કાયનાની આંખોમાં તોફાન હતું જ્યારે રનબીરની આંખોમાં આઘાત હતો.લેપટોપમાં પાસવર્ડ ક્રેક થવાની પ્રોસેસ ઓટોમેટિક શરૂ થઇ ગઇ હતી,પણ આ કેવી રીતે થયું તે તેને ના સમજાયું.પોતે કેટલાય સમયથી મથી રહ્યો હતો.તેને યાદ આવ્યું કે જ્યારે કાયનાએ રનબીરને ધક્કો મારીને બેડ પર પાડ્યો ત્યારે તેણે લેપટોપ પાછળ કર્યું હતું અને એ જ વખતે તેના હાથેથી કોઇ કી દબાઇ ગઇ હતી.કાયનાએ ભુલથી કોઇ કી દબાવી દીધી હતી જે અનાયાસે રનબીર માટે ફાયદાકારક થઈ ગયું હતું.રનબીરે કાયનાને હટાવવા તેને સાઇડ કરવાની કોશિશ કરી પણ તેની આંખો પરથી રનબીરને કાયનાના ઇરાદા કઇંક બીજા જ લાગી રહ્યા હતાં.
"કાયના,પ્લીઝ મને જવા દે.તે લેપટોપમાં પેનડ્રાઈવનો પાસવર્ડ ક્રેક થઇ રહ્યો છે.મારી મહેનત સફળ થઇ ગઇ."રનબીરે રીતસરની આજીજી કરતા કહ્યું.
કાયનાના કાને કશુંજ ના પડ્યું હોય તેમ તેણે રનબીરને બોલતો બંધ કરવાનો ખૂબજ સરળ પણ રોમેન્ટિક રસ્તો શોધી કાઢ્યો.બેડ પર સુતેલો અને છુટવા માટે તરફડીયા મારતો રનબીર બીજી તરફ તેના પેટ પર બેસેલી કાયના.કાયના તેના ચહેરા પર ઝુકી અને તેના હોઠો પર પોતાના હોઠ મુકી દીધાં.તેને ખૂબજ પ્રેમાળ અને સેન્સીયસ કિસ કરી.રનબીરે કાયનાના આ શસ્ત્ર સામે હાર સ્વીકારી લીધી.તેણે કાયના ફરતે પોતાના બે હાથ વિટાળ્યા અને સામે તેના હોઠોનો રસ ક્યાંય સુધી પીધો.
"હવે તો જવા દે મને." રનબીરનો જીવ તે પેનડ્રાઇવમાં અટકેલો હતો.
કાયનાએ નકારમાં માથું હલાવ્યું.
"તો?"રનબીરે દયામણું મોઢું કરીને પૂછ્યું.
"આપણા લગ્નની પહેલી રાત્રે મે જે વર્તન કર્યું તેના વિશે મે વિચાર્યું અને મને લાગ્યું કે આઇ વોઝ રોંગ.ખબર નહીં હું કેમ ડરી ગઇ અને ગભરાઇ ગઇ.તારી સાથેની આ પળો વિશે મે પહેલા પણ કલ્પના કરી હતી અને તે વખતે મને ડર નહીં પણ શરમ તથા રોમાંચ અનુભવાયો હતો.મે મારું મન એક જ દિવસમાં બદલી નાખ્યું.નાઉ આઇ વોન્ટ ટુ મેક લવ વિથ માય હસબંડ."કાયના રનબીરની આંખોમા જોઇને બોલી રહી હતી.તેની આંખોમાં રહેલા તોફાનને રનબીર સમજી ગયો.કાયનાએ પોતાનું જેકેટ ઉતાર્યુ,તેણે પાતળી પટ્ટી વાળી ટીશર્ટ પહેરી હતી.તેણે ધીમેથી પોતાના ખભા પરની એક તરફની પટ્ટી નીચે કરી.અચાનક રનબીરનું ધ્યાન લેપટોપ તરફ ગયું.પાસવર્ડ ક્રેક થઈ ગયો હતો અને પેનડ્રાઇવ ઓપન ગઇ હતી.તેણે કાયનાને હળવો ધક્કો મારીને હટાવી.
