( રનબીર અને કાયનાને ભગાડવાનો પ્લાન કુશનો હતો.કાયના સાથે જેલમાં જે તેની સાથે એક જ સેલમાં જે હર્ષાબેન હતા.તેમણે જ રનબીરને ભાગવા માટે મનાવ્યો હતો.કિનારાને જ્યારે ખબર પડી કે આ કુશનો પ્લાન હતો ત્યારે તે ખૂબજ ગુસ્સે થઇ પણ લવે સમજાવતા તે સમજી ગઇ.કિઆન વીડિયો કોલ પરપોતાની મા કિનારાને મળ્યો.અહીં મુંબઇથી કચ્છ જવાની જગ્યાએ રનબીર કાયનાને અમદાવાદ લઇ જઇ રહ્યો હતો પણ કેમ તે કોઇને નહતી ખબર.)
સાંજ પડવા આવી હતી.કાયના અને રનબીર અમદાવાદની નજીક હતાં.કાયના હજીપણ નારાજ હતી.
"કાયના,પ્લીઝ યાર ક્યાં સુધી આમ મોઢું ચઢાવીને બેસીશ?હમણાં તો હસી હતી પાછી કેમ ગુસ્સે થઇ ગઈ?"રનબીરે પુછ્યું.
"રનબીર,હું પોલીસ ઓફિસર અને એ.ટી.એસ ઓફિસરની દિકરી છું.જો હું કાયદો તોડીશ તો લોકો અમારા પરિવાર વિશે શું વિચારશે?મારા માતાપિતાનું નામ બદનામ થશે,મારા પરિવારનું નામ ડુબી જશે" કાયના દુઃખી થઇને બોલી.
રનબીર પણ ગંભીર થઇ ગયો.
"કાયના,જે થઇ ગયું તે બદલી શકવાનું નથી.એક દિવસ આપણા કારણે આપણા માતાપિતાનું નામ રોશન થશે.કાયના,આપણે અમદાવાદ બે કારણ માટે જઇ રહ્યા છીએ.અમદાવાદમાં પણ ડ્રગ્સનો મોટો કારોબાર છે.રોમિયો સુધી પહોંચવા આપણે તેના કોઇ ખાસ માણસને પકડવો પડશે.અમદાવાદમાં તેનો કોઇ માણસ મળી જશે.બીજી વાત હથિયાર વગર રોમિયો સામે જવું મુર્ખામી ગણાશે અમદાવાદમાં તે બધી જ વ્યવસ્થા થઇ જશે."રનબીરે કહ્યું.
"પણ અમદાવાદમાં આપણે રહીશું ક્યાં?આ બધું કેવીરીતે થશે?આપણે કોઈને ઓળખતા નથી."કાયનાએ કહ્યું.
"તું નથી ઓળખતી.હું તો ઓળખું છું ને.આપણે અમદાવાદના આપણા ઘરે જઇશું.જે શહેરથી થોડુંક દુર છે તો કોઇ ત્યાં આપણને પકડી નહીં શકે."રનબીરે કહ્યું.
મોડીરાત્રે કાયના અને રનબીર અમદાવાદ પહોંચ્યા.અમદાવાદ પહોંચીને તેમણે ડિનર પેક કરાવ્યું અને રનબીરના ઘરે પહોંચ્યા.રનબીર વારંવાર પોતાના પોકેટમાં કઇંક વસ્તું સુનિશ્ચિત કરતો હતો.તે લોકો ઘરે પહોંચ્યા ત્યારે રનબીરને અત્યંત આઘાત લાગ્યો કેમ કે ઘરની લાઈટ ચાલું હતી.રનબીરનું ઘર થોડુંક અલગ પડતું હતું.કાયના અને રનબીરે ગાડી પાર્ક કરી અને તે લોકો છુપાતા છુપાતા અંદર ગયાં.
રનબીરે બારીમાંથી જોયું તો અંદર કોઈ ૪૦ ૪૫ની આસપાસનો પુરુષ એકલો બેસેલો હતો.રનબીરને તેનાથી કોઈ ખતરો ના જણાતા તે અંદર ગયો.
અંદર બેસેલો પુરુષ અવાજ આવતા સચેત થઇ ગયો.તેણે પાસે ઊભેલો ડંડો ઉઠાવ્યો.તે ડંડો લઇને તે દરવાજા તરફ આગળ વધ્યો.અહીં રનબીરે પણ બહારથી લાકડી લીધી અને તે અંદર ગયો.
