Wanted Love 2 - 121 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--121

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--121


(રનબીર અને કાયનાની મીઠી નોકજોક ચાલું જ હતી.રનબીરને અંતે જાણવા મળ્યું કે કિનારા અને લવ જીવે છે.અદ્વિકા રોમિયોને કચ્છ લઇ જઇ રહી હતી.રાહુલે સિધ્ધુભાઇ અને અંશુમાનને એક જ જગ્યાએ રાખ્યાં.રોમિયો અદ્વિકાની પરીક્ષા લેવા માટે કઇંક વિચારે છે)

"પપ્પ‍ા,શું વિચારો છો?" અદ્વિકાએ ગાઢ વિચારોમાં પડેલા અને મનોમન હસી રહેલા રોમિયોને પૂછ્યું.

"સારું,તારી વાત માનીને તને એક તક આપુ છું.પહેલાં તો હું સિધ્ધુને બહાર કાઢીને તે માલ મુંબઇથી બહાર કાઢીશ અને બીજું હું તારી પરીક્ષા લઈશ.જો તું તેમા પાસ થઇને તો તને મારે મારા બિઝનેસના બધાં જ રહસ્ય કહી દેવાના,તને મારા ભવિષ્યના પ્લાન વિશે જણાવી દેવાનું અને મારી તમામ સંપત્તિ તને સોંપી દેવાની.જેમાંથી તું ઇચ્છે તો તારા ભાઇઓને ભાગ આપી શકે છે નહીંતર તારી મરજી."રોમિયોએ કહ્યું.

"તો મારે શું કરવાનું છે પપ્પા?"અદ્વિકાએ પૂછ્યું.

"અદ્વિકા,તે મને કહ્યું કે કિનારા જીવતી છે.તો તારે મારી કિનારાને મારી પાસે લઇને આવવાની છે."રોમિયોએ આટલું કહીને અદ્વિકા સામે જોયું.

અદ્વિકાના ચહેરા પર ભાવ કળવા ખૂબજ મુશ્કેલ હતાં.તે થોડીક વાર વિચારમાં પડી ગઇ અને પછી કહ્યું,"મંજૂર,પણ જો તમે તમારી વાતથી ફર્યાને તો તમે મારા પિતા છો તે વાત હું ભુલી જઇશ."

"રોમિયોની જુબાનની કિંમત અમુલ્ય છે.જો મારી કિનારા મને મળી ગઇને તો હું અને મારી કિનારા ક્યાંક દૂર જતા રહીશું.તેની સાથે લગ્ન કરીને મારું બાકીનું જીવન વિતાવીશ અને તું મારા બિઝનેસને આગળ વધારજે.

અદ્વિકા,આમા તારી બે પરીક્ષા થશે.એક તો તું વિશ્વાસપાત્ર છે કે નહીં અને બીજી તું આ કામ માટે કેટલી કાબેલ છે પણ એક વાત કહે મને કે તું વિચારમાં કેમ પડી ગઇ?"

"વિચારવું તો પડેને.જંગલમાંથી સિંહણને લાવવાની છે એટલે કે જંગલના રાજાની પત્નીને,વિચારવું તો પડેને?તમને લાગે છેને તેના કરતા પણ કુશડેડુ વધારે સ્માર્ટ છે.તેમની સ્માર્ટનેસનો તમે ક્યારેય અંદાજો પણ નહીં લગાવી શકો.એટલે વિચારતી હતી કે હું શું કરી શકું."અદ્વિકાએ રોમિયો સામે જોયા વગર કહ્યું.

અંતે લાંબી મુસાફરી બાદ અદ્વિકા કચ્છમા એક ખૂબજ સુંદર અને આલિશાન ઘરમાં બધાને લઇ ગઇ.કિઆનને અદ્વિકાએ ચાર માણસોની નજરકેદમાં રાખ્યો હતો.તે સોનાના પાંજરામાં કેદ થઇ ગયો હતો અને છટકવાના કોઇ જ ચાન્સ નહતા.
*********

સિધ્ધુ ભલે જેલમાં હતો પણ રોમિયોના માણસોની મદદથી તેને સતત ઇન્ફોર્મેશન મળતી રહેતી હતી.તે અંશુમાન વિશે બધું જ જાણતો હતો.તેણે તેના માણસો જે બહાર હતા તેમને પણ ઓર્ડર આપી રાખેલો હતો કે જેવો અંશુમાન મળે તુરંત જ તેને મારી નાખવો.

