Wanted Love 2 - 125 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--125

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--125


( અદ્વિકાની હાલત ખૂબજ ખરાબ હતી.કુશ,કિનારા અને લવ તેને જોઇને આઘાત પામ્યાં.અદ્વિકાએ રોમિયોનો વિશ્વાસ જીતવા માટે મોટી ચાલ ચાલી.તેણે પોતાની જાત પર હુમલો કરાવ્યો હતો.અદાલતમાં અંશુમને પુરાવા રજુ કર્યા.વીસ વિરોધપક્ષે કાયનાનું જેલમાંથી ભાગી જવાને મુદ્દો બનાવ્યો.રાહુલે જજ સાહેબને બધી હકીકત જણાવી.જજસાહેબ ફેંસલો સંભળાવવાના હતા.)

બધાની નજર જજ સાહેબ પર હતી.જાનકી વિલામાંથી જાનકીદેવી, શ્રીરામ શેખાવત,લવ શેખાવત,શિના, શિવાની અને કિયા આવ્યાં હતાં.જ્યારે બીજી તરફ એલ્વિસ અને કિઆરા પણ આવ્યાં હતાં.રાહુલને આશા હતી કે જજસાહેબ કાયનાના પક્ષમાં ફેંસલો સંભળાવશે.

અંતે જજ સાહેબ ફેસલો સંભળાવી રહ્યા હતાં.તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા," બચાવ પક્ષની દલીલ, સાક્ષીની જુબાની અને પુરાવા જોઈને અદાલતે નિર્ણય લીધો છે કે કાયના કુશ શેખાવત નિર્દોષ છે.તેને અંશુમાને રોમિયોની મદદથી ખોટા કેસમાં ફસાવી છે.અંશુમાને જે પુરાવા રજુ કર્યા છે અદાલતે એ.ટી.એસને આદેશ આપે છે કે તેનો ફોરેન્સિક રિપોર્ટ જલ્દી જ અદાલતમાં રજુ કરવામાં આવે.


કાયના નિર્દોષ છે આ વાત સાબિત થતાં અદાલત તેને તમામ આરોપમાંથી મુક્ત કરે છે.પોલીસને આદેશ આપવામાં આવે છે કે અંશુમાન ઉપર અલગથી કેસ ચલાવવામાં આવે જેમ કે તેણે સરકારી સાક્ષી બનીને પોલીસની મદદ કરી છે તેના માટે તેને ઓછામાં ઓછી સજા આપવાની જોગવાઈ કરવામાં આવે છે.

કાયનાએ જેલમાંથી ભાગીને એક ગુનો તો કર્યો છે પણ તે ગુનો એટલો મોટો નથી કે તેના માટે તેને જેલ મોકલવામાં આવે. જેલમાંથી ભાગવાના ગુના માટે તેને એક લાખ રૂપિયાનો દંડ ચુકવવો પડશે.ધ કોર્ટ ઇઝ એડજોર્ન."જજસાહેબે ફેંસલો સંભળાવીને ઉભા થયા.જાનકી વિલાના સદસ્યોમાં ખુશીની લહેર છવાઈ ગઈ.

અંશુમાનને પોલીસ લઈ જતી હતી.હિયા તેની પાસે આવી.હિયા તેને ગળે લાગી ગઇ.અહીં આલોક અને મિહિરે પણ ત્યાં આવીને એલ્વિસ અને શ્રીરામ શેખાવતની માફી માંગી.એલ્વિસે મોટું મન રાખીને તે બંનેને માફ કર્ય‍ાં.
અંશુમાન પણ શ્રીરામ શેખાવત પાસે ગયો.

"દાદાજી,મને માફ કરી દો.મારા કારણે,મારી બદલાની ભાવનાને કારણે તમને બહુ તકલીફ થઇ.દાદાજી,મારી એક ઇચ્છા છે કે એકવાર બધું સરખું થઇ જાય પછી કાયનાની હાજરીમાં હું હિયા સાથે લગ્ન કરવા માંગુ છું."અંશુમાને કહ્યું.

