Wanted Love 2 - 111 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--111

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--111


(રનબીર અને કાયના પોતાના લગ્નજીવનને શરૂ કરવા એકબીજાને થોડો સમય આપે છે.રોકી કાયના અને રનબીને કઇંક એવી ભેંટ આપે છે જે જોઇને તે બંને આશ્ચર્ય પામે છે.રોમિયોનો મોટો દિકરો આદેશ રોમિયો સાથે મળેલો છે.રોમિયો અદ્વિકા અને કિઆનના લગ્ન વિશે જાણે છે તે કિઆનને મળવા માંગે છે.)

રોકીની ગિફ્ટના રૂપે કાયના અને રનબીરના હાથમાં એક એક ગન હતી.
"ચિંતા ના કરો.લાયસન્સ લીધેલી ગન છે.રનબીર તારા દાદાજી એક સમયે મંત્રી હતાં.બસ તે સમયે જુગાડ કરીને એકની જગ્યાએ બે ગન રાખતો હતો.હા,તેનો ઉપયોગ કરવાની જરૂર નહતી પડી પણ શોખ હતો રૂવાબદાર દેખાવવાનો.તે વખતે મને નહતી ખબર કે ભવિષ્યમાં આ ગન આ રીતે કામ લાગશે."રોકીએ કહ્યું.

"પપ્પા, પણ હવે આગળ શું કરીશું?"રનબીરે પૂછ્યું.

"રનબીર,થોડા દિવસ આપણે અહીં જ અમદાવાદમાં રહીશું.રનબીર,રોમિયો એક વિશાળ વૃક્ષ સમાન છે.જેની જડો જમીનમાં ઊંડાઇ સુધી ફેલાયેલી છે.તું ગમે તેટલી કોશિશ કરે પણ તે જડો સુધી ના પહોંચી શકે પણ જો તે જડો જ નબળી પડી જાય તો તે વૃક્ષને પડતા કોઇ નહીં રોકી શકે.

રોમિયોનું ડ્રગ્સનું સામ્રાજ્ય ગુજરાતના અને મહારાષ્ટ્રના મોટા મોટા શહેરોમાં એ રીતે ફેલાયેલું છે કે અત્યારે રોમિયો સુધી કદાચ આપણે પહોંચી પણ ગયાને તો તે એટલો શક્તિશાળી છે કે આપણે બીજી જ ક્ષણે હારી જઇશું."રોકીએ કહ્યું.

"તો પપ્પા,હવે આપણે શું કરીશું?"રનબીરે પૂછ્યું.

"આપણે ઉધઇ બનવાનું છે."રોકીએ કહ્યું.

"વોટ!ઉધઇ ?"કાયનાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"હા,ઉધઇ બનીને તેની જડોનો નાશ કરીશું અને પછી તે રોમિયો નામના રાક્ષસી વૃક્ષનો સફાયો કરીશું.ચલો,તૈયાર થઇ જાઓ.આપણે કોઇને મળવા જઇ રહ્યા છીએ."રોકીએ કહ્યું.

રોકીએ રનબીર અને કાયનાને એક સરનામું આપ્યું અને કઇંક સુચના આપી.તે પોતે સાબરમતી જેલમાં ગયો.તે કોઇકને મળવા અહીં આવ્યો હતો.આ તેનો એ જ માણસ હતો જેને કુશે પોતાના એક ચેરિટી ઓક્શન દરમ્યાન પકડ્યો હતો.તે પેઇન્ટિંગમાં ડ્રગ્સ છુપાવીને સપ્લાય કરતો હતો.તે માણસને પકડાયે ઘણો સમય થઇ ગયો હતો છતાંપણ તેણે મોઢું નહતું ખોલ્યું.

"રાકેશભાઇ,તમે અહીં કેમ આવ્યાં છો?એકવાતની તો મને ખબર છે કે તમે અહીં મને એમજ મળવા નહીં આવ્યા હોવ."તે વ્યક્તિએ કહ્યું.

