Wanted Love 2 - 113 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--113

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--113


કિનારાને જીવતી જોઇને બધાને ખૂબજ રાહત થઇ.શિના કિનારાને ભેંટી પડી.

"પણ તને તો રોમિયો લઇને જતો હતો તું કેવીરીતે ભાગીને આવી?"શિનાએ પૂછ્યું.

"રોમિયો મારો હાથ પકડીને મને લઇને જતો હતો પણ અચાનક અદા ત્યાં આવી અને તે બંને ઝગડવા લાગ્યા તો તે તકનો લાભ લઇને હું ભાગી ગઇ.આપણે બચી ગયા પણ આપણી પુરખાઓની હવેલીની આ દુર્દશા જોઇ નથી શકાતી મારાથી.તે સિવાય રમેશભાઇની મૃત્યુનું પણ મને ખૂબજ દુઃખ છે."કિનારા બોલી.

થોડીક વારમાં જ ધડાકાના અવાજથી પોલીસ અને ફાયર બ્રિગેડ આવી પહોંચી.કિનારા,બંને લવ અને શિના ગુજરાત એ.ટી.એસની ઓફિસ પહોંચ્યા ત્ય‍ાં તેમણે સિંઘાનિયા સાહેબને મળ્યાં.

લવ મલ્હોત્રા અને કિનારાએ સિંધાનિયા સાહેબને જણાવ્યું કે રોમિયો ડ્રગ્સ સિવાય પણ કઇંક મોટું કરવાના ચક્કરમાં છે.તેમણે સાથે મળીને એક પ્લાન બનાવ્યો.

સિંઘાનિયા સાહેબ ,લવ અને કિનારા લવ શેખાવત અને શિના શેખાવત પાસે આવ્યાં.તેમણે તે બંનેને જણાવ્યું કે તે લોકો મુંબઇ જશે અને તે લોકો ત્યાં બધાને તે જણાવી શકશે કે અહીં શું બન્યું હતું પણ તે લોકો તે નહીં જણાવે કે કિનારા અને લવ જીવતા છે.

"લવભાઇ-શિના,તમે એમ કહેશો કે તે બંનેએ અમને ભગાવી દીધા પણ તે લોકો ભાગી ના શક્યાં અને કદાચ તે બંને મરી ગયાં.તમે અમારી વાત સમજો.રોમિયો કઇંક ખૂબજ મોટું પ્લાન કરી રહ્યો છે.દુનિયા સામે જો આ વાત આવી જશે કે અમે બંને નથી રહ્યા તો રોમિયો નિશ્ચિત થઇ જશે.તેને એમ લાગશે કે અમે મરી ગયા છીએ તો તે અમને નહીં શોધે અને અમે સિક્રેટ મિશન પર રહીને તેના કામ વિશે અને બધી માહિતી મેળવી શકીશું."કિનારાએ કહ્યું.

"કિનારા,કુશને પણ નહીં ?"શિનાએ પૂછ્યું.

"ના,કુશને અમે સામેથી જણાવીશું.ત્યાંસુધી તમે એમજ રાખશો કે તમને અમારા વિશે કઇ જ ખબર નથી."લવે કહ્યું.

લવ શેખાવત અને શિના મુંબઇ આવી ગયા હંમેશાં માટે,જ્યારે માંડવીવાળી હવેલીને રિનોવેટ કરવામાં આવી.સિંઘાનિયા સાહેબે રોમિયોની કચ્છવાળી ફેક્ટરી પર દરોડા પાડીને મોટી માત્રામાં ડ્રગ્સ પકડીને તે કેસ બંધ કર્યો.તેમણે રોમિયો અને અદાને ભાગેડુ જાહેર કર્યા.લવ મલ્હોત્રા,કિનારા શેખાવત અને રમેશભાઇને મૃત જાહેર કર્યાં.

જાનકીવીલામાં આ સમાચાર આવતા જ શોકનું વાતાવરણ થઇ ગયું.કુશ આ વાત માનવા તૈયાર નહતો કે કિનારા મરી ગઇ છે.
અત્યારે...

કિનારા અને લવે બધું જ જણાવ્યું.

