नाम - ए - जिगर हूँ , हर सीने मे धड़कता हूँ.....

ના હિસાબ માગું છું ના હિસાબ રાખું છું
ગણિતમાં કાચો છું એટ્લે બધુ બેહિસાબ રાખું છું.

રાહ જોવામાં જીંદગી વીતી જશે
લાગણીઓ બર્ફની જેમ થીજી જશે
એ રાહ શું કામની જે જોવામાં
રાહ પર હમસફર ઘણાં છૂટી જશે

- જીગર બુંદેલા

Read More

મળવું હોય દિલથી તો જોજનોનું અંતર છુમઁતર થઈ જાય
નહીતો એક ડગલાનુ અંતર પણ જોજન થઈ જાય.

-જીગર બુંદેલા

"ડીઅર રિસ્પેકટેડ | Dear Respected | Matrubharti | Short Film" માતૃભારતી વિશેષ પર જુઓ. https://www.matrubharti.com/vishesh/803/dear-respected-a-short-film/1519

Watch My story as a Film.
I am Thankful to MatruBharti for Esteemed Support.
Actors : Richa Trivedi, Jigar Bundela
DOP : Chetan Patel, Jainam Shah
Editor : ketan Solanki
writer - Director : Jigar Bundela
Produced By : MatruBharti & JigarBundelaProduction

Read More

મારી સંવેદનાઓનું કુરિયર દેવા આવ્યોતો હુ
તે તારી લાગણીઓનો પોસ્ટમેન બનાવી દીધો
પ્રેમના પાર્સલની ડિલિવરી કરવી હતી મારે
તે મૃત સંબંધોની ચિઠ્ઠીનો ચાકર બનાવી દીધો.

#પોસ્ટમેન

Read More

10 પૈસાના પોસ્ટકાર્ડમાં
કરોડની લાગણી લાવતો
પોસ્ટમેન જ્યારે " એ ટપાલ " બોલતો

#પોસ્ટમેન

લઇ લાગણીઓ ઝોળીમાં વહેંચતો,
વર્ષની એક જ રજામાં મજા માણતો,
ગામે ગામ લઇ સાયકલ ઘૂમી વળતો
દિવાળીનાં બોનસ સિવાય કશુ નાં માંગતો
" તાર "બોલીને ભલભલાને ઘભરાવતો
દરેક ઘરને પોસ્ટમેન વ્હાલો ઘણો લાગતો.

#પોસ્ટમેન

Read More

પોસ્ટમેન બનીને આંખો તમારી સંદેશો આપતી હતી
ને અમે અભણ એ ભાષાને વાંચી ન શક્યા.
#પોસ્ટમેન

વાણિયો વેપાર કરે એ વાત ખોટી ઠરી
પોતડી પહેરીને જ્યારે એ મહાત્મા બની ગયો.
લઇ લાકડી ફરી વળ્યો ગુલામીના મેદાનમાં
દુનિયાને સત્ય અહિંસાનો મારગ ચીંધી ગયો
ચક્કર ચલાવ્યું ચરખાનું સ્વદેશીનો બ્રાન્ડ એમ્બેસેડર
ખાદી થકી ગાદી સુધી જવાનો ગાંધી તું રસ્તો બની ગયો
નોટ પર આવ્યો, પુસ્તકમાં છપાયો, રોડનું નામ થઈ
લાખોના સૂટ પહેરતા નેતા માટે તું બહું સસ્તો થઈ ગ્યો.
#મહાત્મા

Read More

જ્યોતિષ જોઇ કહ્યું હતું મને પાણીની ઘાત છે
રોજ તણાંવુ છું, ડુબુ છું ને બચું છું લાગણીના પૂરમાં.
#જ્યોતિષ