Wanted Love 2 - 120 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--120

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--120


(અદ્વિકાએ પોતાના રૂપનો ફાયદો ઉઠાવીને કિઆનને પોતાના વશમાં કરી દીધો.આદેશ રોમિયોને અદ્વિકા પર આટલો બધ વિશ્વાસ કરવાની ના પાડે છે.અદ્વિકાએ રોમિયોને કિઆનના શરીરમાંથી ટ્રેકિંગ ડિવાઇસ કાઢીને આ જગ્યા છોડવા માટે કહ્યું.રનબીરને કુશના વર્તન પર શંકા હતી.તે પોતાના રૂમમાં દાખલ થયો અને સામેનું દ્રશ્ય જોઇને આશ્ચર્ય પામ્યો.)

રનબીર પોતાના બેડરૂમનું દ્રશ્ય જોઇને આશ્ચર્ય પામ્યો.પુરા બેડ પર અલગ અલગ બુક્સ ખુલ્લી પડી હતી.સામે સોફા પર રનબીરના કપડાં પડ્યાં હતાં.કાયના પલંગ પર બેસીને લેપટોપમાં કઇંક કરી રહી હતી.રનબીર રૂમમાં દાખલ થયો તેને જોઇને કાયનાએ મોઢું મચકોડ્યું.

તેણે રનબીરને અવગણીને લેપટોપમાં કામ કરવાનું શરૂ રાખ્યું.રનબીરે આ બધું જોયું.
"હાય કાયના,શું કરે છે?"રનબીરે પૂછ્યું પણ કાયનાએ તેની વાત સાંભળી ના હોય તેમ કામ કરવાનું શરૂ રાખ્યું.

"સોરી સ્વિટહાર્ટ,બપોરે હું તે પેનડ્રાઇવનો પાસવર્ડ ક્રેક કરવાની એકદમ નજીક હતો અને તું અચાનક રોમેન્ટિક મુડમાં મારી પાસે આવી અને મને કઇ જ સમજ ના પડી તો મે તને ધક્કો માર્યો.મારો જીવ પેનડ્રાઇવમાં હતો."રનબીર કાયના પાસે જઇને બેસ્યો.

કાયનાએ ગુસ્સામ‍ાં મોઢું ફુલ‍ાવ્યું અને કઇ જવાબ ના આપ્યો.રનબીરે તેને ગળે લગાવવાની કોશિશ કરી અને કાયનાએ તેને ધક્કો માર્યો.
"જો રનબીર,હું પણ તારા જીવ સમાન પેનડ્રાઇવને ડિકોડ કરવાની જ કોશિશ કરું છું.પેનડ્રાઇવ ભલે અનલોક થઇ ગઇ હોય પણ તેમાં રહેલો ડેટા કોડમાં છે. મને કોડિંગ આવડે છે અને એેટલા માટે જ મે પપ્પાજી પાસે કોડિંગની અમુક બુક્સ મંગાવી હતી.મને કામ કરવા દે અને આ તારો સામાન લઇને પપ્પાજીના રૂમમાં શિફ્ટ થઇ જા.હવે મને તારા જેવા અકડુ પતિ સાથે એકજ રૂમમાં નથી રહેવું.મારું મન બદલાઇ ગયું.હું તારી નજીક આવવા નથી માંગતી.હવે પ્લીઝ મને ડિસ્ટર્બ ના કર."કાયનાએ તેની સામે જોયા વગર જ કહી દીધું.

"પણ મારી વાત તો સાંભળ."રનબીરે કહ્યું.
"નથી સાંભળવી,જા."કાયનાએ તેની વાત કાપતા કહ્યું.

રનબીરે કઇંક વિચાર્યું અને તે બાથરૂમમાં જતો રહ્યો.થોડીક વાર પછી તેણે બાથરૂમનો દરવાજો સહેજ ખોલ્યો અને કાયનાને બુમ પાડીને કહ્યું,"કાયના,હું ટુવાલ ભુલી ગયો છું.મને ‍અાપને."

તેણે બે ત્રણ વાર બુમ પાડી પણ કોઈ આવ્યું નહીં.અચાનક તેના થોડાક ખુલ્લા દરવાજામાં ટુવાલ ડોકાયો.રનબીરના ચહેરા પર શેતાની સ્માઇલ આવી અને તેણે ટુવાલ પકડવાની જગ્યાએ તે હાથ તેણે જોરથી પકડી લીધો અને બોલ્યો,"જો કાયના,હું તારાથી પણ વધારે ચાલાક છું.જો તે મને માફ કરીને મારી સાથે વાત ના કરીને તો હું તને બાથરૂમમાં અંદર ખેંચી લઇશ પછી જે થાય એ. તારો ગુસ્સો નહીં ચાલે.ચલ ઇટ્સ ઓ.કે બોલ."

