Wanted Love 2 - 128 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--128

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--128


(અદ્વિકા કિનારાના કહેવા પર અદાને મળી.તેને કહ્યું કે તેને એક શરત પર માફ કરશે જો તે સુધરી જશે અને પોલીસની મદદ કરશે.અહીં અદાએ લવ,કુશ અને કિનારાને જણાવ્યું કે કેવીરીતે રોમિયો જીવતો રહ્યો.તેણે રોમિયોના જે રહસ્ય પોતે જાણતી હતી તે જણાવવાની તૈયારી બતાવી.સાથે કહ્યું કે રોમિયો કઇંક ખૂબજ મોટું પ્લાન કરી રહ્યો છે.અહીં રોમિયોને તેના માણસે કઇંક કહ્યું જેના કારણે તે આશ્ચર્ય પામ્યો.)

રોમિયોના માણસે આવીને તેને કઇંક કહ્યું જે સાંભળીને તે ખૂબજ આઘાત પામ્યો.રોમિયો તરત જ તેના માણસ સાથે ગયો.તેમણે આદેશને પકડીને રાખ્યો હતો.

"***"રોમિયોએ બે ત્રણ ગાળો બોલીને તેને જોરદાર થપ્પડ માર્યો.

"રોમિયો સાથે ગદ્દારી કરવાવાળાને માત્ર એક જ સજા મળે છે અને તે મોતની છે."રોમિયોએ પોતાની ગન કાઢી તેને મારવા માટે.

થોડીક વાર પહેલા....

આદેશને વિશ્વાસ આવી ગયો હતો કે કિનારા એક વાર અહીં આવી જશે તો રોમિયો ખૂબજ તાકાતવાળો થઈ જશે.પછી તે એ.ટી.એસ અને કુશને કંટ્રોલ કરી શકશે.તેણે ચુપચાપ અહીંથી ભાગવાનું નક્કી કર્યું.

અદા અને તેના નાનાભાઈના પકડાયા પછી તેનું ઘરે જવું તો લગભગ અશક્ય થઈ ગયું હતું.જેથી તે અહીં જ રોમિયો પાસે રહેતો હતો.તેને પહેલા એવું લાગતું હતું કે અદ્વિકા રોમિયો પાસે નાટક કરી રહી છે પણ પછી તેના પ્લાનીંગ જોઇને તેને વિશ્વાસ આવી ગયો કે તે નાટક નથી કરતી.રોમિયોનો વિશ્વાસ જીતવા તેણે પોતાની જાતને તકલીફ આપી.

તે પણ સ્માર્ટ હતો.તે ચુપચાપ કોઇને કહ્યા વગર આ જગ્યાએથી નીકળી ગયો પણ તેને ખબર નહતી કે તેની પાછળ રોમિયોનો માણસ નજર રાખી રહ્યો હતો.તે કચ્છની એ.ટી.એસ ઓફિસ સુધી પહોંચી ગયો.અહીં અંદર જઈને કઈ કહે તે પહેલા જ રોમિયોના માણસે તેને પકડીને ગાડીમાં નાખ્યો.તે તેને અહીં રોમિયો પાસે લઈ આવ્યાં.

અત્યારે....
"મને વિશ્વાસ હતો કે અદ્વિકાના આવ્યાં પછી તું વિશ્વાસઘાત કરીશ.એટલે મે તારી પાછળ માણસ નજર રાખવા લગાવ્યો હતો.મને નહતી ખબર કે તું આટલી જલ્દી ગદ્દારી કરીશ.મને આ કરતા ખુશી તો નથી થતી પણ મે મારા સગા ભાઈને અદાના હાથે મર‍ાવ્યો અને તેને પણ મરવા છોડી પણ *** બચી ગઈ.તું નહીં બચે.તને તો મારા હાથેથી મારીશ."રોમિયો આટલું કહીને ગોળી ચલાવવા જતો જ હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી.અદ્વિકાનો ફોન હતો.રોમિયોએ અદ્વિકાને આદેશ વિશે કહ્યું.

"પપ્પ‍ા,વેઈટ તેમને ના મારશો.હમણા તેમને કિઆનના રૂમમાં જ નજરકેદ રાખો.પેલું કહે છેને કે સંઘરેલો સાપ પણ કામનો.આદેશભાઈ પણ આપણને કામ લાગશે.તેમને તેમની ગદ્દારીની સજા મળશે પણ તેના લોહીથી તમારા હાથ ખરાબ ના કરશો.અદાને ભાન આવી ગયું છે.તે તમારા બધાં રહસ્ય કિનારાને અને તેના આશિકોને જણાવી દેશે.તો તમે તે પહેલા તમારો મુખ્ય પ્લાન અમલમાં મુકી દો.બાય ધ વે પપ્પા,તમારો સિક્રેટ વિસ્ફોટક પ્લાન શું છે?"અદ્વિકાએ પૂછ્યું.

