Wanted Love 2 - 106 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--106

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--106


(કિનારા અને લવ રોમિયોની ગાડીમાં છુપાઇને માંડવીની તેમની હવેલી પર પહોંચ્યા.ત્યાં તે બંને લવ શેખાવત અને શિનાને મળ્યાં.લવે જણાવ્યું કે રોમિયોનો ડ્રગ્સનો જથ્થો તો આવી ગયો પણ હવે તેનો પ્લાન કઇંક અલગ છે.કિનારાએ હવેલી પરથી ભાગવાનો પ્લાન બનાવ્યો.અહીં રનબીર અને રોકીનું મિલન થયું રોકીને જાણવા મળ્યું કે રનબીર કાયનાને જેલમાંથી ભગાવી લાવ્યો છે.)

"ભગાવીને લાવ્યો છે એટલે?"રોકીએ આઘાતથી પુછ્યું.

"હું કાયનાને જેલમાંથી ભગાવીને લાવ્યો છું.કાયના પર ડ્રગ્સ પેડલીંગનો અને આતંકવાદી રોમિયો સાથે સાઠગાઠ રાખવાનો આરોપ હતો.કોઇ કશુંજ નહતા કરી રહ્યા તેને બહાર કાઢવા અને હું તેને જેલમાં તે હાલતમાં જોઇ ના શક્યો.તો મે તેને ભગાવી ,હવે અમે તેના નિર્દોષ હોવાના પુરાવા શોધીશું."રનબીરે કહ્યું.

રનબીરે રોકીને તેના જાનકીવીલા છોડીને ગયા પછી શું શું બન્યું તે જણાવ્યું.
"ગેટ આઉટ,હું આ બધું નહીં ચલાવી શકું.કાયનાને સરેન્ડર કરવું જ પડશે.તમારે બંનેએ આ દેશની પોલીસ અને કાયદા પર વિશ્વાસ રાખવો જ પડશે.કુશ કીધું છે તો તે કાયનાને નિર્દોષ સાબિત જરૂર કરશે."રોકીએ કહ્યું.તેની વાત સાંભળીને કાયના અને રનબીરને આઘાત લાગ્યો.તેમને લાગ્યું હતું કે તે તેમની મદદ કરશે.
"મને હતું કે તમે તમારા દિકરાનો સાથ આપશો.મે તમને એક તક આપી અને તમે મારો વિશ્વાસ તોડી નાખ્યો."રનબીરે ગુસ્સામાં કહ્યું.

"રનબીર,હું તારો બાપ છું અને દરેક બાપની જેમ હું પણ મારા દિકરાને સાચી અને સારી વાતો શીખવાડવા માંગુ છું.હું નથી ઇચ્છતો કે તું મારી જેમ ખોટા રસ્તે ચાલે.હું તને ખૂબજ પ્રેમ કરું છું પણ તારી ખોટી વાત કે ખોટા નિર્ણયમાં તારો સાથ નહીં આપું."રોકીએ રનબીર તરફ પોતાની પીઠ ફેરવતા મક્કમ સ્વરે કહ્યું.

રનબીર ગુસ્સામાં પોતાના હાથની મુઠ્ઠી વાળીને દિવાલ પર પછાડતા બોલ્યો,"ઠીક છે તો આપણો સાથ અહીં સુધી જ હતો."રનબીર આગળ કશુંજ સાંભળવા ઊભો ના રહ્યો.કાયના રનબીર પાછળ ભાગી અને તેનો હાથ પકડીને તેને રોકતા બોલી,"રનબીર,તે ખરેખર બદલાઇ ગયા છે.જો તે પહેલા જેવા હોત તો તને આ ખોટા નિર્ણયમાં સાથ આપતા પણ તે તને એક સારો માણસ બનતા જોવા માંગે છે એટલે તેમણે તને ના રોક્યો.તને તારા પિતા પર ગર્વ હોવો જોઈએ.ચલ અંદર,તે આપણી મદદ જરૂર કરશે."

અહીં રોકી રનબીરના ગયા પછી દુઃખી થઇ ગયો પણ આ દેશના એક જાગૃત નાગરિક હોવાના અર્થે તેણે કુશને ફોન લગાવ્યો અને રનબીર કાયના અહીં હોવાની વાત કરી.
"મને ખબર છે કે રનબીર અને કાયના ત્યાં છે.રોકી,મારી વાત ધ્યાનથી સાંભળ."કુશ ધીમેથી બોલ્યો.તેણે રોકીને તે બંનેને ભગાવવાનો પ્લાન પોતાનો હોવાનું જણાવ્યું.તેણે રોકીને પોતાનો સંપૂર્ણ પ્લાન જણાવ્યો.

