follow instagram@savicha_sara_vichar telegram@savicha_sara_vichar facebook@savicha_sara_vichar

જૂના રસ્તે ચાલતા નવા દરવાજા નથી ખૂલતાં,
લાવ આજે નવા રસ્તે જ ચાલવાનું શરૂ કરી દઉં,
#પ્રારંભ કરું મારી નવી જિંદગીનો,
લાવ મારી જિંદગી હસી-ખુશીથી જીવવાનો શુભારંભ કરી દઉં...DJC✌️

#પ્રારંભ

Read More

કલમ લઈને લેખક બનવા નીકળ્યા હતા ,
પણ ખબર નથી કે અમારી લાગણીઓ જ અમારી રચના
બનશે...DJC ✌️

#લાગણીશીલ

💗કોહિનૂર-એ-આલમ💗

(બેગમની કોઠી)

(Selfwrittenmicrofictionstory)

એક નવાબ હતો જેને 10 બેગમો હતી.
તેમાંની એક બેગમ સૌથી લોકપ્રિય હતી. ખૂબસૂરત હતી એટલે નહીં પરંતુ લોકો તેના મિજાજના (સ્વભાવ) દીવાના હતા.

બેગમનું નામ હતું "કોહિનૂર".

નવાબે તેને અલગથી કોઠી બનાવી હતી , 

જેનું નામ હતું "કોહિનૂર-એ-આલમ".

વાત એવી છે કે એક દિવસ કોહિનૂરની 50 દાસીઓ માંથી એક દાસી "સુરમા" પેટથી હતી અને તેને દુખાવો ઉપડ્યો જેમ તેનો છેલ્લો મહિનો ચાલતો. હવે આટલી નાની વ્યક્તિની વાત બેગમ સુધી ન પહોંચે તે વાત સામાન્ય કહેવાય.

પરંતુ સુરમા બેગમ કોહિનૂરની સૌથી નજીકની પ્રિય દાસી હતી.એટલે સવાર પડતા સુરમા ન દેખાતા બેગમે અન્ય દાસીઓને પૂછ્યું સુરમા ક્યાં છે ???

દાસીઓએ નાછૂટકે કહેવું પડ્યું તેને દુખાવો ઉપડ્યો છે તેથી તેને કારાગારમાં પ્રસુતિ કરવા લઈ ગયા છે. બેગમને ગુસ્સો આવ્યો કે પ્રસૂતિ કરવા કારાગારમાં!!!!


તુરંત એ ત્યાં પહોંચે છે અને જાણ થઈ કે સુરમા એક દીકરીને જન્મ આપી મૃત્યુ પામી છે. બેગમની ચાહીતી દાસી હતી સુરમા. બેગમ પાછી થોડી પડે. 


પછી બેગમે નવજાત દીકરીને હાથમાં લઇ નામકરણ કર્યું એ બોલી આજથી આ દીકરીનું નામ છે "કોહિનૂર 2" રહેશે.જે બધી દાસીઓની ખલીફા (head) રહેશે.
બધી દાસીઓ ખુશ થઈ ગઈ.

આવી કોહિનૂર બેગમની કોઠીમાં અનેક અદ્ભુત કિસ્સાઓ થયા કરતા હતા. સ્વભાવને કારણે જ લોકો કોહિનૂરને
પાછળથી મુમતાજ બોલાવા લાગ્યા હતા.

DJC✌️
#Selfwrittenmicrofictionstory
(Instagram@savicha_sara_vichar)

#રાણી

Read More

#hindishayri
#selfwritten
follow my page on Instagram@savicha_sara_vichar

એક સરવેય ચાલતો હતો...
કે બધા ગામના સૌથી અમીર વ્યક્તિનું નામ પૂછી લાવવાનું...
કામ બે વ્યક્તિઓને અપાયું ...
એ બે વ્યક્તિ બધા ગામમાં પૂછતા ગયા અને બધા કેહતા ગયાં કે તેમના ગામનો સૌથી અમીર વ્યક્તિ કોણ છે..
છેલ્લું ગામ આવ્યું ને પેલા બે વ્યક્તિઓને એક ગરીબ વૃદ્ધ મળ્યા તો #પ્રશ્ન પૂછ્યો દાદા આ ગામમાં સૌથી અમીર વ્યક્તિનું નામ જણાવશો ...???
વૃદ્ધ હસીને બોલ્યા બેટા આ ગામનો સૌથી અમીર વ્યક્તિ હું પોતે છું પૈસા નથી મારી પાસે પણ ભગવાને તંદુરસ્તીની સમૃદ્ધિ આપી છે મને અને આજે તમારી સમક્ષ અડીખમ જવાબ આપી શકું એવો ઉભો છું...
પેલા બેવ વ્યક્તિ ખુશ થઈ ગયાં અને દાદાને નમન કરી ચાલ્યા ગયા....

