Wanted Love 2 - 112 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--112

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--112


(રોકીએ કાયના અને રનબીરને લગ્નની ભેંટ નીમીતે ગન આપી.રોકી તે વ્યક્તિને મળવા ગયો જેણે પેઇન્ટિંગ્સમાં ડ્રગ્સ સ્મગલીંગ કરવાની કોશિશ કરી હતી.તેની પાસેથી માહીતી મેળવીને તે લોકો એક ફેક્ટરી પર ગયા ત્યાં ડ્રગ્સના જથ્થાની માહિતી ના મળી પણ એક પેનડ્રાઇવ જરૂર મળી.અહીં રોમિયોએ કિઆનને કિડનેપ કરવા આદેશને કહ્યું.કિઆનને અંશુમાન મળી ગયો પણ તેની માનસિક સ્થિતિ બરાબર નહતી.)

કિનારા અને લવ કુશને આગળ જણાવી રહ્યા હતા કે બ્લાસ્ટવાળા દિવસે શું થયું હતું.

રોમિયોએ કિનારા,બંને લવ,રમેશભાઇ અને શિનાને બંદી બનાવી લીધાં હતાં.કિનારા અને લવ મલ્હોત્રાના મનમાં એક જ સવાલ હતો કે તેમનો પ્લાન એકદમ ફુલપ્રુફ હતો તો રોમિયો અચાનક કેવીરીતે આવ્યો?

રોમિયો, કિનારા અને લવના મનની વાત સમજી ગયો જાણે.તે બોલ્યો,"કિનારા,તું એ જ વિચારે છેને કે મને તમારા વિશે કેવી રીતે ખબર પડી?મને તમારા વિશે ત્યારે જ ખબર પડી ગઈ હતી જ્યારે તમે મારી ગાડીમાં છુપાઈને અહીં આવ્યા હતા પણ હું તમારો પ્લાન જાણવા માંગતો હતો.

ગઇકાલ રાતથી મારી તમારા બંને પર નજર હતી.સવારે ચામાં ધેનની ગોળી હતી તે જાણવા છતાં મે મારા માણસોને તે ચા પીવા દીધી.તને જીવતી જોઇને મને કેટલી ખુશી થઇ તે તું નહીં સમજી શકે કિનારા.મન તો થયું કે તે જ વખતે તને ગળે લગાવી લઉં.માંડમાંડ મારા મન પર કાબુ રાખ્યો.મે તો ગઇકાલ રાતથી જ આપણી સુહાગરાતના સપના જોવાના શરૂ કરી દીધાં હતાં.

આજે સવારે હું ફેક્ટરી પર જવા નીકળ્યો પણ બહાર જઇને સંતાઇ ગયો અને તમાશો જોવા લાગ્યો.જેવા તમે દરવાજાની બહાર નીકળ્યા અને તમને દબોચી લીધાં.કિનારા,કેવો લાગ્યો મારો પ્લાન?તું માનીશને તારા બંને આશિકો...સોરી ત્રણેય આશિકોમાં હું વધારે સ્માર્ટ છું."છેલ્લું વાક્ય રોમિયો લવ મલ્હોત્રા સામે જોઇને બોલ્યો.

કિનારાએ તેની સામે ગુસ્સાથી જોયું.

"કિનારા,હવે હું સ્પષ્ટપણે તમને બધાંને મારો પ્લાન જણાવું.આજે રાત્રે આપણી સુહાગરાત છે જેનું લાઇવ ટેલિકાસ્ટ માત્ર તારો એક આશિક કુશ જોઇ શકશે કેમકે તારો બીજો આશિક તે જોવા જીવતો નહીં બચે.હા,આજે તારા અહીં હાજર તમામ સંબંધીઓ અને સાથીઓનો આજે છેલ્લો દિવસ છે.

કાલે સવારે આપણે આ દેશ છોડીને જતા રહીશું સરહદ પાર.હું ડ્રગ્સની સાથે મારો બીજો નવો ધંધો સંભાળીશ અને તું મને સંભાળજે."રોમિયોએ આંખ મારીને કિનારાને કહ્યું.
રોમિયો તેની બકવાસ શરૂ રાખવાનો હતો પણ તેને એક ફોન આવ્યો તે જતો રહ્યો પણ જતા જતા કહેતો ગયો.
"આજે તમારા બધાં પર એક દયા કરું છું.તમારા જીવનનો છેલ્લો દિવસ તમને એકસાથે એક જ રૂમમાં વિતાવવા દઉં છું."

