Wanted Love 2 - 129 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--129

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--129


(આદેશને એ.ટી.એસ ઓફિસ જતા રોમિયોના માણસોએ પકડી લીધો પણ અદ્વિકાના કહેવા પર તેને જીવતો રાખ્યો.તેને કિઆન સાથે કેદ કરવા કહ્યું.અહીં કિઆન અને આદેશે કઇંક પ્લાન બનાવ્યો.સિધ્ધુનો ખાસ માણસ રાહુલ સાથે મળી ગયો છે પણ સિધ્ધુએ માલ ક્યાં છુપાવ્યો છે તે કોઇને ખબર નથી.કાયના અને રનબીર પણ કિનારા અને કુશ સાથે મિશનમાં જોડાયા.)

કાયના અને રનબીરના આ મિશનમાં જોડાવવાથી કિનારાને તેનું સપનું પુરું થતું લાગ્યું.સિંઘાનિયા સાહેબ પણ આ વીડિયો કોન્ફરન્સમાં જોડાઈ ગયાં.કાયના અને રનબીર આ મિશનમાં ખૂબજ ઉપયોગી સાબિત થઈ શકે એમ હતાં.એટલે તેમણે તે બંનેને જોડાવવાની પરવાનગી આપી.

અહીં કુશ અને કિનારાએ કાયનાને હવે કિઆન અને અદ્વિકા વિશે સત્ય જણાવવાનું નક્કી કર્યું.
"સિંઘાનિયા સર અને ખુરાના સર,આ કેસ વિશે આગળ ચર્ચા કરતા પહેલા હું કાયના અને રનબીરને કઇંક જણાવવા માંગુ છું."આટલું કહીને કુશ કાયના અને રનબીર સામે ગંભીરતાથી જોયું.કાયના અને રનબીર સમજી ગયા કે વાત ખૂબજ ગંભીર હશે.
"કાયના,કિઆન રોમિયોની કેદમાં છે અને અદ્વિકા અહીં હોસ્પિટલમાં છે."કુશની આ વાત સાંભળીને કાયનાના પગ નીચેથી જમીન ખસી ગઈ.રનબીર પરિસ્થિતિ સમજી ગયો એટલે તેણે કાયનાનો હાથ મજબૂતાઈથી પકડી લીધો.

કુશે કિઆનનું એ.ટી.એસમાં રાહુલ સાથે કામ કરવું અને જાણીજોઈને કિડનેપ થવાની બધી જ વાત કહી.

"સોરી બેટા,મારો પ્લાન આ વખતે ઊંધો પડ્યો.મને હતું કે રોમિયો તેના જમાઈને તેની તરફ કરવાની કોશિશ કરશે અને કિઆન તેમા તેને સાથ આપવાનું નાટક કરશે પણ એવું કશુંજ ના થયું.હવે આવતીકાલે સવારે અદ્વિકા અને કિનારા રોમિયો પાસે જઈ રહ્યા છે."કુશે કહ્યું.

"કુશ,કિનારા અને અદ્વિકાના શરીરમાં હાઇટેક્નોલોજીના અને જલ્દી ઓળખી ના શકાય તેવા ટ્રેકિંગ ડિવાઇસ ફિટ કરી દેજે અને હું પૂરી એ.ટી.એસ અને પોલીસ ફોર્સને તૈયાર રહેવા કહું છું.હવે આ રોમિયોનો અંત નજીક છે."સિંઘાનિયા સાહેબે કહ્યું.

"સિંઘાનિયા,તે પહેલા આપણે રોમિયોને એક ઝટકો આપીએ.આ કાયનાએ તે પેનડ્રાઈવ જેના વિશે મે તને પહેલા કહ્યું હતું તે ડિકોડ કરી નાખી છે.તેમા અમદાવાદ સહિત મોટા મોટા શહેરોમાં તેમના ડ્રગ્સના ઠેકાના પર દરોડો પાડીને તેના માલને જપ્ત કરીને તેના મૂળિયાં નબળા પાડી દઈએ." ખુરાના સાહેબે કહ્યું.

