Wanted Love 2 - 107 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--107

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--107


(રોકીએ રનબીર અને કાયનાને સરેન્ડર કરવા કહ્યું પણ તેમને તેમના ખોટા કામમાં સાથ આપવાની ના કહી.રોકીએ આ વાત કુશને જણાવી પણ કુશે તેને તે બંનેની સાથે રહેવા કહ્યું.રનબીર કાયના અને રોકીને તેમના કુળદેવીના મંદિરમાં લાવીને કાયના સાથે લગ્નની વાત કહી.અહીં કિનારા વિશાલભાઇ પાસે ગઇ પણ વિશાલભાઇ તેને ઓળખી ના શક્યા અને બેભાન થઇ ગયાં.)

"પપ્પા...."કિનારાએ જોરથી ચિસ પાડી.લવે કિનારાના મોંઢા પર હાથ મુક્યો.
"શ..શ..શ..ચુપ કિનારા,ભુલી ગઇ હજીપણ બે માણસો જાગે છે.આપણો પ્લાન ફેઇલ કરવા તે બંને પણ ઈનફ છે."લવે કહ્યું.

કિનારાએ અને લવે વિશાલભાઈને પલંગ પર સુવાડ્યા.લવે તેમના પર થોડુંક પાણી છાંટ્યું.તેમને ભાન તો આવ્યું પણ તે હજીપણ અસ્વસ્થ હતાં.

"કિનારા,અંકલને આ હાલતમાં બહાર લઇ જવા યોગ્ય નહીં રહે."લવે કહ્યું.

"હવ લવ તારી વાત તો સાચી છે પણ શું પપ્પાને અહીં રાખવા ઠીક રહેશે?રોમિયો અહીં આવશે પછી અહીં કઇપણ થઇ શકે છે."કિનારાએ કહ્યું.

"કિનારા,પણ તે ભાગી શકે તેવી હાલતમાં જ નથી.તેમની તબિયત અને હાલત તો જો."લવે ચિંતામાં કહ્યું.

"રમેશભાઇ,લવભાઇ અને શિના,તમે અહીંથી જતા રહો.પપ્પાને અમે જોઇ લઇશું."કિનારાએ ત્વરિત નિર્ણય લેતા કહ્યું.

"પણ કિનારા તમે લોકો?"શિનાએ ચિંત‍ાતુર થતાં પુછ્યુ.

" શિના અમારી ચિંતા ના કર.અમે સંભાળી લઇશું અને આ અમારું કામ છે.તમે જાઓ જલ્દી.લવ,ચલ આપણે પેલા બે રોમિયોના પેદાઓને સંભાળીએ."

રમેશભાઇ,શિના અને લવ શેખાવતને લઇને તે રૂમમાંથી બહાર નીકળ્યાં.લવ મલ્હોત્રા અને કિનારા પણ રૂમની બહાર નીકળ્યાં.વિશાલભાઇની સુરક્ષા માટે તે રૂમ તેમણે લોક કરીને ચાવી પોતાની પાસે રાખી.તે લોકોએ પોતાની ગન બહાર કાઢીને રાખી હતી.રોમિયોના તે બે જાગતા માણસો ક્યાં હતા તે જાણવાની કોશિશ કરી રહ્યા હતાં.કિનારા અને લવને તે બે માણસોનો ડર નહતો કેમકે તેવા બે પેંદાઓને સંભાળવા તેમના માટે ખૂબજ સરળ હતું.

માંડવીની વિશાળ મહેલ જેવી હવેલીના ત્રીજા માળેથી જુના જમાનાની સર્પાકાર સીડીઓ જેના હાથા પર કોતરણીકામ હતું અને સીડીઓ પર લપસી ના જવાય એટલે લાલ કારપેટ જેવું બીછાવેલું હતું.કિનારા અને લવે જોયું કે અદા તેના રૂમમાં બેડ પર સુતેલી છે.ત્રીજા માળે પહેરો દઈ રહેલા બે માણસો જમીન પર પડ્યા હતાં.અહીં સુરક્ષા તપાસીને તે લોકો બીજા માળે આવ્યાં.

અહીં પણ એક મોટો બેઠક એરિયા અને તેની આસપાસ ચાર મોટા મોટા રૂમ હતાં.કિનારા અને લવે ત્યાં પણ બધું ચેક કર્યું.ત્યાં એક માણસ બેભાન હતો.