"બહુ જલ્દી છે જાણવાની.જણાવીશ પણ એક હાથ દે એક હાથ લે.તું મને કિનારા આપ અને તે પ્લાન વિશે જાણકારી મેળવ."રોમિયોએ કહ્યું.

"મળીએ કાલે.હું પણ પાક્કી છું.એક હાથ દે અને બીજા હાથ લે.તમે મને તમારો સિક્રેટ વિસ્ફોટક પ્લ‍ાન જણાવશો અને મને બધું સોંપશો."અદ્વિકાએ આટલું કહીને ફોન મુકી દીધો.

રોમિયોએ અદ્વિકાની વાત સાંભળીને વિચાર્યું કે,"મારા તમામ કાળાકામનું બિલ આદેશના નામે ફાડીને તેને પોલીસના હાથે મરાવી દઈશ."

રોમિયોએ તેના માણસોને આદેશને કિઆનના રૂમમાં મોકલી દીધો.અહીં કિઆન તેના સોનાના પાંજરમાં કેદ હતો.તે પોતાની લાચારી પર ખૂબજ તકલીફ અનુભવતો હતો પણ આ માણસો સતત તેના માથા પર ઊભા રહેતા હતાં.પહેલા તે અહીંથી ભાગવાનો પ્લાન બનાવી રહ્યો હતો.તેણે એક બે વાર તે માણસો સાથે મારામારી કરીને ભાગવાની કોશિશ કરી પણ પછી તે માણસોએ તેને કઇંક ઈંજેક્શન આપીને બેભાન કરી દીધો.તેને મારવા માટે સાફ મનાઈ હોવાના કારણે તે લોકો તેને આ રીતે કાબુમાં રાખતા.

અહીં કિઆન કઇંક વિચારીને બેસેલો હતો તેટલાંમાં જ રોમિયોના માણસો આદેશને પણ ત્યાં લઈને આવ્યાં.રોમિયોના માણસોએ કિઆનને જણાવ્યું કે આદેશે ગદ્દારી કરી તો રોમિયો શું કરવાનો હતો.એટલે તે ભાગવા વિશે વિચારે નહીં.

કિઆન આદેશને જોઇને વિચારમાં પડી ગયો.તેના મનમાં એક ઝબકારો થયો.તેણે વિચાર્યું કે આ માણસો અહીંથી આઘાપાછા થાય તો આદેશ સાથે વાત કરીને પ્લાન બનાવી શકાય.અહીં આદેશ પણ તે જ વિચારી રહ્યો હતો.

તે બંનેએ એકબીજાની સાથે ઈશારામાં વાત કરી.હાલમાં તે બંને પર નજર રાખવા બે માણસો હતાં.અત્યારે સાંજના ચાર વાગ્યા હતાં.

કિઆને એક માણસને કહ્યું,"મને ખૂબજ ભૂખ લાગી છે અને મારે જમવું છે.જો તમે અત્યારેને અત્યારે મારા માટે ડોમિનોસના પિઝા ના લાવ્યાં.તો હું આ ફ્લાવરવાસ મારા માથે મારીશ અને રોમિયોને કહીશ કે તમે મને માર્યું.પછી અદ્વિકા તમારી શું હાલ કરશે તે વિચારજો."કિઆને કહ્યું.

"અહીં લાગી પડી છે અને આને પિઝા ખાવા છે.એ તું જા અને લઈને આવ જે આ કહે છે તે."એક માણસે કહ્યું.

"ઓર્ડર કરી લઇએને."
"આપણે ગુંડાઓ છીએ.પોલીસ આવશે પહેલા અહીં.જા તું જાતે જ જઈને લઈ આવ.કોઇ રિસ્ક નથી લેવું."
એક માણસ જતો રહ્યો.હવે બીજા માટે પણ કઇંક વિચારવું પડે એમ હતું.

"એય તું બહાર જતો રહે.મારે સુઈ જવું છે અને તારું ગંદું મોઢું જોઈને મને ઊંઘ નથી આવતી.મારા પિઝા આવે એટલે ઉઠાડી દેજે.જો મારી વાત નહીં માનેને તો અદ્વિકાને કહીશ.પછી તે શું કરશે તે તો તે જ જાણે."કિઆને બીજા માણસને કહ્યું.

