Wanted Love 2 - 134 - last part in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--134 (અંતિમ ભાગ)

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--134 (અંતિમ ભાગ)

જાનકીદેવીનો હાથ પકડવાની હિંમત આજસુધી કોઇએ નહતી કરી પણ આજે તે હિંમત કરવાવાળો તેમનો જ લાડલો દિકરો કુશ હતો.દરેકની આંખમાં અદ્વિકા માટે ધૃણા અને કુશ માટે નારાજગી હતી સિવાય કિઆન.

"કુશ,આ છોકરી પર દયા કરવાની કોઈ જરૂર નથી.તેને ધક્કો મારીને ઘરની બહાર કાઢ.તે એક નંબરની લાલચુ છે.તેને તો જેલમાં નાખ.જ્યારે ખરો સમય આવ્યો ત્યારે તે રોમિયો સાથે જઈને મળી ગઈ."જાનકીદેવીએ કહ્યું.

કુશે અદ્વિકાની સામેજોયું અને બોલ્યો,"એ મારી વહાલી દિકરી,ડેડુના ગળે નહીં મળે?"કુશે કહ્યું.અદ્વિકા દોડીને તેને ગળે લાગી ગઈ.તે આંસુઓમાં તુટી ગઈ.બધાને આશ્ચર્ય થયું.

"કુશ,મા સાહેબ સાચું કહે છે.દરેક વખતે આટલું સારું થવાની જરૂર નથી.તે પોલીસને પણ તેને એરેસ્ટ કરતા રોક્ય‍ાં.તે આ બધાને લાયક નથી."કિનારાએ કહ્યું.

"અદ્વિકા નિર્દોષ છે.તેણે જે પણ કર્યું તે નાટક હતું અને જે તેણે મારા કહેવા પર કર્યું હતું.તેણે રોમિયોનો વિશ્વાસ જીતવા જાણીજોઈને માર ખાધો.માત્ર મારા પ્લાનને સફળ બનાવવા તેણે આ બધું કર્યું.આ વિશે સિંઘાનીયા સાહેબને પણ ખબર હતી.
જે દિવસે કિઆન અને અદ્વિકા તે ગુંડાઓ પાસે સામે ચાલીને કિડનેપ થવા જતા હતાં.તે દિવસે મે અદ્વિકા સાથે ફોન પર વાત કરીને તેને કહ્યું હતું કે કિઆન રોમિયોનો વિશ્વાસ જીતી શકે તેની શક્યતા ઓછી છે પણ જો તું રોમિયોનો સાથ આપીશ તો તે તારો વિશ્વાસ કરી લેશે અને તને પોતાના પ્લાનમાં સામેલ કરશે.તે દિવસે અદ્વિકાએ શું કહ્યું હતું ખબર છે?તે વ્યક્તિ સાથે મારો કોઈ સંબંધ નથી.મારા પિતા તમે છો અને તેમ જેમ કહેશો એમ હું કરીશ.

મે તેને સમજાવ્યું હતું કે તે રોમિયોને પપ્પા કહીને તેનો વિશ્વાસ જીતે.મે જ તેને કહ્યું હતું કે રોમિયોનો વિશ્વાસ જીતવા તેણે કિઆનને પણ પોતાનાથી દૂર કરવો પડશે અને કિઆન તેને નફરત કરે તેવું કરવું પડશે.તેણે રોમિયોનો વિશ્વાસ જીતવા માર પણ ખાધો."કુશે કહ્યું.

કુશની વાત સાંભળીને બધાંને આશ્ચર્ય થયું.
"પણ કુશ, આ બધું કરવાની શું જરૂર હતી?અને કર્યું તો અમને કેમ ના જણાવ્યું?"કિનારાએ પૂછ્યું.

