Wanted Love 2 - 118 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--118

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--118


( કિનારાને કિઆનની ચિંતા હતી પણ કુશના સમજાવવા પર તેણે રાહત અનુભવી.નિમેષને ભાન આવતા કુશ અને લવના હાથનો માર ખાઇને સત્ય કહી દીધું કે તે અને તેનો ભાઇ તેમના સ્વાર્થ માટે નિમેષ અદાની અને આદેશ રોમિયો તરફ થઇ ગયો.અહીં રનબીર અને કુશની મુલાકાત થઇ.કુશનો પ્લાન જાણીને રનબીરને તેના પર ગર્વ થયો અને સાથ આપવા કહ્યું.કુશે રનબીરને જણાવ્યું કે તે ત્રણેયે તે લગ્ન વીડિયો કોલમાં જોયા હતાં.અહીં અદ્વિકા અને કિઆન રોમિયો સામેપહોંચ્યાં.અદ્વિકા જે રોમિયોને નફરત કરતી હતી તેણે રોમિયોને ગળે લગાવ્યો.)

અદ્વિકા રોમિયોના ગળે લાગીને રડી રહી હતી.રોમિયોની પણ આંખો ભીની હતી.આદેશને પોતાની બહેનના આવા પગલા પર આશ્ચર્ય થયું હતું જ્યારે કિઆન સખત આઘાતમાં હતો.

"અદ્વિકા,આ તું શું કરે છે?આ માણસ અાપણો દુશ્મન છે.તેના કારણે આપણા ઘરમાં બધાનું જીવન બરબાદ થઇ ગયું છે.તું તેના ગળે લાગે છે?"કિઆને આઘાત સાથે પૂછ્યું.

"કિઆન,તે મારા પિતા છે.મારા જન્મદાતા છે.હું ઇચ્છતા હોવા છતાં તેમને નફરત ના કરી શકું.હા મને તેમના માટે ગુસ્સો હતો પણ ખબર નહીં આજે તેમને જોયા પછી હું મારી જાતને રોકી ના શકી.પપ્પા,તમને એકવાર પણ મને મળવાનું કે મને જોવાનું મન ના થયું.પપ્પા,તમે કિઆનને કોઇ નુકશાન ના પહોંચાડતા.હું તેને ખૂબજ પ્રેમ કરું છું.તે મારો પતિ છે.તેના વગર હું મરી જઇશ."અદ્વિકા રોમિયોની છાતીએ માથું મુકીને બોલી.

રોમિયોએ અદ્વિકાના કપાળ પર ચુંબન કર્યું અને તેના માથે હાથ ફેરવ્યો."મારી અદ્વિકા,મે તને બહુ યાદ કરી પણ મને ડર લાગતો હતો કે તું મને નફરત કરે છે એટલે તને ક્યારેય મળવાની કોશિશ ના કરી.

તું ચિંતા ના કર.કુશ ભલે મારો દુશ્મન છે પણ હું કિઆનને કશુંજ નહીં કરું.મે તેને અહીં એટલે જ બોલાવ્યો કે હું તેને મારો ભાગીદાર બનાવી શકું.આદેશ તો મારી સાથે છે જ અને પેલો નિમેષ તે તેના માના ખોળામાં બેસી ગયો છે.તે સ્ત્રી મારી દુશ્મન છે.તેના કારણે મારી કિનારા મરી ગઇ.તે મારી સાથે ઝગડવા રહી અને કિનારા ભાગીને અંદર ગઇ પછી તે કાયમ માટે મારાથી દૂર થઇ ગઇ."રોમિયોએ ગુસ્સાથી દાંત ભીસીને કહ્યું.

"તને શું લાગે છે રોમિયો ?કે કુશ અને કિનારાનો દિકરો તારા જેવા આતંકવાદી સાથે મળીને કામ કરશે?મરી જઇશ પણ તે ક્યારેય નહીં બને."કિઆને કહ્યું.

"કિઆન,મુર્ખ ના બન.હવે તારી પાસે કોઇ બીજો રસ્તો નથી.તારે મારા પપ્પાનો સાથ આપવો જ પડશે.પપ્પા,આદેશભાઇ તો છે જ તમારી સાથે પણ તે ખૂબજ ધીમા છે.મારું દિમાગ અને હું ખૂબજ તેજ છું.હું તમારી સાથે છું.આજથી તમારા આ કામમાં તમારી ચેલી અને તમે મારા ગુરુ.ચિંતા ના કરો.આ કિઆન આજે નહીં તો કાલે તમારો સાથ જરૂર આપશે."અદ્વિકા એક અલગ જ અંદાજમાં બોલી.

