હું હેતલ ચૌહાણ. લેખન અને વાંચનનો શોખ છે. શાળકીય શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનય મંદિર ભાવનગર.

 

        ◆ તક તો આપો……

 તાળવામાં ચોંટેલા વ્યંજનોને શબ્દોમાં કંડારવાની રીત તો આપો;
આ સંતાડીને રાખેલા સ્વરોના વાદળોને, આછા આછા વરસવાની          તક તો આપો.

 મન ક્યાં સુધી મનાવ્યા કરીશું, લોકોના રાજીપામાં;

 પોતાની જાતને વિચારવાની,શણગાર વાની તક તો આપો.

 હકીકત છે બદલાવવાની નથી, જીવનમરણની વચ્ચે;

 આ મધ્યમાં ઉભા અવકાશને ખીલવવાની તક તો આપો.

 હું તારી જોડે ક્યાં સુધી ચાલીશ? જીવું છું ત્યાં સુધી;

 મૃત્યુ પછી પણ દોડી શકું, તે માટે કસરત કરવાની તક તો આપો.

 આ સંધ્યાની કેસરી આભામાં મનહર જીવવા દો;

 રાતના અંધકારમાં આ કાળાશ જોડે ભટકાવવાની તક તો આપો.

                                    °★ગોહિલ હેતલચૌહાણ

Read More

કલમથી રહેવાયું નહીં,
શબ્દથી સહેવાયું નહીં,
અને તેથી જ;
આ કોરા કાગળથી કોરું રહેવાયું નહીં.

■■ ગોહિલે હેતલ ચૌહાણ

-HETAL a Chauhan

Read More

#સ્વાદિષ્ટ

બૌ સ્વાદિષ્ટ છે , આ જીવન રૂપી દર્દ,
એકવાર એને ચાખી તો જો.
વેદનાની વણલખાયેલી આ વાર્તાઓમાં
મૃત્યુના આ અડિખમ પહાડને ઉખાડી તો જો.

ઘટનાઓ અહીં ક્ષણ ક્ષણની ચીતરાય છે,
ને જીવનની વાર્તા અહીં સ્મરણોમાં સંગ્રહાયેલા છે.

Read More

#તમારું


આ પણ તમારું ને પેલું પણ તમારું;
નાનું પણ તમારું ને મોટું પણ તમારું;
જીવનમાં મળતી આનંદની દરેક ક્ષણ તમારી.

આ શુભ્રતા પણ તમારી ને આ મંગલમયતા પણ તમારી;
આ ગતિ પણ તમારી ને પ્રગતિ પણ તમારી,
જીવનમાં મળતી આનંદની દરેક ક્ષણ તમારી.
^^^ હેતલ ગોહિલ ચૌહાણ

Read More

#પીળો

વિષય જ એવો આપી દીધો કે શોધ્યા કરો હવે વાર્તા.
પીળો અને પીળાની સુગંધની એ વાર્તા .
પીળા માં પીળું ભળે તો શું થાય? ને પીળામાં લીલું ભળે તો શું થાય?
જીવન પણ એવું જ ક્યારેક પીળાશ પડતું તો ક્યારેક લીલાશ પડતું. જીવન ક્યારે કંઈ જગ્યાએ કયો રંગ પકડે અને કયો રંગ છોડે એ તો એને પણ ક્યાં ખબર હોયછે? જીવન આ બધાં જ પ્રકારનાં રંગો થી ઘેરાયેલું છે. અને આ બધાં જ રંગો જીવન જીવવાની કળા શીખવે છે.

હેતલ ગોહિલ ચૌહાણ

Read More

એક વખત એવું બન્યું કે….
વાદળાને વાગ્યો એક નાનકડો કાંટો,
ને મારું આખું ચોમાસું ચોધાર રડ્યું.
એમાં પેલી વિજળીએ મચકોડ્યું મોઢું ,
ને મારું આખું આકાશ એવું જોલે ચઢ્યું.
એક વખત એવું બન્યું.
એક વખત એવું બન્યું કે……
પેલા પોપટડાને બેસવુતું સરોવરની પાળે,
ને સરોવરમાં કમળને ઉંગવું નથી.
એમાં પેલી જમરૂખડીની ડાળને વસમું પડ્યું,
ને મારું આખું ઉપવન એવું જોલેચઢ્યું .
એક વખત એવું બન્યું.
એક વખત એવું બન્યું કે……
એક પંખી આ સુરજના પ્રેમમાં પડ્યું,
ને વળી સુરજે ચાંદાને શેહમાં કહ્યું .
ને એમાં પેલાં તારલીયાને વાંકું પડ્યું,
કે મારું આખેઆખું આયખું જોલે ચઢ્યું.
એક વખત એવું બન્યું.
એક વખત એવું બન્યું કે….
એક સપનાએ આંખમાં આંજણ આંજ્યુ,
ને કેટલાય હૈયાને એ બાણથી વિંધ્યું.
ને એમાં પેલી ઊંઘ્યને અઘરું થઈ ગયું,
કે મારું આખેઆખું આયખું જોલે ચઢ્યું.
એક વખત એવું બન્યું.

^^^^^^^ હેતલ ગોહિલ ચૌહાણ

Read More

#યુદ્ધ


હકીકત છે, યુધ્ધ તો આપણી અંદર છે.
નભતારકને ખીસ્સામાં મુકવાની ઈચ્છાઓનું યુધ્ધ છે.
આકાશને બાથમાં લઈ દોડવાની અભિલાષાનું યુધ્ધ છે.
જીજીવિષાઓમાં છલકાતી એ લાગણીઓનું યુદ્ધ છે .
એ પ્રબળ છે, ઉન્મત્ત છે, પણ એ લોલુપતામાં ખોવતી
માણસાઈનું યુધ્ધ છે.
સ્વાર્થી મનોવૃત્તિમાં પીડાઓને ભૂલાવવાનું યુધ્ધ છે.
સુખી થવા માટે દુખને નોતરવાનું આ યુધ્ધ છે.
આ કામચલાઉ ભૌતિકતામાં આધ્યાત્મને ખોળવાનું યુધ્ધ છે.
અધર્મની અંદર પેઠેલા એવા આ ધર્મને દિવો લઈને શોધવાનું આ યુધ્ધ છે.
હા,આ યુધ્ધ છે; આ યુધ્ધ છે.
મારી સાથે મારા જ દર્પણને ફરી સર્જવાનું આ યુધ્ધ છે.

€€€€ હેતલ ગોહિલ ચૌહાણ

Read More