"કિનારા,રોમિયોનો તે ખતરનાક પ્લાન જાણવા.મે અદ્વિકાને પણ જણાવ્યું હતું કે તેણે રોમિયો કોઈ ખતરનાક પ્લાન બનાવે છે તે જાણવાનો છે.તે વારંવાર પુછતી હતી પણ રોમિયો જણાવતો નહતો.તેણે જ ના પાડી હતી આ વિશે તને અને લવને જણાવવાની.જેથી તમે તેને ખરેખર નફરત કરો અને રોમિયો તેનો વિશ્વાસ કરીને તેને બધું જણાવી દે પણ રોમિયો ખરેખર ખૂબજ ચાલાક હતો.જ્યારે કિનારા બુરખામાં તેની સાથે જઈ રહી હતી.ત્યારે તેને ખબર હતી અને એટલે જ તેણે ત્યાં રોમિયો સામે તે ધ્યાન રાખ્યું કે રોમિયો તેનો ચહેરોના જોવે."કુશે કહ્યું.

"અને એજ વાતે મને વિશ્વાસ દેવડાવ્યો કે મારી અદ્વિકા બદલાઈ નથી ગઈ પણ નાટક કરે છે.તેણે મને કહ્યું કે હું મોમને અંદર લઇ જઉં.જ્યારે તે બુરખાવાળી સ્ત્રીને અંદર લઈ ગયો ત્યારે જ સમજી ગયો કે આ મોમ નથી.મને વિશ્વાસ આવી ગયો કે અદ્વિકા નાટક કરે છે.મે તેને બપોરે રૂમમાં બોલાવીને તેને કડક થઇને પૂછ્યું અને તેણે સ્વીકારી લીધું.પછી મે જ તેને કહ્યું કે આદેશને મે ભગાવી દીધો છે અને તેણે રોમિયોનો મોબાઈલ લેવા કહ્યું.તો જ્યારે ડાન્સ ચાલતો હતો ત્યારે તેણે મોબાઇલ લઈને મને આપ્યો."કિઆને કહ્યું.

બધાની આંખમાં પસ્તાવો હતો.કાયના તેની પાસે ગઈ અને બે હાથ જોડીને કહ્યું,"મે હંમેશાં તને નાપસંદ કરી અને તારા પર શંકા કરી મને માફ કરી દે."
અદ્વિકાએ તેને ગળે લગાવી.બધાએ તેની માફી માંગી.બધાને તેના પર ગર્વ હતો.બધાં કાયના અને રનબીરને અભિનંદન આપી રહ્યા હતાં.કાયના એલ્વિસ અને કિઆરાને જઈને ગળે મળી.
"વાઉ,કોઈની લવસ્ટોરી તો ખૂબજ હિટ છે.તમારા બંનેના પ્રેમના ચર્ચા તો ચારેય તરફ છે મારા ડેશિંગ સુપરસ્ટાર જીજુ અને મારી જોગમાયા ."કાયનાએ કહ્યું.

"તમારા કરતા ઓછી દી."કિઆરાએ શરમાઈને કહ્યું.

"અમારી કહાની તો અહીં પૂરી થઇ,કિઆરા પણ તમારી ડેશિંગ સુપરસ્ટારની ટ્વિસ્ટેડ કહાની તો હજી શરૂ થઈ છે."કાયનાએ કહ્યું.

"એલ્વિસ કાયનાને ગળે મળ્યો અને કહ્યું,"જલ્દી પાછી આવ તારા વગર મને કોરીયોગ્રાફી કરવામાં મજા નથી આવતી."જેના જવાબમાં કાયના ગંભીર થઈ ગઈ.

કબીર ત્યાં આવ્યો.તેને અહીં જોઈને કાયના અને રનબીરને ખૂબજ આશ્ચર્ય થયું.
"કાયના,સૌથી પહેલા તો મને માફ કરી દે.આપણા સંબંધમાં પ્રેમ નહીં પણ અદમ્ય આકર્ષણ અને તને પામવાની મહેચ્છા જ મૂળમાં હતી.હું ખૂબજ લાલચુ અને ખરાબ બની ગયો હતો પણ હવે હું બદલાઈ ગયો છું.કાયના,પ્લીઝ મારી સાથે દોસ્તી ના તોડતી."કબીરે કહ્યું.