કિઆનને ખૂબજ મોટો ઝટકો લાગ્યો.રોમિયોને સુખદ આચકો લાગ્યો જ્યારે આદેશ ચિંતામાં આવી ગયો.પોતાના પિતાની આ જાહોજલાલીમાં ભાગ પડાવવા હવે તેની બહેન પણ મેદાનમાં હતી.કિઆનની આંખમાં આંસુ હતાં.તેને પીઠ પર ખંજર મારવામાં આવ્યું હોય તેવું તેને અનુભવાતું હતું.

"અદ્વિકા,તું મારી પત્ની છે.તું ભુલી ગઇ કે પપ્પાએ,મમ્મીએ અને બીજા બધાંએ તું રોમિયોની દિકરી હોવા છતાં તને અપનાવી હતી અને અનહદ પ્રેમ તથા વિશ્વાસ આપ્યો હતો.તું અચાનક કેવીરીતે બદલાઇ ગઇ?"કિઆને રડતા રડતા પૂછ્યું.

"બસ,તારા ઘરે મને ભલે પ્રેમ મળ્યો,વિશ્વાસ મળ્યો પણ આટલા મોટા પરિવારની વહુ બનીને મે શું કર્યું ઢસરડા.તારી દાદીની નફરત કેટલા મહિના સહન કરી?બસ હવે નહીં.હવે હું જલ્સા કરીશ.સારા બનીને જોઈ લીધું કઇ ખાસ મળ્યું નહીં.તારા માતાપિતાને જોઇ લે સારા બનીને તેમને શું મળ્યું?આખી જિંદગી તકલીફ જ મળી.પોતાના પરિવારથી હંમેશાં દૂર રહેવાનું,સતત ભયમાં જીવવાનું.જીવતી હોવા છતાં તારી મા દુનિયા સામે મરેલી છે અને છુપાઇને જીવે છે.પોતાના બાળકોને મળી પણ નથી શકતી.મારા પિતાને જો આટલા ખરાબ કામ કર્યા પછી પણ તારા પિતા જેવા મોટા ઓફિસર તેમનો વાળ પણ વાંકો ના કરી શક્યાં.મારા પિતા કેવી આલિશાન જિંદગી જીવે છે.

પપ્પા,કિનારા મોમ જીવે છે અન લવચાચુ પણ જીવે છે.તે લોકો કુશ ડેડ સાથે જ છે.હા તે ક્યાં છે તે મને નથી ખબર પણ તે લોકો જીવે છે.તમારી કિનારા જીવે છે.તેને તમને મેળવવામાં હું તમારી મદદ કરીશ પણ બદલામાં તમારી આ કાળા કામની તમામ સંપત્તિની વારસદાર તમારે મને બનાવવી પડશે.આ બધું કામ મને શીખવાડીને મને નવી આતંકવાદની રાણી બનાવવી પડશે."અદ્વિકાએ ઓફર મુકી.જે સાંભળીને રોમિયોના ચહેરા પર ખુશી હતી જ્યારે કિઆન અને આદેશના ચહેરા પર આઘાત હતો.

"તું મારી પત્ની હોવાનો હક આજથી ગુમાવે છે.હું તારો પતિ નથી.આઇ હેટ યુ.આજથી તું પણ મારા માટે એક આતંકવાદીની દિકરી અને એક અપરાધી છો.રહી વાત આતંકવાદના સામ્રાજ્યમાં રાજ કરવાની તો હમણાં રાહુલસર આવતા જ હશે.તે આપણી પાછળ જ હતાં.તમારું ભવિષ્ય જેલમાં જ છે."કિઆને ધૃણા સાથે કહ્યું.

તે અદ્વિકા પાસે ગયો અને તેના ગળામાંથી પોતાના નામનું મંગળસૂત્ર ખેંચીને તોડી કાઢ્યું તથાં તેના સેંથામાંથી પોતાના નામનું સિંદુર લુછી નાખ્યું.અદ્વિકાના ચહેરા પર એક કુટિલ હાસ્ય આવી ગયું.તેણે સાઇડમાં પડેલી દારુની બોટલમાંથી બે પેગ બનાવ્યા અને એક તેના પિતાને આપ્યો.

