Wanted Love 2 - 110 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--110

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--110


(અંતે રનબીર અને કાયના વીડિયોકોલમાં બધાની હાજરીમાં પરણી ગયાં.પોતાના સાસરામાં કાયનાએ કંકુપગલા કર્યાં.અહીં દમણમાં વેશ બદલીને રોમિયો કિનારા જીવે છે કે નહીં તે શોધી રહ્યો હતો.તે કઇંક મોટા પ્લાનીંગમાં હતો.)

રનબીર જેમ જેમ કાયનાની નજીક આવી રહ્યો હતો,તેમ તેમ કાયનાના હ્રદયમાં ખૂબજ હલચલ થવા લાગી.ઠંડકવાળા વાતાવરણમાં પણ તેને પરસેવો વળવા લાગ્યો.રનબીરને આજસુધી હંમેશાં જીન્સ અને ટીશર્ટ જેવા વેસ્ટર્ન આઉટફીટમાં જોયેલો હતો અાજે તેને કાયનાએ પહેલી વાર કુરતા અને ચુડિદારમાં જોયો.તે એકદમ અલગ લાગી રહ્યો હતો,ખૂબજ સોહામણો,તેના રૂપાળા ચહેરા પર કપાળે લાગેલું તિલક,આંખોમાં ચમક અને હોઠો પર સ્મિત કાયનાને ઘાયલ કરી રહ્યું હતું.

રનબીર કાયનાની એકદમ નજીક આવી ગયો.ક્ષણો ત્યાં જ થંભી ગઇ અને તે બંને એકબીજાની આંખોમાં ખોવાઇ ગયાં.અચાનક રનબીરના હાથ કાયનાની ગરદનને અડક્યાં.કાયનાને પૂરા શરીરમાં ઝણઝણાટી થઇ ગઇ.રનબીરે પોતાના બંને હાથોએ કાયનાના ઘરેણા એક એક કરીને કાઢવાની શરૂઆત કરી.કાયના ખૂબજ નર્વસ થઇ ગઇ અંતે તે ક્ષણો આવી ગઇ હતી.જેની તેને કલ્પના થતાં પણ લજ્જા અનુભવાતી.તેણે પોતાની આંખો બંધ કરી દીધી.

અંતે રનબીરે તેના બધાં જ ઘરેણા કાઢીને એક બોક્ષમાં મુકી દીધાં.રનબીર કાયનાની પાછળની તરફ ગયો અને પાછળ તથાં આગળ લાગેલી તમામ સેફ્ટીપીન કાઢી લીધી.

"કાયના,આટલા ભારે ઘરેણા અને ભારે સાડી પહેરીને જુના ફિલ્મોની દુલ્હનની જેમ મારી રાહ જોઇ રહી હતી.જા કપડાં બદલ અને રિલેક્ષ થા."રનબીરે હળવા સ્મિત સાથે કહ્યું.

કાયનાએ આંખો ખોલી,રનબીરની આ કાળજી અને સ્મિત પર તે મોહી પડી.સામે સ્મિત ફરકાવીને તે કપડાં બદલવા ગઇ.થોડીક જ વારમાં તે ટીશર્ટ અને પાયજામો પહેરીને આવી.રનબીર પણ કપડાં બદલી રહ્યો હતો.તેણે શોર્ટ્સ પહેર્યુ હતું અને ટીશર્ટ પહેરી રહ્યો હતો.તેનું ધ્યાન કપડાં બદલીને આવેલી કાયના પર ગયું.સિમ્પલ કપડાંમાં પણ કાયના સુંદર લાગી રહી હતી.અચાનક તેનું ધ્યાન તેના ગળામાં રહેલા મંગળસૂત્ર અને સેંથામાં રહેલા સિંદુર પર ગયું.તેણે પોતાનું ટીશર્ટ એક તરફ મુક્યું અને કાયના તરફ આગળ વધ્યો.કાયનાએ તેને સ્માઇલ આપી.

રનબીરે કાયનાની નજીક જઇ તેના મંગળસૂત્રને અડ્યું.બીજી જ ક્ષણે કાયનાને પોતાના બે હાથોમાં ઉઠાવીને તેને બેડ પર લઇ ગયો.રનબીરના અચાનક આમ કરવાથી કાયના ગભરાઇ ગઇ અને તેનું હ્રદય જોરજોરથી ધડકવા લાગ્યું.રનબીર તેને ગળે લાગી ગયો.

