Wanted Love 2 - 130 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--130

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--130


(કુશ અને કિનારાએ કાયનાને કિઆન અને અદ્વિકા વિશે જણાવ્યું.કાયનાને અદ્વિકા પર થયો અવિશ્વાસ અને બદલ્યો પ્લાન.કિઆને કરી રોમિયો સાથે વાત અને રોમિયોએ તેને ઘરમાં ફરવા કર્યો મુક્ત.રોમિયોને તેના બોસે કર્યો ડ્રગ્સ ડિલિવર કરવાનો હુકમ.બીજા દિવસની સવારે એક જ સાથે ત્રણ જગ્યાએ શરૂ થયું મિશન વોન્ટેડ લવ.)

રોમિયોનો ફોન આવતા જ સિધ્ધુ સમજી ગયો હતો કે હવે રિસ્ક લેવાનો સમય આવી ગયો છે.તેણે એક બે જણાને ફોન કર્યો કે જેણે આ માલ છુપાવવામાં તેની સૌથી વધુ મદદ કરી હતી.કામ રિસ્કી તો હતું પણ કરવું જ પડે એમ હતું.તે માણસોને તેણે તગડી કિંમત ચુકવી હતી.

અહીં તેણે સફાઈ કામદારનો વેશ ધર્યો હતો અને તેણે તેના ખાસ વિશ્વાસુ માણસ રઘુ કે જે હવે રાહુલનો માણસ હતો.તેને સાથે લીધો.સિધ્ધુ ખૂબજ સ્માર્ટ હતો તેણે તેના રઘુને કહ્યું નહીં કે તે બંને કયા કામ માટે જઈ રહ્યા છે.રઘુએ રાહુલને આ વાત જણાવી દીધી કે સિધ્ધુ તેને પોતાની સાથે સફાઇ કામદારના વેશમાં શહેરથી દૂર ક્યાંક લઈ જઈ રહ્યો છે.

રાહુલ ખાત્રી કર્યા વગર તેની પાછળ જવા નહતો માંગતો.જો સિધ્ધુ એલર્ટ થઈ ગયો તો તે લોકો તે ડ્રગ્સનું ઠેકાણું ક્યારેય નહીં જાણી શકે.અહીં રાહુલ પર પણ ઉપરથી ખૂબજ પ્રેશર હતું તે ડ્રગ્સ પકડવા માટે.તેણે સિધ્ધુના રઘુને ધ્યાન રાખવા કહ્યું અને તે પણ કહ્યું કે જો કઈ ગડબડ જણાય તો તેને જાણ કરે.

અહીં સિધ્ધુ કચરાની ગાડી લઈને રઘુ સાથે નીકળી ગયો.

"ભાઈ,આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને કેમ?"રઘુએ પૂછ્યું.

સિધ્ધુએ રઘુને તેના સવાલનો જવાબ આપવાની જગ્યાએ માત્ર સ્મિત કર્યું.કચરાની ગાડી લઇને સિધ્ધુ શહેરની બહાર નીકળી ગયો.ઘણુંબધું અંતર કાપ્યા પછી તે લોકો એવા વિસ્તારમાં આવ્યા જે એકદમ સુમસામ હતી.ત્યાં તે લોકો એક એવા ગોડાઉનમાં ગયાં જ્યાં પોલીસ દ્રારા જપ્ત કરવામાં આવતો સામાન મુકવામાં આવતો હતો.ત્યાં હાલમાં એક હવાલદાર અને એક સુબેદાર પહેરામાં હતાં.સિધ્ધુએ તેમની સામે ત્રાસી આંખે જોયું.તે બંને હવાલદાર મૂંછમાં હસ્યાં.

રઘુ કશુંજ સમજી શકતો નહતો.તેને ગભરામણ થવા લાગી.સિધ્ધુ ખરેખર ખૂબજ ચાલાક હતો.તેણે ડ્રગ્સના ઠેકાણા વિશે રોમિયોને પણ નહતું જણાવ્યું પણ તે રોમિયોનો એકદમ વફાદાર હતો એટલે રોમિયોએ તેને તે સ્થળ પૂછ્યું પણ નહીં.

