Wanted Love 2 - 122 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--122

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--122


(રોમિયોએ અદ્વિકા સામે કિનારાને અહીં લાવવાની શરત મુકી.જો તે તેને અહીં લાવી દે તો રોમિયો તેના પર વિશ્વાસ કરી લેશે.સિધ્ધુ સુધી રોમિયોનો મેસેજ પહોંચે છે સિધ્ધુ અંશુમાનને મારવાનો પ્રયાસ કરીને ભાગી ગયો પણ હકીકતમાં તે પ્લાન કુશનો હતો.કાયનાએ પેનડ્રાઇવ ડિકોડ કરી લીધી હતી.આ વાત તે રનબીરને જણાવવા ગઇ જ્યા તેને જાણવા મળ્યું કે કિનારા અને લવ જીવતા છે.તે દુઃખી થઇ ગઇ.રનબીર રાત્રે તેને ટેરેસ પર લઇ ગયો.)

રનબીરે કાયનાને પોતાના બે હાથોમાં ઊંચકેલી હતી.કાયનાએ ટેરેસ પરનું દ્રશ્ય જોયું અને તે શરમાઇ ગઇ.થોડીક ક્ષણો પહેલા તે દુઃખી હતી તે દુઃખ તેની શરમમાં ખોવાઇ ગયું.આજે અમાસની રાત્રી હતી.ગાઢ અંધકાર છવાયેલું હતું.રનબીરનું ઘર સૌથી છેલ્લે આવેલું હતું.ટેરેસ પર એક સુંદર કોઝી કોર્નર જેવું બનાવેલું હતું.જેમા ગાદલાનો ઉપયોગ કરી બે જણા સુઇ શકે તેવો બેડ બનાવેલો હતો.જેની ઊપર ગુલાબની પાંદડીથી રનબીર ❤ કાયના લખેલું હતું.તે બેડને સફેદ મલમલના દુપટ્ટાથી ગોળ ફરતે કવર કરેલું હતું.સાઇડમાં ગુલાબના આકારની બે કેન્ડલ તેનો આછો પ્રકાશ ફેલાવી રહી હતી.

એક ખૂણામાં એક વ્હાઇટ બેગમાં કઇંક ગિફ્ટ જેવું હતું.રનબીરે જે સરપ્રાઇઝ પ્લાન કર્યું હતું તે જોઇને તેના ઘબકારા વધી ગયા.રનબીરે તેને બેડ પર બેસાડી અને કહ્યું,"આઇ એમ સોરી,મે તને તે દિવસે ધક્કો માર્યો પણ હું ખૂબજ ચિંત‍ામાં હતો.મારો તને જેલથી ભગાવવાનો આશય તને આરોપથી મુક્ત કરાવવાનો હતો.એટલે જ તે દિવસે હું તે પેનડ્રાઇવનો પાસવર્ડ ક્રેક કરવા માંગતો હતો.

બાકી,તારા પ્રેમને પામવાથી વધુ કોઇ સુખદ ક્ષણ મારા જીવનમાં ના હોય અને આજે હું તે જ સુખદ ક્ષણો,મારા જીવનની સૌથી યાદગાર ક્ષણો જીવવા માંગુ છું.એક મિનિટ,હું તારા માટે ગિફ્ટ લાવ્યો છું."આટલું કહી રનબીર તે વ્હાઇટ બેગ લાવ્યો.તેમાંથી તેણે એક બોક્ષ કાઢ્યું.જેમા ડેલિકેટ ડાયમંડ સેટ હતો અને બીજા નાના બોક્ષમાં ડાયમંડ રિંગ હતી.તેણે કાયનાને તે પોતાના હાથેથી પહેરાવી.

"કાયના,આ મે મારી કમાણીમાંથી ખરીદ્યું છે."આટલું કહીને તેણે તાજા ગુલાબના ફુલો કાયનાને આપ્યાં.કાયનાએ ગુલાબના ફુલોની સુગંધ પોતાની અંદર ભરી લીધી.

