Wanted Love 2 - 105 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--105

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--105


(વિશાલભાઇને જાનકીવીલામાં જોઇને બધાને સુખદ આશ્ચર્ય થયું.વિશાલભાઈને અહીં મુકવા આવલો સિંઘાનીયા સાહેબનો ઓફિસર તેમને તેમના રૂમમાં કિનારા અને લવના જીવતા હોવાની વાત ના કરવા કહેતા હોય છે બરાબર તે સમયે કોઇ આવ્યું.અહીં રોકી એક તક માંગી રનબીર પાસે.કાયનાએ તેમને એક તક આપવા સમજાવી.કિનારા,લવ અને કુશ માંડવીવાળી હવેલી પર ગયા જ્યાં કિનારા અને લવને સાડા ચાર મહિના પહેલા શું બન્યું હતું તે યાદ આવ્યું.)

કિનારા અને લવ સાડા ચાર મહિના પહેલાની યાદમાં ખોવાયેલા હતાં.તે જ સમયે કુશ તેમની પાસે આવ્યો અને તેમની તંદ્રા તુટી.

"ચલો અંદર કોઇ જોઇ જશે આપણને અહીં."કુશ આટલું કહીને તેમને અંદર લઇને ગયો.

હવેલી ભેંકાર ભાસતી હતી.રિનોવેશને બ્લાસ્ટના ઝખમ પૂરી દીધાં હતાં પણ હજી પણ તે બ્લાસ્ટના અવાજના પડઘા દિવાલોમાં પડતા હતાં.

કુશે તે બંનેને પોતાની સામે બેસાડ્યા અને કહ્યું,"હવે કહો શું બન્યું હતું?"

કિનારા અને લવે અહીં આવવા સુધીની વાત કહી.ત્યારબાદ તેઓ આગળ કહેવા લાગ્યાં જે આ પ્રમાણે હતી.

સાડા ચાર મહિના પહેલાં.....

કિનારા અને લવ રોમિયોને માંડવીની તેમની હવેલી પર જોઇને અત્યંત આઘાત પામ્યાં.તે લોકોને સમજતા વાર ના લાગી કે રોમિયો,અદા અને વિશાલભાઇ અહીં જ છે.રોમિયો અને અદાએ લવ અને શિનાને બંદી બનાવીને રાખ્યા હતાં.

"કિનારા,આ રોમિયો ખૂબજ ચાલાક છે.તેણે આપણા જ ઘરમાં આપણા જ લોકોને બંદી બનાવીને રાખ્યા.જેથી આપણને તેની પર શંકા ના જાય."લવ મલ્હોત્રાએ કહ્યું.

"હા લવ,રોમિયો ખૂબજ ચાલાક છે અને મને લાગે છે કે તે ખૂબજ મોટો પ્લાન બનાવી રહ્યો છે પણ હવે બસ.હવે તેનો અંત નજીક જ છે.આપણે રોમિયોના સુઈ જવા સુધી અહીં જ છુપાઇને રહેવું પડશે."કિનારાએ કહ્યું.

કિનારા અને લવ ઘણાબધા કલાક છુપાયેલા રહ્યા.લગભગ રાત્રીના એક વાગ્યા હતાં.રોમિયોને તેના રૂમમાં ગયે એક કલાક થઇ ગયો હતો.રોમિયોના બે માણસ આગળની તરફ અને બે માણસ પાછળની તરફ નજર રાખી રહ્યા હતાં.લવ અને કિનારા છુપાતા છુપાતા હવેલીમાં દાખલ થયાં.ખૂબજ ધીમાં પગલે તે બંને જણા લવ શેખાવતના રૂમ તરફ આગળ વધ્યાં.રૂમનો દરવાજો અંદરની તરફથી બંધ હતો.

"દરવાજો ખખડાવીશું તો માણસને ખબર પડી જશે."લવે કહ્યું.

"બહાર ઊભા રહીશું તો પણ તે લોકો આપણને જોઇ જ જશે.બધી વાત જાણવા માટે આપણે અંદર તો જવું જ પડશે."આટલું કહી કિનારાએ ભગવાનનું નામ લઇને ધીમેથી દરવાજો ખખડાવ્યો.અહીં લવ શેખાવત અને શિનાની આંખમાં ઊંઘ ગાયબ હતી.શિના અને રમેશભાઇના કહેવાથી લવ શેખાવત અદા પાસે મદદ માંગવા ગયો હતો.તેણે અદાને રોમિયોના પ્લાન વિશે જણાવવા કહ્યું હતું.ત્યારે જે વાત થઇ હતી તે ખૂબજ આઘાતજનક હતી.તે બંને તે વિચારોમાં જ ખોવાયેલા હતાં ત્યાં દરવાજા પર ટકોરા સંભળાયા.