"કુશ,પછી અમે તે ગામમાં જઇને મજુર દંપતિનો વેશ ધરીને રહ્યા.પપ્પાને મારી સાથે રાખવાનો નિર્ણય મારો હતો.હું તેમની સાથે રહેવા માંગતી હતી.અમે સિંઘાનિયા સાહેબની મદદથી તેમનો ઇલાજ કરાવ્યો.તે જલ્દી જ ઠીક થઇ ગયા અને તેમને બધું જ યાદ આવી ગયું.અમે રોમિયોના નવા કામ અને તેનો સામાન ક્યાંથી આવે છે તે બધી માહિતી એકત્રિત કરી છે.આપણે ઇચ્છીએ તો હાલ પણ તે જગ્યાએ દરોડા પાડીને બધું જપ્ત કરી શકીએ છીએ પણ રોમિયો નહીં પકડાય."કિનારાએ કુશને કહ્યું.

"કિનારા,આપણે તેવું નહીં કરીએ.આપણે પહેલા રોમિયોને કિઆન સુધી પહોંચાડવાનો છે.પછી કિઆન મારફતે આપણે રોમિયોનો પ્લાન જાણીને તેને રેડ હેન્ડેડ પકડીશું.મારી પાસે બીજો પણ એક પ્લાન છે.આપણે રોમિયોને તારા જીવતા હોવાની માહિતી મોકલીશું.મને વિશ્વાસ છે કે તે જરૂર બહાર આવશે."કુશે કહ્યું.

બરાબર તે જ સમયે કુશને રોકીનો ફોન આવ્યો.
"કુશ,તે મને કહ્યું હતું તે પ્રમાણે હું તે માણસને મળ્યો અને તેને ધમકાવીને તેના ડ્રગ્સના અડ્ડા વિશે જાણ્યું પણ તે જગ્યાએ મને ડ્રગ્સના કોઇ નામોનિશાન ના મળ્ય‍ાં હા પણ એક પેનડ્રાઇવ જરૂર મળી છે."રોકીએ કહ્યું.

"રોકી,કોઇ વાંધો નહીં તે પેનડ્રાઇવ લઇને તું અમદાવાદ એ.ટી.એસની ઓફિસ જા.ત્યાં હું ઓફિસર ચિરાગ સાથે વાત કરું છું તે તને મદદ કરશે.તે કાયના અને રનબીરને ગન આપી?"કુશે કહ્યું.
"હા કુશ અને તેને ચલાવતા પણ શિખવાડી."રોકીએ કહ્યું.

"જો રોકી,તને ચિરાગ એક ડિવાઇસ આપશે તે તારે તેમના શરીરમાં કોઇપણ વસ્તુ સાથે ફિક્સ કરવાનું છે.કદાચ રોમિયોના માણસો તેમને કિડનેપ કરે તો આપણે તેમને ટ્રેસ કરી શકીએ."કુશે કહ્યું.

"પણ શેમા લગાવું?"રોકીએ પૂછ્યું.

"રોકી,કાયનાના મંગળસુત્રમાં અને રનબીરને તું કોઈ બ્રેસલેટ પહેરાવી દે જેમા તે ડિવાઇસ ફિક્સ થઇ જાય પણ આ વાતની તેમને ખબર ના પડવી જોઇએ.તે સિવાય તેમને ખબર ના પડવી જોઇએ કે તેમનું ભાગવું તે તેમનો નહીં પણ કુશનો પ્લાન હતો."કિનારાએ સુઝાવ આપતા કહ્યું.

"ઠીક છે."આટલું કહીને રોકીએ ફોન મુકી દીધો.

બરાબર તે ફોન મુકતા જ કુશને રાહુલનો ફોન આવ્યો.તેણે અંશુમાનના મળવાના સમાચાર જણાવ્યાં.

"વોટ!અંશુમાન મળી ગયો?વાહ આ તો ખૂબજ સારા સમાચાર છે.કિનારા,હવે આપણી લડાઇ અંતિમ ચરણમાં છે.એક એક કરીને આપણી વિજય થઇ રહી છે."કુશે ખુશી સાથે કહ્યું.

"પણ કુશસર સમાચાર સારા નથી.અંશુમાનની માનસિક સ્થિતિ સારી નથી.તેને કશુંજ યાદ નથી."રાહુલે કહ્યું.