"આ તો એ જ જગ્યા છે જ્યાં પોલીસ જપ્ત કરેલો માલ રાખે પણ અહીં સફાઈ કામદાર બનીને આવવાનો શું મતલબ છે?કશુંજ સમજાતું નથી.રાહુલસરને કહું?પણ કેવીરીતે?આ સિધ્ધુ તો મારી બાજુમાં જ બેસેલો છે."રઘુએ વિચાર્યું.

"ભાઈ,આપણે અહીં કચરો લેવા આવ્યા છીએ?કે રેકી કરવા?"રઘુએ ફરીથી પૂછ્યું.

"આપણે અહીં કચરો જ લેવા આવ્યાં છે.જે તેમના માટે કચરો છે પણ આપણા માટે મહામુલા રતન છે."સિધ્ધુની વાત સાંભળી રઘુને આંચકો લાગ્યો.તે કઈપણ કરે તે પહેલા સિધ્ધુ તેને બહાર લઈ ગયો.રઘુને આશ્ચર્ય થયું કે આ જગ્યાએ આટલો બધો કચરો કેવીરીતે થયો.

"ચલ,આ કચરો ઉઠાવીને ગાડીમાં નાખવા લાગ."સિધ્ધુએ હસીને કહ્યું.

રઘુ તેની પાછળ ગયો.કચરાના ડ્રમ ઉઠાવીને તેણે ગાડીમાં નાખ્યો.કાળા રંગની કોથળીઓ હતી.અનાયાસે કચરો નાખતા એક કોથળી ખુલી ગઈ અને તેમા તેને સફેદ પાઉડર ભરેલી કોથળીઓ દેખાઈ.

"ડ્રગ્સ." રઘુથી બેધ્યાનપણે બોલાઈ ગયું.સિધ્ધુ તેની પાસે ગયો અને તેના મોંઢ‍ા પર હાથ રાખ્યો.રઘુ પરસેવે રેબઝેબ હતો.હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ એક હવાલદાર અને સુબેદારના ભ્રષ્ટ હોવાના કારણે પોલીસના ઠેકાણામાં જ હતું અને કોઈને ખબર પણ નહતી.રઘુ બેબાકળો થઈ ગયો.

"શું કરું? કેવી રીતે કહું?સાહેબે મારા પર કેટલો વિશ્વાસ કર્યો હતો.જો મેં આ વાત ના જણાવી તો બધું ખરાબ થઈ જશે."

તેને કચરાની થેલીમાં એક નાનકડી બ્લેડ દેખાઈ.તેણે વિચાર્યું કે મારે આ કરવું જ પડશે.તેણે જાણીજોઇને પોતાના હાથમાં ચિરો પાડ્યો અને પછી જોરદાર ચિસ પાડી.સિધ્ધુના હાથમાંથી તે ડ્રમ છટકતા છટકતા રહી ગયું. તે દોડીને રઘુ પાસે ગયો.તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું.

સિધ્ધુએ તે હવાલદાર સામે આંખો કાઢીને જોયું.
"બ્લેડ જેવા ધારદાર હથિયાર કેમ નાખ્યા અંદર.હવે ફર્સ્ટ એડ લાવો.આ મારો ખાસ માણસ છે.તેને કઈ ના થવું જોઇએ."સિધ્ધુ તે હવાલદાર સાથે માથાકુટ કરી રહ્યો હતો.તે સમયે રઘુએ પોતાનું લાઇવ લોકેશન મોકલીને રાહુલને એલર્ટ કર્યો.

અહીં સિધ્ધુએ તે હવાલદાર અને રઘુને ગાળો દેતા દેતા રઘુના હાથે પટ્ટી બાંધી.તેણે એકલા હાથે તે બધાં ડ્રમ ખાલી કર્યા અને રઘુને બેસાડીને કચરાની ગાડી ભગાવી મુકી.

