Tha Kavya - 76 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૬

જીતસિહ પ્રેમથી કાવ્યાને રીંગ આપવા માંગતા હતા પણ કાવ્યાએ લેવાની ના પાડી દીધી. એટલે જીતસિહે પૂછ્યું કેમ કાવ્યા ? શું થયું કેમ રીંગ ની નાં પાડે છે.?

કાવ્યાને હવે ખ્યાલ આવી ગયો હતો કે આજ સમય છે માયા પાસે રહેલી રીંગ માંગવાનો એટલે જીતસિહ ને ધીમેથી કહ્યું. કુંવર તમારી પસંદ તો મને પસંદ જ છે પણ મારે એ રીંગ જોઈએ છે જે રીંગ માયા એ પહેરી છે.

કાવ્યા ની આ માંગણી સાંભળી ને જીતસિહ ચોકી ગયા. મોટાભાઈ વિરેન્દ્રસિંહ ની થનાર પત્ની માયા ને કાવ્યા કેમ ઓળખે છે.? તેને ખ્યાલ પણ હતો નહિ કે કાવ્યા તે રીંગ ની કેમ માંગણી કરી રહી છે અને માયા એ પહેરેલી રીંગ માં એવી તું શું ખાસિયત છે.

જીતસિહ વિચારી રહ્યા હતા ત્યાં કાવ્યા એ ફરી કહ્યું. કુંવર મને ખબર છે મે જે માંગ્યું છે તે તમે મને અવશ્ય આપશો. મને તમારા પર વિશ્વાસ છે. યોગ્ય તક જોઈને કાવ્યાએ જીતસિહ ને ઘણું કહી દીધું.

માંયાભાભી પાસે થી હું તે રીંગ કેમ માંગી શકું.? અને તે રીંગ તો સગાઈ ની રીંગ છે. માયાભાભી મને કેમ આપી શકે. કાવ્યા તું બીજી કોઈ પણ રીંગ કહે, હું તને દુનિયા નાં છેડેથી પણ લાવી આપીશ.

કાવ્યા ને ખબર પડી ગઈ કે જીતસિહ મારી પર લટ્ટુ છે અને જો આ રીંગ ની જીદ પકડી રાખીશ તો તે અવશ્ય રીંગ મને લાવી આપશે.
મારે બસ એજ રીંગ જોઈએ છે. મારે કંઈ સાંભળવું નથી બસ.. મારે તે રીંગ જોઈએ...કાવ્યા જીદ કરવા લાગી.

જીતસિહ કાવ્યા ને નારાજ કરવા માંગતા ન હતા. પણ રીંગ લાવી ને આપવી પણ મુશ્કેલ હતી. અસમંજસ માં પડેલ જીતસિહ વિચારે ચડ્યો.

ધીરેથી કાવ્યાએ કહ્યું કુંવર હું ક્યાં કહું છું અત્યારે ને અત્યારે તે રીંગ મને લાવી આપો. આવનારા દિવસો માં પણ આપી શકો છો. પણ મારે તે રીંગ જોઈએ એટલે જોઈએ. અને હા... કુંવર આપણે અહી શોપિંગ કરવા આવ્યા છીએ તો કોઈ તો સોના ની વસ્તુ ખરીદવી પડશે ને.

જીતસિહ નું ધ્યાન ખેંચાતા કાવ્યાએ શો પીચ માં મુકેલ હીરા જડિત હાર ને બતાવતા કહ્યું. કુંવર પેલો હીરા જડિત મને બહુ જ પસંદ છે. તને કહો તો પહેરી ને જોઈ લવ.

જીતસિંહ નો ચહેરો ઉદાસ તો થઈ ગયો હતો પણ મોલ માં ભીડ ને કારણે તેમણે હસતો ચહેરો રાખ્યો હતો. કાવ્યા એ હાર માટે કહ્યું એટલે ત્યાં કાઉન્ટર પર ઉભેલ માણસ ને જીત સિંહ પ્રેમથી કહે છે પેલો હાર બતાવશો.

કાઉન્ટર પર ઉભેલા માણસે તે હીરા જડિત હાર શો પીસ માંથી લઈને જીત સિંહ ને આપ્યો. જીતસિહે કાવ્યા ને બતાવતા કહ્યું. કાવ્યા હાર તો બહુ સુંદર છે જો તને પસંદ હોય તો લઈ લેજે.

કાવ્યા બરિકી થી હાર ને જોવા લાગી પછી તેણે ગાળામાં પહેરીને જીતસિંહ ને બતાવતા કહ્યું. જુઓ તો કુંવર હું કેવી લાગી રહી છું.?

કાવ્યા તો પહેલી થી સુંદર હતી. ને સફેદ કપડામાં તે વધુ સુંદર દેખાઈ રહી હતી. ઉપર થી હીરા જડિત હાર કાવ્યા એ પહેર્યો ત્યાં તો ત્યાં ઉભેલા બધા લોકો જોવા લાગ્યા. કેમ કે એક તો શહેર નાં ધનવાન માણસ સાથે કાવ્યા આવી હતી અને ઉપરાંત તેણે મોંઘો હાર ગાળામાં પહેર્યો.

થોડી વાર કાવ્યા ને જીતસિંહ જોઈ રહ્યા અને પછી કહ્યું. કાવ્યા આ હાર તો ખૂબ જ સુંદર છે અને તને સુટ પણ કરે છે. અને તો પસંદ આવ્યો છે જો તને પંસંદ હોય તો આપણે ખરીદીએ.

કાવ્યા ને પસંદ હતો એટલે તે હાર ખરીદી લીધો અને હવે કાવ્યા અત્યારે બીજું કંઈ ખરીદવા માંગતા ન હતા એટલે જીતસિંહ ને કહ્યું. ચાલો કુંવર આપણે જઈએ.

હજુ તારી કોઈ ઈચ્છા લેવાની હોય તો કાવ્યા આપણે ખરીદી કરી લઈએ. આજે આપણે ખરીદી કરવા જ આવ્યા છીએ કાવ્યા. સહજ રીતે જીતસિંહે કાવ્યા ને કહ્યું.

ના કુંવર મારી શોપિંગ થઈ ગઈ છે. ચાલો આપણે જઈએ.

બંને શોપિંગ મોલ માંથી નીકળીને ઘરે જવા રવાના થયા.
રસ્તામાં કાવ્યા એ પહેરેલો હીરા જડિત હાર પર જીતસિંહ ની નજર કરતા હતા ત્યારે કાવ્યા એ કહ્યું. કુંવર તમને યાદ છે ને મારે જે જોઈએ છે એ....
કાવ્યા નું આવા ઈશારા થી કહેવું જીતસિંહ ને તલવાર નાં ઘા સમાન લાગી રહ્યું હતું.

શું જીતસિંહ સાચે કાવ્યા માટે રીંગ લાવી આપશે.? શું જીતસિંહ રીંગ મેળવવા માટે સફળ થાશે. તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...