Wanted Love 2 - 127 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--127

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--127


(રોમિયોએ કુશ,કિનારા અને લવ સામે શરત મુકી કે કિનારા અને અદ્વિકાને તેની પાસે મોકલવામાં આવે.કિનારા અદ્વિકાને અદા પાસે લઇ ગઇ.સિધ્ધુએ માલ કોઇ સલામત જગ્યાએ શિફ્ટ કરાવી દીધો.હર્ષાબેનને માલ ના મળ્યો પણ તે ત્યાં હતા તેના પૂરાવા મળ્યા.રોમિયોએ આર.ડિ.એક્સને બહાર કાઢવા કહ્યું.)

અદ્વિકાને વ્હિલચેરમાં લઇને કિનારા લિફ્ટ તરફ આગળ વધી.લિફ્ટમાં તેણે પાંચમા માળનું બટન દબાવ્યું અને લિફ્ટ પાંચમાં માળ તરફ આગળ વધી.અહીં અદ્વિકા ખૂબજ વિમાસણમાં હતી.તે અદાને છેલ્લા કેટલાય વર્ષોથી નહતી મળી.તે શિનાને જ પોતાની મા માનતી હતી.આજે અદાને મળીને તે શું વાત કરશે કે શું કહેશે આ વાત અદ્વિકા સમજી નહતી શકતી.

અહીં તે લોકો પાંચમાં માળે આવ્યા.કિનારાના ફોન કરી દેવાના કારણ ડોક્ટર ત્યાં જ હાજર હતાં.
"ડોક્ટર સાહેબ,હવે અદાને કેવું છે?"કિનારાએ પૂછ્યું.

"દવા અને ટ્રિટમેન્ટના કારણે તેના લકવાની અસર ઘણીબધી ઓછી થઇ ગઇ છે પણ તેની અંદર જીવવાની ઇચ્છાશક્તિ જ નથી.તેમના પરિવારમાંથી કોઇને બોલાવો હવે તે જ તેમની અંદર તે જીવવાની ઇચ્છા પાછી લાવી શકે છે."ડોક્ટરે કહ્યું.

અદ્વિકા અને કિનારા અંદર ગયા.અદા આંખો બંધ કરીને લાચાર થઇને પડી હતી.તેને જોઇને અદ્વિકાના મનમાં એક ધૃણાની લાગણી થઇ આવી.અદાએ બાળપણથી અદ્વિકા તરફ દુર્લક્ષ સેવ્યું હતું.તેણે અદ્વિકાને હંમેશાં પરિસ્થિતિના ભરોસે છોડી હતી.તેણે લવ શેખાવત મુંબઇથી પરત ફરતા તેની આગળ બિચારી બની અને તેને પોતાના પ્રેમજાળમાં ફસાવી લીધો હતો.શિનાએ મા હોવા છતાં અનાથની જેમ જીવતી અદ્વિકાને માનો પ્રેમ આપ્યો હતો.શિના એવું માનતી હતી કે જે થયું તેમા અદ્વિકાનો કોઇ વાંક નહતો.

કિનારાએ અદાના ખભે હાથ મુક્યો.અદાએ આંખો ખોલી.કિનારાએ અદ્વિકાને કહ્યું,"અદ્વિકા,તેને તેના કર્યાની સજા મળી ગઇ છે.તેની હાલત સાવ બદતર થઇ ગઇ છે.તેને માફ કરી દે."

અદ્વિકા પોતાના વ્હિલચેરને ધકેલતી બહાર જતી રહી.કિનારા તેની પાછળ ગઇ.
"અદ્વિકા,તેની અંદર ફરીથી જીવવાની ઇચ્છા તું જ જગાવી શકે છે.જો તે ઠીક થઇ ગઇ તો ઘણાબધા રહસ્ય પરથી પડદા ઉઠશે.પ્લીઝ,અમારા માટે આટલું ના કરી શકે?"કિનારાએ તેને પ્રેમથી પૂછ્યું.
"તમારા માટે તો કઇપણ કરી શકું છું."

કિનારા અદ્વિકાને લઇને અંદર ગઇ.અદા અદ્વિકાને જોઇને ખુશ થઇ ગઈ.તેની આંખોમાં ચમક હતી.અદ્વિકા તેની પાસે બેસી અને તેના માથે હાથ ફેરવ્યો.

