(રનબીર અને કાયના રનબીરના અમદાવાદવાળા ઘરે પહોંચે છે.જ્યાં તેમને રોકી મળ્યો.રોકીને મળીને રનબીર ખૂબજ નબળો પડી ગયો તેણે રોકીને પિતા તરીકે સ્વીકારવાની ના કહી.અહીં કુશ હવે એકશન મોડમાં આવ્યો તેણે કિનારાના જીવતા હોવાની વાત બહાર વહેતી કરવાનું નક્કી કર્યું.વિશાલભાઇ જાનકીવિલામાં પહોંચી ગયા હવે આગળ...)
વિશાલભાઇને જોઇને જાનકીદેવીનું મોઢું ખુલ્લું રહી ગયું,તેમને તેમની આંખો પર વિશ્વાસ ના આવ્યો.પાછળ સિંઘાનીયા સાહેબનો ઓફિસર અંદર આવ્યો.
"મિ.શ્રીરામ શેખાવતનુ કામ હતું."તે ઓફિસરે કહ્યું.
જાનકીદેવીની તંદ્રા તુટી.તે દોડતા જઈને વિશાલભાઇની પાસે પહોંચી ગયા.
"મોટાભાઇ,તમે આવી ગયા.આટલા વર્ષોથી ક્યાં હતાં?મે તો તમારા જીવતા હોવાની આશા જ છોડી દીધી હતી.મારું મન ખૂબજ તકલીફ પામ્યું જ્યારે અદા સાથે તમને તે દશામાં જોયા.આજે હું કેટલી ખુશ છું.તે હું કહી પણ નથી શકતી.કાશ કિનારા જીવતી હોત તો તે કેટલી ખુશ થાત."જાનકીદેવી અત્યંત ભાવુક થઇને બોલ્યા.તેમની આંખોમાંથી અશ્રુઓનો પ્રવાહ રોકાતો નહતો.
વિશાલભાઇ મૌન હતાં.
"મેડમ,શ્રીરામ શેખાવતજીને મળવું હતું." તે ઓફિસરે ફરીથી કહ્યું.
જાનકીદેવી અંદર ગયા તેમની પાછળ વિશાલભાઇ અને તે ઓફિસર દોરવાયા.જાનકીદેવીએ બુમ પાડીને બધાને જગાડ્યાં.
શ્રીરામ શેખાવત,કિઆન,અદ્વિકા,શિવાની,લવ શેખાવત,શિના અને કિયા નીચે આવ્યાં.તે બધાં પણ વિશાલભાઇને જોઇને સુખદ આંચકો પામ્યાં.
તે લોકો વિશાલભાઇ પાસે જઇને કઇ કહે તે પહેલા તે ઓફિસર આગળ અાવ્યા અને બોલ્યા,"મિ શ્રીરામ શેખાવત,હું ગુજરાત એ.ટી.એસ ઓફિસર રુષભ સકસેના,સિંધાનીયા સાહેબનો આસિસ્ટન્ટ.મિ.વિશાલ મોતીવાલા માંડવીના દરિયાકિનારે ત્યાના સ્થાનિકોને બેભાન હાલતમાં મળ્યાં હતાં.તે સમયે તેમની હાલત ખૂબજ ખરાબ હતી.તે લોકોએ તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.
તે ઘણાબધા મહિનાઓ કોમામા રહ્યા બાદ જ્યારે ગયા અઠવાડિયે તે ભાનમાં આવ્યાં ત્યારે પોલીસ તેમનું સ્ટેટમેન્ટ લેવા આવી.તેમની વાતો પરથી અમને જાણવા મળ્યું કે તે કુશ સરના સસરા છે.અમે કુશ સરને વાત કરી તો તેમણે અમને તેમને અહીં લાવવા કહ્યું."
શ્રીરામ શેખાવત વિશાલભાઇ પાસે ગયા અને તેમને ભેંટ્યા.
"કેમ છો વિશાલભાઇ?"તેમણે પુછ્યું.
"હું ઠીક છું.તમે બધાં કેમ છો?કિનારા ક્યાં છે?આ જાનકીબેન એમ કેમ બોલ્યા કે તે જીવતી હોત તો?"વિશાલભાઈએ પુછ્યું.
"વિશાલ અંકલ,તમે બહુ લાંબી મુસાફરી કરીને આવ્યાં છો એટલે તમને આરામની જરૂરત છે.શ્રીરામ સર,વિશાલઅંકલ હજી સંપૂર્ણપણે ઠીક નથી થયા.તેમને આરામની જરૂર છે."તે ઓફિસરે કહ્યું.