હવે શું કરવું તે સમજાતું નહતું.અહીં સિધ્ધુએ તે ગાડી ભગાવી મુકી.રઘુ ચહેરા પર પરાણે હાસ્ય લાવીને બેસેલો હતો.હવે રાહુલ અહીં આવે તો પણ કઈ થઈ શકે તેમ નહતું.સિધ્ધુએ ગાડી એક ગેરજમા લીધી અહી તેણે તે થેલીમાંથી ડ્રગ્સ કાઢીને અલગ અલગ પાંચ મોટી બેગ ભર્યા.એક એક કરીને આ બેગને તેણે ચાર મોટા ડ્રગ્સ પેડલરને સોંપી અને રૂપિયા ભરેલી બેગ લીધી.

અંતે તે લોકો આ બેગને પાંચમાં ડ્રગ્સ પેડલરને આપવા જતા હતા અને સામેનો નજારો જોઇને તે આઘાત પામ્યો.અગાઉના ચારેય ડ્રગ્સ પેડલરના હાથમાં હાથકડી હતી અને તે બેગનો થપ્પો એક ટેબલ પર પડ્યો હતો.તે ગાડી પાછળ કરીને ભાગવા લાગ્યો પણ હવે તેને ચારેય તરફથી પોલીસે ઘેરી લીધો હતો.

***********

કાયના અને રનબીર વહેલી સવારે તૈયાર થઇને એ.ટી.એસ ઓફિસે જવા નીકળી ગયા હતાં.જ્યાં એન.સી.બી હેડ ખુરાના સાહેબ તેમના ઓફિસર્સની ટિમ સાથે હાજર હતાં.કાયના તે બધા ઓફિસર્સને જોઇને ખૂબજ ભાવુક થઈ ગઈ.તે ત્યાંથી બહાર જતી રહી.રનબીર તેની પાછળ ગયો.
તેણે રડી રહેલી કાયનાને ગળે લગાવીને પૂછ્યું,"શું થયું મારી જાનને?તું તો કેટલી સ્ટ્રોંગ અને સ્માર્ટ છે.તારો પ્લાન તો જોરદાર હતો.કુશડેડ,સિંઘાનિયા સર અને ખુરાના સર તારા આઈડિયાથી પ્રભાવિત થઈ ગયાં."

"રનબીર,મને રડવું એટલે આવે છે કે હું મારો રસ્તો ભટકી ગઈ હતી.મારી મોમ મારી આઇડલ હતી અને હું તેની જેમ પોલીસ ઓફિસર બનવા માંગતી હતી પણ મોમ સાથે ગેરસમજ થયા પછી મે નક્કી કર્યું કે હું પોલીસ ઓફિસર નહીં બનું.કેમકે મને એવું લાગતું કે પોલીસ ઓફિસર પોતાની વર્દીનો ખોટો ઉપયોગ કરે પણ આજે સમજાયું કે પોલીસ ઓફિસર દેશ માટે પોતાનું બધું જ ત્યાગવા તૈયાર હોય છે.હું કેટલી ખોટી હતી." કાયના બોલી.

રનબીરે તેના કપાળે ચુંબન કર્યું અને હસીને બોલ્યો,"સારું જ થયું જે થયું તે.નહીંતર આપણા લગ્ન આટલા જલ્દી થોડી થાત?અને લગ્ન ના થાત તો આપણે એક કેવીરીતે થાત."આટલું કહીને રનબીરે આંખ મારી.કાયના હસી પડી.

"નાઉ ધેટ્સ લાઇક માય કાયના.એય કાયના સાંભળને અહીં કોઇ નથી.તને વધારે હિંમત જોઇએ છે તો મારી પાસે એક જોરદાર ઉપાય છે."રનબીરે કાયનાના કાનમાં કહ્યું.

"શું?"કાયનાએ પૂછ્યું.રનબીરે કાયનાને નજીક ખેંચીને તેના ગાલે કિસ કરી.કાયના થોડીક ચિડાઇ ગઈ.

"રનબીર,આપણે એ.ટી.એસ ઓફિસમાં છીએ."કાયના બોલી.
"હા તો એ.ટી.એસ ઓફિસમા રોમાન્સ ના થાય તેવું કોણે કહ્યું?"રનબીરે પૂછ્યું.