રનબીર અને તે પુરુષ એકબીજાની સામે ડંડો ઉગામ્યો પણ એકબીજાને જોઇને બંનેના હાથ થંભી ગયાં.પોતાની સામે પોતાના જેવા લાગતા આધેડ પુરુષને જોઇને તે ચોક્યો.સામે ઊભેલો પુરુષ પણ પોતાના જેવો દેખાતો પણ ખૂબજ હેન્ડસમ યુવાન જોઇને આશ્ચર્ય પામ્યો.
"કોણ છે તું?" તે પુરુષે પુછ્યું.
"વાહ,મારા જ ઘરમાં મને પુછો છો કે હું કોણ છું.આ ઘર મારું છે."રનબીરે કહ્યું.
"અચ્છા,આ ઘર મારું છે.મારા પિતા રાજીવ પટેલનું છે.હું તેમનો દિકરો રાકેશ રાજીવ પટેલ ઉર્ફે રોકી." તે પુરુષ રોકી હતો.
રનબીર આઘાત પામ્યો.જે પિતા વિશે જાણવા તેણે મુંબઇ આવીને સારા માર્ક્સ સાથે પાસ થવાની ચેલેન્જ લીધી તે પિતા પોતાની સામે ઊભા હતાં.
"હું રનબીર પટેલ,નેહા પટેલનો દિકરો અને રાજીવ પટેલનો પૌત્ર.'રનબીરનો અવાજ થોડો થથરી ગયો.
"મારો દિકરો રનબીર,રનબીર રાકેશ પટેલ રોકીનો દિકરો,મારો દિકરો.મારા દિકરા તું આવી ગયો?મારા ગળે લાગી જા.હું તને મળવા કેટલો તડપ્યો છું.મને વિશ્વાસ નથી થતો કે તું મને આમ અચાનક મળી ગયો."રોકીએ કહ્યું.
રનબીર ભાંગી ગયો હતો.જે રનબીર કાયદાની કે સમાજની ચિંતા કર્યા વગર કાયનાને ભગાડીને આવ્યો હતો.તે સામે પોતાના પિતાને જોઈને સાવ નબળો પડી ગયો હતો.કાયના આ પરિસ્થિતિ સમજી ગઇ.તેણે રનબીરનો હાથ પકડી લીધો.
રોકી પોતાના દિકરાને પલક ઝપકાવ્યા વગર જોઇ રહ્યો હતો.તેની આંખોમાં આંસુઓ સડસડાટ વહી રહ્યા હતાં.
"કેવો સોહામણો છે મારો દિકરો!જાણે કે કોઇ રાજકુમાર ઊભો હોય.મારા ગળે નહીં લાગે."રોકી રનબીર તરફ આગળ વધ્યો.રનબીર બે ડગલા પાછો ખસી ગયો.
"મને તમે દિકરો કહેવાનો હક ત્યારે ગુમાવી ચુક્યા હતા જ્યારે તમે મારી જન્મદાત્રી માની સાથે જબરદસ્તી કરી તેને તેના હાલ પર મરવા છોડી દીધી હતી.કયા અધિકારથી મને દિકરો કહો છો?હું તમારા હવસની નિશાની છું.એ તો મારી જન્મદાત્રી માનો ઉપકાર જેણે દુનિયાનો કે સમાજનો વિચાર કર્યા વગર મને જન્મ આપ્યો.
તેમના ગયા પછી એ નેહામા હતા જેમણે મને પાળ્યો,સારા સંસ્કાર આપ્યા.મને અઢળક પ્રેમ આપ્યો.દાદુ જેમણે મને પિતાનો પ્રેમ આપ્યો.તમારા કાળા પડછાયાથી દુર રાખવા આટલી સંપત્તિ હોવા છતા અમે આજીવન છુપાઇને રહ્યા.તમારા કારણે મને મારા પ્રેમ કાયનાથી દુર કરી દેવામાં આવ્યો.
આજે જો હું કાયનાથી દુર ના થયો હોતને તો કાયના જેલમાં ના જાત.કાયના મારી સાથે સુરક્ષિત હોત.આઇ હેટ યુ.મારા જીવનમાં આજસુધી જેટલા પણ પ્રોબ્લેમ આવ્યાં તે માત્ર તમારા કારણે આવ્યાં.ચલ કાયના આપણે અહીં નહીં રહીએ."રનબીરે આંસુભરી આંખો સાથે પણ ગુસ્સામાં કહ્યું.