"શું ?તું આવું કેવીરીતે કરી શકે?તું આપણા બાળકોને દાવ પર કેવી રીતે લગાવી શકે?"રોકીએ અત્યંત આઘાત સાથે પુછ્યું.

"રોકી,કાયના-રનબીર અને કિયાન ત્રણેય મારા બાળકો છે.તેમને કશુંજ નહીં થાય.તું બસ તેમની સાથે રહેજે અને આ વાત તેમને ખબર ના પડે તેનું ધ્યાન રાખજે.અમે તારા કોન્ટેક્ટમાં રહીશું.તને અમારા પર વિશ્વાસ છેને?તું અમારો સાથે આપીશ આ મિશન વોન્ટેડ લવમાં?"કુશે પુછ્યું.

"હા કુશ,હું તેમની સાથે જ રહીશ અને તેમનું ધ્યાન રાખીશ.ચલ,હું ફોન મુકુ મારે તે લોકો વધુ દુર જાય તે પહેલા રોકવા પડશે." આટલું કહીને ફોન મુકી રોકી ભાગ્યો.ત્યાં સામે જ કાયના આવી.

"અંકલ,અમે માનીએ છીએ કે અમે ખોટું કર્યું છે.હું પણ રનબીરના આ નિર્ણય સાથે સહમત નથી પણ જે થઇ ગયું તે થઇ ગયું.હવે અહીં સુધી આવ્યાં પછી પાછા જવાનો કોઇ અર્થ નથી.અમે રોમિયો સુધી જરૂર પહોંચીશું અને તેના આ ડ્રગ્સના કાળા કામનો અંત આણીશું.ખબર નહીં કેટલાય લોકોનો પરિવાર આ ડ્રગ્સે વિખેર્યો હશે.પ્લીઝ અમારી હેલ્પ કરો.જો તમે અમારી સાથે હશો તો અમારું કામ અને મિશન સરળ થઇ જશે.પપ્પાજી."કાયના છેલ્લું વાક્ય થોડુંક શરમાઇને બોલી.રોકી કાયનાના ચહેરા પર રહેલી શરમની લાલીને ઓળખી ગયો.તેને આજે બમણી ખુશી મળી હતી.તેણે કાયનાના માથે પોતાના હાથ મુક્યા.કાયનાએ તેમના આશિર્વાદ લીધાં.રનબીર પણ અંદર આવ્યો.

"વાહ,આજે બમણી ખુશીનો દિવસ છે.દિકરાની સાથે દિકરી પણ મળી ગઇ.વાહ કિનારાની દિકરી મારા દિકરાની પત્ની બનશે.આનાથી સારું શું થઇ શકે?હું તમને બંનેને એટલો પ્રેમ આપીશ કે મે જે પણ ખરાબ કર્યું હતું કિનારા સાથે તે બધા પાપ ધોવાઇ જશે."રોકીએ આટલું કહીને બંનેને ગળે લગાડી દીધાં.
"તમે અમારો સાથ આપશો?"રનબીરે પુછ્યું.

"આ રોમિયોની તો હવે બેન્ડ બજવાની છે અને તે આપણે બજાવીશું."રોકીએ કહ્યું.
રનબીર કઇંક વિચારમાં પડી ગયો.
"હમ્મ,હવે સમય આવી ગયો છે કે મારે કાયનાને અમદાવાદ આવવાનું મુખ્ય કારણ જણાવી દેવું પડશે."તેણે વિચાર્યું.

"પપ્પ‍ા, આપણે કાલે અાપણા કુળદેવીના દર્શન કરવા ગામડે જઇશું.કાયના,સવારે સાત વાગ્યે તૈયાર રહેજે."રનબીરે કહ્યું.

રનબીર અને રોકી રોકીના બેડરૂમમાં સુઇ ગયા જ્યારે કાયના બીજા રનબીરના રૂમમાં સુઇ ગઇ.આજે મહિનાઓ પછી કાયના નરમ બેડમાં ઉંઘી પણ તેને તે આરામ ના અનુભવાયો કેમ કે આ આરામ ચોરીનો હતો.
"જલ્દી જ હું રોમિયો સુધી પહોંચીશ અને મારી જાતને નિર્દોષ સાબિત કરીશ."કાયના પોતાની જાતને આ વચન આપીને સુઇ ગઇ.

