Wanted Love 2 - 131 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--131

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--131

સિધ્ધુ આસપાસ પોલીસને જોઇને ગભરાઈ ગયો.તેણે ગન કાઢી ફાયર કરવા પણ તેમા બુલેટ નહતી.તેણે ડરીને રઘુ સામે જોયું. રઘુએ તેની સામે પોતાના એક હાથમાંથી બીજા હાથમાં બુલેટ રમાડી અને હસ્યો.

"રાહુલસર,મે તો તમને હમણાં જ મેસેજ કર્યો હતો.તો આટલા જલ્દી તમે કેવી રીતે આવી ગયાં?"રઘુએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

સિધ્ધુ ખૂબજ આઘાત પામ્યો.રઘુ તેનો વિશ્વાસુ માણસ હતો.કેટલાય વર્ષોથી તે બંને એકસાથે કામ કરતા હતાં.
"રઘુ,તું પોલીસ સાથે મળી ગયો??"સિધ્ધુ માત્ર આટલું જ બોલી શક્યો.

"હા સિધ્ધુભાઇ,તમે પણ પોલીસની મદદ કરો અને રોમિયોને પકડવામા તેમનો સાથ આપો.ભાઈ,આ અંધારીઆલમમાં આપણું કોઈ જ ભવિષ્ય નથી.આ વાત મને તો સમજાઈ ગઈ છે અને તમે પણ સમજી શકો તો સારું." રઘુએ સિધ્ધુને કહ્યું.

"રઘુ,આ બધું માત્ર તારા કારણે શક્ય થયું છે.તે મને સવારે જ્યારે કહ્યું કે સિધ્ધુ તને ક્યાંક લઈ જઈ રહ્યો છે.તે વખતે મને થોડીક શંકા તો ગઈ હતી અને પછી મારા ખબરીઓએ મને સુચના આપી કે શહેરના મોટામોટા ડ્રગ્સ પેડલર્સ એક્ટિવ થઈ ગયા છે.તો મે તારી ગાડી પાછળ હર્ષાબેન અને તેમની સાથે પોલીસ ઓફિસર્સને મોકલ્યા અને તમને અહીં આવતા જોઇ મને વિશ્વાસ થઈ ગયો કે તેણે પોલીસના જ ઠેકાણામાં ડ્રગ્સ છુપાવ્યા છે.તો અમે આ વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો.સિધ્ધુ,તારી ગેમ ઓવર થઈ ગઈ છે.તારા બાપ રોમિયોની બધી જ ડ્રગ્સ પકડાઈ ગઈ અને તું પણ.જલ્દી જ તારો બાપ રોમિયો પણ તારી સાથે જ હશે.તું અમારી મરજીથી ભાગ્યો હતો અને અમારું કામ તે સફળતાપૂર્વક પાર પાડ્યું."રાહુલે કહ્યું.

પોલીસ અને એ.ટી.એસે હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું.આ વાત આગની જેમ ફેલાઈ ગઈ.આખા દેશના તમામ ન્યુઝ ચેનલ અહીં કવરેજ કરવા આવી હતી.

સિધ્ધુએ રઘુ તરફ ગુસ્સાથી જોયું અને વિચાર્યું,"તે આર.ડી.એકસ તેના નિયત સ્થળે પહોંચી ગયું છે.સારું થયું કે કાલે મોડી રાત્રે રોમિયોભાઈ સાથે વાત થઈ અને તાત્કાલિક આર.ડી.એકસની ડિલિવરી કરવા કહ્યું.હવે મને કોઇ વાંધો નથી આ લોકો સાથે જવામા કેમ કે હવે જે થવાનું છે તેના વિશે આ લોકોને ખબર પણ નથી."

હર્ષાબેન અને બીજા ઓફિસર તેની પાસે ગયા અને તેને હાથકડી પહેરાવી.સિધ્ધુએ જતા જતા રાહુલને એક રહસ્યમયી સ્મિત આપ્યું.જે જોઇ રાહુલ થોડીક ચિંતામાં આવી ગયો.

