Wanted Love 2 - 133 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--133

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--133


રોમિયોની વાત ખૂબજ આઘાત પમાડનાર હતી.તેણે આ પ્લાન અત્યાર સુધી ખાનગી રાખ્યો.તેણે આ બ્લાસ્ટ કરવા મુંબઇમાં રહેલા સ્લિપરસેલના આતંકવાદીઓનો પણ આમા ઉપયોગ નહતો કર્યો.તેણે આ વખતે તેનો પૂરો વિશ્વાસ સિધ્ધુ પર રાખ્યો હતો.સિધ્ધુએ મુંબઇમાં એક અલગ જ ટિમ બનાવી હતી જેમને બોંબ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.તેણે રાત્રે આર.ડી.એક્સ તે લોકો સુધી પહોંચાડી દીધો હતો.ભલે તે એરેસ્ટ થઈ ગયો પણ તે લોકોએ બોંબ બનાવીને તેને અલગ અલગ જગ્યાએ પ્લાન્ટ કરવાનું નિયત સમયે શરૂ કરી દીધું હતું.

રોમિયોને પોતાની સમજદારી પર ગર્વ થયો.
"કુશ,તું બહુ જ મોડો છે.હવે તું કોઇપણ કાળે આ બ્લાસ્ટને થતાં નહીં રોકી શકે."

કુશના ચહેરા પર સ્મિત આવી ગયું.તેટલામાં રાહુલનો ફોન આવ્યો.તેણે ફોન સ્પિકર પર મુક્યો.

"સર,મુંબઇમાં બોંબ બ્લાસ્ટ થયો છે.એક જુની મારુતી ૮૦૦માં ખૂબજ જોરદાર બ્લાસ્ટ થયો છે."રાહુલે કહ્યું.

આ વાત સાંભળીને રોમિયોના ચહેરા પર વિજયી સ્મિત આવી ગયું.તેણે અટ્ટહાસ્ય કર્યું.
"જોયું?રોમિયોના આતંકની શરૂઆત થઈ ગઈ છે.આ તો માત્ર શરૂઆત છે.આખું ભારત મારા નામથી ધ્રુજશે.કુશ,તું આ વખતે હારી ગયો મારાથી.હમણા તારો આ ઓફિસર બીજો ,ત્રીજો,ચોથો બ્લાસ્ટ થય‍ા તેની માહિતી આપશે."રોમિયો બોલ્યો.

"સર,આ રોમિયો હતોને?હેલો મિ.રોમિયો,તમારા માટે બે સમાચાર છે એક સારા અને બીજા ખરાબ.કયા પહેલા સાંભળશો?"રાહુલે સીધું રોમિયોને પૂછ્યું.

"સારાથી શરૂઆત કર તો બિચારો થોડીક વાર ખુશ થાય."કુશે કહ્યું.

"રોમિયો,બ્લાસ્ટ તો થયો છે એ સારા સમાચાર તારા માટે અને ખરાબ સમાચાર એ છે કે બ્લાસ્ટમાં કોઇ જાનહાની નથી થઇ.માત્ર માલહાની થઇ છે.જે ભંગ‍ારમાં તે ગાડી લઈ જવાઈ હતી ત્યાં બધો ભંગારનો સામાન બળીને ખાખ થઈ ગયો."રાહુલે કહ્યું.

રોમિયો અત્યંત આઘાત પામ્યો.
"પણ આ કેવીરીતે શક્ય છે?સિધ્ધુ અને તે કામને અંજામ આપવાવાળા માણસો સિવાય આ વાતની કોઇને નહતી ખબર."રોમિયોએ હાંફળાફાંફળા થઇને પૂછ્યું.

થોડીક વાર પહેલા...

અહીં જ્યારે કિનારા અને કાયના ડાન્સ કરી રહ્યા હતાં.ત્યારે કુશ ,લવ અને એ.ટી.એસના ઓફિસર્સ આ બંગલામાં ધુસી રહ્યા હતાં.તે એક એક કરીને એક રોમિયોના માણસોને મારી રહ્યા હતાં પણ જશ્નમાં મશ્ગુલ એવા રોમિયોને આ વાતની ખબર ના પડી કે બહાર ઊભેલા તમામ માણસો મરી ગયા છે.