રોમિયો તો જતો રહ્યો તેણે બધાને એક જ રૂમમાં અલગ અલગ ખુરશીમાં બાંધી દીધાં પણ દરેકને એકબીજાથી દૂર રાખ્યા,જેથી તે એકબીજાને મુક્ત ના કરાવી શકે.વિશાલભાઇ પણ તે જ રૂમમાં હતાં.રોમિયોના એક બે માણસને છોડીને બાકી રોમિયો સાથે કઇંક જરૂરી કામમાં હતાં.વિશાલભાઇ હવે સ્વસ્થ હતા પણ તેમની દ્રષ્ટિ સતત કિનારાને જોઇને તેમના મસ્તિષ્કને કઇંક મનોમંથન કરવા મજબૂર કરી રહી હતી.

"કિનારા,આ માણસ ખૂબજ ખતરનાક છે કઇપણ કરીને અહીંથી નીકળવું જ પડશે.તે કઇંક મોટું પ્લાનીંગ કરી રહ્યો છે."લવ મલ્હોત્રાએ કહ્યું.

"રોમિયો ખૂબજ સ્માર્ટ છે તેણે આપણે અલગ અલગ બાંધ્યા છે જેથી આપણે એકબીજાને મુક્ત ના કરાવી શકીએ.દરેક જણા પોતાના હાથથી પોતાના હાથમાં બાંધેલી દોરી ખોલવાની કોશિશ કરો."કિનારાએ કહ્યું.

દરેક વ્યક્તિ કિનારાએ કહ્યા પ્રમાણે કોશિશમાં લાગી ગઇ પણ ગાંઠ ખૂબજ મજબૂત હતી.લગભગ સાંજ થઇ ગઇ પણ તમામના પ્રયાસ નિષ્ફળ ગયા.અચાનક સાંજના સાત વાગ્યાની આસપાસ શિનાના હાથ મુક્ત થઇ ગયાં.શિના ખુશી સાથે બોલી,"કિનારા,મારા હાથ મુક્ત થઇ ગયા.હવે હું જલ્દી જ બધાને ફ્રી કરાવી દઉં અને પછી આપણે બધાં ભાગી જઇએ."

"ના શિના,આપણે ફરીથી એ જ ભૂલ ના કરી શકીએ.રોમિયો અને તેના માણસો ભલે અહીં નથી પણ આપણે મેઇન ગેટથી ભાગીશું તો તે આપણને ફરીથી પકડી લેશે અને આ વખતે મારી જ દેશે."કિનારાએ કહ્યું.

"તો શું કરીશું?"શિનાએ પૂછ્યું.

"આપણી આ હવેલી રાજા મહારાજાના સમયની છે.એટલે કે ખૂબજ જુનું બાંધકામ છે.તો આ ઘરમાં કોઇ એક ગુપ્ત રસ્તો જરૂર હશે જેની મદદથી આપણે આ હવેલીથી બહાર નીકળી શકીએ.કોઇ બે વ્યક્તિ અહીં રહેશે અને બાકીના તે રસ્તો શોધશે.યાદ રહે કે રોમિયોના માણસની નજરમાં નથી આવવાનું."કિનારાએ કહ્યું.

"કિનારા,બહાર બધે જ સીસીટીવી કેમેરા છે.આપણે આ રૂમની બહાર નીકળીશું અને તુરંત જ તે કેમેરામાં કેદ થઇ જઇશું."લવ શેખાવતે કહ્યું.

"આપણે લાઇટો ગુલ કરી દઇશું એટલે ફ્યુઝ કાઢીને આખી હવેલીની લાઇટો બંધ કરી દઇશું અને સી.સી.ટી.વીના વાયર કટ કરી નાખીશું."કિનારાએ કહ્યું.

"ગ્રેટ!આ આપણી પાસે આવેલી સોનેરી અને અંતિમ તક છે.જો આ વખતે પકડાયાને તો જે રોમિયોએ કહ્યું છે તે પ્રમાણે જ થશે."

લવ શેખાવત સૌથી પહેલા બહાર નીકળીને ઇલેક્ટ્રિક રૂમ તરફ ગયો.તેણે ફ્યુઝ કાઢી નાખ્યો તેની સાથે જ સમગ્ર હવેલીમાં અંધકારનું સામ્રાજ્ય છવાઇ ગયું.લવ મલ્હોત્રાએ સી.સી.ટી.વી કેમેરાના વાયર કાપી નાખ્યા.હવે બધાં ફરીથી તે રૂમમાં ભેગા થયા અને પહેલાની જેમ જ બેસી ગયાં.રોમિયોનો માણસ તેમને તપાસવા આવ્યો.તેમને એમ જ બંધાયેલા જોઇને તેણે રાહતનો શ્વાસ લીધો.તેણે રોમિયોને રીપોર્ટ આપ્યો અને ફરીથી રોમિયોના કોઇ કામમાં લાગી ગયો.

