હું હાઉસ વાઈફ છું. વાંચન મને ખુબ જ ગમે છે. અને બાકી બચેલા સમયમાં હું મારા આજુબાજુ બનેલી ઘટનાને વાર્તારૂપે કવિતા રૂપે લખું છું.

પ્રકાશનો પર્વ એટલે દિવાળી,

#કાવ્યોત્સવ 2

હમદર્દ (લાગણી)

દર્દ જો હોય તને તો દવા બનું હું,
તારા દિલમાં હું ધડકન બનું,
ક્યાંક અટકે તું તો તારો સંગાથ બનું,
તું જ કહે કેવી રીતે હું તારી હમદર્દ બનું ? ?

તું આઈનો હોય તો હું રૂપ બનું,
ફૂલોમાં હું ગુલાબ બનું ,
તારા દિલની હું ધડકન બનું,
તું જ કહે કેવી રીતે હું તારી હમદર્દ બનું ? ?

આંખોમાં તારી હું શમણું બનું ,
હોઠો પરની મુસ્કાન બનું ,
દરેક શ્વાસે હું તારી જિંદગી બનું ,
તું જ કહે કેવી રીતે હું તારી હમદર્દ બનું ? ?

ગુસ્સામાં ચહેરાનું સ્મિત બનું ,
જિંદગીમાં તારી હું હમસફર બનું ,
ભવેભવનો તારો સંગાથ બનું ,
તું જ કહે કેવી રીતે હું તારી હમદર્દ બનું ? ?

Read More

#કાવ્યોત્સવ 2

હવે તો વરસી જા.... (લાગણી)

બહુ જ કરી છે મહેનત આ ગ્રીષ્મએ,
તારા મિલન માટે,
હવે તો વરસી જા.....

સુકાયેલી પ્યાસી આ ધરતી પર,
અઢળક બુંદો બનીને,
હવે તો વરસી જા ....

તારી દરેક બુંદોની થતી આ અસરોને,
મારે મહેસુસ કરવી છે,
હવે તો વરસી જા ....

તારી પહેલી બુંદથી  માટીની મહેંકને,
તારામાં જ ઓગળતી મારે જોવી છે, 
હવે તો વરસી જા....

ઘણું જ બેચેન છે આ મનને,
રાહત મળે તેને એવી રીતે કંઈક જો,
હવે તો વરસી જા....

ચૂમી લે તું હવે આ ધરતીને ,
અત્તરની જેમ મ્હેકવા મૌસમને,
હવે તો વરસી જા....

Read More

#કાવ્યોત્સવ 2

ચંચળ મન (ઈશ્વર, લાગણી)

મન ઘણું મારુંય ચંચળ રહ્યું ને,
થયું આજે નહીં કાલે ભજીશું મોહન....

હજુ મારી આજ હતી ને,
ખબર ના પડી કયારે વીતી ગયો વખત....

જોને હજુ બાળ હતા ને ,
આજે હૈયે હરખાતો યુવાનીનો હરખ....

માયા પાછળ દોટ મૂકી ને ,
હાથમાંથી રેતીની જેમ સરકી ગયો સમય....

સપના મારા તરસ જેવા ને,
છળી ગયા મૃગજળ બનીને વહી ગયો વખત....

દશકે દશકે યાદોં બની ને ,
બસ એ યાદોની સ્મૃતિ બની ને વિસરી ગયો સમય....

લાગણીઓનાં વહેણ વાયા ને,
મેં ભૂતકાળમાં દેખી યાદ કર્યો વખત.....

છતાં, મન ઘણું મારુંય ચંચળ રહ્યું ને,
થયું કાલે જ ભજીશું મોહન....

નહીં થાય અફસોસ હવે પછીનો,
માટે અત્યારે જ ભજી લો મોહન ......

નહીં આવે કાલ ફરી ફરી ને,
માટે તમે આજે જ ભજી લો મોહન...