તે વખતે કુશને રાહુલનો ફોન આવ્યો.
"સર,અંધેરીના એક ખૂબજ પ્રખ્યાત મોલની બહાર નો પાર્કિંગ એરિયામાંથી ત્યાંની ટ્રાફિક પોલીસે એક ગાડી ટો કરી.તે ગાડી ટો કરીને લઈ જતા હતાં ત્યા દૂર છુપાઈને આ જોઈ રહેલો એક માણસ આ બધું જોઈને ડરી ગયો અને ભાગવા લાગ્યો. ટ્રાફિક પોલીસનું ધ્યાન ડરીને ભાગી રહેલા માણસ પર ગઈ.તેમને તે માણસ શંકાસ્પદ લાગ્યો.તેના ખિસ્સામાંથી બંદૂક પડી ગઈ.તે માણસને આસપાસના લોકોની મદદથી પકડી લીધો.

ટ્રાફિક પોલીસે તાત્કાલિક પોલીસને બોલાવી.તે ગાડીને ખોલીને તપાસ કરતા ખબર પડીકે તેમા ટાઇમબોંબ લગાવવામાં આવ્યો છે જે પંદર મિનિટ પછી બ્લાસ્ટ થશે.મુંબઇ પોલીસે મને કોન્ટેક્ટ કર્યો.હું તાત્કાલિક ત્યાં બોંબસ્કવોડ સાથે ગયો.બોંબની બનાવટ એ પ્રકારની છે કે તે ડિફ્યુઝ થઇ શકે તેમ નથી.શું કરું?"રાહુલે પૂછ્યું.

" રાહુલ,તે ગાડીને તે મોલથી થોડે દૂર આવેલા ભંગારના ગોડાઉનમાં લઈ જા.તે માણસને સિધ્ધુ પાસે લઈ જા."કુશે કહ્યું.

"સર,કાલે જ્યારે સિધ્ધુને પકડ્યો ત્યારે તેના શંકાસ્પદ હાસ્યમાંથી એવું લાગ્યું કે તે કઇંક છુપાવે છે.મે તેને ટોર્ચર કરીને બોલાવવાની કોશિશ કરી પણ તે ના બોલ્યો.આ માણસને જોઈને તે જરૂર મોઢું ખોલશે."રાહુલે કહ્યું.

અત્યારે...
રાહુલે આ બધું જ રોમિયોને જણાવ્યું તેને ખૂબજ ગુસ્સો આવ્યો.
"કોઈ વાંધો નહીં.મને વિશ્વાસ છે કે તે માણસ અને સિધ્ધુ મોઢું નહીં ખોલે.બાકીના બ્લાસ્ટ તો થઈને જ રહેશે.તે પણ માત્ર દસ મિનિટ પછી."આટલું કહીને રોમિયોએ મોબાઇલમાં સમય જોવા મોબાઇલ શોધ્યો પણ તે ના મળ્યો.

"મોબાઇલ શોધે છે રોમિયો?તે મારી પાસે છે?તારો મોબાઇલ મે જ્યારે તું ડાન્સ જોવામાં મશ્ગુલ હતો ત્યારે છુપાઇને કોઇની મદદથી લઈ લીધો હતો અને તારા આશ્ચર્ય વચ્ચે તે અનલોક પણ થઈ ગયો છે."કિઆને ત્યાં આવતા કહ્યું.

"રોમિયો,તારા મોબાઇલનો પાસવર્ડ કરવો તે તમામ વ્યક્તિ માટે સરળ રહે જે તને જાણતા હોય.કિનારા.તારા મોબાઇલને અનલોક કર્યા પછી અમને બાકીના વિસ્તારની માહિતી મળી અને તેના એકઝેટ લોકેશન તારા સિધ્ધુ અને તેના માણસે જ કહ્યા.સિધ્ધુ તેના માણસને સામે જોઇને અને એક ગાડી પકડાઈ ગઈ છે તે જાણ્યા બાદ તુટી ગયો અને થોડા માર પછી બધું બકી ગયો."રાહુલે કહ્યું.

"એટલે તારા પ્લાન્ટ કરેલા તમામ બોંબ અમે શોધી લીધા છે અને બોંબ સ્કવોડ તેને જલ્દી જ ડિફ્યુઝ કરી નાખશે.હવે તારો અંત નિશ્ચિત છે રોમિયો."કિનારાએ કહ્યું.

"તારા માણસો હવે ગણતરીના બચ્યા છે જે અમારા ઓફિસર જે આ બંગલાની આસપાસ ફેલાયેલા છે તેની આગળ નહીં ટકે."લવે કહ્યું .