રોમિયો ખુબજ ગુસ્સામાં હતો તે ગુસ્સામાં તોડફોડ કરી રહ્યો હતો.તેના માણસો તેને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતાં.બરાબર તે સમયે કિઆન આદેશને લઈને આવ્યો.જેના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.

"રોમિયો,આદેશ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો.મે તેને પકડી પાડ્યો.હવે તેને રૂમમાં રાખવો ખતરનાક થઇ શકે છે.તેને આ બંગલાના બેઝમેન્ટમાં કેદ કરું છું."કિઆને કઇંક વિચારીને કહ્યું.રોમિયો ખૂબજ ગુસ્સામાં હોવાના કારણે તેને ખૂબજ ગાળો સંભળાવી.

રોમિયો વધુ કઈ કરે તે પહેલા કિઆન તેને બેઝમેન્ટમાં લઈ ગયો.ત્યાં એક નાનકડી ઓરડી અને એક બારી હતી.તેણે આસપાસ જોયું ત્યાં થોડા કોથળા અને થોડા કપડાં પડ્યા હતા.તેણે તે કોથળામાં રૂ ભરીને એક પુતળા જેવું બનાવ્યું.તેને કપડાં પહેરાવીને તેને તે નાનકડી ઓરડીમાં પીપળા પાછળ બાંધી દીધો.

હવે તેણે આદેશને રોમિયોના માણસો જેવા કપડા આપ્યાં.જે તેણે રોમિયોના માણસની ઓરડીમાંથી તફડાવ્યા હતાં.તેણે પોતે ઘોડો બનીને આદેશને તેના પર ચઢવા કહ્યું.કારણ કે આસપાસ કોઈ ટેબલ નહતું.

"કિઆન,તને વાગશે.મારું વજન વધારે છે."આદેશે કહ્યું.

"આદેશભાઈ,જીવનમાં પહેલી વાર તમે કઇંક સારું કામ કરવા જઈ રહ્યા છો.તો આટલી તકલીફ હું સહન કરી જ શકું.તમે જલ્દી કરો અને સીધા એ.ટી.એસની ઓફિસ જજો."કિઆને કહ્યું.

કિઆન વાંકો વળ્યો અને આદેશ તેના પર ચઢીને તે બારી સુધી પહોંચ્યો.તેણે બારી ખોલી.તેના સદનસીબે તે બારીમાં ગ્રિલ નહતી લાગી.તે ફટાફટ તેમાંથી બહાર નીકળીને ભાગી ગયો.રોમિયોને શંકા ના જાય તેના માટે તે ફટાફટ બહાર જતો રહ્યો.અહીં આટલું થવાના કારણે રોમિયો ખૂબજ ચિંતામાં અને ઉશ્કેરાયેલો હતો.ઊપરથી તેના સરહદ પાર બેસેલા આકાએ તેને ખૂબજ ખરી ખોટી સંભળાવી.તેને તેના આતંકવાદી સંગઠનમાંથી બહાર કર્યો.

રોમિયોએ તેનો ફાઈનલ પ્લાન અમલમાં મુકવાનું વિચારી લીધું.તેણે અગમચેતી રૂપે અડધી રાત્રે તે આર.ડી.એક્સ સિધ્ધુ પાસે બહાર કઢાવીને યોગ્ય જગ્યાએ પહોંચાડી દીધું.આજે કિનારાને લઈને અદ્વિકા આવવાની હતી.

રોમિયોને અદ્વિકા માટે કોઈ લાગણી નહતી.હા તેણે લાગણી બતાવવાનું નાટક જરૂર કર્યું હતું પણ તે માત્ર તેનો ઉપયોગ કરી રહ્યો હતો.આજે કિનારા આવી જાય અને મોટો પ્લાન અમલ થઈ જાય પછી તેણે કિનારાને લઈને સરહદ પાર કરવાનો પ્લાન બનાવી લીધો હતો.તે અદ્વિકા અને કિઆનને મારીને આ બધાનો આરોપ આદેશ પર મુકવાનો હતો.રોમિયોના મન તેનો મકસદ જ સર્વસ્વ હતું.