"અત્યારે કોણ હશે?"શિનાએ પુછ્યું.
"વિશાલકાકા હશે.ચલ જોઇએ."લવ શેખાવતે કહ્યું.તે બંને એકસાથે ઊભા થયાં.દરવાજા પાસે ગયા અને ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો.સામે કિનારા અને લવ મલ્હોત્રાને આ વેશમાં ઊભેલા જોઇને તેમને અત્યંત આશ્ચર્ય થયું.લવ મલ્હોત્રા અને કિનારા અંદર આવ્યાં અને દરવાજો બંધ કરી દીધો.

"લવભાઇ-કિનારા,તમે બંને અહીં કેવીરીતે અાવ્યા?તમને કઇરીતે ખબર પડી બધી?"શિનાએ કિનારાને ગળે લાગતા પુછ્યું.લવ મલ્હોત્રા અને લવ શેખાવત,બે જોડિયા એકસરખા જ દેખાતા ભાઇઓએ એકબીજાને ગળે લગાવ્યાં.
"શિના,હું અને લવ મિશન પર હતાં.અમને રોમિયોની ફેક્ટરી વિશે જાણવા મળ્યું જ્યાં ડ્રગ્સની પેકીંગ થાય છે અને તે સમગ્ર દેશમાં ડિલિવર થાય છે.અમે એક મહિનાથી વેશ બદલીને તે ફેક્ટરી પર કામ કરીએ છીએ જેથી અમે રોમિયોના અન્ય ડ્રગ્સના ઠેકાણા વિશે જાણી શકીએ.અમે છેલ્લા કેટલાય દિવસથી તે તક શોધતા હતાં કે અમે રોમિયોની પાછળ જઇને પપ્પાને અને અદાને શોધી શકીએ.તે સિવાય અમારા રમેશભાઇ પણ તેના કબ્જામાં છે.આજે અમને તક મળતા અમે તેની ગાડીમાં છુપાઇને આવ્યાં પણ રોમિયો અહીં ?આ બધું શું છે?" કિનારાએ પુછ્યું.

લવ શેખાવત અને શિનાએ જણાવ્યું કે રોમિયોએ તેમને અહીં એક મહિનાથી બંધકબનાવીને રાખ્યા છે.રમેશભાઈ અને વિશાલભાઇ અહીં જ છે.વિશાલભાઇનું નામ સાંભળીને કિનારા ભાવુક થઇ ગઇ પણ તેણે તેની ભાવનાઓને કાબુમાં રાખીને પુછ્યું.

"લવભાઇ અને શિના,એક મહિનામાં શું તમને કઇ ખાસ જાણવા મળ્યું?"કિનારાએ પુછ્યું.

"કિનારા,શિનાએ ડોક્ટર સાથે ફોન પર વાત કરીને વિશાલકાકાની સામાન્ય સારવાર કરવાનું શરૂ કર્યું છે.આ અદાએ તેમને ખોટી દવા આપીને તેમને વર્ષો સુધી બિમાર રાખ્યા પણ હવે તેઓ ઠીક થઇ રહ્યા છે.કિનારા,રોમિયોનો ડ્રગ્સનો ખૂબજ મોટો જથ્થો દરિયાઈ માર્ગે આવવાનો છે.તેની ડિલિવરી પછી તે તને કિડનેપ કરીને સરહદ પાર કરવાનો પ્લાન બનાવી રહ્યો છે."લવ શેખાવતે કહ્યું.

"આ વિશે અમને ખબર છે.લવ,તે સિવાય કઇ એવી વાત જે તમને જાણવા કે સાંભળવા મળી હોય?"લવ મલ્હોત્રાએ પુછ્યું.

લવ શેખાવતે તેની પત્ની શિના સામે ગંભીરતાપૂર્વક જોયું.તેણે જણાવ્યું કે કેવીરીતે રમેશભાઇ અને શિનાના કહેવાથી તે અદા પાસે ગયો હતો અને તેને રોમિયોનો પ્લાન જણાવવા વિનંતી કરી.

"તો પછી શું થયું?અદાએ કઇ જણાવ્યું હતું?"કિનારાએ પુછ્યું.

"કિનારા,મે જેવું અદાને આ પુછ્યું તે હસવા લાગી ખડખડાટ.મને કહે,"લવ,હું તને પાગલ લાગું છું કે મારા પતિનો પ્લાન જણાવીને તને બચાવીશ?રોમિયો ગાંડો છે.તેનું મગજ છટક્યું તો મને છોડી દેશે પછી હું શું કરીશ?"