રોમિયો સાવ તુટી ગયો હતો.તેના તમામ પ્લાન નિષ્ફળ ગયા હતાં.તેણે સપનું સેવ્યું હતું કે તે આ બોંબ બ્લાસ્ટ પછી સરહદ પાર આતંકવાદીના આકાનો પ્રિય બની જશે.તે કિનારાને કિડનેપ કરીને સરહદ પાર બેસીને અહીં બધું મેનેજ કરશે પણ હવે કશુંજ થઈ શકે એમ નહતું.તેણે પોતાના ખિસ્સામાંથી ગન કાઢી અને આડેધડ ગોળી ચલાવવાનું શરૂ કર્યું.બધા અલગ અલગ જગ્યાએ છુપાઈને તેની પર એટેક કરવા લાગ્યાં.રોમિયો આ તકનો લાભ લઈને ભોંયરા તરફ ભાગ્યો.ભોંયરામાં એક સિક્રેટ દરવાજો હતો જે થોડે દૂર બહાર નીકળતો હતો.

રોમિયોએ પોતાના ખિસ્સામાં રહેલો એક બોંબ ત્યાં ફેંક્યો જેના કારણે ચારે તરફ ધુમાડો થઈ ગયો.જેની મદદથી તે ભાગવામાં સફળ રહ્યો.આ સિક્રેટ રસ્તો થોડે દૂર એક જંગલ તરફ નીકળતો હતો.રોમિયો બહાર નીકળ્યો અને હસીને બોલ્યો,"તું મારાથી ક્યારેય નહીં જીતી શકે કુશ."

"કોઇપણ કાળે શક્ય નથી.જ્ય‍ાંસુધી કિનારા છે ત્યાંસુધી કુશને અને કુશ છે ત્યાં સુધી કિનારાને હરાવવું શક્ય નથી."કિનારા બોલી.કિનારા અને કાયના તેની સામે ઊભા હતાં.

"તમે આટલી જલ્દી અહીં કેવીરીતે આવ્યાં?"રોમિયોએ આઘાત પામતા પૂછ્યું.

"મેઈન ગેઈટની મદદથી યુ સીલી રોમિયો.અમારી પાસે ગાડી છે."કાયનાએ કહ્યું.

"તારો હિસાબ કરવા હું અને મારી દિકરી જ આવ્યા છીએ કેમકે તારા માટે તો અમે જ કાફી છીએ.આમપણ સૌથી વધારે તારા કારણે અમે તકલીફ ભોગવી છે.તારો હિસાબ પણ હું જ કરીશ.રેડી કાયના?એમ માની લે કે આ તારી ટ્રેનિંગ છે."કિનારાએ કાયનાને કહ્યું.

રોમિયો પાસે હવે ગન કે બોંબ કશુંજ નહતું.ઊંમરમાં મોટો અને શરીરમાં ભારે રોમિયો હવે લડવાનું ભુલી ગયો હતો.છતાં પણ તેણે કાયના અને કિનારાનો સામનો કરવાનું નક્કી કર્યું.કિનારાએ તેની પાસે જઈને તેને હવામાં જોરથી ઉછળીને પેટમાં લાત મારી.સામે રોમિયોએ પણ કિનારાને વાળથી પકડીને જમીન પર પછાડી અને તેની સાથે જ કાયનાએ રોમિયોની કમર પર કરોડરજ્જુના ભાગ પર જોરદાર લાત મારી અને તેની ગરદન નીચે એવો મુક્કો માર્યો કે તેને તમ્મર ચઢી ગયાં.હવે રોમિયો ઢીલો પડી ગયો હતો.કિનારા અને કાયના તેને નીચે પાડીને તેને પેટ તથા તેના નિચેના ભાગ પર લાત મારીને તેને ઘાયલ કર્યો.

અચાનક તેમણે મારવાનું બંધ કર્યું.રોમિયો આશ્ચર્ય પામ્યો.તે ભાગવા માટે ઊભો થયો.તેણે લંગડાતા પગે ભાગવાનું શરૂ કર્યું.કિનારા અને કાયનાએ એકબીજાનો હાથ મજબૂતાઈથી પકડ્યો.કિનારાએ પોતાની ગન કાઢી અને એક પછી એક તમામ ગોળીઓ રોમિયોના શરીરમાં ઉતારી.તેણે નિશ્ચિત કર્યું કે રોમિયોનું પ્રાણપખેરું ઊડી ગયું છે.તે હવે જમીન પર ફસડ‍ાઈ પડી.અંતે મિશન વોન્ટેડ લવ પુરું થયું અને તેણે ઊંડો શ્વાસ લીધો.