"કિનારા મોમ અને લવચાચુ જીવે છે.એ વાત તો ખુશીની છે અને કુશ ડેડુ કશુંજ ખોટું નહીં થવા દે આપણી સાથે.તેમણે તેમના જીવવાની વાત છુપાવી છે તો જરૂર કઇંક કારણ હશે.તારે ખુશ થવું જોઇએ કે તારો વિશ્વાસ સાચો નીકળ્યો."આટલું કહીને રનબીર કાયના પાસે ગયો.કાયનાએ આંખો બંધ કરી લીધી.અંતે તે ક્ષણો આવી ગઇ હતી જેની તેને રાહ હતી.તે આજે તેના પિયુના પ્રેમમાં,તેના આલિંગનમાં સમાઇ જવાની હતી.આજે તેનો પ્રેમ અને તે સંપૂર્ણતા પામવા જઇ રહ્યા હતાં.

"આંખો બંધ કરીને નહીં ખુલ્લી રાખીને આ પળોને જીવી લે."રનબીરે આટલું કહીને કાયનાને પોતાની નજીક ખેંચી.કાયનાએ આંખો ખોલીને રનબીરની સામે જોયું.રનબીરની આંખોમાં કાયનાને અલગ જ ભાવો દેખાયા.રનબીરની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું કે તે કાયનાનો પ્રેમ પામવા આતુર હતો.
રનબીર કાયના પર ઝુક્યો અને તેના હોઠોના રસને પીવા લાગ્યો.કાયનાનું બેલેન્સ ના રહેતા તે બેડ પર પડી ગઇ.

રનબીર હવે પ્રેમાતુર થઇ ગયો હતો.કાયનાના શરીર ફરતે તેના હાથ વીંટળાઇ ગયા હતાં.પ્રેમની ઉત્કંઠા બંને યુવા હૈયામાં એકસમાન હતી.ધીમેધીમે રાત વધતી ચાલી,બે અનાવરીત પ્રેમિઓ,જેમના શરીર ભલે અલગ અલગ હતા પણ તેમની આત્મા એક જ હતી.તે તેમની પ્રેમની સંપૂર્ણતા પામીને હંમેશાં માટે એક થઇ ગયાં.

વહેલી સવારે રનબીર નાસ્તાની ટ્રે લઇને ઉપર આવ્યો.કાયના હજીપણ એમ જ શાંતિથી સુઇ રહી હતી.તેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી.જે ઊંઘમાં પણ તેના ચહેરા પર સાફ દેખાતી હતી.

"ગુડ મોર્નિંગ મિસિસ પટેલ,નાસ્તો કરીને તૈયાર થઇ જાઓ આપણે ઓફિસર ચિરાગને મળવા જઇ રહ્યા છીએ.તે પેનડ્રાઇવ વિશે વાત કરવાં."રનબીરે કહ્યું.

કાયના આળસ મરડીને ઉઠી.તે ખૂબજ પ્રેમથી રનબીર સામે જોઇ રહી હતી.કાલ રાતની વાત યાદ આવતા તેના અંગેઅંગમાં રોમાંચ વ્યાપી ગયો.

"ઓય મિસિસ પટેલ,આવી રીતે ના જોઇશ મને નહીંતર આપણે અહીં જ રહી જઇશું ક્યાંય નહીં જઇ શકીએ."રનબીરે આંખ મારીને કહ્યું.કાયનાએ તેની સામે આંખો કાઢી.કાયના અને રનબીરે બ્રેકફાસ્ટ કર્યો.સ્નાનાદિ પતાવીને તે લોકો ચિરાગને મળવા એક ગાર્ડનમાં ગયાં.

"ચિરાગસર,કાયના બધું જ જાણી ગઇ છે."રનબીરે કહ્યું.
"ઓહ હાય કાયના,બેટા તું ચિંત‍ા ના કર.તારા ડેડી ખૂબજ સ્માર્ટ અને બહાદુર ઓફિસર છે.તે જલ્દી જ તને મુક્ત કરાવી દેશે અને રોમિયોનો ખેલ ખતમ કરી દેશે.તેમણે જે પણ કર્યું તે તારી ભલાઇ માટે જ કર્યું છે.જો તને રોમિયોના માણસો કિડનેપ કરે તો તું ચિંતા ના કરતી.તને અમે કશુંજ નહીં થવા દઇએ."ચિરાગે કહ્યું.