તે માણસના જતા જ બધાં હવે છુપો રસ્તો શોધવામાં લાગી ગયાં.બધાં ચારેય દિશામાં ફેલાઇ ગયાં.રમેશભાઇ વિશાલભાઇ સાથે બેસેલા હતા.તે ડરેલા વિશાલભાઇને કિનારા અને તેમના જીવનની કહાની વાર્તા સ્વરૂપે સંભળાવી રહ્યા હતાં.

અહીં કિનારા,શિના અને બંને લવ દરેક રૂમ,સ્ટોરરૂમ,રસોડું,મંદિર,લાઇબ્રેરી અને ભંડારઘર સમેત બધાં રૂમ તપાસી લીધા હતાં.દરેક સભ્યોના બેડરૂમ પણ તેમણે તપાસી લીધા હતાં.

"કાશ કે અહીં કુશ હોત તે આ હવેલીમાં આપણા કરતા વધારે સમય રહેલો છે.તેને ખબર જ હશે આ છુપા રસ્તા વિશે." લવ મલ્હોત્રા બોલ્યો.

કુશનું નામ આવતા જ કિનારાને તેમનો અહીં વિતાવેલો સુંદર સમય યાદ આવી ગયો.આ હવેલીના દરેક ખૂણે તેમના પ્રેમની,કિઆનની,કાયનાની યાદો હતી.તેને અચાનક કઇંક યાદ આવ્યું.તે લોકો ત્રીજા માળ પર આવેલા શ્રીરામ શેખાવત અને જાનકીદેવીના રૂમમાં ગયા.રૂમમાં એક પ્રાચીન તિજોરી હતી તે તિજોરીની બાજુમાં શ્રીરામ શેખાવતનો તેમના પિતા અને દાદા સાથે મોટો ફોટોગ્રાફ હતો.કિનારાએ બંને લવની મદદથી તે ફોટો હટાવ્યો.તે ફોટોગ્રાફ ખૂબજ વજનદાર હતો.

"કુશ હંમેશાં કહેતા કે માસાહેબ બાળપણમાં તેમને કહેતા કે જ્યારે પણ આ હવેલી પર કોઇ મુશ્કેલી આવી છે.તેમના પૂરખાઓએ તેમની મદદ કરી છે."કિનારા બોલી.તે ફોટોગ્રાફની પાછળ એક દરવાજો હતો.જે પ્રાચિન જમાનાની ડિઝાઇન વાળો હતો.તે ફોટોગ્રાફ પર સૂરજ,સાપ,પાણી અને શિવજીની છબી કંડારેલી હતી.જે વર્ષોથી બંધ હોવાના કારણે જામી ગયો હતો.તેમણે ઘણીબધી મહેનત કરી પણ તે ના ખુલ્યો.

કિનારાએ તે ફોટોગ્રાફમાં રહેલા પોતાના પિતૃઓ સામે હાથ જોડ્યા અને આંખો બંધ કરીને તેમને પ્રાથર્ના કરી.શિનાનું ધ્યાન રૂમમાં રહેલા મંદિરમાં ગઇ તેમા પણ એવું જ શિવલીંગ હતું જેની છબી તે દરવાજા પર હતી.તે શિવલીંગ ત્યાં વર્ષોથી ફિકસ હતું.શિના મંદિરમાં ગઇ તેણે બે હાથ જોડ્યા અને તે શિવલીંગ ખસેડવાની કોશિશ કરી અને ચમત્કારીક રીતે દરવાજો ખુલી ગયો.બધાના ચહેરા પર ખુશી છવાઇ ગઇ.કિનારાએ વિશાલભાઇ,લવ શેખાવત અને શિનાને સૌપ્રથમ એક મિણબત્તી સાથે તે રસ્તા પર મોકલી દીધા.

"તમે લોકો જાઓ અમે પણ આવીએ જ છીએ."કિનારા આટલું બોલી ત્યાં બહાર રોમિયોનો અવાજ સંભળાયો જેને ખબર પડી ગઇ હતી કે તે બધાં તે રૂમમાં નથી.
"લવ જલ્દી બહાર ચલ. કઇ પણ થાય રોમિયોને આ સિક્રેટ રસ્તા વિશે ખબર ના પડવી જોઈએ."કિનારાએ કહ્યું.

તે લોકો ફટાફટ બહાર નિકળીને નીચે બીજા માળ પર આવ્યાં. રોમિયોને અંતે કિનારા મળી ગઇ.

"તે આ સારું નથી કર્યું.તે લવ શેખાવત ,શિના અને વિશાલભાઇને ભગાવી દીધાં.હવે તું ચલ મારી સાથે.આ બંનેને અત્યારે જ ભગવાનના ઘરે મોકલી દઈશ અને તેમની અંતિમ વીધી પણ અહીં જ થઈ જશે ખબર છે કઇરીતે? રોમિયો કિનારાનો હાથ પકડતા બોલ્યો.

