I am home maker and doing art activities too... I love to write so I am here to write and express feelings.. i hope you will love to read.

તારા વિના દિવસ એટલે
સુકાયેલું પર્ણ
તારા વિના રાત એટલે
સપનાનાં ઓછાળ
તારા વિના વરસાદ એટલે
રડી રહેલાં વાદળ
તારા વિના પ્રેમ એટલે
ચુકી ગયેલો ધબકાર.....

ખ્યાતિ

Read More

દિલની એક ધડકન તો એવી છે જ
જેમાં તારા નામનો જ ધબકાર હોય,
આંખનો એક પલકારો તો એવો છે જ
જેમાં તારી જ છબી હોય,
શ્વાસમાં એક સુવાસ તો એવી છે જ
જેમાં તારા અહેસાસની જ સુગંધ હોય,
હોઠ પર એક બોલ તો એવો છે જ
જેમાં તારું જ નામ હોય,
હે વાલમ!
રાત્રીનો અંધકાર હોય કે
પછી હોય સવાર નું પહેલું કિરણ
ચન્દ્ર અને સૂરજ બન્ને એવા છે જેમાં
માત્ર તને પામવાની જ ઈચ્છા હોય......

ખ્યાતિ

Read More

તને ગમ્યું એટલે હું આવી
પ્રેમ લઈને જીવનમાં તારા,
પ્રેમને એ નામ શું આપીશ,
એની ખબર નથી હજી,
પણ તારા આપેલા નામ,
સાથે જીવી લઈશ આયખું,
આંગળી તે આપી હતી,
ને પકડી લીધો મેં હાથ,
ચાલવા પ્રેમની કેડી પર,
લઈ હાથમાં તારો હાથ,
આવશે કેટલાય વળાંક કેડીમાં
પણ ભરોસો છે મને પ્રેમ પર
હાથમાં હાથ નાખી ચાલશું એ કેડીએ,
નામથી ભલે રહી હું 'ખ્યાતિ'
પણ તારી પ્રેમની કલમથી જ,
હું 'લિપિ' માં વણાઈને રહીશ.....

ખ્યાતિ

Read More

'નજર'
નજર તારી પડી ને
નજર મારી મળી
સુંદર સ્મિતની મેં ઝલક આપી,
ને આંખોથી પ્રેમની અનુભૂતિ થઈ.
હાશકારો થયો એ જાણીને
કે પ્રેમ હજી જીવિત છે દિલમાં એના
બાકી
પ્રેમ પાછો મેળવવાની આશાનું કિરણ
પણ નજરની કેદમાં જ રહી જાત.
નજર તારી પડી ને
નજર મારી મળી......

ખ્યાતિ

Read More

'મારી એ ભૂલ'
આપણે હજી હમણાં તો મળ્યા ને
આટલા જલ્દી વિખુટાય પડી ગયા
સંબંધ આપણો થોડાંક દિવસનો
ને પ્રિત બંધાઈ જન્મોજનમની
એવી તો શું ભુલ મારી કે
તું એ ભૂલ સાથે મારો
સ્વીકાર પણ ના કરી શક્યો?
મારી એ ભૂલની સજા સાવ આટલી કપરી?
માત્ર અબોલા ને અવગણના
તો શું પ્રેમમાં માફીને કોઈ સ્થાન જ નહીં?
હું તો માત્ર પ્રેમની 'લિપિ' જ જાણું
બાકી
મને કાંઈ નો સમજાય....
આપણે હજી હમણાં તો મળ્યા
અને આટલા જલ્દી વિખુટાય પડી ગયા

ખ્યાતિ

Read More

તાવ ને પણ થયું લાવ આંટો મારી આવું
વિઘ્ન નાખતો આવું
વિઘ્નહર્તાનાં આગમનમાં પરીક્ષા કરતો આવું
જોતો આવું કે
મારા થકી આવેલા વિઘ્નથી
ગણેશજીના આગમનમાં કોઈ કચાસ તો નથી ને.....
તાવ ને પણ થયું લાવ આંટો મારતો આવું.

ખ્યાતિ

Read More

'મને દીકરી બનવું જ ગમશે'

દીકરો કુળનો દિપક તો
દીકરી એ દિપકને પ્રજ્વલિત કરનાર
મને દીકરી બનવું જ ગમશે.

ભ્રૂણ હત્યા દીકરી માટે
તો દીકરા માટે કેમ નહિ?
તોય મને દીકરી બનવું જ ગમશે.

જન્મની સાથે જ ભેદભાવ
દિકરામાં પેંડા ને દીકરીમાં જલેબી
તોય મને દીકરી બનવું જ ગમશે.

ભણવાનું તો દીકરાને
ઘરકામ તો કે દીકરીનું
તોય મને દીકરી બનવું જ ગમશે.

દીકરો કરે એ રાસલીલા
મર્યાદા માત્ર દીકરીને જ વરેલી
તોય મને દીકરી બનવું જ ગમશે.

દીકરો પરણે તો ઘર પોતાનું કહે
દીકરીને પાનેતરમાં શણગાર કરી વિદાય અપાય
તોય મને દીકરી બનવું જ ગમશે.

દીકરાને ત્યાં દીકરો જન્મે તો આનંદનો ઉત્સવ
પણ જો દીકરી જન્મે તો કહાની પાછી શરૂ
તોય મને દીકરી બનવું જ ગમશે.

ફેરફાર તોય થયાં છે
વિચારો તોય બદલાયાં છે
કાંઈ સાબિત કરવું નથી
જે વિચાર્યું એ મારી 'લિપિ'માં
કવિતારૂપે વ્યક્ત કરી દીધું.

પણ,
તોય મને દીકરી બનવું જ ગમશે.

ખ્યાતિ

Read More

'આંસુ'

હૃદયનું પણ કમાલ છે હા!
જ્યારે જ્યારે એને પરસેવો થાય ને
ત્યારે ત્યારે આંખો માંથી
આંસુ સ્વરૂપે સરી જ પડે છે!!!
એ સમજાય એને જ સમજાય
બાકી તો સામાન્ય આંસુ જ હોય છે,
હૃદય રડે છે એવું તો
માત્ર આંસુને જ ખબર ......

ખ્યાતિ

Read More

'તસવીર'
તસવીર તારી જોઈ
મનને થયું લાવ કહીં દઉં
શું! ઠહેરાવ છે
સંપૂર્ણતા સંપૂર્ણ છે
આંખોમાં જીવનનું પ્રતિબિંબ દેખાય છે...
મુસ્કુરાહટની એક ઝલક મળી કે
નજર પણ પલકાર મારવાનું ચૂકી ગઈ
કે'વું પડે સાહેબ!
તસવીર પણ બોલે છે
એ વાતનો આજે અહેસાસ થયો....
તસવીર તારી જોઈ
મનને થયું લાવ કહીં દઉં...
ખ્યાતિ

Read More

કયાંક

ચાલને જતાં રહીએ દૂર
વસીએ નવી દુનિયામાં કયાંક
સ્વાર્થથી ભરેલાં મન છે
ચાલને નિસ્વાર્થ જીવનમાં ક્યાંક
છે સમાજનો ડર મને
કે નહીં સમજે આપણો પ્રેમ ક્યાંક
નથી ઉપર કશું પ્રેમથી
ચાલને ભળી જઈએ એકમેકમાં ક્યાંક...

ખ્યાતિ

Read More