કાયના પોતાની માને વળગી પડી.મા દિકરી એકબીજાને ગળે લાગીને રડી પડ્યાં.રોમિયોએ આપેલી પીડા અને યાતના તે આંસુ સાથે વિતાવી દીધી.થોડીક જ વારમાં લવકુશ,કિઆન,અદ્વિકા અને બાકીના એ.ટી.એસ ઓફિસર ત્યાં આવી પહોંચ્યા.એ.ટી.એસ ઓફિસર અને પોલીસ ઓફિસરે રોમિયોની બોડીને એમ્બ્યુલન્સ બોલાવીને પોસ્ટમાર્ટમ માટે મોકલી.બધી જ ફોર્માલીટી ખતમ થતાં અંતે લવકુશ,કિનારા,કાયના,રનબીર,કિઆન અને અદ્વિકા માંડવીની હવેલી જવા નીકળી ગયાં.
પૂરા દેશમાં રોમિયોનું એન્કાઉન્ટર થવાવાળી વાત આગની જેમ ફેલાઈ ગઈ.કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવા બદલ અને બોંબ બ્લાસ્ટ નિષ્ફળ બનાવવા બદલ મુંબઇ અને ગુજરાત એ.ટી.એસ,પોલીસ અને એન.સી.બીના વખાણ થવા લાગ્યાં.લવકુશ અન કિનારા દેશના તમામ યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયાં.

અંતે દોઢ કલાકની મુસાફરી બાદ તે લોકો માંડવીની હવેલી પહોંચ્યા,જ્યાં વર્ષો પહેલા વોન્ટેડ લવ મિશન પુરું કર્યા બાદ તે લોકો આવ્યાં હતાં.તેમના આશ્ચર્ય વચ્ચે સમગ્ર પરિવાર અહીં તેમનું સ્વાગત કરવા હાજર હતો.શ્રીરામ શેખાવત,જાનકીદેવી,વિશાલભાઈ,શિવાની,કિયા,લવ શેખાવત ,શિના,કિઆરા,એલ્વિસ,અંશુમાન,હિયા અને કબીર.જાનકીદેવીએ પોતાના તમામ બહાદુર યોદ્ધાઓનું સ્વાગત આરતી અને નજર ઉતારીને કર્યું.પરિવારનું ભાવુક મિલન થયું.બધાં એકબીજાને ગળે મળીને રડ્યાં.

જાનકીદેવીએ કિનારા સામે હાથ જોડીને ઊભા રહ્યા.
"કિનારા,મને માફ કરી દે.મે તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું.જાનકીવિલામાં જે પણ ખરાબ થયું તેના માટે તને દોષી ઠેરવી.તારા કારણે જ આપણો પરિવાર અને દેશ રોમિયો નામના આતંકવાદીથી મુક્ત થઈ શક્યો."જાનકીદેવીએ કહ્યું.કિનારાએ તેમના હાથને પોતાના માથે મુકીને કહ્યું,"માસાહેબ,વડિલોના હાથ માફી માંગવા નહીં આશીર્વાદ આપવા જ ઉઠવા જોઇએ.માસાહેબ,તમારી એકેય વાતથી મને ખરાબ નથી લાગ્યું.ઉલ્ટાનું તમારા આવવાથી તો મને મા મળી.માનો પ્રેમ મળ્યો.આશીર્વાદ આપો કે આપણા પરિવાર પર આવવાવાળી તમામ તકલીફોને હું દૂર કરી શકું."આટલું કહીને કિનારા જાનકીદેવીના પગે લાગી.

જાનકીદેવીએ તેને ગળે લગાવીને કપાળ ચુમ્યું.અદ્વિકા આવી ત્યારથી એકલી ઊભી હતી.તે માસાહેબ પાસે આવી.માસાહેબે તેને લાફો મારવા હાથ ઉપાડ્યો પણ તે હાથ કોઇએ પકડી લીધો.

ક્રમશઃ

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

Janki Patel

Janki Patel 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Neepa

Neepa 3 month ago

Bhavna

Bhavna 3 month ago