બીજા દિવસે રનબીર સૌથી વહેલો ઉઠીને તૈયાર થઇ ગયો.પોતાની બેગમાંથી નેહાએ આપેલા પેકેટને કાઢીને હેન્ડબેગમાં મુકીને તેણે નેહાને ફોન કર્યો.તેણે નેહાને કાયનાને ભગાવવાવાળી વાત કહી હતી.નેહાએ જ તેને અમદાવાદ જવાનું કહ્યું હતું અને ત્યાં જઇને શું કરવાનું હતું તે કહ્યું.રનબીરે રોકીને મળ્યાંની વાત કરી.નેહા આઘાત પામી.તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.ભૂતકાળની તમામ વાતો સામે આવી ગઇ જે ચિસો પાડી પાડીને કહેતી હતી કે રોકી જેવો માણસ ક્યારેય ના બદલાય પણ જ્યારે તેણે સાંભળ્યું કે તેણે શિનાની અને કિનારાની મદદ કરી તો તેના હ્રદયે કહ્યું કે તે બદલાઇ ગયો છે અને તેને એક તક જરૂર આપવી જોઇએ.

"મોમ,પ્લીઝ તમે ચિંતા ના કરો.તે બદલાઇ ગયા છે.હું છું ને હું બધું જ સંભાળી લઇશ.તેમની મદદ હશે તો રોમિયો સુધી જલ્દી પહોંચી શકીશું.મોમ,પપ્પા તમારી સાથે વાત કરવા માંગે છે."રનબીરે કહ્યું.

"હા જરૂર કરીશ પણ પહેલા તું મે જે કામ કહ્યું છે તે કર.પછી જ હું તેમની સાથે વાત કરીશ."નેહાએ કહ્યું .

"મોમ,આર યુ શ્યોર?આટલું મોટું પગલું આપણે બધાને પુછ્યા વગર ઉઠાવવું જોઇએ?"રનબીરે પુછ્યું.

"હા,તે આ સવાલ પચાસમી વાર પુછ્યો અને પચાસમી વાર હું એ જ કહીશ કે હા,એ જ યોગ્ય છે."નેહાએ પોતાના આંસુ લુછતા કહ્યું.

રનબીર,કાયના અને રોકી કુળદેવીના મંદિરમાં જવા નીકળી ગયાં.લગભગ બે કલાકની મુસાફરી બાદ તે લોકો ત્યાં પહોંચી ગયા.તે મંદિર ખૂબજ પ્રાચિન અને સુંદર હતું.ગામ નાનકડું હતું પણ ખૂબજ સમૃધ્ધ હતું.વિશાળ ખેતરો,ચારેતરફ હરિયાળી અને ગામની વચ્ચોવચ મનોરમ્ય તળાવ.તે જ તળાવની બાજુમાં આવેલું માતાજીનું શીખરબંધ મંદિર હતું.લગભગ વીસ પચ્ચીસ સીડીઓ ચઢીને જતા જ એક તરફ ગણપતિ બાપાનું અને બીજી તરફ હનુમાનદાદાનું મંદિર હતું.અંદર માતાજીની સુંદર મુર્તિ હતી.પંડિતજીએ કઇંક તૈયારીમાં લાગેલા હતાં.હવનકુંડ અને પૂજાની બધી સામગ્રી તૈયાર હતી.એક થાળીમાં બે વરમાળા અને બીજી થાળીમાં મંગળસુત્ર અને સિંદૂર હતું.કાયના અને રોકી તે જોઇને આશ્ચર્ય પામ્યાં.

"પંડિતજી,કોઇના લગ્ન છે?"રોકીએ પુછ્યું.

પંડિતની જવાબમાં માત્ર હસ્યા પણ તેમની જગ્યાએ રનબીરે જવાબ આપ્યો,"હા પપ્પા,આજે અહીં લગ્ન થવાના છે.મારા અને કાયનાના લગ્ન થવાના છે."

રનબીરની વાત પર રોકી અને કાયના આઘાત પામ્યાં.તેમના ચહેરા પર તે સાફ દેખાતું હતું.

******

ઓફિસર રુષભ સકસેના અને વિશાલભાઇ વાત કરી રહ્યા હતાં.તે સમયે જ કોઇ અંદર આવ્યું જેમણે તેમની વાતો સાંભળી લીધી તે કિઆન હતો.વિશાલભાઇ થોડા ડરી ગયા પણ ઓફિસર હસ્યા.

"રિલેક્ષ અંકલ,આ તો કિઆન છે.આપણો રાઝદાર,એક આ જ છે આ ઘરમાં જેની સામે તમારે કોઇ નાટક કરવાની જરૂર નથી."ઓફિસરે કહ્યું.

"ના સર,ખાલી હું નહીં.લવ શેખાવત ડેડુ અને શિનામોમ પણ છે."કિઆન બોલ્યો.તે વિશાલભાઇને ગળે લાગ્યો.વિશાલભાઇએ પોતાના વ્યાજને ખૂબજ બધું વહાલ કર્યું.તે ઓફિસર ત્યાંથી નીકળી ગયાં..