"કિઆન,જા તારા નાનાને રૂમમાં લઇ જા."શ્રીરામ શેખાવતે કહ્યું.કિઆનને કિનારાની વાત યાદ આવી કે તેને સરપ્રાઇઝ મળશે.
"હમ્મ,તો મમ્મી આ સરપ્રાઇઝની વાત કરતી હતી.ગ્રેટ સરપ્રાઇઝ મોમ."કિઆને વિચાર્યું.
"નાનુ,આઇ એમ સો હેપી."કિઆન તેના નાનુને પગે લાગી તેમના ગળે લાગી ગયો.તે વિશાલભાઇને રૂમમાં સુવાડીને આવ્યો.
તે ઓફિસર વિશાલભાઇના ગયા પછી બોલ્યો,"શ્રીરામ સર,વિશાલ અંકલ તેમની છેલ્લા અમુક મહિનાઓની યાદશક્તિ ગુમાવી ચુક્યાં છે.તો તેમને કોઇપણ એવી વાત યાદ દેવડાવવાની કે પુછવાની કોશિશ ના કરતા નહીંતર તેમની તબિયત બગડી શકે છે.હું અંકલનો સમાન મુકીને આવું અને સર,આ તેમની દવાઓ છે.તેમને ખબર જ છે કે કેવીરીતે અને ક્યારે લેવાની છે.તે તેમને આપીને આવું અને તેમને મળતો આવું."તે ઓફિસરે કહ્યું.શ્રીરામ શેખાવતે માથું હકારમાં હલાવ્યું.તેમની વાતો સાંભળીને બધાને થોડુંક દુઃખ તો થયું પણ વિશાલભાઇના જીવતા હોવાથી જાનકીવીલામાં ખુશીની નાનકડી લહેર આવી હતી.
જાનકીદેવીને પોતાના દિકરા અને વહુના જીવતા હોવાની આશા બંધાઇ.તેમણે મંદિરમાં જઇને દિવો કરી ભગવાનનો આભાર માન્યો.તે ઓફિસર વિશાલભાઇના રૂમમાં ગયો..
"અંકલ,આ તમારો સામાન અને દવાઓ.ચિંતા ના કરો આ સામાન્ય વિટામિનની દવાઓ છે.હા,કોઇને બતાવતા નહીં.નહીંતર દવાનું કાગળ જોઈને તેમને શંકા થશે.જો તે લોકો તમને ડોક્ટર પાસે લઇ જાય તો બહાનુ બનાવીને ના પાડી દેજો નહીંતર તેમને ખબર પડી જશે કે તમે એકદમ ઠીક છો."તે ઓફિસર બોલ્યા.
"હા,હું સમજી ગયો કે કિનારા અને લવ જીવે છે તે વાત મારે કોઇને કહેવાની નથી પણ મને કિનારા સાથે વાત કરવાનું મન થાય તો?"વિશાલભાઇએ પુછ્યું.
"અંકલ,આ ફોન તમારી પાસે રાખો.તેમા જ તમને કિનારા મેડમ ફોન કરશે અને હા આ ફોન પાસવર્ડ પ્રોટેક્ટેડ છે છતાપણ તે કોઇના હાથમાં આવવો ના જોઇએ.સમજી ગયાં?"તે ઓફિસર બોલ્યો.
બરાબર તે જ સમયે દરવાજો ખુલ્યો અને કોઇ અંદર આવ્યું તેણે વિશાલભાઇની વાત સાંભળી લીધી.વિશાલભાઈ અને તે ઓફિસર રુષભ ખૂબજ ચિંતામાં આવી ગયાં.
***********
અહીં રનબીર પર રોકીની વાતની કોઇ જ અસર નહતી થઇ રહી.
"કાયના,ચલ આપણે અહીં નથી રોકાવવાનું."આટલું કહી રનબીર બહાર જતો હતો.
"રનબીર,ઊભો રહે એક મિનિટ.હા હું સ્વીકારું છું કે મે ઘણાબધા પાપ કર્યાં છે.તારી મા શ્રેયા ખૂબજ સુંદર હતી.તેને એકવાર જોઇ હતી અને તેના જ વિચારો મનમાં ચાલ્યા કરતા હતાં.તે સમયે બુદ્ધિ ભ્રષ્ટ હતી મારી ડેડી તેમના રાજકારણમાં વ્યસ્ત રહેતા અને મમ્મી ઘરને સંભાળવામાં.હું ખોટા રસ્તે ચાલી નીકળ્યો હતો.હા,મે તારી માનો બળાત્કાર કર્યો હતો.તે કિનારા પર પણ નજર બગાડી હતી.મે તેના દાદીની હત્યા કરી હતી.મને કાનુને સજા આપી દીધી અને તેની મે સજા પણ ભોગવી લીધી.