"સર,દેશની મદદ કરવા હું કઇપણ કરી શકું છું.મને મારા મોમડેડ પર પૂરો વિશ્વાસ છે.સર,મે આ પેનડ્રાઇવ ડિકોડ કરી લીધી છે અને તેમાંથી ખૂબજ સ્ફોટક માહિતી મળી છે.અમદાવાદમાં ઠેર ઠેર ડ્રગ્સના અડ્ડા છે જે લોકોની સામે હોવા છતા કોઇના ધ્યાનમાં નથી."કાયનાએ આટલું કહીને તે ડેટા ચિરાગને બતાવ્યો.

ચિરાગે તે ડેટા જોયો અને તેની આંખો આઘાતથી પહોળી થઇ ગઇ.
"હું આજે જ એન.સી.બીના હેડ સાથે વાત કરું છું.ચિંત‍ા ના કર.ડ્રગ્સનું દુષણ હવે જડમૂળથી નાબૂદ થશે.થેંક યુ કાયના.તે તો અમારી ટેકનિકલ ટીમ કરતા પણ ઝડપી કામ કર્યું."ચિરાગે કહ્યું.

"સર,મારે મોમ અને ડેડ સાથે વાત કરવી છે."કાયનાએ રનબીરનો હાથ પકડ્યો અને હિંમત કરીને બોલી.
ચિરાગે તેની સામે જોયું અને માથું હકારમાં હલાવ્યું.કાયનાનું હ્રદય ખૂબજ જોરથી ઘબકવા લાગ્યું.ચિરાગે કુશને ફોન લગાવ્યો.
***********

અંશુમાન ભાનમાં આવી ગયો હતો અને તેની યાદશક્તિ પાછી આવી ગઇ હતી.
"અંશુમાન,હું રાહુલ.મુંબઇ એ.ટી.એસ ઓફિસર અમે તને એક મંદિર બહારથી પકડ્યો હતો.તે રોમિયો સાથે મળીને કાયનાને ડ્રગ્સના ખોટા આરોપમાં ફસાવી હતી.તને એ પણ ખબર છે જે કે રોમિયોનો ડ્રગ્સનો જથ્થો ક્યાં છુપાવેલો છે.સાચું બોલ અંશુમાન.જો તું સાચું બોલીશ તો પોલીસ તારી મદદ કરશે નહીંતર તને કોઇ નહીં બચાવી શકે."રાહુલે કહ્યું.

રાહુલની વાતો સાંભળીને અંશુમાને અાંખો બંધ કરી અને વિચારોમાં ખોવાઇ ગયો.ધીમેધીમે બધું જ ક્લિયર થવા લાગ્યું.

"હું કાયનાને ખૂબજ પ્રેમ કરતો હતો.મારો પ્રેમ જુનુન બની ગયો હતો.હું ગમે તેમ કરીને તેને પામવા માંગતો હતો પણ તે મારી સામે જોતી પણ નતી.મારો પ્રસ્તાવ વારંવાર ઠુકરાવી દેતી.

ઘણીવાર તેણે મારું અપમાન કર્યું અને જ્યારે જ્યારે મે તેની સાથે બદલો લેવાની કોશિશ કરી ત્યારે ત્યારે તેણે મને વધારે અપમાનિત કર્યો.અંતે મે તેને એવી જગ્યાએ વાર કર્યો કે તે જીવતાજીવ લાશ બની ગઇ.મે તેને રનબીરથી દૂર કરી પણ મારા હ્રદયને ઠંડક ના વળી.બરાબર તે સમયે મને સિધ્ધુના માણસોએ જેલમાં રહેલા સિધ્ધુને મળવા કહ્યું.હું તેને મળવા ગયો તેણે મને એક સરનામું આપ્યું અને હું ત્યાં મળવા ગયો.

સિધ્ધુએ મને કહ્યું હતું કે કઇંક એવું છે જેનાથી મારા હ્રદયને ઠંડક વળશે અને કાયનાને તકલીફ મળશે.તે પણ કાયના સાથે બદલો લેવા માંગતો હતો.હું તે જગ્યાએ મળવા ગયો તો મને ખબર પડી કે હું જેને મળી રહ્યો છું તે બીજું કોઇ નહીં પણ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રોમિયો છે.