આ વાત સાંભળીને કુશ,કિનારા અને લવ થોડા ઉદાસ થઇ ગયાં.
"રાહુલ,અંશુમાન મળી ગયો છે આ વાત હાલમાં બીજા કોઇને ખબર ના પડવી જોઇએ.તું ડોક્ટરને બોલાવી તેનો ઇલાજ શરૂ કરાવ.મને વિશ્વાસ છે કે જલ્દી જ તેને બધું યાદ આવી જશે."કુશે કહ્યું.

અહીં કિઆન પોતાના બાઇકમાં ઘરે જવા નીકળી રહ્યો હતો.તે અદ્વિકાને લઇને મંદિરમાં જવાનો હતો.અંશુમાનને રાહુલને સોંપ્યા પછી ઘરે જતા સતત તેને તેવું લાગી રહ્યું હતું કે કોઇ તેની પાછળ છે પણ તે તેને એક ભ્રમ માત્ર લાગ્યો.

ઘરે આવીને કિઆન અદ્વિકાને લઇને મંદિરમાં ગયો.અદ્વિકા અઠવાડિયામાં એકવાર અહીં આવીને ઘરની શાંતિ અને બધું ઠીક થઇ જાય તેના માટે પુજા કરતી હતી.તે બંને પુજા કરીને બહાર નીકળી રહ્યા હતાં.

અદ્વિકા પોતાના પરિવાર માટે આટલું કરે છે તે જોઇને કિઆનને પોતાના પ્રેમ પર ગર્વ થતો.તે બંને મંદિરમાંથી બહાર નીકળીને પાળીએ બેસ્યા.કિઆને અદ્વિકાનો હાથ પકડીને રાખ્યો હતો.

"અદ્વિકા,મને તારા પર ગર્વ છે.તને ખબર છે કે મારા પિતા તારા ડેડને મારવા ગયા છે છતાં પણ તું અમારો સાથ આપે છે.આ ઊંમર તારી ભણવાની,હરવા ફરવાની અને એન્જોય કરવાની છે છતાં પણ તું ભણવાની સાથે મારા ઘર અને તમામ પરિવારને એકલા હાથે સંભાળે છે.આઇ લવ યુ અને મને ગર્વ છે કે તું મારી પત્ની છે."કિઆને તેનો હાથ ચુમતા કહ્યું.

અદ્વિકાએ શરમાઇ ગઇ અને હસીને પોતાનો હાથ છોડવ્યો.તેણે કહ્યું,"આપણે મંદિરની પાળીએ બેસેલા છીએ.કઇંક તો શરમ કર કિઆન અને રહી વાત જવાબદારીની તો હું એકલા હાથે નથી સંભાળતી.કિયા,શિવાનીઆંટી અને હવે તો દાદી પણ છે.તે મને ઘરનું કામ બહુ નથી કરવા દેતા.દાદી પણ મને પ્રેમ કરે છે.તે સામેથી મને કહે છે કે હું વાંચવા બેસું અને જલ્દી જ બધું ઠીક થઈ જશે તેમ કહે છે."અદ્વિકાએ કહ્યું.

એકબીજાના હાથમ‍ાં હાથ પરોવીને તે બંને બેસીને વાતો કરી રહ્યા હતાં.આદેશના માણસોને કિઆનને કિડનેપ કરવાના ઓર્ડર મળેલા હતાં.કિઆનને કિડનેપ કરવા બેથી ત્રણ માણસો આવેલા હતાં.
"યાર આજે સવારથી આ છોકરાની પાછળ છીએ.અહીંથી તહીં ફર્યા કરે છે પણ સાલું તેને ઉપાડવાની તક નથી મળતી."એક ગુંડાએ કહ્યું.

"એ વાત સાચી છે પણ અત્યારે તેને ઉઠાવવાની આ તક ખૂબજ સોનેરી છે.અહીં બહુ માણસો નથી તો તે વાતનો આપણે ફાયદો ઉઠાવીને તેને ઉપાડી લઇએ."બીજા ગુંડાએ કહ્યું.