"જો હું બહાર જ ઊભો છું.આ બારીમાંથી કે બાથરૂમમાંથી ભાગવાની કોશિશ ના કરતો અમારા માણસો બધે જ છે."આટલું કહીને તે બહાર ગયો.તેના જતા જ આદેશ ધીમેથી બોલ્યો,"કિઆન મને માફ કરી દે.મે તને અહીં ફસાવ્યો.મને મારી ભુલ સમજાઇ ગઈ છે.અદ્વિકા તારી મોમને અહીં લાવવાની છે.જો તે અહીં આવી ગઇ તો રોમિયો પોલીસને કાબુ કરી શકશે.પ્લીઝ કઇંક કર અને આ બધું અટકાવ.તે સિવાય પણ પપ્પા કઇંક મોટું ષડયંત્ર રચે છે."કિઆન આ સાંભળીને આઘાત પામ્યો.

"આદેશભાઈ,પણ કરું શું?ફસાઈ ગયો છું હું અહીંયા.બહાર નીકળું તો કઇંક કરુંને."

"તું મારા પિતા સાથે મળી જવાનું નાટક કર.તો જ તું બહાર નીકળી શકીશ."આદેશે કહ્યું.કિઆને હકારમાં માથું હલાવ્યું.

"પણ રોમિયો મારો વિશ્વાસ કરશે?"

"કિઆન,હું કહું તેમ કહેજે.જરૂર વિશ્વાસ કરશે."આદેશે કઇંક કહ્યું.

************
અહીં હર્ષાબેને જણાવ્યું કે તે જહાજ પરથી ડ્રગ્સ અને આર.ડી.એક્સ ક્યાંક બીજે છુપાવવામાં આવ્યું છે.તેના વિશે વધુ જાણવા રાહુલે સિધ્ધુની ગેંગમાં રહેલા પોતાના માણસને બોલાવ્યો.

સિધ્ધુના ગેંગમાં તેનો ખાસ વિશ્વાસુ માણસ કે જે વર્ષોથી તેની સાથે તમામ કાળાકામનો સાથી હતો.તે હવે રાહુલ સાથે મળી ગયો હતો.સિધ્ધુને જેલ થતાં રાહુલ તેના સુધી પહોંચ્યો પણ અનાયાસે ત્યાં આગ લાગવાની દુર્ઘટના થઇ જેમા રાહુલે તેનો અને તેના પરિવારનો જીવ બચાવ્યો.તે માણસ રાહુલના ઉપકારને વશ થઇ અને રાહુલે તેને સુધરવા માટે તક આપવા કહેતા માની ગયો.

તે વેશ બદલીને રાહુલને મળવા આવ્યો હતો.
"સર,સિધ્ધુએ તે ડ્રગ્સનો જથ્થો અને આર.ડી.એક્સ અલગ અલગ જગ્યાએ છુપાવ્યું છે.તે ક્યાં છે તે તેણે રોમિયોને પણ નથી કહ્યું.મે બહુ કોશિશ કરી તે જાણવાની પણ તે બોલતો જ નથી.સર,કઇંક બહુ મોટું પ્લાનીંગ ચાલી રહ્યું છે."તે માણસ સુચના આપીને જતો હતો.અચાનક તે પાછો આવ્યો,"સર,સિધ્ધુ કહેતો હતો કે પોલીસ આખું શહેર શોધશેને તો પણ નહીં મળે.એવી જગ્યાએ છુપાવ્યું છે."

તેની વાત સાંભળીને રાહુલ વિચારમાં પડી ગયો.

**********

અહીં કાયના આજે ખૂબજ ખુશ હતી.આજે તે નિર્દોષ સાબિત થઈ ગઈ હતી.ઘરે પોતાના રૂમમાં આવતા જ તે રનબીરના ગળે લાગી ગઈ.રનબીર પણ કાયનાને ગળે લાગી ગયો.

"ઓહ રનબીર,હું આજે ખૂબજ ખુશ છું.બસ હવે જલ્દી આ ડ્રગ્સનું કામ તમામ થાય અને હું મોમડેડને મળું.હાશ તે જેલની કાળકોઠરીથી આઝાદી મળી."કાયનાએ ભાવુક થઇને કહ્યું.

"સાચી વાત છે તારી.આ ડ્રગ્સ જ તમામ પ્રોબ્લેમનું જડ છે.તેને જ મૂળમાંથી ઊખાડી દેવું જોઇએ."રનબીરે કહ્યું.

