Wanted Love 2 - 126 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--126

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--126

(અંશુમાને પૂરાવા રજૂ કરતા જજસાહેબે કાયનાને નિર્દોષ સાબિત કરી.અંશુમાન પર અલગ કેસ ચલાવવા કહ્યું અને તેને ઓછી સજા મળે તેવી જોગવાઇ કરવામાં આવી.કુશે જાનકીવિલાના સભ્યો અને રનબીર-કાયનાને કિનારા અને લવના જીવતા હોવાની વાત વીડિયો કોલ પર જણાવી.મા દિકરીનો ભાવુક સંવાદ થયો.અદ્વિકાએ રોમિયોને ફોન કરીને આગળ પ્લાન અમલ મુકવા કહ્યું.રોમિયોએ કુશને ફોન કર્યો.)

રોમિયોનો અવાજ કુશ તરત જ ઓળખી ગયો.તેણે કિનારા અને લવને ઇશારો કરીને બોલાવ્યાં.
"રોમિયો!"કુશ માત્ર એટલું જ બોલી શક્યો.

"મારી કિનારાને ફોન આપ."રોમિયોએ ચિસ પાડીને કહ્યું.કિનારાએ ફોન લઇને સ્પિકર પર મુકીને વાત કરી.
"બોલ રોમિયો,ખરેખર આજે મને વિશ્વાસ થઇ ગયો કે તારા જેવો આતંકવાદી કોઇનો પણ ના થઇ શકે.તે તારી સગી દિકરીની સાથે આવો વ્યવહાર કર્યો મને વિશ્વાસ નથી આવતો.કિઆન ક્યાં છે?"કિનારાએ પૂછ્યું.

"કિનારા,મારી જાન તારી નારાજગી પણ મીઠી લાગે છે.મારી મીઠડી.બસ તેના જ માટે ફોન કર્યો હતો.તે દગાબાજ અદ્વિકા મારી દિકરી ખાલી નામ માટે છે.તે છુપાઇને ભાગવાનો પ્રયાસ કરતી હતી.તો મારા માણસોએ બહુ મારી પકડવા માટે આકાશપાતાળ એક કર્યા પણ તે ખૂબજ ચાલાક છે તેની મા જેવી ભાગી ગઇ.રોમિયો ગદ્દારોને છોડતો નથી.

મારી વાત સાંભળ તારો દિકરો મારી કેદમાં છે અને હવે મને અદ્વિકા જોઇએ છે.તેને મારે મારા હાથે સજા આપવાની છે.આ વખતે મને અદ્વિકાની સાથે બીજું પણ કઇંક જોઇએ છે અને તે છે તું."રોમિયોએ અદ્વિકાના કહ્યા પ્રમાણે બોલી લીધું.

તેની આ વાત સાંભળીને કુશ,કિનારા અને લવને બિલકુલ આઘાત ના લાગ્યો.દર વખતની જેમ કુશને ગુસ્સો પણ ના આવ્યો.

"રોમિયો,તારી વાત પર હવે અમને ગુસ્સો પણ નથી આવતો.તું દર વખતે આ જ બધી વાતો કરે છે પણ કશુંજ કરી નથી શકતો.હવે તો મને લાગે છે કે તું ખરેખર બુઢ્ઢો થઇ ગયો છે.રહી વાત કિઆનની તો તેની મને ચિંતા નથી.તે પોલીસ ઓફિસરનો દિકરો છે.તે પોતાની જાતને બચાવી લેશે.તું જલ્દી અમારી પકડમાં હોઈશ."કુશે હસીને કહ્યું.

"એક વીડિયો મોકલ્યો છે.જેમા તને સાફ દેખાશે કે તારો લાડલો સોનાના પિંજરામાં કેદ છે અને તેની રખેવાળી કરવા ચાર ચાર ખુંખાર આતંકવાદી છે.કુશ,તને બે દિવસનો સમય અાપું છું.મને અદ્વિકા અને કિનારા બંને જોઇએ છે.હવે હું ફરીથી ફોન નહીં કરું પણ બે દિવસ પછી એક મેસેજ આવશે જેમા એક એડ્રેસ લખેલું હશે.ત્યાં કિનારા અને અદ્વિકાને કોઇપણ ચાલાકી વગર મોકલી દેજે નહીંતર તારો દિકરો સ્વર્ગવાસી થઇ જશે." આટલું કહીને રોમિયોએ ફોન મુકી દીધો.