મારા હાથપગ ધ્રુજવા લાગ્યાં.જ્યારે તેમની સામે ઊભો રહ્યો ત્યારે મને ખૂબજ ડર લાગ્યો.મને અંદેશો આવી ગયો હતો કે હું કોઇ મોટી મુસિબતમાં ફસાવવાનો છું.છતાં પણ કાયનાને બરબાદ કરવાનો આ મોકો જવા દેવા નહતો માંગતો.
મે રોમિયોના પ્લાન પ્રમાણે મિહિરને તેના પર નજર રાખવા કહ્યું.તક મળતા જ તે પાર્ટીમાં મે કાયનાની બેગમાં તે ડ્રગ્સ અને ફોન મુકી દીધો.પોલીસની રેડ પડી અને કાયનાને જેલ થઇ.હું ખૂબજ ખુશ હતો હું રોમિયોને કહ્યા વગર તેમને ડોકયાર્ડમાં મળવા ગયો.તે સમયે તે મુંબઇ આવેલા હતાં.મે જે જોયું તે ખૂબજ આઘાતજનક હતું હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ડોકયાર્ડના એક સૌથી જુનાં પ્રિન્સેસ નામના જહાજમાં છુપાવી રહ્યા હતાં.

હું તેમને આ કામ કરતા જોઇ ગયો.આ ડ્રગ્સની સાથે તે જહાજ પર ઘણાબધા પ્રમાણમાં આર.ડી.એક્સ અને હથિયાર હતાં.તેમણે મને મારી નાખવાનો આદેશ આપ્યો.હું જેમતેમ જીવ બચાવીને ભાગી ગયો.હું કબિર પાસે પણ ગયો હતો મદદ માંગવા પણ તેણે મને મદદ ના કરી.

હું પોલીસ પાસે પણ નહતો જઇ શકતો કેમકે લગભગ દરેક વિસ્તારના પોલીસ સ્ટેશનની બહાર તેમના માણસો હતાં.મારી હાલત ખૂબજ ખરાબ થઇ ગઇ હતી.હું માનસિક અને શારીરિક રીતે હારી ગયો હતો.અંતે તે મંદિરની બહાર ભિખારીનો વેશ લઇને રહેતો હતો.ત્યાં ડરના કારણે મારી યાદશક્તિ જતી રહી હતી

આજે સિધ્ધુએ મારા પર હુમલો કર્યો અને મને બધું યાદ આવ્યું.કાયના નિર્દોષ છે.મને મારા કર્યા પર મને ખૂબજ અફસોસ છે.કાયના સાથે મે જે ખરાબ કર્યું મને તેનું પરિણામ મળ્યું.મહેરબાની કરીને મને જેલમાં લઇ જાઓ મારે કાયનાને મળી તેની માફી માંગવી છે.

હું કાયનાને નિર્દોષ સાબિત કરવા માંગુ છું.હું જેલમાં બધું જ સાચું જણાવીને તેને મુક્ત કરવા માંગુ છું.હું રોમિયોને અને તેના કાળાકામના સામાનને પકડાવવા માંગુ છું."અંશુમાન બોલ્યો.

રાહુલે કુશને ફોન કરીને આ બધું જ જણાવ્યું.તે સિવાય સિધ્ધુ પાછળ ગયેલા તેમના માણસનો ફોન આવ્યો.જેની વાત સાંભળીને રાહુલને આઘાત લાગ્યો.

અહીં કુશની બાજુમાં બેસીને આ વાતો સાંભળી રહેલી કિનારાને કોઇનો ફોન આવ્યો અને સામેથી જે સાંભળવા મળ્યું તે આઘાતજનક હતું.

કેવી રહેશે મા દિકરીની ભાવુક મુલાકાત?
કાયના એન.સી.બીને મળીને ડ્રગ્સનો કેસ સોલ્વ કરી શકશે?
રાહુલના માણસે શું કહ્યું હશે?
કિનારાને કોનો ફોન આવ્યો હશે?
જ‍ાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Neepa

Neepa 4 month ago

Zalak Mehta

Zalak Mehta 5 month ago