"એકદમ બરાબર સમજ્યો.મારે તને અમુક પ્રશ્નો પૂછવા છે.જેના તું મને સાચેસાચા જવાબ આપી દે તો તારો તથાં તારા પરિવારનો છુટકારો થઇ જશે.હા,તે સાચું સાંભળ્યું.તારો પરિવાર મારા માણસોના બાનમાં છે.વિશ્વાસ નથી આવતો? એક મિનિટ."આટલું કહી રોકી જેલર સાથે કઇંક વાત કરીને તેમની પાસેથી પરવાનગી લઇને પોતાનો ફોન લઇ આવ્યો અને તેણે રનબીરને વીડિયોકોલ લગાવ્યો.સામે રનબીર અને કાયના બુકાનીધારી ગુંડાઓનો વેશ ધરીને તે વ્યક્તિના કપાળે ગન તાકીને ઊભા હતાં.
તે વ્યક્તિના કપાળે પરસેવો થઇ ગયો.તેણે લથડાતા અવાજે પૂછ્યું,"શ..શ...શું જાણવું છે તમારે?"

"એક શું તું રોમિયો માટે કામ કરે છે?
બીજું અમદાવાદમાં મુખ્ય માણસ કોણ છે અને અમદાવાદમ‍ાં ડ્રગ્સનો અડ્ડો ક્યાં છે?રોકીએ પૂછ્યું.

"જણાવું છું પ્લીઝ મારા પરિવારને જવા દો."આટલું કહીને તે વ્યક્તિ પોપટની માફક બધું જ બોલવા લાગ્યો.રોકી હસીને તેના ખભે હાથ થપથપાવીને જતો રહ્યો.

રોકી રનબીર અને કાયનાને લઇને શહેરથી દૂર એક બંધ ફેક્ટરી પર લઇને ગયો.તે લોકો છુપાઇને તે ફેક્ટરીની અંદર ગયાં.આ વિસ્તારમાં ઘણીબધી ફેક્ટરી હતી.આ ફેક્ટરીમાં અલગ અલગ પ્રકારના ટેડી બેયરનું કોથળીમાં પેકીંગ થતું હતું.અહીં અચાનક પોલીસ આવી ચઢે તો તેમને કશુંજ ના મળે.રોકીને તે વ્યક્તિની વાત યાદ આવી.રાતનો સમય હોવાના કારણે ફેક્ટરીની અંદર કોઇ નહતું.બહાર પહેરો દઇ રહેલા માણસનું ધ્યાન તે લોકોએ ચુકવી દીધું હતું.

રોકીને યાદ આવ્યું.
"રાકેશસર, હું વર્ષોથી રોમિયો સાથે કામ કરું છું.અમદાવાદથી દૂર જ્યાં ઘણીબધી ફેક્ટરી આવેલી છે ત્યાં મારી એક સોફ્ટ ટોયઝની ફેક્ટરી પણ છે.હું ત્યાં વર્ષોથી આ કામ કરું છું.આજે પણ ત્યાં તે કામ ચાલું છે.પોલીસની રેડ તે ફેક્ટરી પર નથી પડી કેમ કે તે ફેક્ટરી મારા નામ પર નથી.

હા,હું રોમિયો માટે કામ કરું છું પણ અહીંનો મુખ્ય માણસ હું જ છું.ડ્રગ્સનું કામ હજીપણ એમજ ચાલું છું.હું ભલે પકડાઇ ગયો છું પણ મે પોલીસ સામે આજસુધી મારું મોઢું નથી ખોલ્યું અને ખોલીશ પણ નહીં.રોમિયોને મારા પર વિશ્વાસ છે અને હું તે વિશ્વાસ તુટવા નહીં દઉં.રાકેશભાઇ,આ જે તમે કર્યું છે તે ઠીક નથી કર્યું.હું એકવાર બહાર નિકળ્યો પછી તું ગયો.તું અને તારો પરિવાર જીવતા નહીં બચો."તે વ્યક્તિ ખૂબજ ગુસ્સા સાથે બોલ્યો.

"બહાર નીકળીશ તોને?"રોકીની વાત તે સમજી નહતો શક્યો.