કુશ,કિનારા અને લવે એકબીજાની સામે જોયું.રોમિયોનો ફોન ટ્રેસ થઇ શકે તે પહેલા જ તેણે ફોન મુકી દીધો.કિનારા થોડીક ચિંતામ‍ાં હતી.

"કિનારા ક્યાંય નહીં જાય,કુશ.રોમિયો માત્ર ધમકી આપે છે.તે કિઆનને કશુંજ નહીં કરી શકે.જો કિનારાને તેની પાસે મોકલી તો તે રોમિયો તેની સાથે કઇપણ કરી શકે છે."લવે કહ્યું.બરાબર તે જ સમયે વ્હિલચેર પર અદ્વિકા નર્સ સાથે આવી.

"ડેડીજી,મે તમારી બધી જ વાત સાંભળી.હકીકતમાં નર્સ મને એક્સ રે માટે લઇ જતા હતાં પણ રોમિયોનો અવાજ સાંભળીને હું અટકી ગઇ.હું કિઆનનો જીવ જોખમમાં નહીં મુકી શકું.ભલે,મારી સાથે કઇપણ થાય.કિનારામોમને ત્યાં ના મોકલવા હોય તો કોઇ વાંધો નહીં પણ હું જરૂર જઇશ."અદ્વિકાએ લાગણીશીલ અવાજે કહ્યું.અદ્વિકાની કિઆન માટેની લાગણી જોઇને કિનારા પણ પિગળી ગઇ.

"કુશ-લવ,મારી ચિંતા ના કરશો.મને કશુંજ નહીં થાય.હું એક પોલીસ ઓફિસર છું.કેટકેટલાય અપરાધીઓને ધૂળ ચટાડી છે.હું રોમિયો પાસે જરૂર જઈશ."કિનારાએ નિર્ણય લેતા કહ્યું.

**********

અંશુમાને જણાવેલા એડ્રેસ પર એ.ટી.એસ અંડરકવર ઓફિસર હર્ષાબેન અને તેમની સાથે બીજા ઓફિસર્સ પહોંચી ગયા હતાં.ડોકયાર્ડમાં પ્રિન્સેસ નામના જહાજમાં રોમિયોના ડ્રગ્સનો જથ્થો છુપાયા હોવાની માહિતી અંશુમાને આપેલી હતી.તેમના આશ્ચર્યનો કોઇ પાર ના રહ્યો જ્યારે ત્યાં તેમને પ્રિન્સેસ નામનું કોઇ જુનું જહાજ જોવા ના મળ્યું.

તેમણે ખૂબજ શોધખોળ કરી અહીં લગભગ બધા નવા જ જહાજ હતાં.હર્ષાબેન અને તેમની ટીમના સભ્યો દરેક જહાજ તપાસી રહ્યા હતાં પણ તેમને કોઇ જાણકારીના મળી.અચાનક એક નવા લાગતા જહાજ પાસે તેમના પગ અટકી ગયાં.તેમનું નાક પેઇન્ટની તિવ્ર વાસથી સચેત થયું.તેમણે નખવળે તે કલર ઉખેડ્યો અને તે કલર તેમના નખમાં ફસાઇ ગયો.તેમના ચહેરા પર હાસ્ય હતું.તેમણે તેમના સાથીઓને ઇશારો કર્યો.પોતાની બંદૂક તૈયાર રાખીને તે લોકો ધીમેથી તે જહાજ પર ગયાં.તે જહાજમાં કોઇ જ નહતું.

ત્યાં એક દરવાજો હતો જે ખોલીને તે લોકો જહાજની અંદર ઉતર્યા.તે જહાજ ખુબ મોટું નહતું.તેની અંદર બેસવાની વ્યવસ્થા હતી અને એક કેબિન જેવું હતું.તેમા બે માણસો બેસીને દારૂ પી રહ્યા હતાં.અચાનક આટલા બધાં લોકોને બંદૂક સાથે જોઇને તે બંનેની ચઢેલી દારૂ ઊતરી ગઇ.

