Wanted Love 2 - 132 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--132

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--132


(સિધ્ધુ અને રોમિયોનો માલ રાહુલ અને કુશની ચાલાકીથી પકડાઈ ગયો પણ સિધ્ધુના ચહેરા પર હતું રહસ્યમય હાસ્ય.આર.ડી.એક્સ ગઈકાલે રાત્રે ડિલિવર કરી દીધા હતાં.અદ્વિકા કિનારાને લઈને રોમિયો પાસે આવી.તેણે કિનારાને બુરખામાં રાખી હતી.તેણે રોમિયો સામે શરત મુકી કે તે પહેલા બધું તેને સોંપે અને પછી જ તે કિનારાને તેને સોંપશે.અહીં જશ્ન શરૂ થયું.મુંબઇથી બોલાવેલી સ્પેશિયલ ડાન્સર્સ આવી ગઈ હતી.)

અદ્વિકા કિનારાનો હાથ પકડીને લઈને આવી.રોમિયો સ્ટેજ સામેના વિશાળ સોફા પર ગોઠવાયેલો હતો.અદ્વિકા તેની બાજુમાં બેસી અને તેની બાજુમાં કિનારા બેસી.તે હજીપણ બુરખામાં હતી.

કિનારાને અહીં જોઇને રોમિયોના તનમનમાં અલગ જ આનંદ છવાઈ ગયો.તે કિનારા તરફ આગળ વધે તે પહેલા જ અદ્વિકાએ તેને અટકાવ્યો.

"પહેલા બધું મને સોંપો અને જણાવો કે તમે શું મોટો પ્લાન બનાવી રહ્યા છો.પછી હું જાતે જ તમારા બંને વચ્ચેથી હટી જઈશ."અદ્વિકાએ કહ્યું.રોમિયોએ તેને એક ફાઈલ આપી.

"આમા મારી તમામ સંપત્તિની વિગતો અને તેના કાગળ છે.મારા કાળાકામનું લિસ્ટ છે.જે મે તને સોંપ્યું.હવે તું કિનારાના ચહેરા પરથી બુરખો હટાય અને આ ડાન્સ એન્જોય કર.પછી તને મારો પ્લાન બતાવીશ."રોમિયોએ એક ફાઈલ આપતા કહ્યું.

"મને તમારા પર વિશ્વાસ નથી તમે પહેલા મને પ્લાન જણાવો."અદ્વિકાએ ફાઈલ લેતા કહ્યું.

"વિશ્વાસ કર.હું તને તે જરૂર જણાવીશ અને તે પણ આ ડાન્સ પત્યા પછી જ જણાવીશ.સારું ચલ તું કિનારાના ચહેરા પરનો બુરખો ના હટાય બસ."રોમિયોએ કહ્યું.

લાઇટ ડિમ થઈ ગઈ હતી અને મ્યુઝિક શરૂ થયું.

શામ હૈ ,જામ હૈ ઔર હૈ નશા,
તન ભી હૈ મન ભી હૈ પીઘલા હુવા,
છાઈ હૈ રંગીનીયા ફીરભી હૈ બેતાબીયા,
ક્યુ ધડકતા હેૈ દિલ ઓર યૈ કહેતા હૈ દિલ,
દિવાને કો અબ તક નહીં હૈ પતા
આજ કી રાત હોના હૈ ક્યા પાના હૈ ખોના હૈ ક્યાં.

બે માસ્કવાળી સુંદર યુવતીઓ સ્ટેજ પર આગ લગાવી રહી હતી.તે બંને યુવતીઓનો ડાન્સ રોમિયોને મદહોશ બનાવી રહ્યો હતો.રોમિયોનું ધ્યાન કિનારા તરફ જ હતું.

ડાન્સ ખતમ થતાં જ રોમિયોએ ઊભા થવાની કોશિશ કરી પણ અદ્વિકાએ તેનો હાથ પકડ્યો.
"મને ખબર છે કે તમે કઇંક ખૂબજ મોટું કરવા જઈ રહ્યા છો અને તે શું છે તે મને જણાવો નહીંતર તમારા કિનારાને પામવાનું સપનું અધુરુ રહી જશે."તેણે કહ્યું.

"અદ્વિકા,તું મુર્ખ છે.તારી માની જેમ તારો પણ મે ઉપયોગ કર્યો.તને શું લાગે છેકે તું અહીંથી જીવતી જઈશ.આ ફાઈલ નકલી છે.હકીકતમાં મે તેવી કોઈ ફાઈલ છે જ નહીં.કિનારાને મારી થતાં કોઈ નહીં રોકી શકે."રોમિયોએ કહ્યું.