તેની વાત સાંભળીને કાયના વિચારમાં પડી ગઇ.
"રનબીર,આપણે કેમ ભાગ્યા હતાં?કેમકે આપણે તે ડ્રગ્સના મુખ્ય આરોપીને પકડવા માંગતા હતાં.તો આપણે આપણું આ મિશન હજી પણ ચાલું રાખીએ.હું ઇચ્છું છું કે સમાજને,માતાપિતાને અને યુવક-યુવતીઓને આ ડ્રગ્સ અને તેના કારણે થતી તકલીફોથી મુક્તિ મળે."કાયનાએ ઉત્સાહિત થઇને કહ્યું.

"હા કાયના,આપણે મોમડેડ અને પોલીસને તેમના આ મિશનમાં સાથ આપીશું.આપણે ચિરાગસરને વાત કરીએ."રનબીરે પણ જોશથી કહ્યું.

બરાબર તે જ સમયે રોકી ત્યાં આવ્યો.
"તમારી વાતો સાંભળીને મને ખૂબજ ગર્વ થયો.મને નહીં તમારા મિશનમાં સામેલ કરો?"રોકીએ કહ્યું.

"પપ્પા,અફકોર્ષ તમારા વગર તો આ શક્ય જ નહતું."રનબીરે કહ્યું.

રનબીર,રોકી અને કાયના અમદાવાદ એ.ટી.એસની ઓફિસે ગયાં.ત્યાં ચિરાગ કોઇની સાથે તેની કેબિનમાં બેસીને ચર્ચા કરી રહ્યો હતો.તેમને સુચના મળતા કે કાયના તેમને મળવા માંગે છે.તેણે તે લોકોને કેબિનમાં બોલાવ્યાં.ચિરાગ કઇ બોલે તે પહેલા જ કાયનાએ તેના ઈરાદા જણાવ્યાં.

"સર,પ્લીઝ.મને ખબર છે કે તમે આમા સિવિલીયનને ના સામેલ કરો અને પોલીસમાં સામેલ થવા માટે ઘણોબધો સમય લાગે.સર ઓફિશ્યલી નહીં તો અનઓફિશ્યલી અમને તમારા મિશનમાં સામેલ કરો.પ્લીઝ સર,હું આ ડ્રગ્સના દુષણને નાથવા માંગુ છું."કાયનાએ રીતસરના બે હાથ જોડીને કહ્યું.

ચિરાગ તેની વાત સાંભળીને તે જ કેબિનમાં શુટબુટ પહેરીને બેસેલા એક પચાસ વર્ષના સજ્જન સામે હસીને જોયું.

તે સજ્જન બોલ્યા,"આ કુશ અને કિનારાની દિકરી છેને?હમ્મ મોરના ઈંડા ચિતરવા ના પડે.આ કહેવત આજ સુધી સાંભળી હતી આજે જોઇ પણ લીધી.હેલો,માય સેલ્ફ લક્ષમણ ખુરાના,એન.સી.બી હેડ.અમે હમણાં તારી જ વાત કરતા હતાં.ચિરાગે મને કહ્યું કે કેવીરીતે તે પેલી પેનડ્રાઈવ ડિકોડ કરી.સિમ્પલી જિનિયસ.લિટલ ગર્લ,કાયદાકીય રીતે તો શક્ય નથી પણ અનઓફિશ્યલી તું આજથી અમારા મિશનમાં સામેલ છો.ચિરાગ,કુશને ફોન લગાવ."

તેમની આ વાત સાંભળીને કાયના ખુશ થઇ ગઇ.ચિરાગે કુશને વીડિયોકોલ લગાવ્યો.

"કુશ,ખુરાના બોલું.આપણા આ ડ્રગ્સ વાળા મિશનમાં આપણી સાથે એક ખૂબજ હોનહાર ફ્યુચર ઓફિસર જોડાયેલ છે.જે તારા અને કિનારા કરતા પણ સ્માર્ટ છે.મિટ માય લિટલ ગર્લ અેન્ડ અવર ન્યુ મિશન પાર્ટનર કાયના કુશ શેખાવત."ખુરાના સાહેબની વાત સાંભળીને કુશ,કિનારા અને લવ આશ્ચર્ય પામ્યાં.તે કઇ જ સમજી શક્યા નહીં.ચિરાગે પેનડ્રાઈવવાળી બધી વાત જણાવી.કુશ અને કિનારાને ખૂબજ ગર્વ થયો તેમની દિકરી પર.

"તો મિશન રોમિયો એન્ડ ડ્રગ્સનો ધી એન્ડ ઈઝ ઓન."કાયના જોરથી અને જોશથી બોલી.

કાયનાનું આ મિશનમાં સામેલ થવું શું ઉત્પાત મચાવશે?
આદેશ અને કિઆન મળીને કિનારાને અહીં આવતા રોકી શકશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

Jagdish Patel

Jagdish Patel 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Neepa

Neepa 4 month ago