"ઇટ્સ ઓ.કે બેટા.પણ પ્લીઝ મને અંદર ના ખેંચતો.હવે તું નાનો નથી.નાનો હોત તો તને નવડાવીને કપડાં પહેરાવી દેત પણ હવે મને શરમ આવે આટલા મોટા દિકરાને નવડાવતા.તું ચિંતા ના કર તારા છોકરાઓેને હું નવડાવીશ." બહારથી રોકીનો હાસ્યમિશ્રિત અવાજ આવ્યો.રનબીર ગભરાઇ ગયો.તેણે ટુવાલ લઇને દરવાજો બંધ કર્યો.

રનબીરે ટુવાલ ખોલ્યો તેમાંથી એક ચિઠ્ઠી નીકળી.

ડિયર હસબંડ,

એક વાત ક્યારેય ના ભુલતો કે હું તારા કરતા વધારે હોશિયાર અને ચાલાક છું.તારી ચાલાકી તું બાથરૂમમાં ગયો ત્યારે જ સમજી ગઇ હતી એટલે જ પપ્પ‍ાજીને રૂમમાં મોકલ્યા.મજા આવીને?ડોન્ટ એક્ટ સ્માર્ટ વિથ મી અને હા મને મનાવવા તારે આકાશ પાતાળ એક કરવું પડશે તો જ હું માનીશ.

બાય.ગુડ નાઇટ.

રનબીરના ચહેરા પર હાસ્ય આવ્યું અને તેણે કહ્યું,"વાહ મિસિસ રનબીર પટેલ.ટૂ સ્માર્ટ...હું પણ રનબીર છું.એવી રીતે મનાવીશ કે તારે માનવું જ પડશે.એક જોતા સારું છે જો હું અત્યારે પપ્પાન‍ા રૂમમાં રહીશ તો કુશ ડેડુના આ શંકાસ્પદ વર્તન વિશે વિગતમાં જાણી શકીશ.હોય ના હોય પપ્પા કઇંક જાણે છે જે હું નથી જાણતો."

રનબીર કાયનાને મનાવવાનું કામ એકતરફ મુકીને રોકીના રૂમમાં શિફ્ટ થયો.તેણે રોકીને કાયના સાથે ઝગડાનું બહાનું આપીને તેના રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી લીધી.રનબીરે નક્કી કર્યું કે તે રોકીનો ફોન ચેક કરશે.તેણે ઊંઘવાનું નાટક કર્યું.અડધી રાત્રે તે ધીમેથી ઊભો થયો અને તેણે રોકીનો મોબાઇલ હળવેથી લીધો.તે મોબાઇલ લઇને બહાર આવ્યો.તેણે મોબાઇલ ખોલવાની કોશિશ કરી પણ તે પાસવર્ડ પ્રોટેકટેડ હતો.તેણે પોતાની બર્થ ડે,નેહાની બર્થ ડે નાખીને જોયું પણ તે અનલોક ના થયો.
"હે ભગવાન,હવે આ લાસ્ટ ચાન્સ છે.શું હોઇ શકે?"રનબીર બોલ્યો.

"૧૧૧૨,મારી અને નેહાની લગ્નની તારીખ.તે નાખ ખુલી જશે."પાછળથી રોકી આવતા બોલ્યો.

રનબીરની ચોરી પકડાઇ ગઇ હતી.તે ગભરાઇ ગયો.તેણે ધ્રુજતા હાથે રોકીને મોબાઇલ આપ્યો.તેના ચહેરા પર ગભરાટના કારણે પરસેવો વળ્યો હતો.રોકીએ પોતાના રૂમાલ વળે તેનો પરસેવો લુછ્યો અને ફોન અનલોક કરીને આપ્યો.
"શું જાણવું છે,બેટા?તું મને એમનેમ પૂછી લેત તો હું તને જણાવી દેત.મારો ફોન છુપાઇને જોવા માટે તારી ઊંઘ કેમ બગાડી?બોલ શું થયું?"રોકીએ પૂછ્યું.

"પપ્પા,કુશડેડુ સાથે આજે વાત થઇ અને તે એમ બોલ્યા કે અમે ત્રણેયે તમારા લગ્ન વીડિયો કોલથી જોયા હતા.મે પૂછ્યું તો બહાના બનાવ્યા.મને લાગે છે કે.."રનબીર અટક્યો.

"કિનારા અને લવ જીવતા છે.બસ આ જ જાણવું હતુંને તારે.ચલ,સુઇ જા બહુ મોડું થઇ ગયું છે.બાકી બધી વાતો કાલે સવારે શાંતિથી કરીશું."રોકીની વાત સાંભળીને રનબીર આઘાત પામ્યો.