"અચ્છા,આ અસલી ફાઈલ નથી તો આ અસલી કિનારા પણ નથી."અદ્વિકાએ કહ્યું.તેણે તે સ્ત્રીના ચહેરા પરથી બુરખો હટાવ્યો.

"કિનારા,મારી પાસે જ છે પણ તે ક્યાં છે તે માત્ર મને જ ખબર છે.તમને શંકા ના જાય તેના માટે મે કિનારાનું પરફ્યુમ તેના પર છાંટી દીધું.કિનારા વર્ષોથી એક જ પરફ્યુમ વાપરે છે અને તે તમે પણ જાણો છો.તે સિવાય કિનારા જેવો એટિટ્યુડ મે તેને શીખવાડી દીધો હતો."અદ્વિકાએ કહ્યું.રોમિયોને ખૂબજ ગુસ્સો આવ્યો.

"વાહ,પપ્પા સાથે ચાલાકી.આઈ લાઈક ઇટ.ચલ,તને પ્લાન જણાવી જ દઉં.તું બહુ જ ચાલાક છે અને મને તારા જેવા લોકોની ખૂબજ જરૂર છે.મે મુંબઇમાં હજારો કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે મોટી માત્રામાં ડ્રગ્સ પણ ઉતાર્યા હતાં પણ તે કુશ,કિનારા અને લવ પાછળ પડેલા હતાં એટલે મે તેને સિધ્ધુની મદદથી છુપાવી દીધાં હતાં.સિધ્ધુ ભલે જેલમાં હતો પણ તે બધું કામ કરતો હતો.મે કાયનાને ખોટા કેસમાં ફસાવી તે લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવાની કોશિશ કરી પણ તે લોકોએ પીછો જ ના છોડ્યો.મારો ડ્રગ્સનો જથ્થો તો પકડાઈ ગયો પણ આર.ડી.એક્સનો જથ્થો તેની સાચી જગ્યાએ પહોંચી ગયો.

તને ખબર છે અદ્વિકા હું વર્ષોથી આ ડ્રગ્સનું દુષણ ફેલાવી રહ્યો છું પણ સરહદ પાર બેસેલા મારા આકાઓ આટલાથી ખુશ નહતા.તેમને ખુશ કરવા જ મે તે આર.ડી.એક્સ મંગાવ્યુ પણ છેલ્લા ચાર મહિનાથી મારું આર.ડી.એક્સ ફસાયેલું હતું."રોમિયો બોલ્યો.

"તમે તે આર.ડી.એક્સનું શું કરશો પપ્પા?"અદ્વિકાએ પૂછ્યું.

"બોમ્બ બ્લાસ્ટ,મુંબઇ,પુને અને આસપાસના મોટા વિસ્તાર આજે રાત્રે બ્લાસ્ટથી ધમધમશે.તે સિવાય હું ગુજરાતના ડેડ આઇલેન્ડ પર હથિયાર જમા કરાવી રહ્યો હતો છેલ્લા ચાર મહિનાથી આ કામ કરું છું.તેના પછી હું ગુજરાતમાં મુંબઇ ૨૬/૧૧ જેવા હુમલા કરાવીશ.આ પોલીસ કે એ.ટી.એસ કશુંજ નહીં કરી શકે."રોમિયોએ કહ્યું.

અદ્વિકા તેની વાત સાંભળીને આઘાત પામી.

"કુશ,કિનારા અને લવ જીવે છેને ત્યાંસુધી તારા આ ઈરાદા હવે સફળ નહીં થાય."પાછળથી અવાજ આવ્યો.રોમિયો અને અદ્વિકા ચોંકી ગયા.તેમણે પાછળ જોયું તો તે કિનારા,કુશ અને લવ હતાં.

"તે તો કહ્યું હતું કે તે તારી કેદમાં છે?"રોમિયોએ શંકા સાથે પૂછ્યું.

અદ્વિકા કશુંજ ના બોલી.

"મોમ,હવે ખાલી કુશ,કિનારા અને લવ નહીં બોલવાનું.હવે તમારે સાથે મારું ,રનબીરનું અને કિઆનનું પણ નામ લેવાનું."પાછળથી કાયના આવતા બોલી.

