Wanted Love 2 - 123 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--123

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--123


(રનબીરે કાયનાને સરપ્રાઇઝ આપી અને બે પ્રેમિઓનું મિલન થયું.રનબીર અને કાયના એ.ટી.એસ ઓફિસર ચિરાગને મળ્યાં પેનડ્રાઇવનો ડેટા સોંપ્યો.કાયનાએ કિનારા સાથે વાત કરવાની વિનંતી કરી.અંશુમાને સત્ય સ્વીકાર્યું કે કાયના સાથે બદલો લેવા તે રોમિયો સાથે મળી ગયો પણ હવે તેને અફસોસ છે અને તે કાયનાને નિર્દોષ સાબિત કરવા ગવાહી આપવા તૈયાર છે.અહીં રાહુલ અને બીજી તરફ કિનારાને કોઇ ફોન આવ્યો જે પછી તે આઘાત પામ્યા.)

રાહુલને સિધ્ધુની પાછળ ગયેલા માણસનો ફોન આવ્યો.
"સર,આ સિધ્ધુ તો પોતાના અડ્ડે જ જઇ રહ્યો છે.મને એવું લાગે છે કે તે સમજી ગયો છે આપણે તેની પાછળ છીએ.તે આ બધું મને ગોળ ગોળ ફેરવવા કરે છે.પહેલા તે અહીંથી ભાગીને તેના કોઇ માણસને મળવા ગયો પછી ત્યાંથી તેના ઘરે પાછળના રસ્તેથી ગયો.સર,અહીં અડધો કલાક સમય પસાર કર્યા પછી તે તેના અડ્ડે ગયો."

"તે સિધ્ધુને રોમિયોએ એમનેમ તેનો ખાસ માણસ નથી બનાવ્યો.તે ખૂબજ ચાલાક છે.તે જાણી ગયો છે કે આપણે તેને જાણીજોઈને ભાગવા દીધો છે.તું એક કામ કર કોઇ એવા માણસને તેની પાછળ લગાવ કે જેને જોઇને સિધ્ધુને શંકા ના જાય.એક કામ કર તું તેને એવું લાગવા દે કે તું તેનો પીછો કરતા કરતા ખૂબજ પાછળ રહી ગયો છે અને તે જ સમય દરમ્યાન તારા કોઇ ગુંડા જેવા લાગતા માણસને તેની પાછળ લગાવ." રાહુલે કહ્યું.

રાહુલે આ બધી જ વાત કુશને જણાવી.કુશે સિધ્ધુ પર નજર રાખવા કહ્યું કારણે કે સિધ્ધુ જ તેમને રોમિયોના ડ્રગ્સના જથ્થા સુધી પહોંચાડી શકે એમ હતો.

"કુશ સર,અમે અંશુમાનને અદાલત લઇ જઇને તેની જુબાની નોંધાવી દઇએ.જેથી અમે કાયનાને નિર્દોષ સાબિત કરાવી શકીએ."રાહુલની વાત સાંભળીને કુશની આંખમાં ચમક આવી ગઇ.

"હા,જલ્દી જ કાયનાને નિર્દોષ સાબિત કરવાની વિધી પતાવ.હું મારી લાડલીના માથે લાગેલા તમામ આરોપ ખોટા સાબિત થતાં જોવા માંગુ છું.આ રોમિયોના મોઢે તેની હારની પહેલી લપડાક હશે.મારા પરિવારના નામ પર લાગેલો ધબ્બો મારે દૂર થતા જોવો છે."કુશે કહ્યું.

કુશનો ફોન મુક્યા બાદ રાહુલે ડોક્ટરને બોલાવ્યાં.ડોક્ટરે અંશુમાનની સ્થિતિ તપાસીને તેને અદાલત લઇ જવાની પરવાનગી આપી.

"અંશુમાન,તે ખરેખર ખૂબજ સારો નિર્ણય લીધો છે.તું સરકારી સાક્ષી બનીને અદાલતમાં સાચી વાત જણાવી દઇશ તો અમે પૂરા પ્રયાસ કરીશું કે તને ઓછી સજા મળે.અંશુમાન,તું કોઇને મળવા માંગે છે?તારા માતાપિતા કે કોઇ બીજું?"રાહુલે પૂછ્યું.