"કબીર,તે મારો વિશ્વાસ તોડ્યો.તારા કારણે બે સાચા પ્રેમી અલગ થયા હતાં.તને કેવીરીતે માફ કરી શકાય?"જાનકીદેવીએ કહ્યું.

"દાદી,તેણે જે કર્યું તેના કારણે હું મારા જીવનમાં ઘણુંબધું શીખી શકી.મને સત્યનો અરીસો દેખાયો,મારા અને રનબીરના લગ્ન થયા,હું આટલી હિંમતવાળી બની.બધું તેના કારણે થયું.કબીર,મે તને ક્યારનો ય માફ કરી દીધો છે અને રહી વાત આપણી દોસ્તીની તો હા હું ચોક્કસ તારી દોસ્ત બનીશ પણ તારે એલ્વિસની માફી માંગવી પડશે.તે તેને ખૂબજ તકલીફ પહોંચાડી છે ભૂતકાળમાં."કાયનાએ કહ્યું.કબીરએ જવાબમાં સ્મિત આપ્યું.તે એલ્વિસ પાસે ગયો અને તેની પણ માફી માંગી.વિશાળ હ્રદયવાળા એલ્વિસે તેને માફ કરી દીધો.

કિનારા અને કુશ વિશાલભાઈ પાસે ગયા.તેમને પગે લાગીને આશીર્વાદ લીધ‍‍ાં.

"મને વિશ્વાસ હતો કે મારી દિકરી તે રોમિયોનો અંત જરૂર લાવશે.કિનારા તું ખૂબજ બહાદુર છે."આટલું કહી તેમણે વિશાલભાઈને ગળે લગાવ્ય‍ાં.

શિવાની અને લવ પણ એકબીજાને ગળે લાગ્યાં.કિયા આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગઈ.
"દાદી,અમે બંને બહેનો તો અમારા સંસારમાં સેટ થઈ ગઈ પણ આ કિયા બાકી રહી ગઈ."કિઆરા અને કાયનાએ કહ્યું.
તેમની વાત સાંભળીને ચુલબુલી કિયા થોડીક નારાજ થઈ.તેણે ખોટો ગુસ્સો દેખાડતા કહ્યું,
"ના હો મારે તો હજી માસ્ટર્સ કરવાનું છે અને ફેશન ઇન્ડસ્ટ્રી પર રાજ કરવાનું છે.આ લગ્ન પ્રેમ તે બધું મારા લિસ્ટમાં નથી.હું પેરિસ જઈ રહી છું આગળ ભણવા."કિયાએ કહ્યું.

તેની વાત પર બધાને ગર્વ થયો.
અંશુમાન અને હિયાએ પણ આવીને કાયનાની માફી માંગી અને તેણે કાયનાને પોતાના લગ્નમાં આવવા માટે આમંત્રણ આપ્યું.
"કાયના,અમે નક્કી કર્યું હતું કે અમારા લગ્ન તારા વગર નહીં થાય અને હા અમારા બાળકનું નામ પણ તું જ પાડીશ."અંશુમાને કહ્યું.

કાયના આ સાંભળીને ખૂબજ ખુશ થઇ.તે હિયાને ગળે લાગી ગઈ.
"ચોક્કસ,આ નામ પાડીને હું તેની ફોઈ અને તારી બહેન બનીશ અંશુમાન."કાયનાએ કહ્યું.

"જાનકીદેવી,મને એક વિચાર આવ્યો છે.આપણા બંને જોડિયા દિકરા લવના લગ્નમાં પૂરો પરિવાર હાજર હતો પણ કુશ,કિઆન અન કાયનાના લગ્નમાં પૂરો પરિવાર હાજર નહતો.તો મારી ઇચ્છા છે કે એક સારું મુહૂર્ત જોઈને આ ત્રણેય કપલના લગ્ન ફરીથી કરાવીએ."શ્રીરામ શેખાવતે કહ્યું.

