(અદ્વિકાએ રોમિયોનો સાથ આપ્યો કેમકે તે આતંકવાદની દુનિયામાં રાજ કરવા માંગતી હતી.તેણે રોમિયોને જણાવ્યુ કે કિનારા જીવે છે અને તે તેની મદદ કરશે તેને પામવામાં પણ બદલામાં તેને તેણે તેની તમામ સંપત્તિ અને બિઝનેસ સોંપવો પડશે.રનબીર આગળ કુશે બહાના બનાવીને કિનારાના જીવતા હોવાની વાત છુપાવી લીધી પણ રનબીરને શંકા હતી.કિનારાએ કોઇને કુશથી છુપાઇને ફોન કર્યો.)
કિનારાએ કુશના જતા જ કોઇને ફોન લગાવ્યો.આસપાસ કોઇ જ નથી તેની ખાત્રી કર્યા પછી જ તેણે વાત કરી.
"હેલો."
"હેલો રાહુલ,કિનારા બોલું."
"મેમ,શું થયું?"
"સાંભળ,હું તને કઇંક કહેવા માંગુ છું પણ આ વાત તારે કુશને નથી જણાવવાની."કિનારાએ ધીમા અવાજે કહ્યું.
"મેમ,આપ નિશ્ચિત થઇને કહો જે કહેવા માંગો છો."રાહુલે કહ્યું.
"રાહુલ,કુશે ભલે તને કિઆનની તપાસ કરવા માટે ના કહી છે.તેણે કહ્યું છે કે કિઆનને તે જાતે જ શોધશે પણ હું તને વિનંતી કરવા માંગુ છું કે તું કિઆનનું લોકેશન ટ્રેસ કર.કિઆને તેના શરીરમાં ટ્રેકિંગ ડિવાઇસ ફીટ કરેલો છે.તું તેનું લોકેશન ટ્રેસ કર અને હા આ વાત તારા અને મારા વચ્ચે જ રહેવી જોઇએ." કિનારાએ કહ્યું.
"મેમ,હમણાં એક કલાક પછી હું ઘરે પહોંચીશ.અત્યારે હું રસ્તામાં છું પછી તમને ફોન કરું.ચિંતા ના કરો મને પણ કિઆનની આટલી જ ચિંતા છે જેટલી તમને છે.તે મારો દોસ્ત બની ગયો છે.મને મારા દોસ્તને શોધવો છે.પણ મેમ,એક વાત કહું?કિઆન ખૂબજ સ્માર્ટ છે અને તેની સાથે અદ્વિકા પણ છે તો તમે ચિંતા ના કરો.તેને કશુંજ નહીં થાય."રાહુલે કહ્યું.
લગભગ એક કલાક પછી રાહુલ ઘરે પહોંચ્યો.રાહુલના ઘરમાં તેની પત્ની અને એક નાનકડો દિકરો હતો.જે રાહુલના મોડા આવવાના કારણે વહેલા સુઈ ગયા હતાં.રાહુલની જોબ જ એવી હતી કે તેના પરિવારવાળા તેના વગર રહેતા અને કામ કરતા શીખી ગયા હતાં.
ઘરે આવી હળવેથી પોતાના રૂમમાં જઇને સૌપ્રથમ બાથરૂમમાં જઇને સ્નાન કર્યું ત્યારબાદ બહાર આવી ઘસઘસાટ ઊંઘી રહેલા પત્ની અને દિકરાના કપાળ પર હળવું ચુંબન કર્યું.બહાર આવીને ડાઇનીંગ ટેબલ પર પડેલું જમવાનું માઇક્રોવેવમાં ગરમ કરીને જમી લીધું.રસોડામાં પોતાના જમ્યાના વાસણ સાફ કરીને મુક્યા બાદ પોતાના સ્ટડી રૂમમાં ગયો.તેણે પોતાનું લેપટોપ ચાલું કર્યું અને તે ટ્રેકિંગ ડિવાઇસ સાથે કનેક્ટેડ એપ ખોલી.તેણે કિનારાને વીડિયો કોલ કર્યો.
તેણે કિઆનનું હાલનું લોકેશન ટ્રેસ કરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા.અચાનક તેના ચહેરા પર ચિંતાના વાદળ છવાઇ ગયા અને એ.સીવાળા રૂમમાં પણ તેને પરસેવો વળવા લાગ્યો.તેના ચહેરાના હાવભાવ જોઇને કિનારા સમજી ગઇ કે તેનું લોકેશન ટ્રેસ નથી થઇ શક્યું.કિનારાના ચહેરા પરના પ્રશ્નને તે સમજી ગયો.