"ના સર,હું મારા માતાપિતાને હાલમાં મળીને તેમને મુશ્કેલીમાં મુકવા નથી માંગતો.મને વિશ્વાસ છે કે રોમિયોના માણસો મારા ઘરની બહાર નજર રાખીને બેસેલા હશે પણ હા,તેમને મારી પ્રેમિકા હિયા વિશે ખબર નહીં હોય.તો શું તમે હિયાને બોલાવી શકશો?હિયાને મળીને મને ખૂબજ સારું લાગશે."અંશુમાને કહ્યું.

રાહુલે અંશુમાન પાસેથી હિયાનું એડ્રેસ લઇને તેના એક હવાલદારને સાદા કપડાંમાં હિયાને લેવા મોકલ્યો.રાહુલે હિયાને સીધી અદાલત લઇ આવવાનાં ઓર્ડર આપ્યાં.અહીં રાહુલે પોલીસ ફોર્સ બોલાવી લીધી હતી.તેણે કમિશનર સાહેબ સાથે વાત કરી.કમિશનર સાહેબે ખાસ પરવાનગી લઇને કાયનાનો કેસ અદાલતમાં લેવડાવ્યો.

અંશુમાન નીકળવા માટે તૈયાર હતો.રાહુલે અંશુમાન જેવા લાગતા એક હવાલદારને તેના કપડાં પહેરાવીને તે પોલીસ ફોર્સ સાથે મોકલ્યો જ્યારે અંશુમાનને નકલી દાઢી અને મૂછ લગાવડાવીને પોલીસની વર્દી પહેરાવીને તેને પોતાની સાથે અદાલત લઇ જવા નીકળ્યો.તે પાછળના રસ્તેથી અદાલત જવા નીકળ્યો.

આવું તેણે કુશના કહેવા પર કર્યું હતું.જેનું કારણ એ જ હતું કે જો રોમિયોના માણસો પોલીસના કાફલા પર હુમલો કરીને અંશુમાનને કિડનેપ કરવાની કોશિશ કરે તો તે નિષ્ફળ જાય.

અંતે સહીસલામત રીતે પોલીસનો કાફલો અદાલત પહોંચ્યો.અહીં સિધ્ધુના કહેવાથી એક શાર્પશૂટરે અંશુમાનને મારવાની કોશિશ કરી પણ તે હવાલદારને બુલેટપ્રુફ જેકેટ પહેરાવ્યું હોવાના કારણે તેને કશુંજ ના થયું.પોલીસની ટીમ જે ચારેય તરફ ફેલાયેલી હતી.તેમણે તે શાર્પશૂટરને પકડી લીધો.

અહીં કુશ અને કમિશનર સાહેબે હર્ષાબેન જે સ્પેશિયલ એ.ટી.એસ ઓફિસર હતા તેમને અંશુમાને જણાવેલા સરનામા પર ડ્રગ્સ,આર.ડી.એક્સ અને હથિયારોનો જથ્થો પકડવા મોકલી દીધાં.તેમની સાથે મોટી માત્રામાં પોલીસફોર્સ હાજર હતી.
અહીં હિયા પણ તે હવાલદાર સાથે અદાલતમાં આવી.તેને અહીં આવવાનું કારણ નહતું જણાવવા આવ્યું.તેને અંશુમાનને જે રૂમમાં રાખવામાં આવ્યો હતો ત્યાં લઇ જવામાં આવી.અંશુમાન હિયાને જોઇને ભાવુક થઇ ગયો પણ દાઢી-મૂછમાં અને પોલીસની વર્દીમાં રહેલાં અંશુમાનને ઓળખી ના શકી.હિયાને પાંચમો મહિનો શરૂ થઇ ગયો હતો.હવે તેનું પેટ થોડું બહાર આવી ગયું હતું.અંશુમાન તેને જોઇને આશ્ચર્ય પામ્યો.તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયાં. હિયા જે હંમેશાં આધુનિક કપડાં પહેરતી હતી.તે હવે સાવ સાદા ગુલાબી પંજાબી ડ્રેસમાં હતી.તેના ચહેરા પર પહેલા જેવી ચમક નહતી.

આજસુધી તે કાયના પાછળ પાગલ થયો હતો પણ તેને સાચો પ્રેમ હિયા છે તે આજે સમજાયું.હિયાને એવું લાગ્યું કે પોલીસને અંશુમાન વિશે કઇ માહિતી મળી હશે.