"લવ,અહીંનો બીજો માણસ ગાયબ છે.આપણે સચેત રહેવું પડશે.નક્કી તે બંને જાગતા માણસો નીચે જ મળશે જ આપણને.રમેશભાઈ,આ લો આ બંદૂક તમારી સલામતી માટે.અમે ઈશારો કરીએ પછી જ નીચે આવજો."કિનારાએ તેની પાસે રહેલી એકસ્ટ્રા ગન આપતા કહ્યું.

રમેશભાઇએ તે ગન લઈને માથું હકારમાં હલાવ્યું.કિનારા અને લવ નીચે ગયાં.નીચે પણ તેમને આશ્ચર્ય થયું કારણે કે નીચે રોમિયોના બે ત્રણ માણસો રહેતા હતા પણ તેમાંથી માત્ર એક જ બેભાન માણસ દેખાયો.તેમ છતા નીચે કોઇ ખતરો ના જણાતા તેણે રમેશભાઇને ઈશારો કર્યો.

"કિનારા,મને કઇંક ગડબડ લાગે છે.રોમિયોના બે માણસો ક્યાં છે.તેમને શું ખબર નહીં પડી હોય કે તેમના આટલા બધા માણસ બેભાન છે?કઇંક અમંગળની આશંકા થાય છે."લવે કહ્યું.

"હમ્મ,તારી વાત સાચી છે લવ પણ થોડુંક રિસ્ક તો લેવું જ પડશેને."કિનારા આટલું કહી ધીમેથી દરવાજા તરફ વધી.ભગવાનનું નામ લઇને તેણે દરવાજો ખોલ્યો.તેને આશંકા હતી કે રોમિયોના માણસો તેને દરવાજા પર જ મળશે.તેણે અને લવ મલ્હોત્રાએ ગન પણતાકીને રાખી હતી પણ અત્યંત આશ્ચર્યસહ અહીં પણ કોઇ નહતું.હવે કિનારાનો જીવ બેચેન થવા લાગ્યો.તેણે વિચાર્યું ,"જે થશે તે જોયું જશે બસ એકવાર લવભાઇ અને શિના અહીંથી નીકળી જાય પછી તો કોઇપણ આવે ચિંતા નથી."

લવ મલ્હોત્રા અને કિનારા દરવાજાની બહાર નીકળ્યા.તે હવેલીનું પ્રાંગણ ખૂબજ વિશાળ હતું.સુંદર બગીચો,બગીચામાં વિવિધ વૃક્ષો,છોડવાઓ,હિંચકાઓ,એક સુંદર ઘુમ્મટ જેવો ખુલ્લો વિસ્તાર જ્ય‍ાં બેઠકની વ્યવસ્થા હતી.

એક તરફ નાનકડું તળાવ અને તેમા રંગબેરંગી માછલીઓ.પાછળની તરફ પાર્કિંગ હતું.જ્યાં મોંઘીદાટ ગાડીઓ,જેમા અમુક બ્રાન્ડ ન્યુ તો અમુક વિન્ટેજ કાર.કિનારાએ લવ શેખાવતને તેમાની એક ગાડીમાં બેસવા કહ્યું.લવ શેખાવત ડ્રાઇવિંગ સીટ પર અને શિના બાજુમાં બેસી.

"શિના,રમેશભાઇ મેઇનગેટ પાસેથી બેસી જશે.અમે જઇને તે મેઇનગેટ ખોલીએ."કિનારાએ કહ્યું.

કિનારા,લવ મલ્હોત્રા અને રમેશભાઇ આસપાસ એકબીજાને બધી બાજુએથી કવર કરતા આગળ વધ્યા.ખૂબજ આશ્ચર્યની વાત હતી કે રોમિયોના તે બે જાગી રહેલા માણસો ક્યાંય ના દેખાય.ક્યાં તો એ તે બે માણસોની બેદરકારી હતી અથવા તો પોતાની કોઇ ચુક.

મેઇનગેટ સુધી આટલી સરળતાપૂર્વક પહોંચશે તે વાત કિનારાના ગળે ના ઉતરી.
"રમેશભાઇ,મેઇનગેટ ખોલો અને તમે લોકો નીકળો.મને લાગે છે કે રોમિયોના માણસો બેદરકાર છે.તેના જતા જ તે લોકો ફરવા નીકળી ગયા.જલ્દી કરો તે બંને પાછા આવે તે પહેલા મેઇન ગેટ ખોલો."કિનારાએ કહ્યું.