" રોમિયો,આઘાત પામ્યો કે આ બધું કેવીરીતે થયું?"કુશે પૂછ્યું.
લવ આગળ આવતા બોલ્યો,
"હું જણ‍ાવું.તે કિઆનને મુક્ત કરીને પહેલી ભુલ કરી.કિઆન અમારો લોહી છે.તે દેશદ્રોહી ના બની શકે.તેણે આદેશને અહીંથી ભગાવ્યો.તારા માણસોના કપડાંપહેરીને તે ભાગ્યો જેથી તારા માણસો તેનો પીછો ના કરે.તે સીધો એ.ટી.એસ ઓફિસમાં આવીને સરેન્ડર થઈ ગયો.અહીંનું સરનામું તેણે જ અમને જણાવ્યું."

"રોમિયો,અદ્વિકા સાથે હું નહીં પણ અમારા માંડવીના એ.સી.પી પ્રિયા હતાં.તારી દિકરી તારા જેવી મુર્ખ જ નીકળી.તેણે ચેક કર્યા વગર જ તેને અહીં લાવી દીધી."કિનારા રોમિયો પાસે જઈને બોલી.

"જો કે મને ગાડીમાં જ ખબર પડી ગઈ હતી કે તે બુરખાવાળી સ્ત્રી કિનારા નથી પણ મને તે વાતથી કઈ ફરક નહતો પડતો.મારે તો પપ્પાના બધાં રહસ્ય જાણવા હતા અને મને ખબર હતી કે તે હું કઈરીતે જાણીશ અને મે જાણ્યા પણ ખરાં." અદ્વિકા વગર આશ્ચર્ય પામ્યે બોલી.

થોડા કલાકો પહેલા....

જ્યારે કાયનાએ તેના બે પ્લાન કહ્યા ત્યારે તેમા પહેલો પ્લાન એ જ હતો.
"મોમ,અદ્વિકા સાથે તમે નહીં જાઓ પણ તમારી જેવી હાઇટ બોડીવાળા કોઇ કોન્સ્ટેબલને મોકલજો."કાયનાએ કહ્યું.

"તો તે તરત જ પકડાઈ જશે."

"ના,તેને બુરખો પહેરાવી દેજો.મોમ,તમે વર્ષોથી એક જ પરફ્યુમ વાપરો છો.તેને તે લગાવી દેજો અને તમારા જેવો એટિટ્યુડ શીખવી દેજો.મોમ,અહીં ડ્રગ્સ પકડાઈ ગયા પછી હું અને રનબીર ત્યાં આવીશું.તમને મળવા અને તમારો સાથ આપવા." કાયનાએ કહ્યું.

કાયનાના પ્લાન પર બધા સહમત થયાં.અહીં કાયના અને રનબીર ડ્રગ્સ પકડવા એન.સી.બી સાથે ગયા.અદ્વિકા જવા માટે તૈયાર હતી અને તે કિનારાની આવવાની રાહ જોઇ રહી હતી.તે સમયે બુરખો પહેરેલી સ્ત્રી કુશ સાથે આવી.લવે અદ્વિકાને કહ્યું કે કિનારા ત્યાં બધું સંભાળી લેશે.અદ્વિકા અને બુરખાવાળી સ્ત્રી રોમિયોએ કહેલા સ્થળ પર પહોંચ્યા.જ્યાં એક ગાડી આવીને તેમને લઈ ગઈ.

અહીં કાયના અને રનબીર ડ્રગ્સ પકડાઈ ગયા પછી કચ્છ આવવા નીકળી ગયાં.અંતે લાંબી મુસાફરી બાદ તે લોકો કચ્છ એ.ટી.એસ ઓફિસે પહોંચ્યા.કાયનાની ઉત્સુકતાની આજે કોઈ સિમા નહતી.અહીં કુશ અને કિનારાનો આનંદ સમાતો નહતો.

થોડીક જ વારમાં રનબીર અને કાયના અહીં આવી પહોંચ્યા.પરિવારનું ખૂબજ ભાવુક મિલન થયું.મા દિકરી એકબીજાને ગળે લાગીને ખૂબજ રડ્યાં.એકબીજાના મુશ્કેલ સમયમાં એકબીજા સાથે ના હોવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું.

અત્યારે જે સામે ઊભી હતી તે કાયના કુશ શેખાવત નહતી પણ તે કાયના રનબીર પટેલ હતી.કાયનાના જીવનમાં આવેલા આ બદલાવે તેને જળમૂળથી બદલી નાખી હતી.

"મોમ,મારે જાણવું છે કે ચાર મહિના તમે અને લવચાચુએ તમારા જીવતા હોવાની વાત કેમ છુપાવી?"કાયનાએ પૂછ્યું.