**********
બીજા દિવસે રાહુલે ટેકનિકલ એક્સપર્ટની મદદથી કિઆનના શરીરમાં રહેલા ટ્રેકિંગ ડિવાઇસની હિસ્ટ્રી કઢાવી.રાહુલે તે કામ તેના વિશ્વાસુ માણસને સોપ્યું હતું.રાહુલ તે કામ તેના માણસને સોંપીને કુશના ઓર્ડર ફોલો કરવામાં લાગી ગયો.તેણે શહેરના સારામાં સારા એક્સપર્ટ ડોક્ટરને અંશુમાનનો ઇલાજ કરવા બોલાવ્યા.ડોક્ટરે તેને વ્યવસ્થિત રીતે તપાસ્યો,તેના બધાં રિપોર્ટ જોયા અને તેની ટ્રિટમેન્ટ શરૂ કરી પણ ડોક્ટરના કહેવા પ્રમાણે તેને જલ્દી ઠીક કરવા કોઇ શોકની જરૂર છે એવો જ શોક જેવો તેની આ હાલત થઇ ત્યારે લાગ્યો હતો.

અંશુમાનને કશુંજ યાદ નહતું.અહીં તે ડ્રગ્સનો મોટો જથ્થો રોમિયો ત્યાંથી હટાવડાવી લે તે પહેલા તેને પકડવો જરૂરી હતો.
અચાનક રાહુલને એક આઇડિયા આવ્યો.તે સેન્ટ્રલ જેલમાંથી સિધ્ધુને અહીં એ.ટી.એસની ઓફિસમાં લઇ આવ્યો.તેણે એક નાનકડો અખતરો કર્યો તે પણ કુશને પૂછ્ય‍ાં વગર.તેણે સિધ્ધુભાઇ અને અંશુમાનને આમનેસામને બેસાડ્યાં.સિધ્ધુ અંશુમાનને જોઇને આઘાત પામ્યો.તેને ખબર હતી કે અંશુમાન ડ્રગ્સનું લોકેશન સારી રીતે જાણતો હતો.તે આ વાત ગમે તે રીતે રોમિયો સુધી પહોંચાડવા માંગતો હતો.અહીં સિધ્ધુને જોઈને અંશુમાનને કઇંક ધુંધળુ ધુંધળુ દ્રશ્ય દેખાઇ રહ્યું હતું.

રાહુલે સિધ્ધુ અને અંશુમાનને એક જ જગ્યાએ કેદ રાખ્યા.તેણે તે રૂમમાં સિક્રેટ કેમેરા ફિટ કરાવ્યા હતા જેને કોઇ સામાન્ય વ્યક્તિ જોઇ ના શકે.તેને વિશ્વાસ હતો કે આ પ્રયોગ જરૂર સફળ થશે.

અહીં રાહુલે જે માણસને કામ સોંપ્યું હતું તે આવી ગયો.

"સર,દમણની આ સેવેનસ્ટાર હોટેલમાં તેનું લાસ્ટ લોકેશન ટ્રેસ થયું છે."રાહુલના ચહેરા પર સ્માઇલ આવી ગઇ.

"સર,તે ટ્રેકિંગ ડિવાઇસ કદાચ તુટી ગયું હશે જેના કારણે આગળ આપણે લોકેશન નહીં શોધી શકીએ."તે માણસ જતો રહ્યો.તેણે આ વાત કિનારાને જણાવી.કિનારાએ એક ટીમ તાત્કાલિક ત્યાં મોકલવા કહી.

રાહુલે મોકલેલી ટીમ ત્યાં પહોંચી ગઇ અને તેમણે પૂરી હોટેલ ચેક કરી પણ ત્યાં કોઇ જ નહતું.હોટેલના રેકોર્ડ પ્રમાણે ત્યાં આજે કોઇ ચેકઆઉટ નહતું થયું.

તેણે કિનારા સાથે વાત કરી.
"લાગે છે કે તે હોટેલના માલિક રોમિયો સાથે મળેલા છે.તે હોટેલના માલિકને ખાનગી રીતે ઉઠાવ અને તેની સારીરીતે ટ્રિટમેન્ટ કર.તેની પાસથી કઇંક જાણવા જરૂર મળશે."કિનારાએ રાહુલને કહ્યું.