"મને વિશ્વાસ નથી આવતો કે આપણે પતિપત્ની બની ગયા,કાયના.આઇ લવ યુ."રનબીરે કાયનાના કાનમાં આટલું કહી તેને ચુમવાનું શરૂ કર્યું.કાયના ખૂબજ નર્વસ થઇ ગઇ હતી.તેને ખૂબજ પરસેવો વળી રહ્યો હતો.એવું નહતું કે તે રનબીરને પ્રેમ નહતી કરતી પણ આ બધું આમ અચાનક થવાને કારણે તે તૈયાર નહતી.

અચાનક બહાર કઇંક પડવાનો અવાજ આવ્યો કાયના અને રનબીર એકબીજાથી અલગ થયાં.રનબીર હવે જાણે કે સંપૂર્ણપણે ભાનમાં આવી ગયો.તેને ધ્યાન ગયું કે કાયના ખૂબજ નર્વસ હતી અને ગભરાયેલી પણ.

"સોરી કાયના,ખબર નહીં અચાનક મને શું થઇ ગયું?હું જાણું છું કે આપણા લગ્ન કઇ પરિસ્થિતિમાં થયા છે અને તે જોતા તું આ બધાં માટે તૈયાર ના હોય તે સ્વાભાવિક છે.આપણે અત્યારે પહેલાની જેમ જ રહીશું.જ્યારે આપણે બંને તે માટે તૈયાર હોઇએ ત્યારે જ આપણે તે સંબંધ આગળ વધારીશું."રનબીરની વાત પર કાયનાએ રાહતનો શ્વાસ લીધો.

તે રનબીરના ગળે લાગી ગઇ.
"ઓહ રનબીર,આઇ લવ યુ સો મચ.મારી વણકહ્યી વાતોને ,ભાવનાને અને મારા ડરને સમજવા માટે થેંક યું.આઇ એમ સોરી પણ ખબર નહીં હજી આપણા સંબંધને આગળ વધારવા માટે મારું મન તૈયાર નથી.તેનો અર્થ એ બિલકુલ નથી કે હું તને કિસ પણ ના કરું.મે કહ્યું હતુંને કે મને મિસસ રનબીર પટેલ બનાવીશ પછી હું તને કિસ કરવા દઈશ."

આટલું કહીને કાયનાએ પોતાના હોઠ રનબીરના હોઠ પર મુકીને આ રાત્રી અલગ જ રીતે યાદગાર બનાવી દીધી.રનબીર કાયનાથી અળગો થયો.તે બેડ પરથી ઊભો થતાં બોલ્યો,"કાયના,એક વાત પૂછું?"
કાયનાએ હકારમ‍ાં માથું હલાવ્યું.
"તને વાંધો ના હોય તો શું હું મારા પપ્પા સાથે સુઇ જઉં?નાનપણથી એક ઇચ્છા હતી એક આશા હતી કે બીજા બધાં છોકરાઓની જેમ હું પણ મારા પિતાનો લાડકો હોઉં.તે મને લાડ લડાવે.મને મારા પિતાનો પ્રેમ છેક અત્યારે મળ્યો."રનબીરે પૂછ્યું .કાયનાએ પોતાના બંને હાથ વળે રનબીરનો ચહેરો પકડીને તેના કપાળને ચુમતા હકારમાં માથું હલાવ્યું.

અહીં રોકી પોતાના રૂમમાં ઘસઘસાટ સુતો હતો.રનબીર અચાનક આવીને તેની બાજુમાં સુઇ ગયો અને જેમ નાનું બાળક પોતાના પિતાને વળગીને સુઇ જાય તેમ સુઇ ગયો.રનબીરના સ્પર્શથી રોકીની આંખ ખુલી ગઇ.રનબીરને અહીં જોઇ તે ઘણુંબધું સમજી ગયો પણ તે પણ તો રનબીરને આવી જ રીતે લાડ લડાવવા માંગતો હતો.તેના કપાળે ચુંબન કરી તે પણ તેને વળગીને સુઇ ગયો.