અત્યારે....

રોકી,રનબીર અને કાયના ધીરેધીરે છુપાઇને આગળ વધી રહ્યા હતાં.સાવ સામાન્ય દેખાતી આ ફેક્ટરીમાં કઇંક તો ગડબડ હતી.ઘણા સમય સુધી તેમણે આસપાસ જોયુ પણ તેવી કોઇ જ જગ્યા ના દેખાઈ જ્ય‍ાંથી ડ્રગ્સના કોઇ વાવડ મળે.અચાનક રનબીરનું ધ્યાન એક ખૂબજ આલિશાન કેબિન તરફ ગયું જે બંધ હતી.

"પપ્પા,પેલી કેબિનમાંથી આપણને કઇંક જરૂર મળશે."રનબીરે ધીમેથી કાનમાં કહ્યું.

"રનબીર,તે કેબિન લોક છે.તો કેવીરીતે અંદર જઇશું?કાયનાએ પૂછ્યું.

રનબીરે કાયનાના માથામાંથી એક પીન કાઢી અને તે કેબીન ખોલી.તે કેબીનમાં તેમને કઇ જ ખાસ મળ્યું નહીં.સામે જ એક ખૂબજ સુંદર પેઇન્ટિંગ લગાવેલી હતી.રોકી ધ્યાનથી તેને જોઇ રહ્યો હતો.તે પેઇન્ટિંગ પાસે ગયો અને તેણે તેને ધ્યાનથી જોઇ તે પેઇન્ટિંગ એવી જ હતી જે પેઇન્ટિંગમાંથી ડ્રગ્સ પકડાયું હતું.તેણે પોતાની ગાડીની ચાવી ખિસામાંથી કાઢી અને તે પેઇન્ટિંગને સાઇડમાંથી કટ કરી.અંદરથી એક પેનડ્રાઇવ નિકળી.તેણે તે પેઇન્ટિંગ ફરીથી સરખી કરી અને ત્યાંથી નીકળી ગયાં.

તેમને એક સફળતા જરૂર મળી કે તેમને એક પેનડ્રાઇવ મળી હતી પણ તેમને આ ફેક્ટરીમાં ડ્રગ્સના કોઇ નામોનિશાન ના મળ્યાં.
********

અહીં આદેશને ફોન પર કઇંક સમાચાર મળ્યાં.

"ડેડ,કુશની દિકરી કાયના જેને આપણે ખોટા આરોપમાં જેલ મોકલી હતી તે તેના પ્રેમી સાથે જેલમાંથી ભાગી ગઇ."આદેશે કહ્યું.

રોમિયોને આ વાત સાંભળીને ખૂબજ ખુશી થઇ.

"અરે વાહ,હવે કુશની દિકરી પણ મારી જેમ ભાગેડુ અપરાધી છે.પકડ સાલીને અને લાવ આપણા અડ્ડે.કુશની દિકરીની એક ભુલ કુશને કેટલી ભારે પડે છે.આદેશ,મારા જમાઇ કિઆનને કિડનેપ કરાવ અને તેને અહીં લઇ આવ.કુશને તેના જ બાળકો હરાવશે.તેને પણ જલ્દી કિનારા પાસે મોકલી દઉં પછી હું મારો મેઈન પ્લાન અમલમાં લાવી શકું." રોમિયોએ કહ્યું.

આદેશે કોઇકને ફોન કરીને મુંબઇમાં કિઆનને કિડનેપ કરવા કહ્યું.
મુંબઇ એ.ટી.એસ ઓફિસ.

કિઆનને અહીં જોડાયે લગભગ બે થી ત્રણ દિવસ થયા હતાં.તેને ગન ચલાવવાની,સ્વબચાવ કરવાની,લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ઘણીબધી ટ્રેનિંગ આપવામાં આવી હતી.શારીરિક રીતે તો તે મજબૂત હતો જ.વિકટ પરિસ્થિતિમાં કેવીરીતે કામ કરવું તે પણ તેને સમજાવી દેવામાં આવ્યું હતું.