અહીં એક ગાડીમાં રોમિયો અને અદ્વિકા જ્યારે બીજી ગાડીમાં કિઆન અને આદેશ દમણથી નીકળી ગયાં હતાં.દમણથી તે લોકો ખાસ્સા દૂર જતા રહ્યા હતાં.થોડીક વાર રહીને રોમિયોના મોબાઇલમાં હોટેલના માલિકનો ફોન આવ્યો અને એ.ટી.એસની રેડ વિશે જણાવ્યું.
રોમિયોના ચહેરા પર રાહત હતી.તેણે આભારવશ અદ્વિકા સામે જોયું જે એકદમ શ‍ાંત ચહેરે ગાડી ચલાવી રહી હતી.
"તારો ત્યાંથી નીકળવાનો આઇડિયા એકદમ પરફેક્ટ હતો.થેંક યુ બેટા."રોમિયોએ તેના માથે હાથ મુકીને કહ્યું.

"પપ્પ‍ા,મને વિશ્વાસ હતો કે તે રાહુલ ગમે તેમ કરીને આપણી હોટેલ સુધી પહોંચી જશે.એટલે જ આપણે નીકળી ગયાં."અદ્વિકાએ કહ્યું.
"આપણે ક્યાં જઇ રહ્યા છીએ?"રોમિયોએ પૂછ્યું.

"કચ્છ.લગભગ તમારી કિનારા ત્યાં જ છે અને જલ્દી જ તે તમારા આલિંગનમાં હશે."અદ્વિકાએ કહ્યું.રોમિયોએ આશ્ચર્ય સાથે તેની સામે જોયું.

"તમને હજી મારી પર વિશ્વાસ નથી.તો સાંભળો અંશુમાન મુંબઇ એ.ટી.એસની પાસે છે.હાલમાં તો તેની યાદશક્તિ જતી રહી છે પણ ગમે ત્યારે તે પાછી આવી શકે છે.તમે તેનો ઉપયોગ કરીને કાયનાને જેલ મોકલી હતી પણ એકવાર તેને બધું યાદ આવી ગયુને તો તે બધું જ સાચું કહી દેશે.કાયના મુક્ત થઇ જશે અને તે ડ્રગ્સ જેના ઠેકાણા વિશે તે બધું જાણે છે તે જણાવી દેશે અને તે હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ જશે.તો બેટર છે કે તમે તે ડ્રગ્સ ત્યાંથી કાઢી લો અને તેને તેની યોગ્ય જગ્યાએ પહોંચાડી દો."અદ્વિકાએ કહ્યું.તેની વાતો સાંભળીને રોમિયોને અત્યંત આઘાત લાગ્યો.

"તને આ બધું કેવીરીતે ખબર?"રોમિયોને અદ્વિકા પર શંકા ગઇ.

"પપ્પા,આમ ખાઓ ગુટલીયા મત ગીનો.હું જાનકીવિલામાં રહેતી હતી અને આ બધી માહિતી જાણવી મારા માટે મોટી વાત નહતી."અદ્વિકા બોલી.

"અદ્વિકા,તને લાગે છે તેટલું સરળ નથી આ બધું.માલ પકડાઇ ગયો તો ખતમ બધું."રોમિયો બોલ્યો.

"આપણા ધંધામાં રિસ્ક તો રહેવાનું.પકડાઇ જાય કે ના પણ પકડાય.જો ના પકડાયો તો તે એ.ટી.એસની હાર અને તમારી જીત થશે.તમારું આ કામ સરળતાથી કરી શકે એવો એક વિશ્વાસુ માણસ જોઇશે.જે મુંબઇનો જ હોય."અદ્વિકાએ કહ્યું.

"સિધ્ધુભાઇ.તે જ આ કામ કરી શકશે પણ તે જેલમાં છે."રોમિયો બોલ્યો.

"તો કાઢો તેને જેલની બહાર.તો પપ્પા હવે તમને મારા પર વિશ્વાસ આવે તે માટે મારે શું કરવાનું છે?મને ખબર છે કે તમે આટલાથી નહીં માનો.તમને ખબર છે કાલે આ ટ્રેકિંગ ડિવાઇસ કાઢવા મારે શું કરવું પડ્યું.હું તમને કહી પણ નહીં શકું.છતાં પણ હું તમારી પરિક્ષા માટે તૈયાર છું."અદ્વિકાએ કહ્યું.

રોમિયોના શેતાની મગજમાં એક ખૂબજ ખતરનાક પ્લાન આવ્યો..
શું રનબીર કાયનાને કિનારાના જીવતા હોવા વિશે જણાવશે?
કાયના તે પેનડ્રાઇવને ડિકોડ કરી શકશે?
અંશુમાનને સિધ્ધુ સાથે રાખવાનો અખતરો રાહુલને મોંઘુ પડશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Neepa

Neepa 4 month ago

Ketna Bhatti

Ketna Bhatti 5 month ago