ભાવાર્થ: પૈસા જ માણસની સમૃધ્ધિ હોય એવું જરૂરી નથી માણસની તંદુરસ્તી પણ તેની સમૃધ્ધિ હોય શકે...DJC✌️😇

#પ્રશ્ન

Read More

good afternoon ✌️

લોકો માને છે કે તેમના ખરાબ કરેલા કામની ખાનગી વાતો કોઈ જાણી નથી શકતું,
પરંતુ સાહેબ ઉપરવાળો બધાની ખાનગી વાતોનો ખુલ્લો ચોપડા લઈને બેઠો છે...DJC✌️

#ખાનગી

Read More

કયારેક ખાનગીમાં કરેલી મહેનતની સફળતાનો રણકાર ખાનગી રાખી ન શકાય એટલો મોટો બની શકે છે,
જેમ એક વિદ્યાર્થી કાલે મોટો કલેક્ટર પણ બની શકે છે...
DJC✌️

#ખાનગી

Read More

Covid-19

વાહ રે Covid તે તો આખી દુનિયા જ બદલી નાખી
ચીનથી ફેલાતો આવ્યો તું તો
અમેરિકા, ઈટલી, ઇન્ડિયા જેવા દેશોમાં તારા કેસોની સ્પર્ધા કરી નાખી...
વાહ રે Covid તે તો આખી દુનિયા જ બદલી નાખી...

દર્દીઓના શ્વાસ લઈ જતો તું
ખાંસીથી લોકોની મોત કરી નાખી
દવા શોધાય તે પહેલા જ તે તો
લોકોની સરળ જિંદગી વેરવિખેર કરી નાખી...
વાહ રે Covid

મેડિકલવાળા ની છાપ બદલી તે તો
ડોક્ટરોની  જવાબદારી સૈનિકો જેવી કરી નાખી
ઉદારતા સાથે ફરજ બજાવતા ડોક્ટરોની છવી
તે તો ભગવાન જેવી કરી નાખી...
વાહ રે Covid

આટલી જિદ્દી પબ્લિકને તે તો
માસ્ક અને સેનીટાઈઝરની આદત કરી નાખી
લાખો પોલીસોને તારાઓ બનાવી
તે તો સુરક્ષા કરનારની સુરક્ષા રદ કરી નાખી...
વાહ રે Covid

નફાની લાલચ રાખતા ઉદ્યોગપતિઓની
તે તો પોલીસી બદલી નાખી
લોકો માટે કરોડોનું ફંડ આપતા
ઉદ્યોગપતિઓની ઈજ્જત તે તો ઊંચી આંકી નાખી...
વાહ રે  

૨૧ દિવસનું લોકડાઉન લાવી
તે તો લોકો માટે કોરેન્ટાઇન જેલ કરી નાખી
પરિવારથી દૂર રહેતા લોકોને
પરિવાર પાસે પાછા બોલાવી તે તો એક ફેરવેલ કરી નાખી...વાહ રે Covid

ઘરના કામ એકલી કરતી મમ્મીને
તે તો મેનેજર બનાવી નાખી
આજે તેના ડિવાઇડ કરેલા કામ પર
કામ કરતાં અમારી પગાર વગરની જોબ કરી નાખી...
વાહ રે

લોકોના બગડતાં સંબંધોને ફરી સમય મળતા
તે તો મીઠા સંબંધોની ફરી શરૂઆત કરી નાખી
ચોવીસ કલાક દોડતી ભાગતી જીંદગીમાં
તે તો ૨૧ દિવસ હળવાશની એક કેદ કરી નાખી...
વાહ રે Covid

વર્ષોથી ભૂલી ગયેલા લોકોને
યોગ અને એક્સરસાઇઝની આદત કરી નાખી
જેવું તેવું ખાતા પીતા લોકોને
તે તો હેલ્ધી ખાવાની આદત કરી નાખી...
વાહ રે Covid

ક્લીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા કરતા મંત્રીની
આજે તે ઈચ્છા પૂરી કરી નાખી
આજે દેશ શું આખા વિશ્વની ગલીયોને તે સેનિટાઇઝ કરી વગર દિવાળીએ આખા વિશ્વની સફાઈ કરાવી નાખી... વાહ રે Covid

ખુશી ખુશી હસતા ફરતા રસ્તાની તે
સ્મશાન જેવી સુમસામ શકલ કરી નાખી
પણ આખા ઇન્ડિયાને એકસાથે પાંચ વાગ્યે રણકાર વગાડવાનો મોકો આપી ખુશીની એક મહેર ફેરવી નાખી...વાહ રે Covid

સાંભળ્યું હતું 2020 ખરાબ હશે
અફવા કે સત્યની અમે જાણકારી ન રાખી
તું ફરી ન આવતો પાછો ક્યારેય
પણ કહેવા માંગીશ કે તે સમયને યાદગાર બનાવી એક હિસ્ટ્રી બનાવી નાખી...વાહ રે Covid


આજે તું મહામારી બનીને આવ્યો છે
પણ કેહવા માંગીશ
કે તે અમારી ૧૩૦ કરોડ જનતાને એક કરી નાખી...
વાહ રે Covid  તે તો આખી દુનિયા જ બદલી નાખી.
DJC✌️

selfwritten ✌️
plz like and share🙏😇

(follow my page on Instagram @savicha_sara_vichar)

Read More