ખુરાના સાહેબ બહાર આવતા બોલ્યા,"અરે ડેફિનેટલી થઇ શકે.એમા પણ તમારા જેવા બ્યુટીફુલ કપલને તો પૂરો હક છે રોમાન્સ કરવાનો પણ અત્યારે આપણે ‍અાપણા પ્લાન પર કામ કરીએ તો?"

ખુરાના સાહેબની વાત સાંભળીને કાયના અને રનબીર શરમાઈ ગયાં.તે લોકો અંદર ગયાં.રનબીરના પ્રેમે કાયનાને નવી તાકાત આપી હતી.રનબીર અને કાયનાની સાથે એ.ટી.એસ, એન.સી.બી અને પોલીસની ટીમ અલગ અલગ ગાડીમાં અલગ અલગ સ્થળે જવા નીકળી ગયાં.

આ મિશન પર બધા એ.ટી.એસ અને એન.સી.બી અધિકારીઓના સર્વ સહમતીથી કાયનાને જ મિશન હેડ બનાવવામાં આવી હતી.કાયનાના આ પ્લાન પર બધાં મોટા મોટા અધિકારીઓ આશ્ચર્યચકિત હતાં.બધાં અલગ અલગ ટુકડીમાં વ્હેંચાઈ ગય‍ા હતાં અને તેમને લિડ કરતા અધિકારી કાયના સાથે કોલ કોન્ફરન્સથી જોડાયેલા હતાં.

અંતે તે બધાં પોતપોતાના નિયત કરેલા લોકેશન પર પહોંચી ગયાં.કાયનાએ ઇશારો કરતા બધાં જ તે સ્થળે ગયાં.તે સ્થળ રોમિયોના ડ્રગ્સના ઠેકાણા હતાં.અમદાવાદ અને તેની આસપાસના તમામ જગ્યાના ડ્રગ્સના અડ્ડા પર એકસાથે દરોડા પાડીને ઘણોબધો ડ્રગ્સનો જથ્થો અને ઘણાબધા ગુંડાઓને પકડી પાડવામ‍ાં આવ્યાં.

આ ઓપરેશન દરમ્યાન લિડ કરતા અધિકારી સિવાય બધાને ફોન એ.ટી.એસ હેડ ઓફિસમાં જમા કરાવવાનો હતો.જેના કારણે આ ઓપરેશન સરળતાથી પાર પડી ગયું.

દરેક ડ્રગ્સના અડ્ડા પર આ રીતે એકસાથે,એક જ સમયે દરોડા પાડવાનો આઈડિયા કાયનાનોહતો.તેણે જ મુખ્ય અધિકારી સિવાય બધાનો ફોન હેડ ઓફિસમાં જમાં કરાવવા કહ્યું હતું.આ મિશનને અંત સુધી ખાનગી રાખવામાં આવ્યું હતું.જેથી તે લોકો એલર્ટ ના થાય અને બધાં ઓફિસર્સ સાદા કપડાંમાં તથાં સાદી ગાડીમાં ગયાં હતાં.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં દરેક ન્યુઝ ચેનલ પર બે બ્રેકિંગ ન્યુઝ ચાલી રહ્યા હતાં.આજનો દિવસ ભારતના ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે કેમ કે આજે મુંબઇ અને ગુજરાતમાં એ.ટી.એસ,એન.સી.બી તથાં પોલીસને ખૂબજ મોટી સફળતા મળી હતી.ડ્રગ્સ ભારે માત્રામાં પકડાઈ જવાના કારણે કુશને વિશ્વાસ હતો કે રોમિયો નબળો પડી ગયો.

શું પ્રતિક્રિયા હશે રોમિયોની તેની આ નિષ્ફળતા બાદ?
અદ્વિકા કિનારાને રોમિયો પાસે લઈ જશે?
કિઆને આદેશ સાથે મળીને શું કર્યું હશે?

જ‍ાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 4 month ago

HETAL

HETAL 4 month ago