મારા ગુસ્સાના કારણે મે મારું બાળક ગુમાવ્યું.નેહાનું મિસકેરેજ થયું.મને ખૂબજ પસ્તાવો થયો પણ બહુ મોડું થઇ ગયું હતું.નેહા અને પપ્પા આટલા મોટા અમદાવાદ શહેરમાં ગુમ થઇ ગયાં.કાનુને મને મારા સારા વ્યવહાર ના કારણે વહેલો મુક્ત કરી દીધો.મે મારી સજા બધી રીતે ભોગવી.કાયદાકીય રીતે પણ અને સામાજિક રીતે પણ પિતા હોવા છતા અનાથની જેમ જીવું છું.પત્ની અને દિકરો હોવા છતાં એકલો છું.
હું સાચું કહું છું કે હું બદલાઇ ગયો છું.મારો વિશ્વાસ ના આવતો હોય તો શિનાને પુછો,કિનારાને પુછો.મે અદાને લવના જીવનમાંથી દુર કરવા તેમની મદદ કરી હતી.કુશને પણ ખબર છે.તારા જીવનમાં મારા કારણે જે પણ ખરાબ થયું છે તેને હું જ સુધારીશ.મને એક તક આપ મારા દિકરા."રોકીએ બે હાથ જોડીને કહ્યું.
"કાયના,ચલ મારે આમની એકપણ વાત નથી સાંભળવી."રનબીર આટલું કહીને બહાર જતો રહ્યો.કાયનાએ રોકીની આંખમાં જોયું.તેને તેમની આંખમાં આંસુ દેખાયા.
રનબીર બહાર પહોંચીને જ તુટી ગયો.તે રડવા લાગ્યો.કાયના બહાર આવી તેણે રનબીરને ખેંચીને એકદમ જોરથી પોતાના ગળે લગાવી દીધો.તેણે તેનો ચહેરો પોતાના હાથમાં પકડીને તેના ગાલ પર ચુંબન કર્યા.
"શ..શ...સાવ ચુપ.રનબીર ના રડ.તને મારા સમ છે."કાયનાએ આટલું કહીને તેને ફરીથી ગળે લગાવ્યો.તે બંને ક્યાંય સુધી એમ જ રહ્યા.રનબીર અંતે શાંત થયો.કાયનાએ તેના ગાલ પર ફરીથી ચુંબન કર્યું.
"કાયના,મારી સાથે જ આવું કેમ થાય છે?પહેલેથી જ આપણે મુશ્કેલીમાં હતા તેમા એક વધુ મુશ્કેલી આવી ગઇ."રનબીરે કહ્યું.
"રનબીર,તેમણે તેમની સજા ભોગવી લીધી છે.બહાર આવતા સમયે મે તેમની આંખોમાં જે આંસુજોયા તે સાચા હતાં.હું સમજુ છું કે તે જે તકલીફ ભોગવી,નેહા મોમ અને દાદુએ જે તકલીફ ભોગવી તેમની સામે તે સજા કઇ જ નથી.કહેવાય છે કે માફી માંગનાર કરતા માફ કરનાર વધુ મહાન હોય છે.તું તેમને એક તક આપ.જો તે ખરેખર બદલાઇ ગયા હોય તો તું વિચાર નેહામોમનું બેરંગ જીવન ફરીથી ખુશહાલ બનશે,રંગોથી ભરાઇ જશે.દાદુને જીવનના આ પડાવ પર તેમનો દિકરો પાછો મળશે અને પિતાનો પ્રેમ મળશે.
રનબીર,એક તક આપ.શું ખબર નિયતીએ જ આ બધું કર્યું હોય?આપણી મદદ કરવા ભગવાને તેમને મોકલ્યા હોય.અા ભગવાનનો જ કોઇ ઈશારો હોય.એક કામકરીએ આપણે તેમને તક આપીએ,આપણી વાત કરીએ અને પછી જોઇએ કે તે શું પ્રતિભાવ આપે છે."કાયનાની સમજદારીભરી વાતો પર રનબીર વિચારમાં પડી ગયો.
"હેય,મારા હેન્ડસમ હિરો આવા રોતલ ફેસમાં સારો નથી લાગતો.ચલ હસ હવે."કાયનાએ આટલું કહીને તેને ગલીપચી કરી.રનબીરના ચહેરા પર સ્માઇલ આવી.તેણે કાયનાની વાતમાં સહમતી માથું હકારમાં હલાવીને આપી.તે રોકીને એક તક આપવા તૈયાર હતો.