આજે તેની પાસે સોનેરી તક હતી.તેણે વિચાર્યું," આજે મારી પાસે ગોલ્ડન ચ‍ાન્સ છે.હું આ અંશુમાનને મારી નાખું અને પછી ગમે તેમ કરીને ભાગી જઉં.રોમિયોસર,મારા પર ખૂબજ ખુશ થશે અને મને તેમનો ખાસ માણસ બનાવી દેશે."

તેણે રાત સુધી સામાન્ય વર્તન કર્યું.રાહુલ તથા તેના માણસોએ તેને ખૂબજ માર્યો અને રોમિયોના ડ્રગ્સના જથ્થા વિશે પૂછ્યું પણ સિધ્ધુ જાડી ચામડીનો માણસ હતો.આટલા માર અને ટોર્ચરથી તેના પેટનું પાણી પણ ના હલ્યું.

એક બે દિવસ તેણે કઇંક વિચારવામાં અને એ.ટી.એસના ઓફિસરને તથાં એ.ટી.એસ ઓફિસને ધ્યાનથી જોયા કર્યું.અંતે એક રવિવારે તેને જમવા આપવા એક હવાલદાર આવ્યો.તેણે આસપાસ જોયું અને એક નાનકડી ચિઠ્ઠી આપી.સિધ્ધુએ તે ચિઠ્ઠી ધ્યાનથી જોઇ પછી આસપાસ જોયું કોઇ ના દેખાતા તેણે તે ચિઠ્ઠી ખોલી.જેમા લખ્યું હતું કે,આજે રાત્રે એ.ટી.એસના ઓફિસર્સની મિટિંગ છે.તો અહીં બે કે ત્રણ જ હવાલદાર હશે.તો અંશુમાનને મારીને ભાગવાની આજે બેસ્ટ તક છે.-રોમિયો

સિધ્ધુના ચહેરા પર સ્માઇલ આવી.તેણે રાત થવાની ખૂબજ ઈંતેજારી હતી.અાટલા સમય સાથે હોવા છતા અંશુમાનને કશુંજ યાદ નહતું આવ્યું.સિધ્ધુને ખબર હતી કે હાલમાં તો અંશુમાનથી કોઇ ખતરો નથી પણ ભવિષ્યમાં તે ખતરનાક બની શકે છે.તે શાંતિથી સુઇ રહેલા અંશુમાનની પાસે ધીમા પગલે ગયો.તેના હાથમાં તેનું ઓશિકુ હતું.તેણે તે ઓશિકુ અંશુમાનના મોઢે દબાવીને તેને મારવાની કોશિશ કરી પણ અંશુમાન જાગી ગયો.અચાનક થયેલા આ હુમલાના કારણે તેણે ચિસો પાડી.સિધ્ધુ ડરી ગયો.આટલા દિવસમાં પહેલી વાર અંશુમાનના મોઢેથી કઇ અવાજ નીકળ્યો હતો.અંશુમાન પોતાનું ગળું પકડીને જમીન પર કણસી રહ્યો હતો.તે આઘાત સાથે સિધ્ધુને જોઇ રહ્યો હતો.સિધ્ધુ અને અંશુમાન બહુ પહેલા એક બે વાર ડ્રગ્સની બાબતે મળેલા હતા

કાયનાને ડ્રગ્સના કેસમા ફસાવવા માટે સિધ્ધુએ જ રોમિયોને અંશુમાનનું નામ સુઝાવ્યું હતું.અંશુમાન જેલમાં તેને મળવા આવેલો હતો.અંશુમાનની બુમો સાંભળીને હવાલદાર ત્યાં આવ્યા.તેમણે અંશુમાનને હોસ્પિટલ લઇ જવાની તૈયારી કરી.સાથે તેમણે રાહુલને પણ ફોન કર્યો.અહીં સિધ્ધુ તક જોઇને ત્યાં હાજર બે હવાલદારને પોતાને વાગ્યું છે કરીને એમ્બ્યુલન્સમાં સાથે બેસી ગયો.