"મમ્મી,તે જે કર્યું તેની સજા કુદરતે તને આપી દીધી.બાકી સજા તને કાનુન આપશે પણ હું તને એક જ શરતે માફ કરી શકું.જો તું ખરા હ્રદયથી સુધરવાનું વચન આપે અને પોલીસની મદદ કરે તો જ હું તને માફ કરીશ."અદ્વિકાએ કહ્યું.અદાની આંખમાં આંસુ હતા.તે સમજી ગઇ હતી કે તેના સ્વભાવ અને નિયતના કારણે આજે તે આ પરિસ્થિતિમાં હતી.તેની આંખમાં આંસુ આવ્યા.તેણે જે હાથ લકવાની અસરમાં હતો.તેને અદ્વિકાના હાથ પર મુક્યો.અદ્વિકાના સ્પર્શે તેના પર જાદુઈ અસર કરી.આટલા દિવસની સારવાર હવે જાણે રંગ લાવી રહી હતી.અદાએ બોલવાનું શરૂ કર્યું.તે હવે બોલી શકતી હતી.

"મારી દિકરી મને માફ કરવા માટે તારો આભાર.છેલ્લા અમુક મહિનામાં મને મારી ભુલ સમજાઇ ગઇ છે.આ લાચારીએ બતાવી દીધું કે કોણ પારકું છે અને કોણ પોતાનું.જે પરિવારની સાથે મે આટલું ખરાબ કર્યું, તેમણે જ મને હોસ્પિટલમાં દાખલ કરાવીને સારી સારવાર આપી.હું વચન આપું છું અને આ વખતે તદ્દન સાચું વચન કે હું સુધરી જઇશ.મારા તમામ ગુના સ્વીકારી લઇશ.રોમિયોના જે રહસ્ય હું જાણું છું તે જણાવીશ પણ બેટા તારી આવી હાલત કેવીરીતે થઇ?"અદાએ પૂછ્યું.

"કિઆન અને અદ્વિકા રોમિયોની કેદમાં હતાં.અદ્વિકા ભાગી ગઈ પણ તે પહેલા તેના માણસોએ તેને ખૂબજ મારી હતી.હવે રોમિયોએ શરત મુકી છે કે કિઆનને જીવતો જોવા માટે મારે અને અદ્વિકાએ ત્ય‍ાં જવાનું છે."કિનારાએ કહ્યું.અદ્વિકા અદાને કિનારા માટે ગળે મળી.

કિનારાએ નર્સને બોલાવીને અદ્વિકાને તેના રૂમમાં લઇ જવા કહ્યું અને લવકુશને અહીં મોકલવા કહ્યું.લવકુશ ત્યાં આવ્યાં.અદાને ઠીક થયેલી જોઇને તેમને ખુશી થઈ.

"અદા,તારે અમને રોમિયોના તમામ રહસ્ય જે તું જાણે છે તે સાચેસાચા જણાવવા પડશે પણ સૌથી પહેલા તારે અમને એ જણાવવું પડશે કે વર્ષો પહેલા જ્યારે રોમિયોનું મૃત્યુ થયું હતું તો તે જીવતો કેવીરીતે બચ્યો?જો તે રોમિયો હોય તો આ કોણ છે?અને આ રોમિયો છે તો તે કોણ હતો?"કુશે પૂછ્યું.

"રોમિયોનો જોડિયાભાઈ પણ હતો આ વાત દુનિયાથી અજાણ હતી.જે મર્યો તે રોમિયોનો જોડિયાભાઈ હતો પણ તે બધું શક્ય કેવીરીતે થયું?હું અને કિનારા આ વાત જાણવા માંગીએ છીએ.રોમિયોના ગામના વૃદ્ધ માજી જેમનો દિકરો મરી ગયો તેણે બધું જણાવ્યું કે કેવીરીતે અદ્દલ એક જેવા જ બે ભાઇઓએ આતંક મચાવ્યો હતો."

અદાએ ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ કરી.
(વોન્ટેડ લવ સિઝન-૧ ભાગ-૪૨)

"કિનારા,તને યાદ છે કે તે મને હિંમત આપી હતી કે હું તારી મદદ કરીને રોમિયો જેવા આતંકવાદીના સકંજામાંથી મુક્ત થઇ શકું છું.તે વખતે મે તને તુરંત જ કઇ જવાબ નહતો આપ્યો.