Read More

#કાવ્યોત્સવ 2

હા, હું ખુશ છું...(લાગણી)

હા, હું ખુશ છું કેમ કે
કોઈને નીચા પાડી મને ક્યારે
ઉંચા આભલે ઉડવાનો શોખ નથી.

હા, હું ખુશ છું કેમ કે
જિંદગીમા જે મેળવ્યું છે
એમાં મારી ઘણી મહેનત છે.

હા, હું ખુશ છું કેમ કે
કોઈને હાથ પકડીને
સાચો રસ્તો બતાવ્યાંનો મને ગર્વ છે.

હા, હું ખુશ છું કેમ કે
મારા અહંમને સંતોષવા 
મેં કોઈની લાગણી સાથે રમત નથી રમી.

હા, હું ખુશ છું કેમ કે
કોઈનું અપમાન કરી
કદાપિ મારૂં માન કદી ઝખ્યું નથી મેં.

હા, હું ખુશ છું કેમ કે
મારા અસ્તિત્વને દર્શાવા
કોઈનાં વલણ સાથે મજાક નથી કર્યું.

હા, હું ખુશ છું કેમ કે
જેવી છું તેવી લાજવાબ છું
હું મારા ખુદની જ પસંદીદા છું.

Read More

#કાવ્યોત્સવ 2

શીખી રહી છું.... (લાગણી)

શાહી ભરેલી કલમ આજે હું,

કાગળ પર સરતા શીખી રહી છું....

શબ્દો ને શબ્દો સાથે જોડતા આજે હું,

સુંદર કવિતા રચતા શીખી રહી છું....

જિંદગીની પળોને ના ગુમાવતા આજે હું,

દરેક પળે પળે કંઈક નવું શીખી રહી છું....

જિંદગીના વિશાળ રણમા આજે હું,

ગુલાબ બની ખીલતા શીખી રહી છું....

તરસ્યાની તરસમા આજે હું,

મૃગજળ બનતા શીખી રહી છું....

ખળખળતી નદી બની આજે હું,

વિશાળ સાગરમા ભળતા શીખી રહી છું....

પછી વિશાળ સાગરના જળને,

મનના ગાગર સમાવાતા શીખી રહી છું ....

કાન્હાના વૃંદાવનમા આજે હું,

રાધા બની વિહરતા શીખી રહી છું....

ફૂલોના બગીચામા આજે હું,

રાતરાણી બની વિહરતા શીખી રહી છું....

આંખોમા કાજળ ભરી આજે હું,

અશ્રુને છૂપાવતા શીખી રહી છું....

હ્રદયમા દર્દ છુપાવીને આજે હું,

હમદર્દ બનતા શીખી રહી છું....

ફુરસતની પળો ને આજે હું,

કાગળ પર લખતા શીખી રહી છું,

શબ્દોને અર્થો સાથે જોડતા આજે હું,

સુંદર કવિતા રચતા શીખી રહી છું....

Read More

#कव्योत्स्व 2

ज़िंदगी(भावना प्रधान)

ज़िंदगी,,,
तु आज रुक जाए तो !!
यही ठहर जाये तो !!

बिखर गया जो सब उसे समेटकर आते हे ....

रूठा कोई अपना उसे मनाकर आते है ....

तुटा जो तारा उसे टिमटिमाकर आते है ....

अरबो खरबो तारोमे से अपना एक सितारा खोजकर आते है ....

घनी अंधेरी रातोमे जुगनु बनकर आते है ....

खोये हूए लबो पर मुस्कान  बनकर आते है ....

कोरे कागज पर अलफास बनकर आते है ....

मुश्किल हुई ज़िंदगी को आसान बनाकर आते है ...

ऐ , जिंदगी तु रुक जाये तो ठहर जाये तो ,
हम खुदको ही बदलकर आते है ...