"અરે વાહ રામ,તમે તો મારા મનની વાત કરી.મુંબઇ જતા જ આપણે સૌથી પહેલું કામ આ કરીશું.લવકુશ,કિનારા હવે થોડા દિવસ કોઇ કામ નહીં.માત્ર આરામ અને પરિવાર સાથે સમય વિતાવવાનો.કિનારા,કાલથી રસોડું તારા હવાલે આ શિવાની અને શિનાએ બહુ કામ કર્યું હવે તારી જેઠાણીઓને આરામ મળશે."જાનકીદેવીએ કહ્યું.કિનારા કાલથી રસોઈ બનાવશે એ સાંભળી દરેકને આવતીકાલની રાહ હતી.

રોકી મોઢું ચઢાવીને આવ્યો.
"કિનારા,મારે તને ફરિયાદ કરવી છે.આજે હું એક પિતા તરીકે તને ફરિયાદ કરું છું.એક તો કાયનાને તારા જેવી રસોઈ બનાવતા નથી આવડતી.હું તો કેટલો ખુશ હતો કે કિનારાની દિકરી મારી વહુ બની રોજ ટેસ્ટી જમવા મળશે પણ આ તો ઊંધુ થઈ ગયું અને હા તારી કાયના મારા રનબીરને બહુ ખખડાવે છે.સિંહ જેવો મારો દિકરો તેની આગળ બકરી બની જાય છે."રોકીએ મોઢું ફુલાવીને કહ્યું.કિનારાએ તેની સામે આંખો કાઢી.કાયનાએ પણ રનબીરની સામે ગુસ્સાથી જોયું.જ્યારે બંને લવ કુશને જોઈને હસવા લાગ્યાં.

"રોકી,તું કુશનો ખાસ મિત્ર છે છતાં પણ એક વાત ના સમજી શક્યો કે કુશના જમાઈની હાલત તેનાથી અલગ કેવીરીતે હોઈ શકે.બંને પાસે એક જ પ્રોડક્શનની પ્રોડક્ટ છે."આટલું કહીને લવ મલ્હોત્રાએ લવ શેખાવતને તાલી આપી.

"બહાર ખુંખાર આતંકવાદીને ઝડપતો મારો નાનોભાઈ ઘરે પોતે આતંકનો શિકાર બનેલો છે."લવ શેખાવતે કહ્યું.કુશે દયામણું મોઢું કરીને રનબીર સામે જોયું.માંડવીની હવેલીમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું.

"એ તો એવું જ રહેશે."કિનારાએ અકડ સાથે કહ્યું.

"ચલો ચલો,હવે સુઈ જાઓ બધાં.લવ અને શિવાની આટલા સમય પછી મળ્યા છે તેમને એકબીજા સાથે સમય વિતાવવા દો."કુશે પોતાની અને રનબીરની ઈજ્જત બચાવતા કહ્યું.

તે રાત્રે લવ શિવાનીએ પાછળની બધી ફરિયાદો અને ગેરસમજ દૂર કરીને પોતાના પ્રેમ તથા વિશ્વાસને જીતાડ્યો.તે રાત ખરા અર્થમાં તેમની મધુરજની બની રહી.વર્ષોથી તરસ્યા સુકા રણપ્રદેશમાં જેમ વરસાદના એક એક ટીપા અમૃત જેવા લાગે તેમ તે બંને માટે એકબીજાનો પ્રેમ અમૃતસમો બની ગયો.જાનકીદેવી અને શ્રીરામ શેખાવતે હવેલીમાં આવેલા મંદિરમાં દિવો કરીને શિવજી અને શ્રીરામનો આભાર માન્યો.