"સોરી પણ હું કઇંક કહેવા માંગુ છું.પહેલી વાત મને તે અદ્વિકા પર બિલકુલ વિશ્વાસ નથી."

"કાયના,આ સમય તારા અંગત ગમા અણગમાને વ્યક્ત કરવાનો નથી.મને ખબર છે કે તને પહેલાથી જ અદ્વિકા નાપસંદ છે પણ તેનો અર્થ એ નથી કે તું તેના પર શંકા કરે.હવે તે તારા ભાઈની પત્ની છે.આટલો માર ખાઈને તે અહીં હોસ્પિટલમાં છે અને છતાં પણ તને તેના પર શંકા છે?"કિનારાએ તેને કડક અવાજમાં કહ્યું.

"ઓહ મોમ પ્લીઝ,હું અહીં મારા અંગત ગમા-અણગમાને વ્યક્ત નથી કરી રહી.તું એક વાત સમજ કે તે માર ખાઈને ભાગી અને બેભાન થઈ ગઈ.તો પછી રોમિયોના માણસોએ તેને પકડી કેમ નહીં?બીજી વાત ગુજરાત એ.ટી.એસને ફોન કરવાવાળા રોમિયોના જ માણસો નહીં હોય તેની શું ખાત્રી?"કાયનાએ આશંકા વ્યક્ત કરી.

"મને કાયનાની વાત સાચી લાગે છે.અત્યારે કોઇના પર પણ વિશ્વાસ કરવા જેવો નથી.અદ્વિકા પર આ સમયે વિશ્વાસ કરવો આપણને મોંઘો પડી શકે એમ છે."રનબીરે કાયનાનો સાથ આપતા કહ્યું.

"કુશ,આપણે પોલીસ છીએ અને જ્ય‍ાં સુધી ગુનેગાર પકડાઈના જાય ત્યાંસુધી દરેક વ્યક્તિ પર શંકા કરવી એ જ આપણું કામ છે."લવે કહ્યું.

"એક વાર મોમ ત્યાં ગઈને પછી આપણે થોડા નબળા પડી જઈશું.જો બધું આપણા પ્લાન પ્રમાણે ના ચાલ્યું તો મોમ પણ કિઆન સાથે ફસાઇ જશે.મારી પાસે બે પ્લાન છે."કાયનાએ બે પ્લાન જણાવ્યાં.

કાયનાના બંને પ્લાન પર ચર્ચા કરીને તેને આવતીકાલે અમલમાં મુકવાનું નક્કી કરી લીધું.

***********

કિઆન અને આદેશે જે પ્રમાણે નક્કી કર્યું હતું.તે પ્રમાણે અમલ કરવાનું વિચાર્યું.થોડીક જ વારમાં તે માણસ પિઝા લઈને આવી ગયો.કિઆન અને આદેશે પિઝા ખાઈ લીધાં જેથી તે માણસને શંકા ના જાય.
"મારે રોમિયોને મળવું છે." કિઆને કહ્યું.

"રોમિયોભાઈ બીઝી છે.તે નહીં મળી શકે."

"હું કઈ નથી જાણતો હું મળવા માંગુ છું."કિઆને જિદ કરી.રોમિયોના માણસોએ રોમિયોને ફોન કરીને કિઆન મળવા માંગે છે તે જણાવ્યું.રોમિયોએ તેને મળવા બોલાવ્યો.

થોડીક જ વારમાં રોમિયો અને કિઆન સામસામે હતાં.

કિઆનને આદેશની વાત યાદ આવી.તેણે કિઆનને કહ્યું હતું,"કિઆન,તું અહીં કોઈ મકસદ સાથે જ આવ્યો હતો.તું પપ્પાને જણાવ કે તું કુશના પ્લાન હેઠળ અહીં આવ્યો હતો પણ હવે તે તને આમ મરવા મુકી ગયા છે.એટલે તું તેમનો સાથ આપવા માંગે છે."