રમેશભાઇ ગેટ ખોલવા ગયા પણ બહારની તરફ મોટું તાળું લાગેલું હતું.લવ મલ્હોત્રા તેમની મદદ કરવા ગયો.તે બંનેએ પથ્થર વળે તે તાળું તોડવાની કોશિશ કરી.

ત્યાં તેમને કઇંક સંભળાયું જે સાંભળતા જ લવના હાથમાંથી પથ્થર પડી ગયો.લવ અને રમેશભાઇએ પાછળ વળીને જોયું.તેમને અત્યંત આઘાત લાગ્યો.લવ શેખાવત અને શિના રોમિયોના માણસના બાનમાં હતાં.જ્યારે કિનારાને રોમિયોએ એકદમ નજીકથી જકડી હતી અને તે ગન કિનારાના ગાલ,તેના હોઠ અને ગરદન પર ફેરવી રહ્યો હતો અને ગાઇ રહ્યો હતો.

"રોમિયો મે તેરા રોમિયો..." તેણે ગીત ગાવાનું બંધ કર્યું અને ખંધુ હસ્યો.
"બહુ તડપાવ્યો ડાર્લિંગ.આજનો દિવસ અને ખાસ કરીને રાત્રી મારા માટે સ્પેશિયલ છે."રોમિયોએ કિનારા સામે આંખ મારી.
"બધાને અંદર લઇ લો."રોમિયોએ આદેશ આપ્યો.

થોડીક જ વારમાં બંને જોડિયા ભાઇઓ લવ મલ્હોત્રા અને લવ શેખાવત,શિના,રમેશભાઇ, અને વિશાલભાઇ હવેલીના બેઠકરૂમમાં બંધાયેલા પડ્યા હતાં.કિનારાના હાથ પગ બાંધેલા હતાં અને મોંઢા પર પટ્ટી લગાવેલી હતી.તે રોમિયોની પાસે હતી.અદા પણ સામે બંધાયેલી અવસ્થામાં હતી.
રોમિયોનો કિનારાને અણછાજતો સ્પર્શ સતત ચાલુ હતો.લવ મલ્હોત્રા અને લવ શેખાવત પણ કિનારા સાથે પોતાની સામે થઇ રહેલા આ દુરવ્યવહારથી અત્યંત ગુસ્સે હતાં.રોમિયોને તે જોઇને મજા આવતી હતી.
"જો તારા બંને જેઠ કેવા અકળાય છે?કાશ કે કુશ અહીંયા હોત અને તે આ જોઇ શકતો.કઇ નહીં તેને આપણાં લગ્નના અને પછીના ફોટોગ્રાફ્સ મોકલીશુંને આખે આખો સળગી જશે."રોમિયો બોલ્યો.
અત્યારે ......
કિનારા અને લવ મલ્હોત્રા આ બધું કુશને હાલના સમયમાં જણાવી રહ્યા હતાં.કુશે પોતાના હાથ દિવાલ પર પછાડ્યા.

"હું તે રોમિયોને નહીં છોડું.એવી મોત આપીશ કે કિનારાને કરેલા એક એક ગંદા સ્પર્શનો બદલો લઇશ.કિનારા,તે રોમિયોએ તારી સાથે કઇ?"કુશ આગળ બોલી ના શક્યો.

કિનારા કુશના ગળે લાગીગઇ અને તેના વાળમાં પોતાની આંગળીઓ ફેરવવા લાગી અને બોલી,"શું લાગે છે તને?જો કુશની કિનારાની સાથે તેણે કઇ કર્યું હોય તો કુશની કિનારા આજે તેની જીવતી ઊભી હોય?કુશ મારા મન પર,હ્રદય પર તન પર અને મારા પ્રેમ પર માત્ર તારો અધિકાર છે.તે રોમિયોની તાકાત નથી કે તે એવું કરી શકે."કિનારાએ કહ્યું.

"કુશ,અમને બંધી બનાવી લીધાં હતાં.એક ક્ષણે લાગ્યું કે હવે બધું ખતમ થઇ ગયું પણ રોમિયોની એક નાનકડી ભુલ તેને ખૂબજ ભારે પડી."લવે કહ્યું.તે આગળ જણાવવા જતો હતો તેટલાંમાં જ રોકીનો ફોન આવ્યો.કુશે તે સ્પિકર પર મુક્યો.

"કુશ,બહુ ગજબ થઇ ગયું.હું શું કરું મને કશુંજ સમજાતું નથી."રોકીનો અવાજ ડરથી કાંપતોહતો.