બીજા દિવસે સવારે કાયના વહેલી ઉઠીને નાહીને તૈયાર થઇને રસોડ‍માં કઇંક ખટપટ કરી રહી હતી.તેના ખટપટના અવાજથી રનબીર અને રોકી ત્યાં આવ્યાં.અચાનક રોકી અને રનબીરને જોઇને તે બઘવાઇ.કાયના રોકીને પગે લાગી અને પોતાની ધુનમાં તે રનબીરને પણ પગે લાગી.આ જોઇને રોકી અને રનબીર બંનેને હસવું આવ્યું.

"કાયનાબેટા,કેમ આટલી બઘવાયેલી છે?"રોકીએ પુછ્યું.

કાયનાનો ચહેરો રડું રડું થતો હતો.
"આજે લગ્ન પછી મારો આ ઘરમાં પહેલો દિવસ છે.તો નવી વહુ કઇંક ગળ્યું બનાવે તો મે રવાનો શિરો બનાવવાની કોશિશ કરી પણ.."આટલું કહીને તે અટકી ગઇ.

"અરે હલવો દેખાવમાં તો સરસ છે."રોકીએ પુછ્યું.

કાયના રડવા લાગી,"મને ખાલી ચા,કોફી,બટાકાનું શાક અને પૂરી તળતા જ આવડે છે.ઘરમાં જ્યાં સુધી મોમ હોય ત્યાંસુધી રસોડામાં દાદી પણ ના જાય.તો હું કશુંજ શીખી નહીં.આ શિરો મોમ જેવો નથી થયો."

રોકીએ એક કટોરીમાં શિરો લીધો અને ચાખ્યો.
"કાયના,તે ચાખ્યો કે એમનેમ બોલે છે?ખરેખર ખૂબજ સરસ થયો છે.રહી વાત કિનારાની રસોઇની તો તેની તો વાત અલગ છે પણ તું શીખી જઇશ.અત્યારે તે વાત કરતા મહત્વની છે કે હવે આપણે આગળ શું કરવાનું છે?"રોકીએ મહત્વની વાત પુછી.

"ડેડ,મે એમ વિચાર્યું હતું કે અહીંથી ગન ખરીદીશું અને પછી કચ્છ જઇને રોમિયોને શોધીશું."રનબીરે કહ્યું.

"રનબીર,તારો પ્લાન એકદમ બકવાસ છે.સૌથી પહેલા તો કાયના આપણે મળીને બ્રેકફાસ્ટ બનાવીએ અને તે કરતા કરતા આગળનો પ્લાન નક્કી કરીએ.ચલ કાયના હું કહું તેમ કરતી જા.રનબીર,તું સ્નાન કરીને આવ ત્યાંસુધી."

થોડીકવાર પછી તે ત્રણેય બ્રેકફાસ્ટ ટેબલ પર બેસેલા હતાં.રવાનો શિરો,બટાકાનું શાક,પૂરી અને ચા જે કાયનાએ રોકીના કહ્યા પ્રમાણે બનાવ્યું હતું.રનબીરે તે બધું ચાખ્યું અને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.

"વાઉ કાયના!સુપર્બ."રનબીરે કહ્યું.તે લોકોએ નાસ્તો કર્યો.રોકીએ એક મધ્યમ સાઇઝનું બોક્ષ પોતાના રૂમમાંથી લાવ્યું.
"કાયના,જ્યારે નવી વહુ પહેલી વાર કઇંક બનાવે ત્યારે તેને ભેંટ આપવાની હોય છે અને આમપણ મારે તમને બંનેને લગ્નની ભેંટ પણ આપવાની બાકી છે.ચલો બંને જણા પોતાના બંને હાથ આગળ કરો."રોકીએ કહ્યું.રનબીર અને કાયનાએ પોતાના હાથ આગળ કર્યાં.રોકીએ તે બોક્ષ ખોલીને બંનેના હાથમાં કઇંક મુક્યું જે જોઇને બંનેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.

**********

અહીં રોમિયો દમણની ફાઇવસ્ટાર હોટેલમાં શુભમ સકસેનાના નામથી છેલ્લા ચાર મહિનાથી રહેતો હતો.તે કઇંક ગુપ્ત ગતિવિધિઓમાં લાગેલો હતો.અચાનક તેના રૂમમાં કોઇ તેને મળવા આવ્યું.તેણે પોતાના માથા પરથી ટોપી અને આંખો પરથી ગોગલ્સ હટાવ્યા.તે રોમિયોનો મોટો દિકરો આદેશ હતો.