"હમ્મ,મારી પ્રિન્સેસ ખૂબજ સમજદાર થઇ ગઇ છે.આજે તારી વાતો પર થોડો વધારે જ પ્રેમ આવે છે.પાછા આવ્યાં પછી જે કામ નથી કર્યું તે કરવાનું મન થાય છે."રનબીર શરારતી અંદાજમાં બોલ્યો.તેણે કાયનાના ચહેરાને પકડીને પોતાની નજીક લાવ્યો.
"હમણાં નહીં મિ.પટેલ.પહેલા મને મિસિસ પટેલ બનાવો પછી જ કિસ કરવા દઇશ."કાયનાએ રનબીરને તે જ શરારતી અંદાજમાં ધક્કો મારતા કહ્યું.
"હમ્મ,ફ્યુચર મિસિસ પટેલ લગ્ન થવા દો પછી તમે નહીં બચી શકો.ચલ અંદર જઇએ."રનબીરે કહ્યું.તે કાયનાનો હાથ પકડીને અંદર ગયો.રોકી રનબીર જ્યાં ઊભો હતો તે જગ્યાએ નીચે બેસીને તે જગ્યાને ચુમી રહ્યો હતો અને રડી રહ્યો હતો.
"રનબીર,મારા દિકરા કાશ તે એકવાર મારી વાત માની હોત.કાશ તે મને એક તક આપી હોત.નેહા..પપ્પા ક્યાં છો તમે?હવે આ જીવન ભારરૂપ લાગે છે મને."
"પપ્પા.."રનબીરે પહેલી વખત આ શબ્દ બોલ્યો હતો.રોકીએ સુખદ આંચકા સાથે ઊપર જોયું.
*************
અહીં કુશ,કિનારા અને લવ જ્યાં આટલા મહિનાથી રોકાયા હતાં.તે જગ્યા આજે ખાલી કરીને માંડવીની હવેલી પર રોકાવવા જઇ રહ્યા હતાં.માંડવીની હવેલીને તે બ્લાસ્ટ પછી રીનોવેટ કરવામાં આવી હતી.લવ અને કિનારાએ તે દંપતિનો આભાર માનીને તે જગ્યાએથી વિદાય લીધી.
ત્યાંથી તે લોકો સિંઘાનીયાસાહેબની ઓફિસ ગયાં.કિનારા અને લવ પોતાના પહેલાના અવતારમાં આવી ગયાં.
સિંઘાનીયા સાહેબને કુશ અને તેના પ્લાન પર પુરો વિશ્વાસ હતો.ત્યાંથી કુશ જાતે ગાડી ચલાવીને માંડવીની હવેલી પર પહોંચ્યો.તેણે કિનારા અને લવને પાછળની સીટ પર છુપાઇને રાખ્યાં હતા.ત્યાંના તમામ નોકરોને તેણે રજા આપી દીધી હતી.અંતે કિનારા અને લવે તે ગોઝારી ઘટના પછી પહેલીવાર તે હવેલીમાં પગ મુક્યો અને તેમની સામે ચાર મહિના પહેલા બનેલી તે ઘટના નજર સમક્ષ આવી ગઇ.
ચાર મહિના પહેલા.....
કિનારા અને લવ મજૂર બનીને રોમિયોની ડ્રગ્સની ફેક્ટરીમાં કામ કરતા હતા.તેમને રોમિયોનો પીછો કરવાની તક નહતી મળતી પણ અનાયાસે એક દિવસે રોમિયોના અન્ય માણસો કોઇ ખાસ કામથી આઘાપાછા થયા હતાં અને તે જ સમયે રોમિયો ઘરે જવા નીકળ્યો.
કિનારા અને લવ તે ગાડીમાં છુપાઇ ગયા.રોમિયો માંડવીની હવેલી પર જવા નીકળી ગયો.થોડા કલાકની મુસાફરી બાદ તે હવેલી પર પહોંચી ગયો.ગાડીને એમ જ ખુલ્લી રાખીને તે હવેલીમાં જતો રહ્યો હતો.અંધારું થતાં લવ અને કિનારા જ્યારે બહાર નીકળ્યાં ત્યારે પોતાની જ હવેલીને જોઇને તેમને અત્યંત આઘાત અને આંચકો લાગ્યો.
કોણ આવ્યું હશે વિશાલભાઇના રૂમમાં?શું વિશાલભાઇનું નાટક બધાની સામે આવી જશે?
કેવું રહેશે બાપ દિકરાનું મિલન?શું રનબીરની આપેલી તક પર રોકી ખરો ઉતરશે?
કિનારા અને લવ માંડવીની હવેલી પર તો પહોંચ્યા પણ પછી શું થયું હશે તેમની સાથે?
જાણવા વાંચતા રહો.