બીજા દિવસની સવાર ખૂબજ આનંદમય અને ભક્તિમય હતી.પૂરો શેખાવત પરિવાર આરતીમાં સમયસર નિયમનુસાર હાજર હતો.

લવકુશ અને કિનારાએ રોમિયોનાતમામ કાળાકામના પૂરાવા રજુ કર્ય‍ા,તે સિવાય અદા અને આદેશની જુબાની તથાં તેમણે આપેલી માહિતી અનુસાર રોમિયો ખતરનાક આતંકવાદી સાબિત થયો.તે સિવાય તે પણ સાબિત થઈ ગયું કે રોમિયોનું એન્કાઉન્ટ ફેક નહતું.ભારતદેશમાં લવકુશ,કિનારા,કિઆન અને કાયન‍ા વખાણ હતાં.લવકુશ અને કિનારાને તેમની બહાદુરી માટે વિરતા પુરસ્કાર મળ્યો.

અહીં કિનારાની ભલમનસાઈના કારણે એક સંસ્થાની મદદથી અદાને લાકડાના નકલી પગ આપવામાં આવ્યાં.અદાએ પોતાનું બાકીનું જીવન જેલમાં રહેલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આપવાનું નક્કી કર્યું.તેણે જેલમાં ગૃહઉદ્યોગ શરૂ કર્યો.

આદેશને અને તેના નાનાભાઈને પણ સરકારી ગવાહ બનાવાના કારણે ઓછી સજા મળી.

બધાં મુંબઇ શિફ્ટ થઈ ગયાં હતાં.લગ્નનું મુહૂર્ત બે મહિના પછીનું હતું.રનબીર ન્યુજર્સી જઇને પોતાનો પ્રોજેક્ટ પૂરો કરીને નેહા સાથે ભારત હંમેશાં માટે પાછો આવવાનો હતો.કાયના તે સમય દરમ્યાન પોતાના માતાપિતા સાથે રહીને ખૂબજ સુંદર સમય વિતાવી રહી હતી.અહીં રોકીએ પણ પોતાના કર્યાની માફી માંગી.નેહા અને રોકી ફરીથી એક થયા.રાજીવભાઈને પોતાનો પરિવાર અને મિત્ર વિશાલ પાછો મળ્યો.

અહીં અદ્વિકાને પણ રનબીરના રૂપમાંભાઈ ,નેહા રોકીના રૂપમાં માતાપિતા અને રાજીવભાઈના રૂપમાં દાદા મળી ગયા હતાં.તે પણ રનબીર સાથે ન્યુજર્સી પરિવારનો પ્રેમ પામવા ગઈ હતી.આજે પોણા બે મહિના પછી રનબીર તેના પૂરા પરિવાર સાથે કાયમ માટે ભારત પાછો ફર્યો.તેમણે અમદાવાદના ઘરને વેંચીને મુંબઇમાં એક મોટો ફ્લેટ લઇ લીધો હતો.

બીજા દિવસથી જ રનબીર-કાયન‍ા,કિઆન-અદ્વિકા અને કુશ-કિનારાના લગ્નના પ્રસંગો શરૂ થયા.મહેંદી,સંગીત,પીઠી ચોળવાની,ગણેશપૂજન અને લગ્ન સાથે સત્કાર સમારંભ બધું ખૂબજ સરસ અને મોટા પાયે સંપન્ન થયું.

રનબીર-કાયન‍ા,કિઆન-અદ્વિકા અને કુશ-કિનારા હંમેશાં માટે એક થઈ ગયાં.હનીમૂન માટે ત્રણેય કપલ ઉત્તર,પૂર્વ અને દક્ષિણ એમ ત્રણ દિશામાં ભારતના સુંદર સ્થળોએ ગયાં.

થોડા મહિનાઓ પછી....