હું રોમિયો પાસે ગઇ અને તેને બધી વાત જણાવી.મે તેને કહ્યું કે "પોલીસ અને એ.ટી.એસના ઇરાદા તથાં પ્લાનીંગ ખૂબજ મજબૂત છે.આ વખતે તારું બચવું મુશ્કેલ લાગે છે."

હું દુનિયા આગળ ભલે સારી અને દુઃખીયારી હોવાનું નાટક કરતી પણ રોમિયોના તમામ કાળાકામમાં મારું દિમાગ લાગેલું હતું.તે બુદ્ધિ વગરનો છે લાંબુ વિચારતો નથી.મારા દિમાગના પ્રતાપે તે આટલો આગળ આવ્યો અને જીવતા હોવા છતાં આટલા વર્ષો છુપાઈને રહી શક્યો.મે જ તેને ડ્રગ્સના ધંધામાં ઝંપલાવવાનું કહ્યું હતું.

રોમિયોનો જોડિયાભાઈ તેના માટે આશિર્વાદ રૂપ સાબિત થશે તે વાત હું હંમેશાં તેને કહેતી હતી.તેની આદતો રોમિયો જેવી જ હતી પણ તેની બુદ્ધિ રોમિયો કરતા પણ ઓછી હતી.તે ખૂબજ ગુસ્સાવાળો એટલે કે શોર્ટ ટેમ્પર હતો.ગુસ્સામાં ગોળી મારી દે કે કઇપણ કરી નાખે.એટલે અમે તેને એક આલિશાન સિક્રેટ રૂમમાં રાખ્યો હતો.રોમિયો તેના માટે નિયમિત દારૂ અને છોકરીઓનો ઈંતજામ કરતો હતો.

મે તેને કહ્યું હતું કે સમય આવ્યે તે રોમિયોને ખૂબજ કામ લાગશે.પછી મે એક પ્લાન બનાવ્યો.મે નક્કી કર્યું કે હું તારો સાથ આપવાનું નાટક કરીશ.ખીરમાં ધેનની દવા નાખીને બધાને બેભાન કરી દઈશું.આમપણ લવ અને શ્રીરામ શેખાવત હવે અમારા માટે બોજારૂપ હતાં.તો રોમિયોના જીવના બદલામાં તે કિંમત સામાન્ય હતી.

તે ખીર જે મે ચાખી હતી અને રોમિયોએ ખાધી હતી તેમા કશુંજ ભેળવ્યું નહતું.તારું ધ્યાન નહતું ત્યારે તે વાટકો મે બદલી નાખ્યો હતો.બાકી બધાં ભલે ખરેખર બેભાન થયા હોય પણ રોમિયોએ નાટક કર્યું હતું બેભાન થવાનું.આપણે બે ટીમમાં વ્હેંચાઈને લવ અને શ્રીરામ અંકલને લેવા ગયાં.આપણે જતા જતા બધાને બાંધીને ગયા હતાં પણ રોમિયોને મે જાણીજોઇને ઢીલો બાંધ્યો હતો.તે સરળતાથી બંધન છોડાવીને રસોડામાં ગયો.સ્ટોરરૂમમાં એક જુનું ઘઉં ભરવાનું પીપળું હતું.તેની નીચે ભોંયરુ હતું જેમા રોમિયોના જોડિયાભાઈનો આલિશાન રૂમ હતો.

રોમિયો ત્યાં ગયો.તેણે તેના ભાઈને પોતાના કપડાં પહેરાવ્યાં.તેણે આગલી રાત્રે જ તેને સમજાવી દીધો હતો કે તેણે તેની જગ્યાએ રોમિયો બનીને દુનિયાની સામે જવાનુ છે."અદા બોલી રહી હતી.ત્યાં લવે તેની વાત વચ્ચે કાપી.

"વાહ,એટલે એ સામેથી મરવા જવા તૈયાર થયો.તે જ્યારે ફસાઇ ગયો હતો ત્યારે તે બોલ્યો કેમ નહીં કે હું રોમિયો નથી?તે ભાગ્યો કેમ નહીં?"લવે પૂછ્યું.

