Pink Purse - 5 books and stories free download online pdf in Gujarati

પિંક પર્સ - 5

સવારે જ્યારે આલિયા ઉઠી તો તે તૈયાર થઈ ગઈ સ્કૂલ એ જવા માટે...અને તે અને તેના પાપા બંને જણા ગાડી માં સ્કૂલ એ જવા નીકળી પડ્યા..
રસ્તા માં તેના પાપા એ આલિયા ને કીધું કે " આલિયા તે આ વખતે કઈ ગિફ્ટ માં કઈ માંગ્યું નાઈ? "
" નાં પાપા કઈ નથી જોઈતું અત્યારે..મારા જોડે બધું જ છે.." " નાં પણ કઈ તો ગિફ્ટ લેવી પડે ને ?, કાલે એમાંય તારો બર્થ ડે પણ ઉજવવા નાં દીધો એને ગિફ્ટ માં પણ નાં પડે છે? " નાં નાં પાપા પણ અત્યારે કઈ નથી જોઈતું"
એવું કહી ને આલિયા એ વાત બદલી નાખી..કે "પાપા તમે કાર માં એ સી ચાલુ કરવી દીધું.?" " હા હા ક્યારનું."
એટલા માં વાત વાત મા સ્કૂલ આવી ગઈ અને ..આલિયા સ્કૂલ માં જવા ચાલવા લાગી...
વિજય ભાઈ ને બધું ખબર હોવા છતાં.પણ તે આલિયા ને પૂછતાં હતા..અને તે ખૂબ સારું મહેસૂસ કરી રહ્યા હતા કે ..એમને આવી સમજદાર છોકરી મળી....
પછી સ્કૂલ માં જ્યારે આલિયા ગઈ તો બુધવાર હતો એટલે સ્કૂલ માં બધા ફ્રી ડ્રેસ માં આવ્યા હતા ...આલિયા એ પણ ફોર્મલ કપડાં પેહર્યા હતા..
પછી આલિયા રૂમ માં ગઈ તો બધીજ છોકરીઓ અલગ અલગ કપડાં પેહરી ને આવ્યા હતા.અને એક બીજા ને બતાવી રહ્યા હતા...અમુક છોકરીઓ બ્રેસ્લેટ,ઘડિયાળ,પર્સ એવું બધું લઈ ને આવી હતી...પણ આલિયા ફક્ત ને ફક્ત બેગ અને વોટર બેગ બંને માં હતી...
એની ફ્રેન્ડ આવી અને બોલી કે "આલિયા તું ક્યારે આવી?" " હમણાજ આવી પાપા મૂકી ગયા, તું મજામાં ને?" "હા મજામાં"
વાત વાત મા આલિયા એ તેની ફ્રેન્ડ ફ્રેની ની હાથ માં નવું પર્સ જોયું,અને બોલી " અરે ફ્રની નવું પર્સે લાવી?, સરસ છે." " હા નવું લાવી અને એમાં જો 2 તો ચેઈન છે..અને મારા પપ્પા લાવ્યાં" " ફ્રેનિ મસ્ત પર્સ છે...મને પિંક કલર બઉ ગમે છે" " હા હા આલિયા પિંક મારો પણ કલર ફેવરિટ છે" " હમમ, મારે પણ લાવા નું છે" "અરે એ છોડ આલિયા કાલે બિર્થડ ગયો તો તારા પપ્પા એ તને સુ લઇ આપ્યું...ગિફ્ટ માં ? " " કઈ નાઈ પાપા આજે લાવા નાં છે...કાલે અમે કેક કાપી અને જમવા પણ ગયા હતા."
આલિયા એ વખતે ખોટું બોલી કે જમવા ગયા અને કેક કાપી પણ રિયલ માં એવું કઈ થયું જ નાં હતું....પણ આલિયા તેના પાપા ને સારું લગાડવા એને જૂઠું બોલી દીધું.
ફ્રેન્કી બોલી કે સારું કેવાય આલિયા.. આજે તારા પપ્પા સુ ગિફ્ટ લાવે છે પછી તું આવતા બુધવારે સ્કૂલ માં લઈ ને આવજે...હો? અને હા તને પર્સ લેવું હોય તો ...મારા પપ્પા જે જગ્યાએ થી લાવ્યાં હતા ત્યાં નું એડ્રેસ આપીશ ....
" હા હા ચોક્કસ " એવું કહી ને આલિયા ત્યાં થી ચાલવા લાગી...અને એક સાઇડ રૂમ માં જઈ બેસી ગઈ.અને બધા નવી નવી વસ્તુ લાવ્યાં હતા એ બધું જોઈ રહી હતી...
પછી સ્કૂલ છૂટી અને આલિયા નાં પાપા લેવા આવ્યા ....આલિયા અને એના પપ્પા બંને ઘરે જઈ રહ્યા હતા..અને એના પપ્પા એ વાત વાત માં પૂછ્યું કે ... આજે કેવો રહ્યો દિવસ?
આલિયા એ કીધું કે બઉ મસ્ત...પછી આલિયા એ ભોળા ભોળપણ માં બધી વાત એના પાપા ને શેર કરી કે બધા આવી આવી વસ્તુ લાવ્યાં હતાં.
પછી પાપા એ કીધું કે " આલિયા તારે ફરેની જેવું પર્સ લાવું છે? ત્યારે આલિયા બોલી ઉઠી કે હા પાપા એવું પર્સ લાવું છે...અને હું પણ આવતા બુધવારે પર્સ લઇ ને સ્કૂલ માં જઈશ...
આલિયા માં પાપા એ કીધું કે " હા હા ...જરૂર ..લાવી દઈશ...આજેજ આપડે લેવા જઈશું....
"નાં નાં પાપા હાલ જરૂર નથી આવતા બુધવાર સુધી માં લાવજો." અને મન માં ને મન માં આલિયા બોલી કે " સોરી પાપા તમને નતુ કેવું પણ પાપા આવતા બુધવારે મે ફ્રેન ને પ્રોમિસ કર્યું છે...તો પણ જો કદાચ નાઈ લાવો તો હું તમારા થી નારાજ નાઈ થૈ "
એમ નાં એમ બંને ઘરે આવી ગયા..એમ ને એમ બીજો બુધવાર પણ આવી ગયો અને મંગળવાર ની રાત્રે.. આલિયા ને યાદ આવ્યું કે અરે કાલે તો ફ્રી ડ્રેસ માં જવા નું છે અને મારે તો પર્સ પણ નવું લાવા નું હતું..