મોઘમ ઈશારામાં સમજો તો સારુ, શબ્દોનો શણગાર મને ના ફાવે...

जिंदगी की जंग तो जीत ली है मैने,
जूज रहा हूं छल्ली जखमों से अब।

મૃગજળની આશ પર સપના વાવ્યા છે,
આંખે પાણી આવશે હવે અરમાનોને...

सहमा सा है सन्नाटा, खामोश खलीशें,
आमद-ए-सहर मे इतना कहर क्यूं ?

શક્યતા સમાધાનની હવે ધૂંધળી થઈ છે,
ધાર કાઢી લીધી છે અમે શબ્દોની હવે...

પટકાય છે પાંગળો પરિશ્રમ પ્રારબ્ધ સામે
અત્તરની સુવાસ સામે પ્રસ્વેદ રિબાય છે..

પ્રશ્નો તો ઘણા છે પણ પૂછનાર હવે ઓછા છે,
પૂછાય ત્યારે સમીક્ષા વધુ ને સમાધાન ઓછા છે..

સંવેદનાઓ સંવારુ છું સમીક્ષાની સલૂકાઈથી,
બટકણી લાગણીઓને શબ્દોના રેણ કરું છું..

ફૂલો ફૂલાયા છે ચમનમાં ચોતરફ,
બહેકી છે ખુશ્બૂ કોઈના આગમને..

આનંદ એ બાહ્ય પરિસ્થિતિ નથી પણ મનની આંતરિક સ્થિતિ છે.

ઘણી વખત સહેતુક અકર્મક રહેવું એ પણ એક કર્મ છે.