"મેમ,તેના શરીરમાં લાગેલું ડિવાઇસ તેના શરીરમાં નથી અથવા તો તેને કાઢીને તોડી લેવામાં આવ્યું છે."રાહુલે ધ્રુજતા અવાજે કહ્યું.
"કોઇ જ રસ્તો નથી ?"કિનારા માત્ર આટલું જ બોલી શકી.
"હા,એક રસ્તો છે.ટ્રેકિંગ ડિવાઇસ હિસ્ટ્રી.તેના માટે મારે ટેકનોલોજી એક્સપર્ટને મળવું પડશે.હું કાલે સવારે પહેલા જ તેમને મળીને તેના ટ્રેકિંગ ડિવાઇસના લાસ્ટ લોકેશનને શોધી કાઢીશ અને મારી ટીમને ત્યાં મોકલી દઇશ."રાહુલની વાતથી કિનારાને શાંતિ થઇ.
*******
અદ્વિકા અને કિઆનનો હનીમૂન સ્યુટ તૈયાર હતો.કિઆન ગુસ્સામાં ધુંઆપુંઆ હતો.તેણે અદ્વિકા સાથે જવાની ના પાડી દીધી. કિઆનના મનમાં કઇંક ચમકારો થયો.થોડીક આનાકાની પછી તે માની ગયો.
અદ્વિકાને કિઆનના આટલા સરળતાથી માની જવા પર ખુશી થઇ.રોમિયોના રૂમમાંથી બહાર નીકળીને અદ્વિકા અને કિઆન હોટેલના સાતમાં માળે આવેલા સ્પેશિયલ હનીમૂન સ્યુટમાં ગયાં.તે લોકો રૂમમાં દાખલ થયા અને રૂમ જોતા જ તેમની આંખો પહોળી થઇ ગઇ.
રૂમ એકદમ આલિશાન હતો.આખા રૂમમાં ચારેય તરફ ફુલોની સુગંધ પ્રસરેલી હતી.સફેદ રંગની દિવાલો પર મોંઘા,સુંદર અને રોમેન્ટિક ચિત્રો લગાવેલા હતાં.ખૂબજ વિશાળ રૂમમાં એક તરફ બ્રાઉન રંગના મોંઘા સોફાસેટ હતા.સામે ટેબલ પર સુંદર ફુલોનો ગુલદસ્તો હતો.બીજી તરફ જાકુઝી હતી જેમા ગુલાબ અને મોંઘા સુગંધીદાર ફુલોની પાંદડીઓ હતી.થોડાક અંદર જઇને એક વિશાળ ડબલબેડ પર ફુલોનો બુકે હતો જેમાં વેલકમ મિસ્ટર એન્ડ મિસસ શેખાવત લખેલું હતું.સાઇડમા શેમ્પેઈનની બોટલ અને બે ગ્લાસ મુકેલા હતાં.
આ બધું જોઇને કિઆનને ગુસ્સો આવ્યો પણ તેના મનમાં જે વિચાર હતો તેણે તે પૂછવાનું નક્કી કર્યું.
"અદ્વિકા,કહી દે કે આ બધું નાટક હતું.તું ખોટું બોલતી હતીને."કિઆનની આંખમાં આશા હતી.તેણે અદ્વિકાના ખભે હાથ મુક્યા.અદ્વિકાએ કિઆનના હાથ તેના ખભેથી હટાવ્યા અને તેના સવાલનો જવાબ આપ્યા વગર તે બાથરૂમમાં જતી રહી.કિઆનનો ફોન તો ક્યારનો તેની પાસેથી લઇ લેવામાં આવ્યો હતો.તે સાવ નિસહાય હતો.પરિસ્થિતિ તેના ધાર્યા વિરુદ્ધ હતી.અદ્વિકાનું આવું વર્તન તેને આશ્ચર્યજનક લાગ્યું.તેને ખૂબજ ગુસ્સો આવ્યો પણ તેને થયું કે તે આ બધું નાટક કરતી હશે.જેના કારણે તેણે તેને આ પ્રશ્ન પૂછી લીધો પણ તે જવાબ આપ્યા વગર જ બાથરૂમમાં જતી રહી.તેનું મગજ બ્લેંક થઇ ગયું હતું.તે શું કરે તે વિચારે તે પહેલા જ બાથરૂમનો દરવાજો ખુલ્યો.
સામે ઊભેલી અદ્વિકાને જાણે તે પહેલી વાર મળી રહ્યો હતો.અત્યંત ટુંકી અને અર્ધપારદર્શક નાઇટીમાં તેના ખુલ્લા પગ આકર્ષક દેખાઇ રહ્યા હતાં.તેના ખુલ્લા વાળમાંથી મદહોશ કરી દે તેવી સુગંધ હતી અને તેમાંથી પાણી પણ ટપકતું હતું.તેના ભીના વાળ તેના ખુલ્લા ખભા પર ફેલાયેલા હતાં.બે ઘડી કિઆન બધું જ ભુલીને તેને પલક ઝપકાવ્યા વગર જોઇ રહ્યો.અદ્વિકા ધીમેધીમે તેની તરફ આગળ વધી તેણે હળવા હાથેથી કિઆનને બેડ પર ધક્કો માર્યો અને તે કિઆન પર ઝુકી.