"સોરી કાયના."આટલું કહીને તે લેપટોપ તરફ ભાગ્યો.
કાયના ખૂબજ ગુસ્સે થઈ.તેણે પોતાનું જેકેટ પહેરી લીધું અને રનબીર પાસે આવી.
"આઇ હેટ યુ.એક તો હું આપણા સંબંધને આગળ વધારવાની કોશિશ કરું છું અને તને આ પેનડ્રાઇવની પડી છે.જા તું પેનડ્રાઇવ સાથે જ રહે."કાયના નારાજ થઇને જતી રહી.રનબીર લેપટોપ ચેક કરી રહ્યો હતો તે જ સમયે રોકી ચિરાગ સાથે આવ્યો.ચિરાગે સાદા કપડાં પહેર્યા હતા.કુશે તેને પોતાની ઓળખ રનબીર અને કાયના પાસે છુપાઈને રાખવા કહ્યું હતું.
"ડેડ,તે પેનડ્રાઇવનો પાસવર્ડ ક્રેક થઇ ગયો."રનબીર ઉત્સાહિત થઇને બોલ્યો પણ સાથે આવેલા ચિરાગને જોઇને ચુપ થઈ ગયો.
"અરે વાહ,આ તો ખૂબજ સરસ કહેવાય.રનબીર તું તો જિનિયસ છે."ચિરાગ પોતાની જાતને આ બોલતા ના રોકી શક્યો.જેનો તેને પછી અફસોસ થયો.તેણે રોકી સામે જોયું.
રનબીર આશ્ચર્યથી તેની સામે જોઇ રહ્યો હતો.રોકીએ બાજી સંભાળતા કહ્યું,"રનબીર,ચિંતા ના કર.આ મારો ખાસ મિત્ર છે.તે મારા વિશે બધું જ જાણે છે.મે તેને બધું જ જણાવ્યું.આ પેનડ્રાઇવ વિશે પણ મે તેને કહ્યું હતું."
ચિરાગે રોકી સામે જોઇને કઇંક ઈશારો કર્યો.
"અરે રનબીર,તું અને કાયના મારા મિત્ર માટે ગરમગરમ ચા નાસ્તાની વ્યવસ્થા કરો અમે મિત્રો વાતો કરીએ છીએ.તું પણ કાયનાની મદદ કરજે.નાસ્તો તૈયાર થઇ જાય એટલે બોલાવજે."
રનબીર ત્યાંથી જતો રહ્યો.તેના જતા જ ચિરાગ તે લેપટોપ લઇને જોવા લાગ્યો.તેણે તુરંત જ કુશને ફોન લગાવ્યો.
"કુશસર,તમારો જમાઇ તો જિનિયસ છે.તેણે પેનડ્રાઇવનો પાસવર્ડ ક્રેક કરી લીધો છે."
"વાહ,તું તે પેનડ્રાઇવનો ડેટા જલ્દી કોપી કરી લે તેમાંથી આપણને ઘણુંબધું જાણવા મળશે.રનબીર કે કાયનાને શંકા ના જવી જોઇએ અને હા ચિરાગ,તું તે ટ્રેકિંગ ડિવાઇસ લાવ્યો?"કુશે પૂછ્યું.
"હા સર,તે ડિવાઇસ લાવ્યો છું."ચિરાગે આટલું કહીને ફોન મુકી દીધો.પોતાના ખીસામાં તે અહીં આવતા સમયે એક ખાલી પેનડ્રાઇવ લઇને આવ્યો હતો.જે તેણે રનબીરના લેપટોપમાં લગાવી અને કોપી કરવા મુકી દીધી.પેનડ્રાઇવમાં ડેટા વધારે હતો એટલે તેને કોપી થવામાં સમય લાગી રહ્યો હતો.અહીં રનબીર અને કાયનાએ ચા નાસ્તો તૈયાર કરી લીધો હતો.રોકીને રનબીર ત્યાં આવતો દેખાયો.તેને ચિંતા થઇ કે રનબીર જોઇ ના લે પણ પેનડ્રાઇવ હજી પચાસ ટકા જ કોપી થઇ હતી.