કિનારા અને લવને ફાળ પડી કે રોમિયોએ કાયના અને રનબીરને પકડી લીધાં.

"રોમિયોએ કાયના અને રનબીરને પકડી લીધાં?"કુશે સ્વસ્થતા જાળવીને પુછ્યું.

"ના."રોકીએ કહ્યું.

"તો શું થયું રોકી?"કિનારાએ પોતાની જાતને બોલતા ના રોકી શકી પણ રોકી તે વાતને અવગણીને બોલવા લાગ્યો,"રનબીર મને અને કાયનાને આજે સવારે અહીં અમારા કુળદેવીના મંદિરમાં લઇને આવ્યો."

"હા તો?શું થયું?"કુશે પુછ્યું.

"કુશ,રનબીર અને કાયના લગ્ન કરી રહ્યા છે."રોકીએ કહ્યું.

કિનારાને ખૂબજ આઘાત લાગ્યો.તેણે કુશના હાથ પકડ્યા અને બોલી,
"કુશ,રનબીર આવું કેવીરીતે કરી શકે?તે જ તેમને ભાગવા માટે ઉશ્કેર્યા હતા.તે તારો જ પ્લાન હતો કે કાયના અને રનબીર ભાગી જાય હવે આ લગ્ન તું જ રોકીશ.મારી દિકરીના લગ્ન એ મારું સપનું છે.હું મારી લાડલીને ધામધૂમથી વિદાય કરવા માંગુ છું.
રોકી,સોરી પણ હું રનબીરના વિરુદ્ધ નથી.રનબીર મને ખૂબજ ગમે છે તે પણ મારો લાડલો છે પણ આ રીતે લગ્ન.કુશ,હું કશુંજ નથી જાણતી પણ આ લગ્ન આવીરીતે અત્યારે ના થવા જોઇએ."
કુશે ઊંડો શ્વાસ લીધો.
"રોકી,કાયના માની ગઇ?"તેણે પુછ્યું.

"હા,કાયનાએ હા કહી.તે પંડિતજીના પત્ની સાથે તેમના ઘરે તૈયાર થવા ગઇ છે."રોકીની વાત સાંભળીને કિનારાને વધુ આઘાત લાગ્યો.

"કુશ,મને અત્યારેને અત્યારે ત્યાં જવું છે.મારી દિકરીના લગ્ન આ રીતે મારા વગર ના થવા જોઇએ.મને અત્યારેને અત્યારે કાયના પાસે લઇ જા.રોકી,આ લગ્ન આ રીતે મને મંજૂર નથી."કિનારા બેબાકળી થઇને બોલી રહી હતી.

"કાયના આટલી સરળતાથી માની ગઇ?"લવે પુછ્યું.

"ના,અમે અહીં આવ્યાં દર્શન કર્યા અને રનબીરે કહ્યું કે તે અને કાયના અહીં અત્યારે જ લગ્ન કરી રહ્યા છે.".
રોકીને યાદ આવ્યું કે થોડા સમય પહેલા શું બન્યું હતું.

રનબીરની વાત સાંભળીને કાયનાને સખત આંચકો લાગ્યો.

"તું પાગલ થઇ ગયો છે રનબીર.પહેલા તારા કહેવા પર મારી મરજી વિરુદ્ધ હું ભાગી પછી અહીં આવી અને હવે આ લગ્ન?બિલકુલ નહીં,હું મારા માતાપિતાની,મારા દાદાદાદી,મારા ભાઇ અને મારા પરિવારની હાજરી વગર આ લગ્ન નહીં કરું.અાજે તારી આ વાત સાથે હું બિલકુલ સહમત નથી.છતાં પણ જો તે મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી તો હું તારી સાથે સંબંધ તોડીને પોલીસમાં સરેન્ડર કરી દઇશ."કાયનાએ મક્કમ અવાજે કહ્યું.

રનબીરને ખૂબજ દુઃખ અને તકલીફ થઇ કાયનાની વાત સાંભળીને.તેની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં.

શું બન્યું હશે રોમિયોના બધાને પકડી લીધા પછી?
કિનારા આ લગ્ન કેવીરીતે રોકશે?
રનબીરને સાથે સંબંધ તોડવા તૈયાર થયેલી કાયના લગ્ન માટે કેમ માની ગઇ?શું બન્યું હશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

Vishwa

Vishwa 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Kaj Tailor

Kaj Tailor 4 month ago

Ketna Bhatti

Ketna Bhatti 4 month ago