"અંશુમાન,તું ચિંતા ના કર.જલ્દી જ કાયના ઘરે આવશે અને તને પેરોલ પર મુક્ત કરાવીને હું તમારા બંનેના લગ્ન કરાવીશ."શ્રીરામ શેખાવતે કહ્યું.

રાહુલ પણ ખુબ જ ખુશ હતો.તેણે આ સમાચાર ફોન કરીને કુશને આપ્યાં.
અહીં હોસ્પીટલમાં કુશ, કિનારા અને લવ ખૂબજ ચિંતામાં હતા પણ અચાનક રાહુલનો ફોન આવતા અને તેણે જે સમાચાર આપ્યા તે સાંભળતાં તે લોકો ખુબજ ખુશ થઇ ગયા.તે ત્રણેય એકબીજાને ગળે લાગી ગયા.
" કિનારા-લવ,હવે બધું ધીમેધીમે ઠીક થઈ રહ્યું છે.જલ્દી જ અાપણે ફરીથી મળીશું.કિનારા,એકવાત તો તને કહેવાનું ભુલી ગયો.મારે કાયના સાથે વાત થઇ.તે તારા અને લવના જીવતા હોવા વિશે જાણે છે.તે તારી સાથે વાત કરવા માંગતી હતી.કેવું રહેશે જો તેના આરોપમુક્ત થવાના સમાચાર તું તેમને તારી જાતે વીડિયો કોલ કરીને આપે?"કુશે કાયના અને રનબીર સાથે થયેલી વાત જણાવતા કહ્યું.

કિનારા કાયના વિશે સાંભળતા ખૂબજ ભાવુક થઇ ગઇ.લવે પણ તેના ખભે હાથ મુકીને માથું હકારમાં હલાવ્યું.

કિનારા કુશનામોબાઈલમાંથી કાયનાને ફોન લગાવવા જતી હતી કે લવે તેને રોકી.

"કુશ-કિનારા,અાપણું મિશન હવે તેના અંત તરફ છે તો આજે જાનકી વિલામાં પણ આ સમાચાર આપણે બધાને આપવા જોઈએ.આમપણ રોમિયો સુધી આ વાત આજે નહીં તો કાલે પહોંચવાની જ છે.તો આજે જાનકીવિલામાં માસાહેબ અને પિતાજી,શિવાની અને કિયાને પણ ડબલ સેલિબ્રેશન કરવાનો મોકો આપીએ."લવે કહ્યું.

"વાઉ,ગ્રેટ આઇડિયા."કુશે કહ્યું.

કુશે તેના મોબાઇલમાંથી,શ્રીરામ શેખાવત,એલ્વિસ અને કાયનાને ગ્રુપ વીડિયો કોલમાં લીધાં.

કુશે શ્રીરામ શેખાવતને બધા સદસ્યોને એકસાથે વીડિયો કોલમાં આવવા કહ્યું.શિવાની,જાનકીદેવી,કિયા,વિશાલભાઇ,લવ અને શિના બધાં એકસાથે આવી ગયાં.અહીં કિઆરા અને એલ્વિસ એકસાથે હતાં.કાયના,રનબીર અને રોકી પણ એકસાથે હતાં.

"હવે બધાં થોડીક વાર માત્ર મારી વાત સાંભળશે.કોઇ કઇ જ બોલશે નહીં.
પહેલી વાત કાયના અને રનબીરના લગ્ન થઇ ગયા છે.આ વાત માસાહેબ,પિતાજી અને વિશાલપપ્પા જાણે છે.
બીજી વાત કાયના,અંશુમાન પકડાઇ ગયો છે અને તેને બધું જ યાદ આવી ગયું.તેને તેના કર્યા પર અફસોસ હતો.તેણે તેના ગુના અદાલતમાં સ્વિકારી લીધા અને પુરાવા પણ રજુ કર્યા.
ગેસ વોટ,તું હવે તમામ આરોપોમાંથી મુક્ત છે.મારી દિકરી હવે ભાગેડું એટલે કે વોન્ટેડ અપરાધી નથી.

અને ત્રીજી તથા મુખ્ય વાત કોઇ છે જે તમને મળવા માંગે છે." આટલું કહીને કુશે ફોન કિનારા અને લવ મલ્હોત્રા તરફ કર્યો.