"સર,અંશુમાન વિશે કઇ ખબર પડી?"તેણે આશાભરી નજરે પૂછ્યું.તેનો જવાબ રાહુલે આપવાની જગ્યાએ અંશુમાને દાઢી અને મૂછ હટાવીને આપ્યો.હિયાને પોતાની આંખ પર વિશ્વાસ ના આવ્યો.તે અંશુમાન પાસે ગઇ અને તેને સ્પર્શ કરીને પોતાની જાતને ખાત્રી અપાવી.તેને વિશ્વાસ આવતા કે આ અંશુમાન છે તે અંશુમાનના આલિંગનમાં આંસુઓ સાથે તુટી ગઇ.

રાહુલે બે પ્રેમિઓને એકાંત આપ્યું.
"અંશુમાન,હવે આ બધું છોડીને આપણે ક્યાંય દૂર જતાં રહીશું.તું,હું અને આપણું..."હિયા આટલું કહીને અટકી ગઇ.

"આપણું બાળક?હું બાપ બનવાનો છું?"અંશુમાને ખુશીથી પૂછ્યું.

"હા,મારા માટે આ ખૂબજ મુશ્કેલ હતું.કુંવારી માને આ સમાજ હજી સ્વીકારતું નથી પણ મે નિશ્ચય લીધો હતો કે હું આપણા પ્રેમની નિશાનીને જન્મ આપીશ અને માથું ઊંચું રાખીને જીવીશ."હિયાએ કહ્યું.

"હિયા,એકવાર હું જેલમાંથી છુટીશને પછી આપણે લગ્ન કરી લઇશું.અત્યારે તારે મારું એક ખૂબજ અગત્યનું કામ કરવાનું છે.તે થોડુંક રિસ્કી છે પણ જરૂરી છે." અંશુમાને ખૂબજ ગંભીરતાથી કહ્યું.હિયાએ તેનું માથું હકારમાં હલાવ્યું.તે ત્યાંથી નીકળી ગઇ.

અંતે કાયનાનો કેસ કમિશનર સાહેબની ખાસ વિનંતીને અને અંશુમાનના જીવના જોખમના આધારે અદાલતમાં લેવામાં આવ્યો.અંશુમાને જે વાત રાહુલને કહી હતી તે તમામ વાત અદાલતમાં જજ સામે કહી.

વિરોધ પક્ષના વકીલે આ બધું કુશનું પ્લાનીંગ જણાવ્યું અને અદાલતમાં અંશુમાને બોલેલી વાતના પૂરાવા રજુ કરવા કહ્યું.
રાહુલ ચિંતામાં આવી ગયો.

********

અહીં કિનારાને પણ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે હાઇવે પર એક ૨૨-૨૩ વર્ષની યુવતી બેભાન અવસ્થામાં મળી છે.જેનો પણ ફોન હતો તેણે જણાવ્યું હતું કે તે યુવતીની હાલત ખૂબજ ખરાબ હતી.તેને ખૂબજ વાગ્યુ હતું.તેણે પોતાના માણસોને ત્યાં મોકલીને તે યુવતીને અહીં લાવવા કહ્યું.

બરાબર તે જ સમયે કુશના મોબાઇલ પર ચિરાગનો વીડિયોકોલ આવ્યો.તેણે ફોન ઉપાડ્યો અને તેને સામે તેના હ્રદયનો હિસ્સો,તેની લાડલી રાજકુમારી કાયના ઊભી હતી.કાયના પોતાના પિતાને સામે છેડે જોઇને અત્યંત ભાવુક થઇ ગઇ.તે રડવા લાગી.રનબીરે તેને ગળે લગાવીને શાંત કરી.ખૂબજ લાંબા સમયથી તે પરિવારના પ્રેમ અને હુંફ માટે તડપી રહી હતી.

"ડેડ,કાયનાને બધી જ ખબર પડી ગઇ છે કે અમને ભગાડવા પાછળ તમારો હાથ હતો.અમને એ પણ ખબર છે કે કિનારા મોમ અને લવચાચુ જીવે છે."રનબીરે કહ્યું.