"અદા,રોમિયો આમપણ તને છોડી દેવાનો છે.તને ખબર છે કે રોમિયો ડ્રગ્સનું કંસાઇન્મેન્ટ આવી ગયા પછી કિનારાને કિડનેપ કરીને સરહદ પાર કરીને જતો રહેવાનો છે."

મારી વાત સાંભળીને અદા ગંભીર થઇ ગઇ.થોડીક ક્ષણો પહેલા જે મારી વાત પર હસતી હતી તે હવે ગંભીર થઇ ગઇ.
"મને ખબર છે પણ શું તને ખબર છે કે રોમિયો કિનારાને કિડનેપ કરીને લઇ ગયા પછી શું કરશે?એક મહિનો તેના શરીર સાથે રમશે અને પછી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેને વેંચી દેશે.રોજ નવો આશિક મળશે કિનારાને.જા કહી દે તારા નાનાભાઇની પત્નીને કે આ વખતે બહાદુરી ના બતાવે અને તેના પતિની પાસે સુરક્ષિત રહે."

"કિનારાની ચિંતા કરવાની તારે જરૂર નથી.કિનારા એકલી સો રોમિયોને જેલભેગા કરી શકે એમ છે પણ તને રોમિયો સાથે રહીને શું મળશે?તું પણ સુંદર છો એવું ના બને કે કિનારાની જગ્યાએ રોજ નવો આશિક તને મળે.તું મારી મદદ કર.મને રોમિયોનો પ્લાન જણાવ અને રમેશભાઇને ભાગવામાં મદદ કર.તે કિનારા પાસે જશે અને મદદ લઇને આવશે.તું સરકારી સાક્ષી બની જજે.તારી પાછળની જિંદગી સુધરી જશે.હું તને રૂપિયા આપીશ જેની મદદથી તું પાછળની જિંદગી સારી રીતે જીવી શકે."

મને નહતું લાગતું કે અદા મારી વાત આટલી સરળતાથી માની જશે.તેણે અાસપાસ જોયું અને મને અડધી રાત્રે મારા બેડરૂમમાં મળવા આવશે તેવું કહ્યું.વચન પ્રમાણે તે અડધી રાત્રે આવી પણ ખરી.

તેણે કહ્યું,"લવ,રોમિયોનો ડ્રગ્સનો કંસાઇન્મેન્ટ તો ક્યારનો ઉતરી ગયો."
તેની વાત સાંભળીને મને ખૂબજ આઘાત લાગ્યો.
"તો તે શેની રાહ જોવે છે?"મે પુછ્યું.
અદાએ મને રોમિયોનો પ્લાન જણાવ્યો." તે પ્લાન લવે કિનારા અને લવ મલ્હોત્રાને જણાવ્યો.જે સાંભળીને તેમને અત્યંત આઘાત લાગ્યો.
અદાએ મને કહ્યું કે તે આનાથી વધુ કોઇ મદદ નહીં કરી શકે.તેણે મને કહ્યું,"લવ,એક સમય હતો જ્યારે આપણે બંને ખૂબજ નજીક હતા બસ તે જ સંબંધે મે તને આ વાત જણાવી વધુ કોઇ આશા ના રાખતો."

લવ શેખાવતની વાત પૂર્ણ થઇ.

કિનારા અન લવ મલ્હોત્રા કઇંક વિચારમાં પડી ગયાં.

"લવભાઇ,તમે ચિંતા ના કરો.તમે ખૂબજ મહત્વની જાણકારી આપી છે અમને.અમે તમને બધાને બચાવીશું અને રોમિયોને તેના સામાન સાથે પકડીશું."કિનારાએ કહ્યું.

લવ મલ્હોત્રા અને કિનારા તે રાત્રે પોતાની જ હવેલીમાં છુપાઇને રહ્યા.બીજા દિવસે રોમિયો ફેક્ટરી પર જવા નીકળી ગયો.ઘરમાં રોમિયોના માણસો સતત ફરી રહ્યા હતાં.કિનારા અને લવ રમેશભાઇના રૂમ સુધી પહોંચી ગયાં.રમેશભાઇ તેમને જોઇને ખુશ થઇ ગયાં.લવ શેખાવત અને શિનાને પણ વિશ્વાસ થઇ ગયો હતો કે હવે રોમિયોનો ખેલખતમ.

રમેશભાઇને મુક્ત કરાવીને તેઓ આગળનો પ્લાન બનાવવા લાગ્યાં.

"રમેશભાઇ,તમે લવ-શિના અને મારા પિતાને લઇને અહીંથી નીકળી જાઓ હું અને લવ આ માણસોને સંભાળી લઇશું.તમે અહીંથી સીધા ગુજરાત એ.ટી.એસના હેડ સિંઘાનીયા સાહેબ પાસે જજો અને મદદ લઇને આવજો.ત્યાંસુધી અમે રોમિયોને પકડીને રાખીશું."કિનારાએ કહ્યું.