તમામ લોકોની આંખોમાં સુખદ આશ્ચર્ય કે આંચકો સાફ દેખાતો હતો.વીડિયો કોલમાં હાજર તમામ લોકોની આંખમાં ખુશી હતી.

"હે મહાદેવ,તમારી કૃપા અપરંપાર છે.કહું છું રામ,આ સપનું તો નથીને?જો સપનું હોય તો મને સપનામાં જ રહેવા દો."જાનકીદેવી તેમના વહાલસોયા દિકરા અને લાડકી પુત્રવધુને જોઇને બોલ્યા.

જવાબમાં શ્રીરામ શેખાવતે તેમના ગાલ પર નાનકડી પપ્પી કરી.જાનકીદેવી છોભીલા પડ્યાં.

"હાય હાય,આ શું કરો છો?આપણા બાળકો જોવે છે.શરમ નથી આવતી?"જાનકીદેવી નકલી ગુસ્સા સાથે બોલ્યા.

"જાનકીદેવી,તમને ચિમટો ભરીને વિશ્વાસ દેવડાવતા મારો જીવ ના ચાલ્યો.આજે તો આપણા ઘર પર લાગેલું ગ્રહણ દૂર થયું છે.જેમ રાત પછી સવાર હોય છે તેમ આપણા જીવનમાં ખુશીઓનો સૂરજ ઉગ્યો છે." શ્રીરામ શેખાવતે કહ્યું.

કાયના અને રનબીર એકબીજાને ખુશીથી ગળે લાગી ગયા હતાં.આજે કાયનાએ મુક્ત હવામાં હકથી ડર્યા વગર શ્વાસ લીધો.અહીં એલ્વિસ અને કિઆરા પણ એકબીજાને ગળે લાગ્યા હતાં.
"જોવો જાનકીદેવી,તમને ગાલે પપ્પી કરીને તેમા શરમ આવી.આ એલ્વિસ-કિઆરા અને રનબીર-કાયનાને જુવો તેમને કઇ ફરક નથી પડતો.જમાના સાથે બદલાઓ જાનકીદેવી."
શ્રીરામ શેખાવતની આ વાત સાંભળી બંને કપલ શરમાઇને અલગ થયાં.

બધાએ કાયના અને રનબીરને અભિનંદન આપ્યાં.અહીં કિનારા કાયનાને જ જોઇ રહી હતી.પોતાની નાનકડી પરી કે જેની સાથે વિતાવવા માટે કિસ્મતે બહુ ઓછો સમય આપ્યો હતો.
કુશનું ધ્યાન તે તરફ ગયું.તેણ કિઆન અને અદ્વિકા વિશે કહેવાનું ટાળ્યુ.
" કુશ,અદ્વિકા અને કિઆન ક્યાં છે?આ રાહુલ એવું કહેતો હતો કે તે તારા કોઇ કામથી ગયો છે."શ્રીરામ શેખાવતે પૂછ્યું.

આ વાત સાંભળી કુશ થોડોક ગભરાઇ ગયો પણ તેણે વાત સંભાળી લીધી.
"હા,ચિંતા ના કરો.મે જ તેમને કામથી મોકલ્યા છે.ચલો હવે કિનારા અને કાયનાને વાત કરવા દઇએ."કુશે કહ્યું.હવે ફોન ઉપત કાયના અને કિનારા જ હતાં.રનબીરે પણ કાયનાને તેની વહાલી મોમ સાથે વાત કરવા એકાંત આપ્યું હતું.કિનારા નીચે હોસ્પિટલના ગાર્ડનમાં જઇને બેસી.

"મોમ..મોમ.."કાયના કિનારાનર જોતા જ રડવા લાગી.કિનારા પણ પોતાના આંખના ખુણા ભીના થતાં રોકી ના શકી.