"ડેડ."હંમેશાં સાદા કપડાંમાં રહેતો આદેશ બ્રાન્ડેડ શર્ટ પેન્ટમાં હતો.જે હંમેશાં ગરીબ હોવાનો ઢોંગ કરતો તે આજે પૂરેપૂરો બ્રાન્ડેડ કપડાં,જૂત‍ા અને વોચમાં ઢંકાયેલો હતો.

"કિનારા,તેની કઇ ખબર પડી?"રોમિયોએ પુછ્યું.

"ડેડ,તમે કેમ મનાવા તૈયાર નથી કે તે મરી ગઇ?એક બે જગ્યાએ મને તેના હોવાના સમાચાર મળ્યા હતાં પણ ત્યાં મને કઇ મળ્યું નહીં."આદેશે કહ્યું.

"તારી માના શું સમાચાર છે?"રોમિયોએ પૂછ્યું.

"ડેડ,મોમનું જીવન એક સજા જેવું છે.તમારા કહેવા પર અમે જીવતી રાખી છે.તેને એવું છે કે અમે તેને એટલે જીવાડી છે કેમકે તે અમને તમારા બિઝનેસના રહસ્ય કહેશે પણ તેને શું ખબર કે આપણે મળેલા છીએ."

"બેટા,તારી મોમના કારણે જ હું વર્ષો પહેલા તે એન્કાઉન્ટરમાં જીવતો બચી ગયો તે તારી માના ભેજાનો જ કમાલ હતો.મારો જોડિયા ભાઇ જે સાવ નકામો હતો.તે કામ લાગી ગયો.ખેર તે લાંબી વાત છે.છેલ્લે છેલ્લે બધું બગડ્યું.તે મારો કિનારા પ્રત્યેનો લગાવ જાણતી હતી છતાપણ તેણે મને સાથ ના આપ્યો.મારો સાથ ના આપવાની અને વિરોધ કરવાની તેની આ જ સજા છે.જીવતાજીવ નરક જેવી યાતના ભોગવશે.

બાકી તારી વાત માની લીધી કે કિનારા નથી જીવતી પણ કુશનું શું?તે કચ્છ આવ્યો છે તો મને નડવાની કોશિશ જરૂર કરશે.તેને માર્યા પછી જ મને ચેન પડશે.અદ્વિકાના શું સમાચાર છે?"

"ડેડ,છેલ્લા ચાર મહિનામાં આજે પહેલી વાર તમે તે ગદ્દાર વિશે પુછ્યું.મને ગઇકાલે જ કિનારાની માંડવીની હવેલીના જુના નોકરે કઇંક જણાવ્યું.આપણા પરિવારની હોવા છતા તે દુશ્મનની તરફ છે.તમને ખબર છે કે તેણે કુશના દિકરા સાથે લગ્ન કરી લીધાં."આદેશે કહ્યું.

આ વાત સાંભળીને રોમિયોને આશ્ચર્ય થયું.
"વાહ,આદેશ મારા જમાઇની મારી સાથે મુલાકાત ગોઠવ.ઉપાડ તેને મુંબઇથી અને લઇ આવ અહીંયા.પેલા અંશુમાનના શું સમાચાર છે?તે ****** મર્યો કે નહીં?"રોમિયો દાંત ભીસીને બોલ્યો.

"ના તે મુંબઇ છોડીને ભાગવામાં સફળ રહ્યો છે.સંભળાય છે કે તે ગુજરાતમાં છે.ક્યાં છે તે નથી ખબર?"આદેશે કહ્યું.તે સમયે તેને એક ફોન આવ્યો અને તેને કઇંક સમાચાર મળ્યા જે સાંભળી તેને આઘાત લાગ્યો.

શું ભેંટ આપી હશે રોકીએ?રોકી રનબીર અને કાયનાની મદદ કેવીરીતે કરશે?
અંશુમાન ગુજરાતમાં ક્યાં હશે?
કિઆન રોમિયો સુધી કેવી રીતે પહોંચશે?

જાણવા વાંચતા રહેજો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

Vishwa

Vishwa 3 month ago

Neepa

Neepa 3 month ago

Ketna Bhatti

Ketna Bhatti 4 month ago

Kokila Parmar

Kokila Parmar 4 month ago