કિઆન અને અદ્વિકા શાંતિથી બેસીને વાતો કરી રહ્યા હતાં.અદ્વિકાનું માથું કિઆનના ખભે ઢળેલું હતું.તે ગુંડાઓએ એકબીજાને ઇશારો કર્યો અને તેમણે અચાનક જ કિઆન પર હુમલો કર્યો.કિઆન અને અદ્વિકા ડઘાઇ ગયાં.કિઆને ગભરાયા વગર બીજી જ ક્ષણે અદ્વિકાને સુરક્ષિત સ્થળ પર છુપાવીને તે ગુંડાઓને યોગ્ય લડત આપી.તેણે છુપાઇને પોતાના મોબાઇલમાંથી રાહુલને ફોન લગાવ્યો.

"સર,બે ત્રણ ગુંડાઓએ મારા પર હુમલો કર્યો છે.હું અહીં શહેરની બહાર આવેલા મંદિરમાં આવ્યો છું."કિઆને છુપાઇને કહ્યું.

રાહુલ તરત જ એલર્ટ થઇ ગયો.તેને આશા હતી કે રોમિયો અને તેના માણસ કિઆનને કિડનેપ કરવાની કોશિશ કરશે પણ આટલી જલ્દી તે નહતું વિચાર્યું.રાહુલે વિચાર્યું કે તેણે કિઆનને એવું એકેય ટ્રેકિંગ ડિવાઇસ નહતું આપ્યું.

"કિઆન,તારું લોકેશન મોકલ હું હમણાં જ આવું છું."રાહુલે કહ્યું.કિઆને તરત જ લોકેશન મોકલ્યું પણ તે ગુંડાઓએ અદ્વિકાને શોધીને તેને બાનમાં લીધી.કિઆન બહાર આવીને તે ગુંડા સાથે લડી રહ્યો હતો.અહીં રાહુલે કુશને ફોન કરીને બધું જણાવ્યું.કિનારા અને લવ આ વાત સાંભળીને ચિંતામાં આવી ગયાં.

"કુશ,કિઆનને કઇ થશે તો?રોમિયો તેને કઇ કરશે તો?મને તેની ખૂબજ ચિંતા થાય છે."કિનારાએ કહ્યું.

"કિનારા,કિઆન આપણો દિકરો છે.તેને કશુંજ નહીં થાય."કુશે કહ્યું.

"કિનારા મેમ, કિઆનની ચિંતા ના કરો.ચિંતા તો રોમિયોએ કરવી પડશે જો કિઆન ત્યાં પહોંચી ગયો.તે તમારા બંનેનું ડેડલી કોમ્બીનેશન છે.કિનારામેમ,મારી વાત લખી રાખો એક દિવસ એવો આવશે જ્યારે કિઆનના નામથી અંડરવર્લ્ડના ડોન,ખુંખાર આતંકવાદી અને બધાં ગુનેગારો કાંપશે.
કિનારામેમ,મને ચિંતા એ વાતની છે કે આપણે કિઆનને ટ્રેસ નહીં કરી શકીએ કે ના તેમની વાતો જાણી શકીશું."રાહુલે કહ્યું.

"રાહુલ,કોશિશ કર કે આ વખતે તેમનો વાર નિષ્ફળ જાય.આપણને ખબર છે કે કિઆન ખૂબજ બહાદુર છે પણ આપણે રિસ્ક ના લઇ શકીએ.કિઆનને રોમિયો પાસે ત્યારે જ મોકલી શકાય જ્યારે તે માનસિક રીતે સજ્જ હોય.રાહુલ તું કિઆનની મદદ કર અને તેને કિડનેપ થતાં બચાવ."લવે કહ્યું.

લવની વાત પર કુશ અને કિનારા પણ સહમત થયાં.રાહુલે તે વિસ્તારના પોલીસને પણ માહિતી આપી ત્યાં પહોંચવા કહ્યું.લગભગ થોડીક વાર પછી રાહુલ અને પોલીસ ત્યાં પહોંચ્યા પણ ત્યાં કોઇ જ નહતું.તે મંદિરમાં માત્ર એક ડરેલા પંડિતજી બેસેલા દેખાયા.રાહુલને ફાળ પડી.
"હે ભગવાન,શું કિઆન ખરેખર કિડનેપ થઇ ગયો?"

શું કિઆન ખરેખર કિડનેપ થઇ ગયો?

શું હશે તવ પેનડ્રાઇવમાં?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 month ago

Pragnesh Desai

Pragnesh Desai 4 month ago

Vishwa

Vishwa 6 month ago

Neepa

Neepa 6 month ago

Jkm

Jkm 6 month ago