હર્ષાબેનનું ધ્યાન ગયું તો પાછળ બહુ બધાં બોક્ષ પડ્યાં હતાં.તેમના ચહેરા પર હાસ્ય આવી ગયું.તેમણે તે બોક્ષ ખોલ્યું પણ તેમાંથી દારૂની બોટલો નીકળી.તેમણે અને તેમના માણસોએ લગભગ બધાં જ બોક્ષ તપાસ્યા પણ તેમા દારૂની બોટલો જ હતી.

પેલા બે માણસોના ચહેરા પર લુચ્ચું હાસ્ય હતું.

"અરે મેડમ,વિદેશથી ખાસ દારૂ મંગાવેલો હતોને તે છે.આ રહ્યા કાગળીયાં."તે માણસોએ હર્ષાબેનને કાગળીયા આપ્યાં.તેમણે આ વાત કુશ અને રાહુલને ફોન કરીને કહી.તે ત્યાંથી નીકળી જ રહ્યા હતાં કે જમીન પર પડેલા એક બોક્ષ પર ગઈ.તે બોક્ષ તરફ ગયાં.તે બોક્ષ તે કેબિનમાં ખૂણામાં પડ્યું હતું.તે બોક્ષની બાજુમાં કઇંક સફેદ પાઉડર ઢોળાયેલો હતો.તેમણે નીચે બેસીને તે આંગળીમાં લઇને સુઘ્યું.તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.તે ડ્રગ્સ હતું.તેમણે બધાં બોક્ષ ખસેડીને જોયું તો તે સિવાય પણ કઇંક ઢોળાયેલું લાગ્યું.તે આર.ડી.એક્સ હતું.

તેમણે તે બંને સેમ્પલ લીધા અને તેના આધારે તે માણસોને એરેસ્ટ કર્ય‍ાં.ભલે તેમને રોમિયોનો ડ્રગ્સનો જથ્થો ના મળ્યો પણ તેમને માણસ મળ્યો હતો.જે તેમને તે જથ્થા અને માણસ સુધી પહોંચાડી શકે એમ હતાં.

************

અહીં સિધ્ધુ તેના માણસો સાથે બેસેલો હતો અને ડ્રગ્સની પાર્ટી કરી રહ્યો હતો.તેણે ડ્રગ્સ પોતાના શ્વાસમાં લેતા જ 'વાહ વાહ'ના ઉદગારો કાઢ્યાં.

"વાહ,આ એ જ માલ છેને?"સિધ્ધુએ પૂછ્યું.

"હા ભાઈ,કમાલ ધમાલ બેમિસાલ છે.આ માલ માર્કેટમાં આવતા જ ધુમ મચી જશે."સિધ્ધુના ખાસ માણસે કહ્યું.

"હા, ધુમધડાકા અને પડાપડી થશે.રોમિયોભાઇનો પણ જવાબ નથી પણ માલ મે કહ્યું હતું તેમ શિફ્ટ કરી નાખ્યોને?"સિધ્ધુએ પૂછ્યું.

"હા,માલ શિફ્ટ થઇ ગયો છે અને તે જહાજના રંગરૂપ પણ બદલી નાખ્યા છે.પોલીસ ત્યાં જશે તો પણ તેમને કશુંજ નહીં મળે."માણસે કહ્યું.

"મને જેવું ખબર પડી કે અંશુમાનની યાદશક્તિ પાછી આવી ગઇ છે.તેવું જ મે તે માલ ત્યાંથી શિફ્ટ કરાવી દીધો.પોલીસ મને સમજે છે કે તે વધારે સ્માર્ટ છે પણ અમે તેમના બાપ છીએ.હવે તે અંશુમાનની માહિતી ખોટી પડતા તેને વધારે સજા મળશે."સિધ્ધુ બોલ્યો.

સિધ્ધુ પોતાની જાત પર અભિમાન કરીને ડ્રગ્સનું સેવન કરી રહ્યો હતો.બરાબર તે જ સમયે તેને રોમિયોનો ફોન આવ્યો.