તેણે ફોન કરીને સ્થળ અને સમય એ.ટી.એસ ઑફિસમાં જણાવી દીધો હતો.હવે બસ તે તેમના આવવાની રાહ જોઈ રહ્યો હતો.આટલું બધું ખરાબ થવા છતાં તે એકવાતના કારણે ખૂબજ ખુશ હતો કેમકે આજે તેને કિનારા મળવાની હતી.રોમિયોની પ્રતિક્ષાનો અંત આવ્યો હતો.તેણે જે ગાડી મોકલી હતી તે આવી ગઇ હતી.

તેના હ્રદયની ધબકવાની ગતી બમણી થઈ ગઈ.કિનારાને પામવાથી વિશેષ કશુંજ નહતું.અંતે અદ્વિકા અંદર આવી પણ રોમિયોની નજર જેને શોધી રહી હતી તે તેને ના દેખાઈ.

"કિનારા ક્યાં છે?" રોમિયોએ પૂછ્યું.જેના જવાબમાં અદ્વિકા ગાડી તરફ ગઈ.તેણે ગાડીનો દરવાજો ખોલ્યો અને તેમાંથી કિનારાને ખેંચીને બહાર કાઢી.તેના હાથ બાંધેલા હતાં.રોમિયો તેને જોઈને આઘાત પામ્યો.

કિનારાએ કાળા રંગનો બુરખો પહેર્યો હતો.જેમાંથી માત્ર તેની ગુસ્સાવાળી એકદમ અલગ જ રંગની આંખો દેખાતી હતી.તેણે કઇંક બોલવાની કોશિશ કરી પણ તે બોલી ના શકી.રોમિયો તેના તરફ આગળ વધ્યો પણ અદ્વિકા તેમની વચ્ચે આવીને ઊભી રહી.

"અદ્વિકા,આ શું છે?કિનારાને બાંધીને કેમ રાખી છે અને આ બુરખો કેમ?"રોમિયોએ ગુસ્સામાં પૂછ્યું.

"પપ્પા,હું તમારી જ દિકરી છું અને મને ખબર છે કે આપણા કામમાં સગા બાપનો પણ વિશ્વાસ ના કરાય.કિનારાના ખાલી હાથ નહીં પણ તેનું મોઢું પણ બાંધેલું છે.જ્યારથી તેને ખબર પડી કે હું ગદ્દાર છું.ખાલી ખાલી ભાષણ આપવા લાગી.એટલે મે તેના મોઢું બંધ કર્યું અને રહી વાત બુરખાની તો જ્ય‍ાં સુધી તમે તમારો પૂરો બિઝનેસ અને તેના રહસ્ય મને નહીં જણાવો ત્યાં સુધી હું તમને કિનારાનું મોઢું નહીં જોવા દઉં."અદ્વિકા બોલી.

"હું કેમ માનું કે આ કિનારા જ છે."રોમિયોએ કહ્યું.

"નજીક આવીને ખાત્રી કરી લો,તમને બે મિનિટનો સમય આપું છું."અદ્વિકા બોલી.

રોમિયો કિનારાની નજીક આવ્યો.તેણે તેના હાથને અડ્યું અને કિનારાએ બીજી જ મિનિટે તેના પગ પર પોતાનો પગ ખૂબજ તાકાતથી માર્યો અને બાંધેલા મોઢે પણ કઇંક બોલવાની કોશિશ કરી.રોમિયોએ તેની આંખોમ‍ં જોયું.

"એ જ ગાઢ આંખો."રોમિયો બોલ્યો.આટલું કહીને તેણે તેના કાનની નીચે સુગંધ લીધી.જેના કારણે ગુસ્સે ભરાયેલી કિનારાએ તેને બાંધેલા હાથથી કોણી મારી.

"આ મારી કિનારા જ છે."રોમિયો ખૂબજ ખુશ થઈ ગયો.