રાહુલ કિઆનને કઇંક સમજાવી રહ્યો હતો.
"જો કિઆન,રોમિયો ગમે તે રીતે તને સંપર્ક જરૂર કરશે.તો તારી આંખ અને કાન હંમેશાં ખુલ્લા રાખજે.રોમિયો માટે તને પોતાની તરફ કરવો ખૂબજ મોટી વાત છે.તે કુશસર અને કિનારામેમને પોતાના જાની દુશ્મન માને છે."

બરાબર તે જ સમયે કિઆનને કોઇને ફોન આવ્યો.તેના ચહેરા પર ખુશી સાફ દેખાઇ રહી હતી.

"શું થયું કિઆન?"

"સર,મે મારા ફ્રેન્ડ્સને અંશુમાનના ફોટોગ્રાફ્સ આપ્યાં હતા.તેમાંથી એક આજે મુંબઇથી દૂર એક જુના મંદિરમાં ગઇ હતી.તેણે ભિખારીઓને ભોજન કરાવવાની વ્યવસ્થા કરી હતી.તેને એવું લાગે છે કે એક ભિખારીનો ચહેરો અંશુમાન સાથે મળે છે."કિઆને કહ્યું.

"વાઉ કિઆન,આ તો ખૂબજ સારા સમાચાર છે.તું ખરેખર કુશ સર અનર કિનારા મેમનું ડેડલી કોમ્બીનેશન છે.ચલ હું પણ આવું તારી જોડે."રાહુલે કહ્યું.

રાહુલ અને કિઆન વેશ બદલીને તે મંદિરમાં ગયા.કિઆનની દોસ્ત ત્યાં ઊભી હતી.તેણે કિઆનને જોઇને આંખોથી ઈશારો કર્યો.કિઆન અને રાહુલ દરેક ભિખારીઓને રૂપિયા આપી રહ્યા હતાં.અંતે તે લોકો તે શંકાસ્પદ ભિખારી પાસે પહોંચ્યા.તેના વાળ ખૂબજ લાંબા થઇ ગયા હતાં.તેની દાઢી અને મૂંછ પણ ખૂબજ વધી ગયા હતાં.તે ખોવાયેલો ખોવાયેલો લાગતો હતો.તેને રૂપિયા આપતા તેણે તરત જ લઇને સંતાડી દીધાં.

કિઆન અને રાહુલ પહેલી નજરે તો ના સમજી શક્યા પણ અંતે તે લોકો ઓળખી ગયા કે આ અંશુમાન છે.

"અંશુમાન."કિઆન ધીમેથી બોલ્યો.અંશુમાને તેના પર કોઇ પ્રતિક્રિયા ના આપી.

"કિઆન,તેને આપણી સાથે લઇ જઇએ.અહીં વધારે વાત કરવી યોગ્ય નથી."રાહુલે કહ્યું.તે ખૂબજ ખુશ હતો.આજે તેમને ખૂબજ મોટી સફળતા મળી હતી.અંશુમાન તો મળી ગયો હતો પણ તેનું વર્તન થોડુંક વિચિત્ર હતું.

રાહુલ અંશુમાનને લઈને ગયો.કિઆન અને રાહુલ અલગ અલગ આવ્યા હતા.જેથી તે સાથે છે તેની કોઇને શંકા ના જાય.કિઆન પણ પોતાની બાઇક પર ત્યાંથી નીકળ્યો.તેને તે વાતની ખબર નહતી કે કોઇ તેની પાછળ હતું.તે રોમિયોના માણસો હતા.

શું હશે તે પેનડ્રાઇવમાં?
શું ડ્રગ્સના અડ્ડા વિશે રોકીને તે વ્યક્તિએ સાચી માહિતી આપી હશે?
અંશુમાનના મળવાથી ઘણીબધી આશા જાગી છે પણ કેમ અંશુમાનનું વર્તન અાવું છે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 3 day ago

Kalpana

Kalpana 5 month ago

Vishwa

Vishwa 4 month ago

Neepa

Neepa 4 month ago

Usha Dattani

Usha Dattani 5 month ago