"ચિયર્સ પપ્પા.આ તો સેલિબ્રેટ કરવું જ પડે.કિઆન,તે મારું કામ સરળ કરી નાખ્યું.હવે મને તારા પર દયા કરવાની કોઇ જરૂર નથી.તું અમારી કેદમાં રહીશ.જો આઝાદ બનીને જલ્સા કરવા હોય તો અમારો સાથ આપજે નહીંતર આજીવન મારો દાસ બનીને રહેજે.

રહી વાત તારા રાહુલ સરની તો તો રસ્તો ક્યારનો ભટકી ગયા છે.તે અહીં નહીં પહોંચે.તે ગુંડાઓએ મારા મોંઢા અને આંખ પરથી પટ્ટી કાઢી નાખી હતી જ્યારે તેમણે સાંભળ્યું કે હું રોમિયોની દિકરી છું.મે તેમને ઇશારો કરીને પાછળ આવતી ગાડી બતાવી અને તેમણે સરળતાથી તે રાહુલને ચકમો આપ્યો."અદ્વિકાએ હસીને કહ્યું.અદ્વિકાએ દારૂનો ગ્લાસ ગટગટાવ્યો.

"વાહ મારી દિકરી વાહ.તું ખરેખર મારું અને અદાનુ બંનેનું દિમાગ લઇને જન્મી છો.મને તારી શરત મંજૂર છે.આજથી જ હું તને કામ શીખવવાનું શરૂ કરીશ.મારા પછી મારી આ ગાદીની વારસદાર તું જ બનીશ."રોમિયો બોલ્યો.

"પપ્પા,હું થાકી ગઇ છું.મને આરામ કરવો છે.મારો અને કિઆનનો રૂમ કયો છે."અદ્વિકાએ પૂછ્યું.

"આદેશ,આ હોટેલનો સૌથી બેસ્ટ હનીમૂન સ્વિટ મારી દિકરી અને જમાઇ માટે તૈયાર કરાવ.તે નવા પરણેલા દંપતિ છે તે વાત મેનેજરને ખાસ કહેજે.તેમની સરભરામાં કોઇ કમી ના રહેવી જોઇએ."રોમિયોએ અાદેશને આદેશ આપ્યો.

કિઆન આટલા મોટા દગા પછી કઇ બોલવાની સ્થિતિમાં નહતો.પરિસ્થિતિ તેના વિચાર્યા કરતા એકદમ પલટાઇ ગઇ હતી.તે હજી થોડો નિશ્ચિત થયો જ્યારે તેને યાદ આવ્યું કે તેના શરીરમાં ટ્રેકિંગ ડિવાઇસ છે જેની મદદથી રાહુલ અહીં આવી શકે છે પણ તેને ચિંતા પણ થઇ કે આ વાત અદ્વિકાને પણ ખબર હતી જો તેણે તેના શરીરમાંથી તે ડિવાઈસ કાઢી નાખ્યું તો?

**********
રનબીર આશ્ચર્યમાં હતો.
"ડેડ,ત્રણ જણા એટલે?"રનબીરે પૂછ્યું.

કુશને પોતાની ભુલનો અહેસાસ થઇ ગયો હતો.આમ તો હવે કિનારા અને લવના જીવંત હોવાની વાત રનબીર તથા કાયનાને જણાવવાનો કોઇ વાંધો નહતો છતાં પણ કુશે હાલ તે વાત ના જણાવવાનું વધુ સારું સમજ્યું.

"એ તો સિંઘાનીયા સાહેબ અને બીજા એક સાહેબ હતાં.રનબીર,તે પેનડ્રાઇવ ચિરાગ ડિકોડ કરી લેશે અને પછી તારી કોઇ મદદ જોઇતી હશે તો તને કહેશે.ત્યાં સુધી તમે લોકો સંભાળીને રહેજો અને કારણ વગર બહાર ના નીકળતા."કુશે કહ્યું.

રનબીરને કુશના હાવભાવથી કઇંક અલગ જ વાત હોય તેવું લાગ્યું પણ તે ખાત્રી વગર કશુંજ બોલવા નહતો માંગતો.તે ત્યાંથી જતો રહ્યો.હાલમાં આ વાત કાયનાને જણાવવાની તેને ના કહેવામાં આવી હતી.