કિઆને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો,"રોમિયો ,તમે મારા પરિવાર સાથે ખૂબજ ખરાબ કર્યું છે.હું નાનપણથી તમને નફરત કરું છું પણ અદ્વિકાને ખરા હ્રદયથી પ્રેમ કરું છું.તે અહીં આવીને અચાનક બદલાઈ ગઈ.મને ખૂબજ આઘાત લાગ્યો.

હું સાચું કહું તો હું અહીંયા મારા ડેડના પ્લાન પ્રમાણે આવ્યો હતો.કે હું અહીં આવીશ અને તમારો વિશ્વાસ જીતીને તમારા બધાં પ્લાન જાણીને તમને પકડાવી દઈશ પણ અહીં આવ્યાં પછી મારા ધાર્યા પ્રમાણે કશુંજ ના થયું.હું સોનાના પિંજરામા કેદ થઈ ગયો.અદ્વિકા બદલાઇ ગઈ.મારા માતાપિતા મને અહીંથી મુક્ત કરાવવા કશુંજ નથી કરી રહ્યા.

હું મારું આખું જીવન આ રીતે નથી કાઢવા માંગતો.હું અદ્વિકાને પ્રેમ કરું છું અને તેની સાથે જ અહીં રહેવા માંગુ છું.મને ખબર છે કે હવે તમે ભલે અદ્વિકાનો વિશ્વાસ કર્યો પણ મારો વિશ્વાસ નહીં કરો પણ હું હવે જેમ અદ્વિકા કહેશે તેમ જ કરીશ.મને તમારાથી કોઇ લેવાદેવા નથી પણ અદ્વિકા વગર હું નહીં જીવી શકું.મને આ સોનાના પાંજરામાંથી મુક્ત કરો.એક વાત હું તમને પૂછવા માંગુ છું.તમે મને અહીં કિડનેપ કરીને કોઇ ખાસ આશયથી જ બોલાવ્યો હશે તે શું છે?"કિઆને પૂછ્યું.

કિઆનની વાત સાંભળી રોમિયો આશ્ચર્ય પામ્યો.તે તેને શંકાની નજરથી જોઇ રહ્યો હતો.તેના ચહેરા પર થાકી ગયેલા યોદ્ધા જેવા ભાવ હતાં.રોમિયો હસ્યો અને બોલ્યો,"આ કુશનો દિકરો તો સાવ તેનાથી વિરુદ્ધ નીકળ્યો.એક તારો બાપ છે જે મારી પાછળ આદુ ખાઈને પડ્યો છે અને બીજો તું થોડા જ દિવસોમાં હારી ગયો.ખેર તારું આ હારેલું રૂપ મને ગમ્યું.તું તારા બાપ જેવો થોડો થોડો લાગે છે.તને હારેલો જોઈ મને ખુશી થઈ.

સાંભળ તને અહીં મારા જમાઈ તરીકે બોલાવીને હું મારા કામમાં તારો સાથ ચાહતો હતો.હું કઇંક ખૂબજ મોટું કરવા જઈ રહ્યો છું.હું ચાહું છું કે તું તેમા સાથ આપ પણ હવે મને કોઈની મદદની જરૂર નથી." રોમિયો બોલ્યો.

"તારા અહીં હોવાના કારણે મારી કિનારા કાલે અહીં આવી રહી છે."રોમિયો વિચારીને ખુશ થયો.

"હા,તારું હવે મને કોઈ કામ નથી કેમકે તારી જગ્યાએ અદ્વિકા મારું કામ કરે છે પણ તું હવે મુક્ત ફરી શકે છે આ ઘરમાં પણ ભાગવાની કોશિશ ના કરતો.જા."રોમિયોએ કહ્યું.

કિઆનનો પ્લાન અડધો સફળ થયો.તેના માથા પરથી તે બે માણસો હટી ગયાં હતાં.હવે ખૂબજ મુશ્કેલ કામ શરૂ કરવાનું હતું.તે એ રૂમમાં ગયો જ્યાં આદેશને કેદ રાખવામાં આવ્યો હતો.

કિઆનના ગયા પછી રોમિયોને કોઇનો ફોન આવ્યો જેમણે કઇંક કહ્યું અને તે ખૂબજ ચિંતામાં આવી ગયો.

