*દિલનો નેક છું સાહેબ* *"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ .* *સ્વાદ અલગ છે મારા શબ્દોનો...* *ઘણા ને સમજાતો નથી...* *તો ઘણા ને ભૂલાતો નથી....*

જો પડીશ વિશ્લેષણોમાં તો નહિ લે તું મને!
કર કહ્યું અંતરનું! જીદ ના કર! લઈ લે તું મને.
એક બસ તારો જ છે અધિકાર આ અસ્તિત્વ પર,
જોગી બનવામાં છું, જલદી ભોગવી લે તું મને.

Read More

સત્ય આંખોમાં છૂપાઈ ગયું ને જીભ પ્રેક્ટિકલ થઈ ગઈ.સંબંધો ભલે રોજ શૂળીએ ચઢે આજે તો મોબાઇલની લાગણીઓ જ ફેશન થઈ ગઈ...

Read More

સ્વભાવ રાખવો હોય તો દીવા જેવો રાખવો,
કે જે બાદશાહ ના મહેલમાં પણ એટલી જ રોશની આપે છે,
જેટલી ગરીબ ની ઝૂંપડી મા આપે છે...!

Read More

Bye Bye Diwali..

ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ દિવાળી...
જેવી આવી એવી જ Fast Forwardમાં જતી રહી દિવાળી..

ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો.
Sugarfree મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો..

થીજી ગયેલા icecreamનું તો બોક્સ પણ ખુલ્યું નથી..
જુદા જુદા ખાનાવાળા Dryfruit Boxનેહવા સિવાય કોઈ સ્પર્શયું નથી..

સાફસફાઈ દરમ્યાન બાકી રહી ગયેલા એકાદ-બે ખાના વિચારતા રહી ગયા..
મેરા નંબર કબ આયેગા..કહીને વ્યંગ કરી રહ્યા..

અકબંધ પડી રહેલી સાડીઓનો mood પણ થોડો આઉટ હતો..
Chance લાગશે મારો ક્યારેય થોડોક એનેય doubt હતો..

ઘરના દ્વારે મુકેલું નવું પગલૂછણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું..
કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું..

ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા..
ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પૉકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા..

શું આ જ હતી દિવાળી?
સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જડે તો સરનામું એને આપજો.

મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો..
નાનકડી Mob screenમાંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળી હો...

ફરી મળે એ જ પરિવાર..
ફરીથી જીવનમાં એ જ ખુશહાલી હો..
એજ જુના મિત્રો મળે..
એવીજ ચહેરા પર લાલી હો..
We All Missed Old Diwali Days....

અને અંતમાં આપનો તેમજ આપના પરિવારજનો નો આભાર વ્યક્ત કરું છું..મારી અને તમારી વચ્ચે આ શુભેચ્છાઓ નો દોર સમગ્ર જીવન દરમિયાન અકબંધ રહે તેવી ઈશ્વર ને પ્રાર્થના...

Read More

હૈયેથી હોઠે આવીને
શબ્દ સરે જ્યાં "બ્હેન",
કેટ કેટલું યાદ આવતું ,
ભાવથી ભીંજે નૈન!

#રાધે રાધે..
#prem ..

epost thumb

નસીબદાર હોય એ બહેન
જેને ભાઈ નો પ્રેમ મળે 
અને નસીબદાર હોય એ ભાઈ બહેન
જેને ભાઈ બીજ નો તહેવાર મળતો હોય 
શુભ ભાઈ બીજ..

Read More