જેવી એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી અને તુરંત જ પહેલા અંશુમાનને અંદર લઇ જવાની તૈયારી કરી.સિધ્ધુ તક જોઇને હવાલદારને જોરથી મારીને ભાગી ગયો.રાહુલ ત્યાં પહોંચી ગયો હતો.તે અંશુમાનની હાલત જોઇને ચિંતામાં હતો અને જ્યારે તેણે સિધ્ધુ વિશે સાંભળ્યું તેના ચહેરા પર સ્માઈલ આવી.

થોડીક વારમાં ડોક્ટર આવ્યા તેમણે કહ્યું કે અંશુમાન ખતરાથી બહાર છે.થોડીક વારમાં જ તે ભાનમાં આવી જશે.રાહુલે કુશને ફોન લગાવ્યો.

"સર,તમારો આઈડિયા તો કામ કરી ગયો.સિધ્ધુ ભાગી ગયો પણ તેને ખબર નથી કે તેનું આ પગલું તેના માલિક રોમિયોને કેટલું ભારે પડશે."રાહુલે હસીને કહ્યું.

"રાહુલ,સિધ્ધુ અને રોમિયોનો મુંબઇનો ડ્રગ્સનો જથ્થો તો ગયો.અંશુમાનની શું સ્થિતિ છે?તેને કઇ યાદ આવ્યું.સારું થયું તે તારો સિધ્ધુ અને અંશુમાનને સાથે રાખવાનો પ્લાન મને જણાવ્યો તો આપણે મળીને આ પ્લાન બનાવ્યો."કુશે કહ્યું.

રાહુલે કુશને પૂછ્યાં વગર સિધ્ધુ અને અંશુમાનને ભેગા રાખ્યા તે વાત તેને ખટકતી હતી.તેથી તેણે આ વાત કુશને કહી.કુશને વિશ્વાસ હતો કે મુંબઇના ડ્રગ્સનો જથ્થો બહાર કાઢવા રોમિયોને સિધ્ધુ જેવા માણસની જરૂર છે.સિધ્ધુની મદદ વળે તે લોકો ડ્રગ્સનો જથ્થો પકડી રોમિયો નામના વૃક્ષની મજબૂત જડ તોડી શકે.એટલે જ રાહુલે સેન્ટ્રલ જેલનાં અમુક ભ્રષ્ટ હવાલદારને અહીં શિફ્ટ કર્યા અને સિધ્ધુને તક આપી કે તે ભાગી શકે.

બરાબર તે જ સમયે રાહુલને નર્સે આવીને કહ્યું કે અંશુમાન ભાનમાં આવી રહ્યો છે.કુશનો ફોન ચાલુ રાખીને રાહુલ તે રૂમમાં ભાગ્યો.અંશુમાન ભાનમાં આવી ગયો હતો.તે આશ્ચર્ય સાથે બધાને જોઇ રહ્યો હતો.

"હું અહીંયા શું કરી રહ્યો છું?તમે કોણ છો?" મળ્યા બાદ અંશુમાન પહેલી વાર કઇ બોલ્યો હતો.રાહુલના ચહેરા પર ખુશી હતી,જીતની ખુશી.

"સર,અંશુમાન ઠીક થઇ ગયો છે."રાહુલ ખુશી સાથે બોલ્યો.

*********

લગભગ બે દિવસ થઇ ગયા હતાં.કાયના તે પેનડ્રાઇવ ક્રેક કરવાનો પ્રયત્ન કરી રહી હતી.રનબીર સખત આઘાતમાં અને અવઢવમાં હતો.તે કાયનાને કિનારા વિશે જણાવવા માંગતો હતો પણ રોકીએ તેને રોક્યો હતો.

આ બધાં ચક્કરમાં રનબીર કાયનાને મનાવવાનું ભુલી ગયો હતો.તે વિચારોમાં બેસી રહેતો.તે કુશ સાથે વાત કરવા માંગતો હતો પણ તેની હિંમત નહતી ચાલતી.અહીં ચિરાગની ટીમ પણ તે પેનડ્રાઇવનો ડેટા ડિકોડ કરવાની કોશિશ કરી રહી હતી.