કિઆનની તંદ્રા તુટી તેણે અદ્વિકાને પોતાનાથી અળગી કરી અને કહ્યું,"જો તું આ બધું નાટક બંધ કર.મને ખબર છે કે તું રોમિયો સાથે હોવાનું નાટક કરે છે.અહીં કોઈ નથી તું મને બધું કહી શકે છે.પ્લીઝ કહી દે કે જે હું વિચારું છું તે સાચું છે."
જવાબમાં અદ્વિકાએ કઇપણ બોલવાની જગ્યાએ કિઆનને પોતાની તરફ ખેંચ્યો.તેની ગરદન પર પોતાના ગરમ શ્વાસનો સ્પર્શ કરાવી રહી હતી.કિઆને ફરીથી તેને ધક્કો માર્યો.
"પ્લીઝ,ભગવાન ખાતર સાચું બોલ."કિઆને બે હાથ જોડ્યાં.અદ્વિકાએ એકદમ માદક હાસ્ય આપ્યું અને પોતાની નાઇટીની રેશમી દોરીની ગાંઠ છોડી દીધી.કિઆન અદ્વિકાનું આ રૂપ જોઇ અચંભિત થઇ ગયો.તે કશુંજ બોલવાની પરિસ્થિતિમાં નહતો.અદ્વિકાએ વિજયી સ્મિત ફરકાવ્યું અને તે કિઆન પર ઝુકી.કિઆને તેને દૂર કરવાના નાકામ અને નબળા પ્રયાસ કર્યા અને અંતે અદ્વિકાએ કિઆનને પોતાના રૂપની આગમાં પિગળાવી દીધો.કિઆન પોતાની ઇચ્છા ના હોવા છતાં પોતાનો જ પ્રણ અને બીજું બધું ભુલી અદ્વિકાની સાથે સંબંધ બનાવી બેસ્યો.
આખા દિવસના માનસિક , શારીરિક થાકના કારણે અને પ્રેમની પરિતૃપ્તિ પામીને તે ઘસઘસાટ સુઇ રહ્યો હતો.અદ્વિકાની આંખમાં ચમક હતી.તેણે કિઆનની ખુલ્લી છાતી પર પોતાનું માથું મુક્યું અને હાથમાં રહેલી નાનકડી કાળી વસ્તુને જોઇને હસી રહી હતી.તે ટ્રેકિંગ ડિવાઇસ હતું.જેને તેણે તોડી નાખ્યું હતું.તેણે કિઆનના હોઠો પર કિસ કરીને કહ્યું,"હવે તારા સુધી પહોંચવાની રાહુલની આખરી આશા પણ નિષ્ફળ થશે."
અદ્વિકા પણ કિઆનને વેલની જેમ વિંટળાઇને સુઇ ગઇ.વહેલી સવારે કિઆનની આંખો ખુલી અને અનાવરીત અદ્વિકા પોતાને વિંટળાઈને સુઇ રહી હતી.ઊંઘમાં પણ તેના ચહેરા પર સ્માઇલ હતું.તેણે અદ્વિકાને ધક્કો માર્યો.તે આજે પોતાની જાત પર ગુસ્સે હતો.તેના આ ગુસ્સાથી અદ્વિકા સફાળી જાગી ગઇ.
"ગુડ મોર્નિંગ માય જાન.ગઇકાલની રાત મારા માટે બેસ્ટ હતી.ઇન્ફેક્ટ ગઇકાલનો દિવસ જ બેસ્ટ હતો.મને મારા પિતા અને મારા જીવનનું લક્ષ્ય મળી ગયું.મને મારો પ્રેમ,મારા પતિનો પ્રેમ સંપૂર્ણપણે મળી ગયો.આટલી સરસ યાદગાર રાત પછી તું મને આમ કેમ ધુત્કારે છે?"અદ્વિકા કિઆનને ગળે લાગતા બોલી.
"મતલબ,તું કોઇ નાટક નથી કરતી.હવે તારો સાચો ચહેરો મારી સામે આવ્યો.મે કહ્યું હતું તને કે હાલમાં હું આપણી વચ્ચે પતિ પત્નીનો સંબંધ નથી બનાવવા માંગતો છતાં પણ તે આ કર્યું.આજે મને તારા પર નફરત થાય છે."કિઆને તેને દૂર કરતા કહ્યું.