ज़माने को तो बदल नहीं सकते ,
अपने आप को ही बदल कर आते है |

Read More

#કાવ્યોત્સવ 2

મંજિલ (પ્રેરણા દાયક )

જિંદગીના મુકામોની કોઈ મંજિલ નથી હોતી ,
કે મંજિલો પર ચાલવાની કોઇ રીત નથી હોતી .

ઝઝુમવું પડે છે મંજિલોને પામવા માટે ત્યારે ,
કયા રસ્તે જવું એની કંઈ જ ખબર નથી હોતી .

ચાલતા થઈએ જ્યારે એ રસ્તાઓ પર ત્યારે ,
પહોંચીશું મંજિલે ચોક્ક્સ એની કોઈ ખબર નથી હોતી .

હિમ્મત રાખી ખુદા ને ખુદ પર બસ ચાલ્યા કરીશું ત્યારે,
પોતાનો ભરોસો કેટલો ગાઢ એની ખુદને ખબર નથી હોતી .

હે ,મંજિલ થોડું હું અહીંથી ચાલું છું તું ત્યાં થી આવ ,
"દર્શના" મંજિલ મળશે જરૂર ક્યાં, કેવી રીતે ? ?
એ કોઈને ખબર નથી હોતી.

Read More

#કાવ્યોત્સવ 2

(ભાવના પ્રધાન )

સફર

જિંદગીમાં જ્યારે રમતો રમાય,
દિલના દર્દો ના સહેવાય,
શબ્દોરૂપી પાંખો ફેલાય,
ત્યારે ગીત, ગજલ, કવિતાની રચના થાય.

વ્યથા ને જ્યારે કથામાં લખાય,
દર્દોને શબ્દોનો શણગાર થાય,
શાહીથી કાગળ પણ ભીનો થાય,
ત્યારે ગીત, ગજલ, કવિતાની રચના થાય.

વેદનાઓમાં વિષમતા થાય,
સંવેદના પર લીસોટા થાય,
અંતરના ઊંડાણમાં મૃગજળ રચાય, 
ત્યારે ગીત, ગજલ, કવિતાની રચના થાય.

લાગણીઓની માયાજાળ રચાય,
અસ્તિત્વનું વેરણ ખેરણ થાય,
અંધકારમાં ઉજાસનાં પાથરણા  થાય,
ત્યારે ગીત, ગજલ, કવિતાની રચના થાય.

નવા વ્યક્તિત્વનું સર્જન થાય,
સ્વયં સાથે મુલાકત થાય,
નવા સફરની શરૂઆત થાય,
ત્યારે ગીત, ગજલ,  કવિતાની રચના થાય.

Read More

#કાવ્યોત્સવ 2

આદત પડી ગઈ...

વિચાર્યું આજે હું તુજથી એકાંત લઈ લઉં,
ઓચિંતા એકાંતમાં પણ તારી છબી મળી ગઈ....

આટલી બધી ભીડમાં હું અને તું મળ્યાં કહાની બની ગઈ,
જ્યારે વિચાર્યું એકાંતમાં તો ઈશ્વરની મરજી મળી ગઈ...

થાકીને હારીને તુજ પર આજે વિચારે અરજી મળી ગઈ,
એ એકાંતમાં પણ મને તારી પડછાઈ મળી ગઈ...

મારા વગર તું શું કરશે એ ખ્યાલથી કંપાળી છુટી ગઈ,
મારા એકાંતને પણ તારી ભારે આદત પડી ગઈ...

કશ્મકશ ઘણી ભીંતરમાં ને એક આહ નીકળી ગઈ,
હવે મારા એકાંતમાં પણ તારા વિચારોની ભીડ જામી ગઈ..

જો ને તારી કેવી આદત ભારી પડી ગઈ,
એકાંતમાં પણ રઘવાઈ થઈ તુજને જ હું શોધું,
મને તો જબરી તારી આદત પડી ગઈ....

Read More