ઈચ્છા એવી બિલકુલ નથી, કે વખાણ બધા જ કરે... પણ પ્રયત્ન એ જરુર છે, કે ખોટો છે એવુ કોઈ ના કહે...!

સાંભળ્યુ છે મારી શાયરીઓમા તું ખુદ ને શોધે છે...

મારા તો હર એક શબ્દ તારા પ્રેમ ની ચાદર ઓઢે છે...

હોય હોઠ મૌન તો ઇશારા થી બોલાવ...

હું તારો જ છું મને તુકારા થી બોલાવ...

સામટા શબ્દ ઓછા પડે,
મૌન ને એટલા રંગ છે...

જો ખામોશી ને પણ વાચા ફુટે,
તો સમજો એ પ્રેમ નો મીઠો સંગ છે…

સગાઓના લીસ્ટમાં હોવું
એ વિધાતાના હાથમાં છે...

વ્હાલાઓના લીસ્ટમાં
રહેવું એ આપણા હાથમાં છે…

હું લખું ને તરત જ તું જીવંત થાય છે,
તું કંઇ ના કહે તો પણ બધુ સમજાય છે...

તારી ચાહમાં ખુદને જ ભૂલી જવાય છે,
તેને જ તો આ જગમાં પ્રેમ કહેવાય છે...

Read More

ગઝલને નથી લાગતી નજર દુનિયાની,
એ તારા રૂપની સ્યાહી ઓઢીને જાય છે...

ના વરસાદ હોય કે ના વાછટ હોય છે,
માત્ર તને જ જોતાં લાગણી ભીંજાય છે...

Read More

ભૂલવા મથો ભલે,ભૂલ્યું ના ભૂલાય,
એક લાગેલો ઘાવ,બીજો છે લગાવ...

લાગેલો ઘાવ તો મરહમથીય ભરાય,
શબ્દોનાં ઘાવ કિંતુ મારણ કહેવાય...

લગાવ સાચા માણસનો સ્વર્ગથી સવાય,
પ્રેમ ખોટાં પાત્રનો અંધકારે લઈ જાય...

Read More

અબોલા તો નો'તા સંવાદ પણ નો'તા

સ્તબ્ધ હતી સાંજ
પણ અમે નિશબ્દ તો નો'તા...

किताब-ऐ-इश्क तुम बनो,

पन्नो पर मोहब्बत हम भर देंगे...