને બધી સંપત્તિ નાશ કરીને પણ ભગવાને કયું કર્મ પૂરું કરવા તમને જીવત દાન આપ્યું હશે? " આટલું કહીને તે તો બીજા બીમાર વ્યક્તિને જોવા જતા રહ્યા હતા..

મેશ્વા એ ગંભીરતા પૂર્વક વિચાર કર્યો હતો એમની વાત નો અને આમ આરંભ થયો એક #ઉત્કૃષ્ટ સમાજ સેવિકા ના નવા જીવન નો.. આજે એકાવનમાં જન્મ દિવસે મુખ્ય મંત્રી પાસે સન્માન પત્ર મેળવતા મનોમન એ નર્સ ને વંદી રહ્યા...
#ઉત્કૃષ્ટ

Read More

નાયશા ભારે અસમંજસ માં હતી... નોકરી તો તેને ગમતી હતી.. પગાર અને હોદ્દો પણ સારો હતો... વળી કંપની ખૂબ મોટી હતી અને તેના ભવિષ્ય માટે આ અનુભવ ખૂબ કામ આવે એવો હતો.. તો ?? આ તોત્તેર મણ નો તો ?? આજે મેનેજર એ નાનકડી ભૂલ માટે બધા ની સામે ટકોર કરી તે તેને ગમ્યું ન હતું.. મન કહી રહ્યું હતું કે આ ન જ સહન કરાય.. ભલે આ પહેલા આવું નથી બન્યું પણ પહેલી વાર પણ એને શા માટે સહન કરવું??

શાંત મને નિર્ણય લેવો એમ વિચારી ને કેન્ટીનમાં કોફી પીવા બેઠી.. ત્યાં મન વીસ વર્ષ પાછળ ધકેલાઈ ગયું... આમ ખૂબ હોશિયાર વિદ્યાર્થીની હતી.. પણ દસમા ધોરણ ની પરીક્ષા માં પહેલો જ #દાખલો અઘરો લાગ્યો હતો.. તે દાખલો તૈયારી કરતા વખતે તેને હલ કરેલો હતો.. તેને આવડતો પણ હતો.. તો અત્યારે કેમ નથી આવડતો? પહેલો કલ્લાક વીત્યા નો ઘંટ વાગ્યો ત્યારે તે દાખલો છેવટે છોડી જ દીધો પણ પેપર પૂરું થઈ શક્યું નહીં...

ત્યારે બધા એ એને ધીરજ સાથે એક જ સલાહ આપી હતી કે થોડી ગૂંચ પડે એને છોડી દેવાય જે થી આખું પેપર ના બગડે...

દસમા ધોરણ ના એ અનુભવ એ જીવન નો આ #દાખલો ઉકેલવાની રીત શોધી આપી હતી...
#દાખલો

Read More

ઘરે થી નીકળી ને ગાડી એરપોર્ટ તરફ જઈ રહી હતી.. ગાડી ની ગતિ ની સાથે સાથે વિચારો ની ગતિ પણ પુરપાટ ઝડપે ચાલી રહી હતી..

"આજ સુધીનું આખું જીવન આ શહેર માં જ વીત્યું છે.. થોડા દિવસો ફરવા દેશ વિદેશ ફરવું ગમતું હતું પણ કાયમ માટે જવું એ ખૂબ મોટો નિર્ણય હતો... હજી પણ મન માં ખૂબ અસમંજસ હતી... મન લોલક ની જેમ આ છેડે થી પેલા છેડે હિલોળી રહ્યું હતું... આજ સુધી ના બધા મહત્વ ના નિર્ણય માં પિતા નો અભિપ્રાય કાયમ લીધો હતો.. પણ એ તો અનંત યાત્રા ના પ્રવાસી થઈ ગયા છે.. "

તેના મન માં આજ સુધી નું આખું જીવન કોઈ ફિલ્મ ની જેમ ચાલી રહ્યું હતું.. પાંચ વર્ષ ની ઉમ્મર માં સાયકલ શીખવાડી રહેલા પપ્પા ને તેને પુછ્યું હતું કે સાયકલ ચલાવતા પડાય જ નહીં એવું ન બને?? પપ્પા એ કહ્યુ હતું કે બને ને.. ના ચલાવીએ તો ન પડાય.. પણ શીખવું હોય તો કદાચ પડી પણ શકીયે પણ ઉભા થવાનું અને ફરી પ્રયત્ન કરવાનો..

પહેલી વાર પૂલ માં તરવા પડવાનું હતું તે દૃશ્ય આંખો સામેં આવ્યું.. " પપ્પા, મને ખુબ ડર લાગે છે.. ડર ના લાગે એવી કોઈ જગ્યા છે પૂલ માં... પપ્પા કહે હા છે ને.. પૂલ ની પાળી પર બેસીએ.." પછી પાળી પર જોડે બેસીને જ સમજાવ્યું હતું કે, "પ્રયત્ન ના કરીયે ત્યાં સુધી કેમ શિખાય?? અને અનુભવ ના કરિએ ત્યાં સુધી કેમ ખબર પડે કે ગમશે કે નહીં ?? ના ગમે તો તરવું જરૂરી નથી પણ એ નિર્ણય અનુભવ કર્યા પછી કરીયે તો કેવું ?? "

કેટલાય અનુભવો મનસ્પટલ પર થી પસાર થઈ ગયા.. એરપોર્ટ આવ્યું એટલે ગાડી અને વિચારો ની #ગતિ થંભી અને તેણે મકકમ પગલાં એરપોર્ટ તરફ માંડ્યા...
#ગતિ

Read More

પાંખો તો અમારે પણ હતી... બસ જવાબદારીઓ નો #બોજો ઉપાડી ઉડી ન શક્યાં..
#બોજો