"મે આ હવેલીના ફરતે ટાઇમ બોંબ ફિટ કરેલા છે.જે દસથી બાર મિનિટમાં ફુટી જશે અને બૂમ.."રોમિયોએ આટલું કહીને એક હાથેથી કિનારાનો હાથ પકડ્યો અને બીજા હાથેથી ગન કાઢીને પાછળ લવ તરફ શુટ કર્યું.તેણે ધડાધડ બેથી ત્રણ ગોળીઓ ચલાવી.કિનારાના મોંઢામાંથી ચિસ નીકળી ગઇ.તેણે આંસુભરી આંખોસાથે પાછળ જોયું.રમેશભાઇએ તે તમામ ગોળી પોતાની છાતી પર લઇને શહિદી વહોરી હતી.કિનારા પોતાના એક વફાદાર સાથીની શહિદી પર દુઃખી હતી પણ તેને રમેશભાઇ પર ગર્વ હતો.કિનારાએ લવને ઈશારો કરીને તે સિક્રેટ દરવાજે જવા કહ્યું.લવનું મન કિનારાને છોડીને જવા નહતું થતું પણ કિનારાએ પોતાની દોસ્તીની કસમ આપી તેને જવા કહ્યું.આ બધું તેણે હાથોથી અને આંખોવળે ઈશારો કરીને કહ્યું.

રોમિયોની બંદૂકમાં ગોળી ખતમ હતી.
"છોડ તારા આશિક નંબર બેને અહીં જ મરવા દે હમણાં બોંબ ફુટશે."રોમિયો આટલું કહીને કિનારાને ધસડીને બહાર લઇ જતો હતો.

અહીં અદા જે બેભાન હતી તેને ભાન આવ્યું હતું પણ છેલ્લા અમુક દિવસોથી તેની તબિયત ખરાબ હતી એટલે તે ઊભી નહતી થઇ શકતી પણ ગોળી ચાલવાના અવાજથી તે ડરી ગઇ અને માંડમાંડ બહાર આવી.તેણે જોયું કે રમેશભાઇ મૃત અવસ્થામાં પડ્યાં હતા અને રોમિયો કિનારાને ધસડીને લઇ જતો હતો.રોમિયોએ કિનારાના હાથ બાંધી દીધા અને તેના મોંઢે પટ્ટી લગાવી જેથી તે ચિસાચિસ ના કરે.
(અદા અને રોમિયો વચ્ચે શું બન્યું હતું તે વિસ્તૃતમાં ભાગ ૯૪માં લખેલ છે.જેથી તે ભાગ રીપીટ નથી કર્યો.)
અદા બહાર આવી અને તેણે રોમિયો સાથે ઝગડવાનું શરૂ કર્યું.બસ કિનારાને ભાગવાની તક મળી ગઇ.અહીં લવ મલ્હોત્રા આંખોમાં આંસુ સાથે તે ગુપ્ત દરવાજાથી બહાર નીકળ્યો.તે ગુપ્ત રસ્તો માંડવીના દરિયાકિનારે ખુલતો હતો.
લવ શેખાવત,શિના અને વિશાલભાઇ ત્યા ઊભા રહીને કિનારા અને લવની રાહ જોતા હતા.તેટલામાં લવ ત્યાં આવ્યો.
"લવ,કિનારા ક્ય‍ાં છે?"લવ શેખાવતે લવ મલ્હોત્રાનો કોલર પકડીને પૂછ્યું.લવની આંખોમાં આંસુ હતો.તે બોલવાના હોશમાં નહતો.તેના આ હાવભાવ જોઇને લવ અને શિનાને આઘાત લાગ્યો.તે લોકો રડવા લાગ્યા.બરાબર તે સમયે પાછળથી અવાજ આવ્યો.

"અભી હમ ઝીન્દા હૈ."

બધાંએ પાછળ જોયું તો કિનારા ઊભી હતી.તે જ સમયે મોટા ધડાકાનો અવાજ સંભળાયો.

રોકી,રનબીર અને કાયનાને મળેલી પેનડ્રાઇવમાં શું હશે?
કુશ હવે આગળ શું કરશે?
શું કિઆન કિડનેપ થઇ જશે?

જાણવા વાંચતા રહો.


Rate & Review

Kinnari

Kinnari 1 month ago

Neepa

Neepa 6 month ago

Munjal Shah

Munjal Shah 6 month ago

Dipti Koya

Dipti Koya 6 month ago

Chandubhai

Chandubhai 6 month ago