"સોરી પ્રિન્સેસ,આ બધું કરવું પડ્યું.મે તને રોમિયો સુધી પહોંચવાની સીડી બનાવી.મને માફ કરી દે.કોન્ગ્રેચ્યુલેશન્સ મારી વહાલી દિકરી.મે અને કિનારાએ કેટલા સપના જોયા હતા તારા લગ્ન માટે પણ તારા લગ્નમાં તો અને હાજર પણ ના રહી શક્યાં પણ તને તારો સાચો સાથી મળી ગયો તે વાતની મને ખુશી છે."કુશે ગળગળા થઇને કહ્યું.

"ડેડ,આઇ લવ યુ.તમે મારા માટે જે પણ કરશો તે સારું જ હશે.આ તો હું જ હતી જેમણે તમારું માથું શરમથિુ ઝુકાવી દીધું."કાયનાએ પૂછ્યું.

"તે કશુંજ નથી કર્યું.તને ફસાવવામાં આવી છે.રોમિયોએ તને સિધ્ધુ અને અંશુમાનની મદદ વળે આ ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી હતી પણ મારી પાસે તારા માટે એક ખુશખબર છે.અંશુમાન મળી ગયો છે અને તેણે અદાલતમાં સાચું કહી દીધું છે.બસ થોડાક જ કલાકોમાં તું નિર્દોષ સાબિત થઇ જઈશ અને મુક્તપણે શ્વાસ લઇ શકીશ પછી તું અને રનબીર મુંબઇ પાછા જતા રહેજો."કુશે ખૂબજ આનંદ સાથે કહ્યું.

રનબીર અને કાયનાની ખુશીનો કોઇ પાર નહતો.
"શું સાચે?હું નિર્દોષ સાબિત થઇ જઇશ?હું મુક્તપણે આ હવામાં શ્વાસ લઇ શકીશ?મને વિશ્વાસ નથી થતો.ડેડ,મોમ ક્યાં છે?મારે મોમ સાથે વાત કરવી છે."કાયનાએ ખુશી સાથે પૂછ્યું.

કુશે આસપાસ નજર ધુમાવી પણ કિનારા ક્યાંય દેખાઇ નહીં.થોડીક વાર પહેલા જ તે અહીં હતી.અચાનક ક્યાં જતી રહી તે કુશને સમજાયું નહીં.

અહીં કિનારા અને લવ હોસ્પિટલ ગયેલા હતાં.કિનારાને જે ફોન આવ્યો હતો.તે માણસો તે બેભાન અને ઘાયલ યુવતીને અહીં હોસ્પિટલમાં લઇને આવ્યાં હતાં.કિનારા અને લવ તે યુવતી પાસે ગયાં.

"કિનારા,મને એ નથી સમજાતું કે તને કેમ ફોન આવ્યો કે કોઇ યુવતી બેભાન છે?ગામવાળા કે તે વ્યક્તિ પોતે પણ તેને હોસ્પિટલ લઇ જઇ શકતા હતાંને?મને આમા કઇંક ગડબડ લાગે છે.ચલ,હવે અહીં સુધી આવી ગયા છે તો તે યુવતીને મળી લઇએ."લવે કિનારાને આશ્ચર્ય સાથે કહ્યું.

"તે લોકો તે યુવતીને જે રૂમમાં સારવાર હેઠળ રાખી હતી તે રૂમમાં ગયાં.તે યુવતીને જોઇને કિનારા અને લવ આઘાત પામ્યાં.તે અદ્વિકા હતી.તેને ખૂબજ ઇજાઓ થઇ હતી.તેના કપાળ,હાથ,પગ,કોણી અને ઘણીબધી જગ્યાએ ખૂબજ ઊંડા ઘાવ હતાં.એવું લાગ્યું હતું કે તેને ખૂબજ માર મારવામાં આવી હોય.કિનારા અને લવ તેની આ હાલત જોઈને સ્તબ્ધ થઇ ગયાં.

"રોમિયો.મને વિશ્વાસ નથી આવતો કે રોમિયો આ હદ સુધી જઈ શકે કે પોતાની સગી દિકરીને અાટલી નિર્દયતાથી મારે."લવે આઘાત સાથે કહ્યું.

શું થયું હશે અદ્વિકા સાથે?
શું કાયના નિર્દોષ સાબિત થઇ શકશે?
કાયના કિનારાને મળી શકશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Neepa

Neepa 4 month ago

Shiv Ki Diwani

Shiv Ki Diwani 5 month ago