#બ્લોગ#

હે કૃષ્ણ સ્વર્ગ ના દ્વાર ઉઘાડો
ને સ્વાગત માં સ્વંય પધારો
જુઓ કે કેટલાં બધાં લાડકવાયા
તવ શરણ માં આવ્યા છે
તેને લીલાં તોરણે વધાવો
ને શૌર્ય ગીત ગવડાવો
જુઓ કે વીર સપૂતો આવ્યાં છે....
ધન્ય થયું તૂજ ઘર ને
ધન્ય તારું આંગણ થયું
એ દેશ કાજે કુરબાન થઈ ને આવ્યાં છે....
તારી આંખો ને એણે પાવન કરી
હવે હદય થી સ્નેહ વરસાવો
એને છાતી સરસા લગાઓ
કોના દીકરા કોના પતિ કોના ભાઈ
કે કોઈ માસૂમ ના પ્રેમાળ પિતા આવ્યાં છે

હે કૃષ્ણ સ્વર્ગ ના દ્વાર ઉઘાડો
ને સ્વાગત માં સ્વંય પધારો
કે લાડકવાયા આવ્યા છે...

Read More

થા સાથી તેરા ઘોડા ચેતક, જિસ પે તુ સવારી કરતા થા
થી તુ જ મે કોઈ એંસી બાત, અકબર તુજ સે ડરતા થા

epost thumb