તેના ફોન મુક્યા પછી કિનારાએ કુશને કહ્યું,"કુશ,શું આપણે કાયનાને બધું જ ના જણાવી શકીએ?આમપણ ગણતરીની મિનિટોમાં રોમિયો ઝડપાઇ જશે."કિનારાએ કહ્યું.

"કિનારા,તે રોમિયો છે.આટલી સરળતાથી ઝડપાય તેવું લાગતું નથી."બરાબર તે જ સમયે રાહુલનો ફોન આવ્યો.

"સર,સોરી પણ અમે કિઆનનીગાડીની પાછળ જ હતા પણ ખબર નહીં અમે તે ગાડીને મિસ કરી દીધી.તે લોકો અત્યારે ક્યાં છે તે અમને નથી ખબર."રાહુલે કહ્યું.

તેની વાત સાંભળીને લવ, કુશ અને કિનારા આઘાત પામ્યાં.
"જોયું,મે કહ્યું હતું ને કે તે રોમિયો છે આટલી સરળતાથી નહીં ઝડપાય.કોઇ વાંધો નહીં.ચિંતા ના કરો.કિનારા અને લવ કિઆન પોલીસ ઓફિસર બનવા માંગે છે.તેને કશુંજ નહીં થાય મને વિશ્વાસ છે.આમપણ તે રોમિયોનો જમાઇ છે.તો રોમિયો પોતાના જમાઇને કોઇ નુકશાન નહીં પહોંચાડે."કુશે સ્વસ્થતા જાળવતા કહ્યું.

"હવે આપણે બીજો પ્લાન બનાવવો પડશે.રાહુલ,તું કિઆનની ચિંતા છોડી દે.તે હું જોઇ લઇશ.તું અંશુમાનને બધું યાદ દેવડાવવાની કોશિશ કર.જરૂર પડે તો દેશના સારામાં સારા ડોકટરને સંપર્ક કર.ગમે તેમ કરીને ડ્રગ્સનો તે મોટો જથ્થો પકડ.એક કામ કર આજથી છ આઠ મહિના પહેલા આપણે પેલા સિધ્ધુને પકડ્યો હતોને તેને રિમાન્ડ પર લે અને તે ડ્રગ્સનો જથ્થો શોધ.એકવાર અંશુમાનને બધું યાદ આવી જશે તો કાયના પણ નિર્દોષ સાબિત થઇ જશે.પછી તેને આમ છુપાતા નહીં ફરવું પડે."કુશે રાહુલને સુચના આપી.

કુશે ફોન મુકી દીધો.
"કુશ,તે કીધું હતું કે મારા દિકરાને કશુંજ નહીં થાય જો તેને કઇ થયું તો?"કિનારા આગળ બોલે તે પહેલા જ કુશે તેની વાત કાપી નાખી.

"આ શું મારો દિકરો મારો દિકરો બોલ્યા કરે.મારો દિકરો નથી?એક વાત સાંભળી લે કિનારા કિઆન માત્ર તારો દિકરો નથી મારો પણ દિકરો છે.આપણો દિકરો છે.મને પણ તેની એટલી જ ચિંતા છે જેટલી તને છે.આજ પછી જો તું આ બોલી તો તેનું પરિણામ સારું નહીં થાય.આ મિશનનો હેડ હું છું તો હું નક્કી કરીશ કે આગળ શું થશે.કિઆન નાનો કિકલો નથી.તે રાહુલ જોડે રહી ઘણો ટ્રેઇન થઇ ગયો છે.તે તેનું ધ્યાન રાખી શકશે.સમજી?"કુશ આટલું ગુસ્સામાં બોલીને જતો રહ્યો.

કુશના વર્તનથી કિનારા સ્તબ્ધ હતી પણ મક્કમ હતી.તેણે કોઇકને ફોન લગાવ્યો.એક નિર્ણય લીધો હતો તેણે.

શું નિર્ણય લીધો હશે કિનારાએ?
અદા કિઆનના શરીરમાં લગાવેલા ડિવાઇસ વિશે કઇ કરશે?
સિધ્ધુ અને અંશુમાન પાસેથી રાહુલ તે ડ્રગ્સની ભાળ મેળવી શકશે?

જાણવા વાંચતા રહો.