"મારી લાડલી કાયના ક્ય‍ાં છે?"વિશાલભાઇએ પુછ્યું.

કાયનાનું નામ સાંભળીને કિઆન ગંભીર થઇ ગયો.તેણે કાયના વિશે બધું જ જણાવ્યું શરૂઆતથી લઇને અત્યાર સુધી જે સાંભળીને વિશાલભાઇ ખૂબજ દુઃખી થયાં.
"દાદુ,ડોન્ટ વરી.તે રોમિયો પાસે ભલે આતંકવાદીની મોટી ફોજ હોય પણ આપણી પાસે પણ મજબૂત ટીમ છે.જે તેને નહીં છોડે.તમે આરામ કરો."કિઆન આટલું કહીને જતો રહ્યો.

વિશાલભાઇ ખૂબજ ચિંત‍માં આવી ગયાં.તે રોમિયોને એકદમ નજીકથી જોઇ ચુક્યા હતા અને તેનો આતંક અનુભવી શક્યાં હતાં.કિઆન ભલે કહીને ગયો કે ચિંતા ના કરશો.તેમના ચહેરા પર ચિંતા અને ડર સાફ દેખાતો હતો

********
માંડવીની હવેલી પર કિનારા અને લવ કુશને આગળની વાત જણાવી રહ્યા હતાં.

બ્લાસ્ટ થયો તે દિવસે.....

આખી રાત સંતાઇને રહ્યા બાદ અને રોમિયોના ગયા બાદ કિનારા અને લવે રમેશભાઇને મુક્ત કરાવ્યાં.અદા અને બે માણસોને છોડીને બધ‍ા માણસો બેભાન થઇ ચુક્યા હતાં.કિનારા રમેશભાઇ અને લવ સાથે છુપાતા છુપાતા વિશાલભાઇના રૂમ તરફ ગયાં.આજે વર્ષો બાદ કિનારા પોતાના પિતાને મળવાની હતી પણ તેમને હજીપણ બધું સંપૂર્ણપણે યાદ નહતું આવ્યું.કિનારાને ડર હતો કે તેઓ પોતાને ઓળખી નહી શકે.

કિનારાએ હળવેથી દરવાજો ખોલ્યો.તે લોકો ચુપચાપ રૂમમાં દાખલ થયાં.વિશાલભાઇ દવાના ઘેનની અસર હેઠળ સુઇ રહ્યા હતાં.તેમને જોઇને કિનારા પોતાની લાગણી પર કાબુ ના રાખી શકી અને દોડીને તેમને ગળે લાગી ગઇ.તે તેમને ગળે લાગીને રડવા લાગી.
"પપ્પા...પપ્‍પા.પપ્પા,જોવો તમારી કિનારા આવી છે.પપ્પા ઉઠોને મને વહાલ કરોને."કિનારા રડતા રડતા બોલી.

વિશાલભાઇ ઉઠી ગયા પણ હજીપણ તેમની યાદશક્તિ સંપૂર્ણપણે પાછી નહતી આવી.તે કિનારાને ઓળખી ના શક્યાં.
"મે તને ક્યાંક જોયેલી હોય તેમ લાગે છે પણ મને કઇ યાદ નથી.તું કોણ છે?"વિશાલભાઇના આ શબ્દો કિનારાને વ્રજાઘાત જેવા લાગ્યાં.

"કિનારા,આ સમય ભાવુક થવાનો નથી.રોમિયો કે કોઇ આવે તે પહેલા રમેશભાઇ અને બાકી બધાને અહીંથી મોકલી દઇએ."લવ મલ્હોત્રાએ કહ્યું.

"હા મેડમ,લવસર સાચું કહી રહ્યા છે.કાકા,જલ્દી ઉઠો આપણે અહીંથી જવાનું છે."રમેશભાઇએ વિશાલભાઇને ઊભા કર્યા.કિનારાને જોયા બાદ વિશાલભાઇ અસ્વસ્થતા અનુભવવા લાગ્યાં.તેમના માનસપટલ પર અસંખ્ય ચિત્રો આવવા લાગ્યાં.તે ચક્કર ખાઇને બેભાન થઇ ગયાં.
કિનારા,લવ અને રમેશભાઇ આઘાત પામ્યાં.

રનબીરના અચાનક લગ્નના નિર્ણય પર કાયના શું પ્રતિક્રિયા આપશે?
નેહાનો આ લગ્ન કરાવવા પાછળ શું આશય છે?
વિશાલભાઇની ખરાબ તબિયત શું કિનારાના પ્લાન પર પાણી ફેરવશે?.
જાણવા વાંચતા રહો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

Vishwa

Vishwa 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Neepa

Neepa 4 month ago

vanita nakum

vanita nakum 4 month ago