જાનકીવિલામાં ઉત્સવનો માહોલ હતો.રનબીરની એક પછી એક બુક બેસ્ટસેલર બની ગઈ હતી.તેનીસાથે તે ભારતમાં ટોપ ઓથર બની ગયો હતો.કુશ કિનારા અને પોતાની પ્રેમકહાનીને તેણે' વોન્ટેડ લવ' નામની મહાગાથાના રૂપમાં અને કિઆરા એલ્વિસના જીવનની કહાનીને 'ડેશિંગ સુપરસ્ટાર 'નામની પુસ્તક રૂપે રજુ કર્યું.તે બંને મહાગાથા પરથી બોલીવુડના મોટા ડાયરેક્ટર હવે મુવી બનાવવાના હતાં.

બધા કાયનાની રાહ જોતા હતાં જે સવારથી ગાયબ હતી હવે સાંજ થવા આવી હતી.અંતે તે આવી.
"મારી પાસે બે ગુડ ન્યુઝ છે."તેણે કહ્યું.આ સાંભળીને કુશે માથું કુટ્યું.
"જોયું કિનારા,હું અહીં ત્રીજી વાર પિતા બનવાની કોશિશ કરું છું અને મારા બાળકો મને દાદો બનાવવા મથ્ય‍ા છે."કુશે મોઢું ચઢાવીને કહ્યું.તેની આ વાત પર જાનકીદેવી અને કિનારાએ એકસાથે મોટી આંખો દેખાડી.

"મારી લાગણીની કોઈને કિંમત જ નથી."કુશે કહ્યું.

"ડેડ,હું પ્રેગન્નટ નથી.દરેક ગુડ ન્યુઝનો એક જ અર્થ ના હોય.મોમડેડ,હું એન.સી.બી એટલે કે નાર્કોટિક્સ બ્યુરો જોઈન કરી રહી છું.અમદાવાદમાં એન.સી.બીને કરેલી સ્પેશિયલ હેલ્પના દેખતા તેમણે એક ખાસ એન્ટરન્સ ટેસ્ટ લીધી અને ટ્રેનિંગ આપી.હવે આ સોમવારથી મારે જોઇન કરવાનું છે.

મોમ,તમે મારા પ્રેરણામુર્તી છો અને મે જે નાનપણમાં પ્રણ લીધો હતો કે હું તમારા જેવી ઓફિસર બનીશ.તે મે આજે પૂરો કર્યો.બીજા ગુડ ન્યુઝ એ છે કે મારા ડાન્સ પ્રત્યેના લગાવને જોઇને એલ્વિસે મને એક ડાન્સ એકેડેમી ખોલવામાં મદદ કરી છે.જેમા તે પાર્ટનર છે.ત્યાં નાના બાળકોને હું ડાન્સ શીખવીશ.સાવ મામુલી ફી લઈને."કાયનાએ કહ્યું.

"મને ગર્વ છે મારી પ્રિન્સેસ પર."આટલું કહી કિનારાએ તેને ગળે લગાવી.

કિઆન અને અદ્વિકા પણ કોલેજ સાથે આઇ.પી.એસની તૈયારી કરવા લાગી ગયાં.અદ્વિકા પણ દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવા માંગતી હતી.આજે સોમવાર હતો,કાયનાનો એન.સી.બીમાં પહેલો દિવસ હતો.કિનારા અને કુશ જાતે પોતાની બહાદુર દિકરીને ગાડી સુધી મુકવા ગયા.તે બંને ક્યાંય સુધી તેને જતા જોઈ રહ્યા હતાં.કુશે તેનો હાથ કિનારા ફરતે મુક્યો અને કિનારાએ તેનું માથું કુશના ખભે ઢાળી દીધું.બંનેની આંખમાં ખુશીના ગર્વિત આંસુઓ હતાં.

સમાપ્ત.

Rate & Review

JayJagdish

JayJagdish 13 hour ago

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Alish Shadal

Alish Shadal Matrubharti Verified 2 month ago

Neepa

Neepa 3 month ago