********
લવ મલ્હોત્રા કુશ અને કિનારાને એક જગ્યાએ લઈ ગયો.તે લોકો એક ઝાડની પાછળ સંતાઇ ગયાં.
"લવ,તું અમને અહીંયા કેમ લઇને આવ્યો?"કિનારાએ પૂછ્યું.
લવે કિનારાને ચૂપ રહેવા ઇશારો કર્યો.થોડીક વારમાં જ એક પુરુષ બહાર આવ્યો.જેને જોઇને તે ત્રણેય ચોંકી ગયા.
"આ તો રોમિયો અને અદાનો નાનો દિકરો નિમેષ છે પણ આપણે તેને છુપાઇને કેમ જોઇ રહ્યા છીએ?"કુશે પૂછ્યું.
"તે આપણને અદા કે રોમિયો સુધી પહોંચાડી શકે એમ છે."લવે કહ્યું.
"તો આપણે રાહ શેની જોઇએ છીએ.આપણે તેને દબોચીએ અને બે લાફા પડશેને તો પોપટની જેમ બોલવા લાગશે."કિનારાએ ગુસ્સામાં કહ્યું.
"કિનારા,એક તો છેને તું તારા ગુસ્સાને કાબુમાં રાખ.દરેક બિમારીનો તારી પાસે ગુસ્સો જ ઇલાજ હોય છે.તેને શિના પહેલા પણ મળી ચુકી છેને તે લોકો આ વખતે પણ એ જ કહેશે કે અમારો અમારા માતાપિતા સાથે કોઇ સંબંધ નથી.તે બંને તેમની ગરીબીનું રોદણું રડશે.
મે ગામવાળા પાસેથી સાંભળ્યું છે કે આદેશ લગભગ કામ માટે બહારગામ જતો હોય છે અને તે શું કામ કરે છે તે કોઇને ખબર નથી.તે લોકોની કથળેલી આર્થિક પરિસ્થિતિ અચાનક જ સુધરવા લાગી છે.જ્યારે નિમેષ દર બીજા કે ત્રીજા દિવસે છુપાઇને બીજા ગામ જાય છે અને આજે પણ તે ત્યાં જ જવાનો છે.આપણે તેનો પીછો કરીશું."લવ મલ્હોત્રાએ કહ્યું.
થોડીક વાર પછી નિમેષ ઘરની બહાર નીકળ્યો.લવ,કિનારા અને કુશ તેના પર નજર રાખીને બેસ્યા હતાં.નિમેષે આસપાસ જોયું અને તે પોતાની બાઇક પર બેસીને ક્યાંક જવા નીકળી ગયો.લવ,કિનારા અને કુશ ગાડીમાં જવા નીકળી ગયાં.
લગભગ અડધો કલાક પછી નિમેષે એક ખખડધજ અને ખંડેર જેવા લાગતા ઘરની બહાર બાઇક ઊભી રાખી.કુશે ગાડી એક સુરક્ષિત અંતરે ઊભી રાખી અને તે લોકો પોતાની ગન તૈયાર રાખીને તેની પાછળ ગયાં.તેમને અહીં રોમિયો કે અદા કોઇપણ મળી શકે એમ હતું.
તે લોકો ધીમેથી તે ઘરમાં દાખલ થયાં અને તેમણે છુપાઇને અંદરનું દ્રશ્ય જોયું.તે લોકો ચોંકી ગયાં.
*********
અહીં રાહુલની સાથે કિઆન અને અદ્વિકા તે ગુંડાઓના લોકેશન પર જવા નીકળી ગયા હતાં.તે ત્રણેય ગુંડાઓ ચાની ટપરી પર મોઢું વકાસીને બેસેલા હતાં.
"બે યાર બધાં રૂપિયા એડવાન્સ લઇ લીધા છે અને જો તે છોકરાને કિડનેપ ના કર્યો તો તે બધાં રૂપિયા પાછા અાપવા પડશે."એક ગુંડાએ કહ્યું.