"કમ ઓન,મે એકલીએ કશુંજ નથી કર્યું.મારું રૂપ જોઇને તું પાગલ થઇ ગયો અને બધું જ ભુલી ગયો.તે પણ મને તુટીને પ્રેમ કર્યો છે.તો પ્લીઝ નફરત કરવી જ હોય તો પોતાની જાતને પણ કર."અદ્વિકાએ કહ્યું.
"હા,આ સાચું બોલી તું.આઇ હેટ માયસેલ્ફ.અંતે તો તું તારી મમ્મી જેવી જ નીકળી.પોતાના રૂપનો ફાયદો ઉઠાવી તેણે મારા ભોળા ચાચુને વર્ષો સુધી ફસાવીને રાખ્યાં.તારા સુંદર શરીરનો ફાયદો તે પણ ઉઠાવી જ લીધો.તું પણ તારી મમ્મીની જેમ ચારિત્રહીન..."કિઆન આગળ બોલે તે પહેલા અદ્વિકાએ એક સણસણતો લાફો તેના ગાલ પર માર્યો.તે ગુસ્સામાં સમસમી રહી હતી.
તે બાથરૂમમાં ગઇ.રોમિયોએ તેના અને કિઆન માટે નવા કપડાં મંગાવીને તૈયાર રાખ્યા હતાં.થોડીક વારમાં તે બહાર આવી.તેણે ગુલાબી કલરનો એક સુંદર ડ્રેસ પહેર્યો હતો.તેના ચહેરા પર ચમક અનોખી જ હતી.કિઆનને રૂમમાં જ મુકીને તે રોમિયો પાસે ગઇ જ્યાં.આદેશ રોમિયો પાસે ફરિયાદ કરી રહ્યો હતો.
"પપ્પા,તમે અદ્વિકા ઉપર આટલો બધો વિશ્વાસ કેવીરીતે કરી શકો?બની શકે કે આ બધો તેમનો પ્લાન હોય.આપણે ફસાઇ શકીએ."અાદેશે કહ્યું.
"બોલવામાં અને કરવામાં ઘણો ફરક છે.હું એમ જલ્દી તેની પર વિશ્વાસ નહીં કરું ભલે તે મારી દિકરી હોય.અત્યારે તો આપણને બંને બાજુએ ફાયદો છે.કુશનો દિકરો આપણી પાસે છે અને બીજી જો અદ્વિકા ખરેખર આપણી સાથે હશે તો આપણે આપણું કામ સરળતાથી પાર પાડી શકીશું."રોમિયોએ કહ્યું.
બરાબર તે જ સમયે અદા ત્યાં આવી.તેણે રોમિયોને કિઆનના શરીરમાંથી કાઢેલું ટ્રેકિંગ ડિવાઇસ બતાવ્યું.
"મને ખબર છે કે મારા પર વિશ્વાસ નહીં કરો અને તમારી જગ્યાએ હું હોઉ તો મને પણ વિશ્વાસ ના આવે.આ કિઆનના શરીરમાં જે ટ્રેકિંગ ડિવાઇસ હતું.તે કાલે રાત્રે મે કાઢીને તોડી નાખ્યું.મારા માનવા પ્રમાણે આપણે આ જગ્યા જલ્દી જ છોડી દેવી જોઈએ.મને ખબર છે તમે મારો વિશ્વાસ નહીં કરો પણ જો તમે મારો વિશ્વાસ કરશો તો એવી જગ્યાએ લઇ જઇશ કે તમને તમારો લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત થશે.તે રાહુલ અહીંનું લોકેશન ડિવાઇસ હિસ્ટ્રીથી ટ્રેક કરે તે પહેલા અહીંથી નીકળવું પડશે." અદ્વિકાએ કહ્યું.
રોમિયો તેની સામે જોઇ રહ્યો હતો.
******
રનબીર એ.ટી.એસ ઓફિસથી નીકળીને ઘરે ગયો.તેના મનમાં કુશનું વર્તન શંકા ઉપજાવી ગયું.તેણે તેના માટે એક સરળ રસ્તો શોધ્યો.તેણ નક્કી કર્યું કે રોકી આ વિશે જરૂર કઇંક જાણતો હશે અને તે સરળતાથી તેની પાસેથી થોડી ચાલાકી વાપરીને જાણી લેશે.
તે પોતાના રૂમમાં ગયો અને સામેનું દ્રશ્ય જોઇને ચોંકી ગયો.
શું અદ્વિકા ખરેખર રોમિયો સાથે મળી ગઇ છે?
અદ્વિકા રોમિયોને ક્યાં લઇ જશે?
શું જોયું હશે રનબીરે તેના રૂમમાં?
જાણવા વાંચતા રહો.