"કાયના,હું અને લવ જ્યારે અહીં હવેલી પર આવ્યાં ત્યારે અમને હવેલી પર આર.ડી.એક્સ અને હથિયારો વિશે વાત કરતા રોમિયોના માણસો દેખાયા.અમને વિશ્વાસ થઈ ગયો કે નક્કી રોમિયો કઇંક બીજું મોટું પ્લાનીંગ કરે છે.

તે સિવાય જ્યારે અમે બ્લાસ્ટમાંથી બચી ગયાં.ત્યારે રોમિયો મને પકડવા કઈ બીજું મોટું ના કરે તે માટે અને તેના પ્લાન વિશે જાણવા અમે છુપાઈને રહ્યા.અમેમજૂરનો વેશ ધરી અલગ અલગ લોકોને મળીને જાણ્યું કે રોમિયો સરહદ પારથી હથિયારો અને આતંકવાદીઓને અહીં ગુજરાતના ડેડ આઈલેન્ડ પર ટ્રેનિંગ આપે છે.મતલબ તે નક્કી કઇંક મોટું કરવા માંગે છે.અમે તેના તે તમામ અડ્ડા વિશે છુપાઈને જાણકારી મેળવી.સમય આવ્યો કુશને અહીં બોલાવ્યો.તે જાણકારી મેળવવા અમે તેના માણસોની સાથે ઉઠ્યા બેસ્યા,જાસુસી કરી અને કોમ્પ્યુટરની મદદથી તેમના ઈમેઈલ હેક કર્યા.કુશ અાવ્યો ત્યારે અમારી પાસે બધી માહિતી હતી.કુશે આવીને પ્લાન બનાવ્યો.તેણે જાણીજોઈને કિઆનને કિડનેપ કરાવ્યો જેથી તે રોમિયો પાસે રહીને તેના રહસ્ય અને તેના મનમાં શું ચાલે છે તે જાણી શકે પણ હવે તે પ્લાન અસફળ થયો હવે આપણે જ રોમિયોના મોઢેથી બધું જાણવું પડશે."કિનારાએ કહ્યું.

બરાબર તે જ સમયે આદેશને ત્યાં લાવવામાં આવ્યો.તેણે કહ્યું કે તે સરેન્ડર કરી રહ્યો છે અને કિઆન સાથે મળીને તેણે પ્લાન બનાવ્યો છે.
"સર,મારા પપ્પા કઇંક ખૂબજ મોટું પ્લાનીંગ કરી રહ્યા છે.તે જે પણ છે તે તેમને જ ખબર છે.જો એકવાર તેમનો ફોન આપણા હાથમાં આવી જાય અને એવો માહોલ બનાવવામાં આવે કે પપ્પા બધું બોલી જાય.આજે રાત્રે જલ્સો થવાનો છે.તમારે જે પણ કરવું હોય તે જલ્દી કરવું પડશે."આદેશે કહ્યું.

કુશે કિનારાની જગ્યાએ જે સ્ત્રીને મોકલી હતી તેના બુરખામાં ટ્રેકિંગ ડિવાઈસ લગાવેલું હતું પણ આદેશ તે જગ્યા વિશે વધુ સારી રીતે જાણતો હતો.કાયનાએ ત્યાં ડાન્સરની જગ્યાએ જેથી કરીને મોકલી હતી તેના બુરખા પર ટ્રેકિંગ ડિવાઈસ લગાવેલું હતું પોતે જવાનો સુઝાવ અાપ્યો.જે બધાને પસંદ આવ્યો.કિનારા અને કાયના ડાન્સર સાથે માસ્કની નીચે ચહેરો છુપાવીને ગયા જ્યારે કુશ,રનબીર અને લવ બાઉન્સર તરીકે ગય‍ાં.

અત્યારે...

રોમિયો હસ્યો તેણે કુશને કહ્યું,"કુશ,તમે ત્રણેયે મારો સિક્રેટ પ્લાન જાણવા ખૂબજ મહેનત કરી,બહુ ત્યાગ આપ્યા.ચલો,હવે તમને જણાવી દઉં કે મારો પ્લાન શું છે.પૂરા એક કલાક પછી મુંબઇ અને પુનેની આસપાસની મોટી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થશે.તમે કશુંજ નહીં કરી શકો."

બધાં ખૂબજ આઘાત પામ્યાં.

કેવીરીતે રોકશે કુશ,કિનારા અને લવ બોમ્બ બ્લાસ્ટ?
શેખાવત પરિવારનું સુખદ મિલન થઈ શકશે કે નહીં?


જાણવા વાંચતા રહો

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Neepa

Neepa 3 month ago

Kaj Tailor

Kaj Tailor 4 month ago

Bhavna

Bhavna 3 month ago