"સિધ્ધુ,માલ ઠેકાણે પાડ્યો?"રોમિયોએ પૂછ્યું.

"હા ભાઇ,માલ ઠેકાણે પાડી દીધો અને તેમાંથી મે સેમ્પલ ટેસ્ટ પણ કર્યો.ભાઈ,શું માલ છે?ધમાલ મચી જશે."

"માલ સુરક્ષિત જગ્યાએ તો છેને?"

"હા ભાઇ,માલ એવી જગ્યાએ છેને કે પોલીસની પૂરી ટિમ પાગલ થઇ જશે તો પણ શોધી નહીં શકે."

"સિધ્ધુ,મને તેમાંથી આર.ડી.એક્સની ડિલિવરી કાલે આપવાની છે.બધું ખૂબજ ખાનગી રીતે થવું જોઇએ.પોલીસના માણસો તારી પાછળ હશે.ભુલથી પણ તેમને ખબર ના પડવી જોઇએ."રોમિયોએ ગંભીરતાપૂર્વક કહ્યું.

"પોલીસના માણસોને તો મે સરળતાથી ઉલ્લુ બનાવી દીધા છે.તમે ચિંતા ના કરો.મુંબઇમાં ડ્રગ્સનો બેતાજ બાદશાહ એક જ છે અને તે તમે છો."સિધ્ધુએ બેફિકરાઇથી કહ્યું પણ તે અજાણ હતો કે કુશ અને રાહુલ તેનાથી બે ડગલા આગળ ચાલી રહ્યા હતાં.આ બધી માહિતી સરળતાથી કોઇને શંકા ના જાય તે રીતે પોલીસ સુધી પહોંચી જવાની હતી.

********

અહીં બીજા દિવસે અદ્વિકાને ઘણું સારું હતું.કિનારા તેની પાસે આવી અને તેને વ્હિલચેરમા બેસાડીને ક્યાંક લઇ જઇ રહી હતી.

"મોમ,મને ક્યાં લઇ જાઓ છો?"અદ્વિકાએ પૂછ્યું.

"અદાને મળવા."કિનારાએ ટૂંકમાં જવાબ આપ્યો.

"પણ હું તે સ્ત્રીને મળવા નથી માંગતી.તે સ્ત્રીને હું મારી મા તરીકે માનતી જ નથી.મારી મોમ તમે અને શિનામા જ છો."અદ્વિકાએ નારાજગી સાથે કહ્યું.

"અદ્વિકા,તું એમ વિચારી લે કે તું અદાને મળીને પોલીસની મદદ જ કરી રહી છે.અદ્વિકા,અદા બિમાર છે.તેને સારામાં સારી ટ્રિટમેન્ટ આપવામાં આવે છે પણ ડોક્ટરનું કહેવું છે કે તેને એક ઝટકાની જરૂર છે.કદાચ તને આ હાલમાં જોઇને તે ઠીક થઇ જાય."કિનારાએ કહ્યું.

"તેને ઠીક કરીને તમને શું કામ છે?ભલે બિમારીમાં સબડતી."અદ્વિકા ગુસ્સામાં બોલી.

"તેનું ઠીક થવું ખૂબજ જરૂરી છે.તે ઠીક થશે તો જ અમે રોમિયોમા જીવતા હોવાનું રહસ્ય જાણી શકીશું.જેને મે વર્ષો પહેલા ગોળી મારી હતી તે કોણ હતું?"રોમિયો બચી કેવીરીતે શકે?આ સવાલના જવાબ અને તે પૂરી ઘટના અદા જ જણાવી શકશે."કિનારાની વાત સાંભળીને અદ્વિકાને આઘાત લાગ્યો.

શું અદા પાસેથી કિનારા રોમિયોના જીવતા હોવાનું રહસ્ય જાણી શકશે?
અદા ઠીક થશે?સિધ્ધુએ માલ ક્યાં છુપાવ્યો હશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Kalpana

Kalpana 4 month ago

Neepa

Neepa 4 month ago

Ronak Patel

Ronak Patel 5 month ago