"હા,તે છોકરો પોલીસવાળાના ઘરનો છે.જો પોલીસમાં ફરિયાદ કરી તો આપણે તો બંને બાજુએથી ફસાઇ જઇશું."બીજો ગુંડો બોલ્યો.
"તો શું કરીશું?"ત્રીજા માણસે પૂછ્યું.
"આજેને આજે ગમે તેમ કરીને તે છોકરાને કિડનેપ કરવો પડશે."પહેલા ગુંડાએ કહ્યું.
"એ તો ત્યારે કરીશન જ્યારે તું જીવતો બચીશ.તને ખબર નથી કે તે કોની સાથે પંગો લીધો છે."કિઆન ત્યાં તેમની સામે જતા બોલ્યો.
તે ત્રણેય ગુંડાઓ એકબીજાની સામે જોવા લાગ્યા અને પછી હસી પડ્યાં.
"તારા જેવો મુર્ખો મે આજસુધી નથી જોયો.કિડનેપ થવા સામેથી આવ્યો."
"કિડનેપ થવા નથી આવ્યો.તમને પોલીસ સ્ટેશન સુધી કિડનેપ કરવા આવ્યો છું.તમને શું લાગે છે કે મે તમે મને ચકમો દઈને ભાગી ગયા?ના મે તમને ભાગવા દીધા કેમકે હું તમને સજા આપવા માંગતો હતો."કિઆને કહ્યું.
તેણે તે ગુંડા સાથે મારામારી કરી.તે જાણીજોઇને તે ગુંડાઓને પોતાના પર હાવી થવા દેવા લાગ્યો.તેણે થોડો ઘણો માર પણ ખાધો.બરાબર તે જ સમયે અદ્વિકા દોડતી દોડતી આવી.તે ગુંડાઓએ લાગ જોઇને તેને પકડી.
"અદ્વિકા,તું અહીં કેમ આવી?"કિઆને નાટક કરતા કહ્યું.
"કિઆન,મને તારી ચિંતા થઇ એટલે તારી પાછળ આવી ગઇ."અદ્વિકા બોલી.
"એ આ લેલા મજનૂ બંનેને ઉપાડી લો."તે ગુંડાઓમાના મુખ્ય ગુંડાએ કહ્યું.કિઆને છુપાઇને જોઇ રહેલા રાહુલને આંખ મારી.તે ગુંડાઓએ અદ્વિકા અને કિઆનની આંખ પર પાટો બાંધ્યો પછી તેમને ગાડીમાં બેસાડ્યાં.તેમના હાથ પણ તેમણે બાંધી દીધાં અને મોઢા પર ટેપ લગાવી હતી.ગાડી દમણ તરફ જવા નીકળી ગઇ.
તે ગુંડાઓ અંદર અંદર વાત કરી રહ્યા હતાં.
"ભાઇ,કામ થઇ ગયું છે તો પણ તમે ચિંતામાં કેમ છો?"એક ગુંડાએ પૂછ્યું.
"યાર,આપણને ખાલી આ છોકરાને ઉઠાવવા કહ્યું હતું.આ છોકરીને પણ ઉઠાવવી પડી.તેનું શું કરીશું?"
"ભાઇ,આ છોકરાને તે લોકોને સોંપીને આ છોકરીને આપણે આપણી સાથે લઇ જઇશું પછી મોજ જ મોજ.જોવોને ભાઇ કેટલી સુંદર છે."તે ગુંડો બોલ્યો.
તેની વાત સાંભળીને કિઆન અને અદ્વિકા બંને ચિંતામાં આવી ગયાં.
શું કિઆનનો પ્લાન ઊંધો પડશે?
અદ્વિકા તે ગુંડાઓની જાળમાં ફસાઇ જશે?
કુશ,કિનારા અને લવને શું જોવા મળ્યું હશે?
શું રનબીર જાણી જશે કે ચિરાગ એ.ટી.એસ ઓફિસર છે?
જાણવા વાંચતા રહો.