"મોમ,આપણા બંનેની કિસ્મતમાં આવું કેમ લખ્યું છે પહેલા મારા જીવનના અમુલ્ય ૩ વર્ષ હું તારાથી દૂર રહી.પછી પાસે રહીને પણ એક ગેરસમજના કારણે દૂર રહી.જ્યારે બધું ઠીક થયું ત્યારે આપણે એકબીજાથી સાવ દૂર થઇ ગયાં.મોમ,મને તારી પાસે આવવું છે,જોરથી તને ગળે લગાવવી છે.તારા વહાલભરી ચુમીઓથી ભીંજાવુ છે.મોમ,તને વળગીને નાની કાયના બનીને સુઇ જવું છે.મોમ,આઇ મિસ્ડ યુ સો મચ."કાયના હિબકા ભરતા ભરતા બોલી રહી હતી.

"કાયના,તું મારા શરીરનો એક અમુલ્ય ભાગ છે.તું મારી આત્માનો હિસ્સો છે.મારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.તારાથી દૂર રહેવા માટે,મારા જીવતા હોવાની વાત તારાથી છુપાવવા માટે અને તારા જીવનના મુશ્કેલ સમયમાં તારી સાથે ના હોવા માટે મને માફ કરી દે.કદાચ હું એક સારી પોલીસ ઓફિસર છું પણ એક સારી મા નથી.હું ખૂબજ ખરાબ મા છું."કિનારાએ બે હાથ જોડીને કહ્યું.

"ના મોમ,તમે સારા નહીં બેસ્ટ મોમ છો.ચલો,હવે આ બધી વાત છોડો.મોમ,યાદ છે તમને હું નાની હતી ત્યારે એવું કહેતી કે મારી મોમ મારી પ્રેરણા છે અને મારે પણ તેના જેમ પોલીસ ઓફિસર બનવું છે.તો મોમ આજે હું તમને એક વિનંતી કરવા માંગુ છું કે જે રોમિયોએ આપણા બધાંના જીવનને બરબાદ કર્યું તેને પકડવા હું તમારા લોકોની મદદ કરવા માંગુ છું.મોમ,હું ત્યાં આવવા માંગુ છું."કાયનાએ કહ્યું.

"ચોક્કસ,હું ચિરાગને કહીશ કે તમને અહીં લઇ આવે.બાય ધ વે લગ્ન પછી કોઇના ચહેરા પર અલગ જ લાલી છવાયેલી છે.રનબીરના પ્રેમનો રંગ તારા ચહેરા પર ખિલ્યો છે."કિનારાએ કાયનાના ચહેરાની બદલાયેલી રંગત જોઇને કહ્યું.

"મોમ,રંગત તો તમારા ચહેરા પર પણ છે.એક વાત તો કહેવી પડે તમારા અને ડેડના પ્રેમના તો લોકો ઉદાહરણ આપે છે."કાયનાએ કિનારાને ચિઢવતા કહ્યું.

મા દિકરી વચ્ચે આવી જ ખટમીઠી વાતો ચાલી.કિનારાએ જલ્દી જ કાયનાને મળવાનું વચન આપ્યું.

અદ્વિકાએ ધીમેથી આંખો ખોલી અને આસપાસ જોયું.કોઇ ના દેખાતા તેણે રોમિયોને ફોન લગાવ્યો અને ધીમેથી બોલી,"પપ્પા,હવે તમારો વારો."
આટલું કહીને તેણે ફોન મુકી દીધો.

કિનારા અને કાયનાની વાત પતી જતા તે કુશ પાસે આવી.તે આજે ખૂબજ ખુશ હતી.અચાનક તેને એક પ્રાઇવેટ નંબર પરથી ફોન આવ્યો.કુશને આશ્ચર્ય થયું.તેણે ફોન ઉઠાવ્યો.

"હેલો."

"એય કુશ,મારી કિનારાને ફોન આપ.પહેલા તેનો મીઠો અવાજ સાંભળીશ અને પછી મુદ્દાની વાત કરીશ."સામેથી આવી રહેલા અવાજને કુશ ઓળખી ગયો.તે રોમિયો હતો.

રોમિયો વર્સિસ કુશ,કિનારા અને લવની આખરી જંગ કેવી રહેશે?
અદ્વિકાનો પ્લાન શું છે અને તે શું કરવા માંગે છે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Neepa

Neepa 4 month ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 5 month ago