એક દિવસ રનબીર તેના રૂમમાં બેસેલો હતો.તે ખૂબજ ઊંડા વિચારોમા હતો.કાયનાને રનબીરનું આ રૂપ જોઇને ચિંતા થઇ.તે રનબીર પાસે ગઇ.

"તે પેનડ્રાઇવનો તમામ ડેટા ડિકોડ થઇ ગયો છે.ખૂબજ સ્ફોટક માહિતી છે.રનબીર,મને ખબર છે કે તે દિવસે આપણા ઘરે જે આવ્યા હતાં.તે એ.ટી.એસ ઓફિસર ચિરાગ છે.મને પછી યાદ આવ્યું કે મે તેમને ક્યાંક જોયેલા છે.પછી યાદ આવ્યું કે ડેધ જ્યારે અમદાવાદ આવ્યા હતાં.ત્યારે તેમણે જ ડેડની સાથે મળીને ડ્રગ્સ પક્ડયું હતું."કાયનાએ રનબીર સામે બેસીને કહ્યું.

રનબીર હવે પોતાની લાગણીઓ પર કાબુ ના રાખી શક્યો.તે કાયનાને વળગીને રડવા લાગ્યો.

"કાયના,મને માફ કરી દે.મે તારાથી ઘણીબધી વાતો છુપાવી.મને ખબર હતી કે ચિરાગસર એ.ટી.એસ ઓફિસર છે અને તે કુશ ડેડના ઓર્ડર ફોલો કરે છે.અત્યાર સુધી જે કઇપણ થયું તે તેમના ઇશારા પર થયું."આટલું કહી તેણે બધી જ વાત જણાવી.કાયના આઘાત પામી.તેની આંખમાં આંસુ હતાં.

"એક બીજી વાત જે મને બે દિવસ પહેલા જ જાણવા મળી અને તે કુશ ડેડને પણ નથી ખબર કે હું જાણું છું.કિનારા મોમ અને લવ ચાચુ જીવતા છે.તે બંને કુશ ડેડ સાથે જ છે."રનબીર ડરતા ડરતા બોલ્યો.તેને બે આશંકા હતી કે એક તો કાયના રડવા લાગશે અને બીજું તે ખૂબજ ગુસ્સે થશે પણ કાયનાએ અામાનું કઇ જ ના કર્યું.તે ચુપચાપ તેના રૂમમાં જતી રહી.લગભગ સાંજ સુધી તે પોતાના રૂમમાં જ રહી.તે જમી પણ નહીં.

તે દિવસે રોકી એક કામથી બહારગામ ગયો હતો.રનબીર અચાનક કાયનાના રૂમની બહાર આવ્યો.તેણે દરવાજો ખખડાવ્યો જ્યાં સુધી તેણે દરવાજો ના ખોલ્યો.

કાયનાએ દરવાજો ખોલ્યો.તે સાવ ગુમસુમ અને ખોવાયેલી લાગતી હતી.તેની અંદર જાણે કે કોઇ ઉર્જા નહતી બચી.

"રનબીર,મને ભૂખ નથી અને મને કોઇ વાત નથી કરવી.તું પ્લીઝ જતો રહે."કાયનાએ ભારે અવાજ સાથે કહ્યું.

રનબીર કાયનાની પાસે ગયો.તે થોડો નીચો નમ્યો અને તેના બે હાથમાં કાયનાને ઉઠાવીને ઉપર ટેરેસ પર લઇ ગયો.ટેરેસ પરનું દ્રશ્ય જોઇને કાયનાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.

શું સરપ્રાઇઝ આપ્યું હશે કાયનાને રનબીરે?
અદ્વિકા કિનારાને રોમિયો પાસે લાવી શકશે?
મુંબઇનો ડ્રગ્સનો જથ્થો પકડાઇ જશે?

જ‍ાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Neepa

Neepa 4 month ago

Zalak Mehta

Zalak Mehta 5 month ago

Kaj Tailor

Kaj Tailor 5 month ago