"મે કહ્યુંને તમને તે મુર્ખો હતો.રોમિયોની વાતમાં આવી ગયો.આમપણ રોમિયોની વાતો હોય છે જ એવી કે તેમા કોઇપણ ફસાઇ જાય.રોમિયોએ તે મુર્ખાને કિનારા જેવી સુંદરી સાથે લગ્ન કરવાના સપના દેખાડ્યા.રોમિયોએ તેને કહ્યું કે તેને એક અર્જન્ટ હથિયારોની ડિલિવરી માટે જવાનું છે એટલે તે આ લગ્ન નહીં કરી શકે પણ તેની જગ્યાએ તે કિનારા સાથે લગ્ન કરી લે.રોમિયોના જોડિયાભાઈએ પણ ચાલાકી દેખાડી અને શરત મુકી કે કિનારા સાથે સુહાગરાત પણ તે મનાવશે પહેલા અને રોમિયોએ હા પાડી.તે મુર્ખો માની ગયો.

તે શ્રીરામ શેખાવત અને લવ શેખાવત વિશે બધું જ જાણતો હતો કે તેમને અહીં કેદ રાખ્યા હતાં.કુશ,કિનારા અને બીજો એક ઓફિસર તેમને છોડાવવા આવ્યા છે.તે બધી જ વાત રોમિયોએ તેને કરી હતી.ટૂંકમાં તેને બધું જ ખબર હતી બસ ઉપર આવીને રોમિયોની એકટિંગ કરવાની હતી.જે તેણે એકદમ આબેહૂબ કરી.મુર્ખો,તેણે ઉશ્કેરાટમાં જ લવ અને કિનારાને ગોળી મારી હતી.એકવાત તમારે જ વિચારવી જોઇએ કે જો સાચો રોમિયો હોય તો તે કિનારાને ગોળી ના મારે.કિનારા,તે રાક્ષસ ભલે બુઢ્ઢો થયો પણ તારો શિકાર જરૂર કરશે.જો તું તેની પાસે ગઇ તો પહેલો શિકાર તે તારો કરશે.

છેલ્લે તે વખતે જ્યારે મને લાગ્યું કે હવે આટલી બધી પોલીસ ફોર્સ આવી ગઇ છે અને હવે રોમિયોનો જોડિયાભાઈ પકડાઇ જશે, તો મે પાસે રહેલા હવાલદારની બંદૂક ઝુંટવીને તેને મારી નાખ્યો.

તે વખતે તે ઉશ્કેરાયેલો હતો.મને ડર હતો કે હવે થોડોક વધુ સમય જીવતો રહ્યો તો રોમિયો પકડાઇ જશે.બધાને ખબર પડી જશે કે રોમિયોનો જોડિયાભાઈ પણ છે.બસ રોમિયો ભાગી ગયો અને હું અબળા નારી બનીને દુનિયા સામે રહી પણ રોમિયોને સુરક્ષિત સ્થાને પહોંચાડી તેના કાળાકામને બીજા નામથી શરૂ કરવામાં મે ઘણી મદદ કરી પણ તેણે મારી સાથે દગો કર્યો.

તેના રહસ્યોમાં હું તેના તમામ ડ્રગ્સ,ગેરકાયદેસર હથિયારોના ઠેકાણા જણાવી દઈશ પણ તે કઇંક મોટું કરવા જઇ રહ્યો છે જે મને પણ નથી ખબર.તે તમારે તમારી રીતે જાણવું પડશે.બાકી તેનો તમામ બિઝનેસ ક્યા કોણ ચલાવે છે તે બધું જ હું કહી દઈશ."અદાએ લાંબો શ્વાસ લઇને કહ્યું.

લવ,કુશ અને કિનારા આ બધી વાતો સાંભળીને ખૂબજ આઘાત પામ્યાં.તેમણે ડોક્ટરને અદાની સુધરેલી સ્થિતિ વિશે જણાવ્યું અને તેને એ.ટી.એસ ઓફિસ શિફ્ટ કરવાની પરવાનગી માંગી.જેથી એ.ટી.એસ ઓફિસર તેની પાસેથી માહિતી કઢાવી શકે.

અહીં રોમિયો પોતાના ખતરનાક પ્લાનને અંજામ આપવાના પ્લાન ઘડી રહ્યો હતો.બરાબર તે સમયે તેના માણસે આવીને કઇંક કહ્યું અને તે આશ્ચર્ય પામ્યો.

રોમિયોનો ખતરનાક પ્લાન શું હશે?
શું કિનારા પોતાનો શિકાર થતાં બચાવી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Neepa

Neepa 4 month ago

Vijay

Vijay 5 month ago