કિનારા,લવ મલ્હોત્રા,લવ શેખાવત,શિના અને રમેશભાઇ લવ શેખાવતના બેડરૂમમાં મળ્યા હતાં.
"શિના,આ દવાવાળી ચા તું અદા અને તેના માણસોને પીવડાવી દેજે.તેની અસરથી બધા જ બેભાન થઇ જશે.પછી તમે ત્રણેય રમેશભાઇ સાથે સિંઘાનીયા સાહેબ પાસે જશો.તે અહીં મદદ મોકલશે.ત્યાંસુધી અમે રોમિયોને પકડવાનું છટકું ગોઠવીને રાખીશું."લવ મલ્હોત્રાએ કહ્યું.

કિનારા અને લવ મલ્હોત્રાનો પ્લાન એકદમ સરળ અને સ્પષ્ટ હતો.શિનાએ દવાવાળી ચા બધાને પિવડાવી દીધી.અદાની તબિયત આમપણ બે ત્રણ દિવસથી ઠીક નહતી રહેતી તે સુઇ જ રહેતી હતી.તે માણસો પણ ચા પીને સુઇ ગયા પણ બે માણસોએ તે ચા નહતી પીધી.તે કિનારા માટે મુશ્કેલી ઊભી કરી શકે એમ હતાં.કિનારા વિશાલભાઇ પાસે ગઇ.તેમને આટલા વર્ષો પછી મળવા અને તેમને રમેશભાઇ સાથે મોકલવા.

**********

"પપ્પા."રનબીરે ફરીથી કહ્યું.રોકીને પોતાની આંખો પર અને કાનો પર વિશ્વાસ ના આવ્યો.તે ઊભો થયો અને રનબીરને ગળે લાગી ગયો.તેણે રનબીરને ચુમીઓથી નવડાવી દીધો.રનબીરનું માથું પોતાની છાતીમાં છુપાવી દીધું.

રોકીનો આટલો બધો પ્રેમ જોઇને રનબીરે પણ પોતાની ભાવના પર કાબુ ગુમાવી દીધો.તેના બે હાથ આપોઆપ રોકી ફરતે વિટળાઇ ગયા.આજે જીવનમાં પહેલી વાર રનબીરને પિતાના પ્રેમની અનુભૂતિ થઇ હતી.કાયના આ અદ્ભૂત દ્રશ્ય જોઈને ભાવવિભોર થઇ ગઈ.તેની પણ આંખના ખૂણા ભીના થઇ ગયાં.તેમની બંનેની આંખોમાંથી આંસુઓની ધાર વહી રહી હતી.રનબીર પોતાની બધી જ ફરિયાદ જે તેને પોતાના પિતા સામે હતી તે આ અપાર પ્રેમમાં ભુલી ગયો.

થોડી વાર પછી તે બંને અલગ થયાં.
"મારા દિકરાને ભૂખ લાગી હશે.મારા હાથેથી જમાડુ.આજે તો લાપસી બનાવીશ.મારો દિકરો આવ્યો છે.બેટા,થોડીક વાર બેસ"રોકીએ કહ્યું.રનબીર અને કાયનાએ એકબીજાની સામે જોયું.

રોકી થોડીક જ વારમાં મગ-ભાત અને લાપસી બનાવીને લઇને અાવ્યો.તેણે રનબીરને પોતાના હાથેથી જમાડ્યો.કાયના આ દ્રશ્ય જોઇને ભાવુક થઇ ગઇ.
"હું કુશને ફોન કરું.તેને આ બધું જણાવું તે કેટલો ખુશ થશે.તેની દિકરી અને મારો દિકરો અહીં મારી પાસે છે."રોકી બોલ્યો.
કાયના અને રનબીર ડરી ગયાં.
"પપ્પા,કોઇને જણાવશો નહીં કે અમે અહીં છીએ કેમ કે હું કાયનાને જેલમાંથી ભગાડીને લાવ્યો છું."રનબીરે કહ્યું.રોકી તે સાંભળીને આઘાત પામ્યો.

"શું તું કાયનાને જેલમાંથી ભગાડીને લાવ્યો છે?"રોકી અત્યંત આઘાત પામ્યો.

શું રોકી રનબીર અને કાયનાની મદદ કરશે?
શું કિનારાનો ગ્રેટ એસ્કેપ પ્લાન પાર પડ્યો હશે?
શું બન્યુ હશે હવેલીમાં?તે બ્લાસ્ટ કેવી રીતે થયો?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 2 month ago

Vishwa

Vishwa 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Himanshu P

Himanshu P 4 month ago