"સાંભળ રોમિયો,મને કાલે જ મુંબઇમાં તે ડ્રગ્સની ડિલિવરી જોઇએ.બહુ મહિનાઓ થયા હવે તે ડ્રગ્સ પહોંચાડી દે નહીંતર આગળથી તને કોઈ કામ નહીં સોંપવામાં આવે.મને વિશ્વાસ નથી અાવતો કે તું એ જ રોમિયો છે જેના નામથી પોલીસ કાંપતી હતી.મને આવતી કાલે જ તે ડ્રગ્સની ડિલવરી જોઇએ.નહીંતર તારો શું અંજામ થશે તે તને ખબર જ છે."સામેથી કોઈ ખૂબજ પ્રભાવશાળી વ્યક્તિએ ધમકી આપતા કહ્યું.
આ ફોન અને ધમકીથી ડરેલા રોમિયોએ સિધ્ધુને ફોન કર્યો.

"સિધ્ધુ,આવતીકાલે જ તે ડ્રગ્સની ડિલીવરી કરવાની છે."રોમિયોએ કહ્યું.

"ભાઇ,આ શું કહો છો?અત્યારે એ.ટી.એસ અને એન.સી.બી શહેરના દરેક ખૂણા પર અને દરેક શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખીને બેસેલી છે."સિધ્ધુએ કહ્યું.

"સિધ્ધુ,તું મને ના સમજાય અને તે ડ્રગ્સ બહાર કાઢ.તે ડ્રગ્સ ક્યાં છે?"રોમિયોએ પૂછ્યું.

"ભાઈ,અત્યારે જગ્યાનું નામ નહીં કહું પણ એટલું જરૂર કહીશ કે તેમના નાક નીચે રહેલી વસ્તુ તેમને નહીં મળે.કાલે ડિલિવરી થઈ જશે."સિધ્ધુએ કહ્યું.

આવતીકાલની રાહ બધાં જ જોઈ રહ્યા હતાં.આ સવાર ખૂબજ નિર્ણાયક બની રહેવાની હતી.
*કચ્છ*
સવાર થતાં જ પહેલું કામ રોમિયોએ એ.ટી.એસને એક મેસેજ મોકલવાનું કર્યું જેમા એડ્રેસ અને સમય લખ્યો હતો.લગભગ અડધો કલાકમાં જ કિનારા અને અદ્વિકાને ત્યાં પહોંચવાનું હતું.અદ્વિકા તૈયાર હતી.આજે તે રોમિયોનો વિશ્વાસ જીતીને તેનો મોટો અનર ખતરનાક પ્લાન જાણી લેવાની હતી.તે કિનારાની રાહ જોઇ રહી હતી.લગભગ પાંચ મિનિટ પછી રૂમનો દરવાજો ખુલ્યો અને અદ્વિક‍ા આશ્ચર્ય પામી.

*અમદાવાદ*

આજે કાયના અને રનબીર વહેલા સવારે તૈયાર થઈને રોકીના આશિર્વાદ લઈને ઘરની બહાર આવ્યાં જ્ય‍ાં ચિરાગ તેમની રાહ જોઇ રહ્યો હતો.ચિરાગની ગાડીમાં બેસીને તે ત્રણેય જણા એન.સી.બીની ઓફિસ પહોંચી ગયાં.આજે કાયના માટે ખૂબજ મોટો દિવસ હતો.તે ખૂબજ નર્વસ હતી.રનબીર દર થોડી થોડી વારે તેનો હાથ પકડીને તેને હિંમત આપતો હતો.

*મુંબઇ *

સિધ્ધુ અને તેનો ખાસ માણસ વેશ બદલીને સફાઇ કામદારના ગેટઅપમાં આવી ગયા.કચરાની ગાડી લઈને તે લોકો ડ્રગ્સને જ્ય‍ાં છુપ‍વ્યા હતાં તે જગ્યાએ નિકળી ગયાં.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Nipa Shah

Nipa Shah 3 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Kokila Parmar

Kokila Parmar 5 month ago

હવે આઞળ એપિસોડ આપો