"પહેલા મને બધું જ સોંપો અને તમારા બધાં નાનામોટા પ્લાન જણાવો.ત્યાંસુધી કિનારા કિઆન સાથે રૂમમાં કેદ રહેશે."અદ્વિકા બોલી.

"હું મુક્ત થઈ ગયો અદ્વિકા."પાછળથી કિઆન આવતા બોલ્યો.

"અદ્વિકા,આટલા દિવસ અહીં કેદ રહ્યા પછી મને સમજાયું કે મારા માતાપિતા માટે દેશથી વિશેષ કશુંજ નથી.તું છે જે મારું આટલું ધ્યાન રાખે છે.હું તને નફરત કરું છું છતાં પણ.મારી તારી સાથે રહેવું છે અદ્વિકા.મોમ,તમે ખૂબજ મોડું કર્યું અહીં આવવામાં."કિઆને કહ્યું.અંદરખાને પોતાની માને જોઈને તેને ખૂબજ ખુશી થઈ.બીજી તરફ ચિંત‍ા પણ થઈ.તેને વિશ્વાસ હતો કે આદેશ તેની મદદ જરૂર કરશે.
"થેંક યુ કિઆન,જા કિનારાને અંદર લઈ જા.કિઆન હું તારા પર વિશ્વાસ કરું છું.તું તેને આમ જ બાંધેલી રાખજે."અદ્વિકાએ કહ્યું.

કિઆનને જોઈને કિનારાની આંખમાંથી આંસુ આવી ગયાં.કિઆન કિનારાને લઈને અંદર જતો રહ્યો.અદ્વિકા રોમિયો પાસે આવી.જે ખૂબજ ખૂન્નસમાં હતો.

"પપ્પ‍ા, આ તો આપણા ધંધાનો ઉસૂલ છે.ચલો જેટલી જલ્દી મને બધું સોંપશો એટલું જલ્દી તમને તમારી કિનારા મળશે."અદ્વિકા બોલી.

"વાહ બેટા વાહ,તું તો ખૂબજ પાક્કી નીકળી.કિનારાના અહીં આવવાની ખુશીમાં મે રાત્રે જલ્સો રાખ્યો છે.સ્પેશિયલ ડાન્સર્સ બોલાવી છે.ત્યારે જ બધું તને જણાવીશ."રોમિયોએ કહ્યું.

અદ્વિકાને ધુંધવાઈને અંદર જતી રહી.સાંજ સુધીનો ઈંતજાર કરવો તેના માટે અઘરો હતો.સાંજે આ બંગલાને મહેલની જેમ સજાવવામાં આવ્યો.ખાવાપીવાની ખૂબજ શાનદાર વ્યવસ્થા હતી.ડાન્સર્સ માટે સ્પેશિયલ લાઈટીંગવાળું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું.

કિઆન કિનારાને લઈને આવ્યો જે બંધાયેલી અને લાચાર હતી.બધા સ્ટેજ સામે બનાવેલા સોફા પર બેસી ગયાં.લાઈટો થોડી ઝાંખી થઈ અનેસ્ટેજ પર એક પછી એક સુંદર ડાન્સર્સ આવવા લાગી.જેમના ચહેરા પર આકર્ષક માસ્ક હતા.જે તેમની આંખો અને નાક સુધીના ભાગને ઢાંકી દે.બે ત્રણ ડાન્સર્સને છોડીને બાકી બધી એક જ જેવા કપડાં અને માસ્કમાં હતી.

મ્યુઝિક શરૂ થયું અને દારૂના ગ્લ‍ાસ ભરાઈ ગયાં.રોમિયો પીધા પહેલા જ મદહોશ થઈ ગયો.
કેવીરીતે આવશે રોમિયોનો અંત?
શું મોટો પ્લાન હશે તેનો?
કુશ અને લવ આગળ શું કરશે?

જાણવા વાંચતા રહો

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Neepa

Neepa 3 month ago

V Dhruva

V Dhruva Matrubharti Verified 3 month ago

Vijay

Vijay 3 month ago