રોકી પોતાના દિકરાની કડવી વાતો સાંભળીને ખૂબજ તકલીફ પામ્યો.તે દરવાજા આગળ આવીને બે હાથ પહોળા કરીને ઊભો રહી ગયો."અહીંથી હવે તને નહીં જવા દઉ.જ્યાંસુધી તું પુરી વાત નહીં સાંભળે ત્યાંસુધી તો બિલકુલ નહીં.
મને એકવાર પપ્પા અને નેહા સાથે વાત કરવી છે.પ્લીઝ રનબીર,હું તારા આગળ હાથ જોડું છું.રનબીર,તારે જવું હોય તો જઇ શકે છે પણ આ ડંડો મારા માથા પર મારીને મને અહીં જ તારા હાથે મુક્તિ અાપીને જઇ શકે છે."રોકીએ કહ્યું.તેની વાત સાંભળીને રનબીર આઘાત પામ્યો.
*********
કિનારાનો ગુસ્સો ઘણોબધો શાંત થઇ ગયો હતો.કુશ,લવ અને કિનારા હવે આગળના મિશનની ચર્ચા કરવા બેસ્યા હતાં.
કુશે લવ અને કિનારાના અત્યાર સુધીના રીસર્ચને જોયું.
"ઓહ માય ગોડ,આ રોમિયો દિવસે દિવસે વધુ ખતરનાક થતો જાય છે.ડ્રગ્સની સાથે તે આ કામમાં પણ પોતાનો સિક્કો જમાવવા માંગે છે.આપણે જલ્દી જ રોમિયોને પકડીને આ ખેલ હંમેશાં માટે ખતમ કરી નાખીશું."કુશે કહ્યું.
"કુશ,આપણો પ્લાન એ છે કે આપણે પહેલા આ બધાં અડ્ડા પર ત્રાટકીને તેમનું પ્રોડક્શન અટકાવવાનું છે અને પછી રોમિયો જ્યારે નબળો પડી જશે ત્યારે તેને જીવતો દબોચી લઇશું."લવે આગળનો પ્લાન જણાવતા કહ્યું.
"પહેલા રોમિયોને તેના દરમાંથી બહાર કાઢીશું અને પછી તેને અને તેના અડ્ડાઓને બંનેને એકસાથે દબોચી લઇશું."કુશે કઇંક વિચારીને કહ્યું.
"કુશ,આ તું શું કહી રહ્યો છે?તું કરવા શું માંગે છે?રોમિયો છેલ્લા ચાર મહિનાથી છુપાયેલો છે તો તેને બહાર કેવીરીતે કાઢીશું?અમે આ માહિતી શોધતા શોધતા તે પણ શોધવાની કોશિશ કરી પણ તે અમે ના શોધી શક્યાં."કિનારાએ કહ્યું.
"કિનારા,હવે આપણે અહીંથી નીકળીને આપણી માંડવી વાળી હવેલી પર જઇશું.આપણે એકવાત ફેલાવવાની છે કે એક તો કિનારા જીવે છે અને બીજી કાયના તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે.બસ તે ઊંદરને દરની બહાર કાઢવા માટે આ બે વાત કાફી છે.માંડવીની હવેલી પર આપણને કઇંક તો ક્લુ જરૂર મળશે."કુશે કહ્યું.
"પણ કુશ સિંઘાનિયા સાહેબે આ મિશન સિક્રેટ રાખવા કહ્યું હતું.જો મારા જીવતા હોવાની વાત બહાર પાડીશું તો તે લોકો સતર્ક થઇ જશે."કિનારાએ કહ્યું.
"તું ચિંતા ના કર.તે સમાચાર રોમિયો સુધી એ રીતે પહોંચશે કે આપણા સિક્રેટ મિશનને કોઇ અસર નહીં થાય.સૌથી પહેલા આપણે માંડવીની હવેલી પર જઇને તપાસ કરીશું.કિનારા,અદા જીવતી છે તો તે ક્યાં છે?શું તે રોમિયો સાથે છે?રોમિયોના બંને દિકરા તે ક્યાં છે?આ બધી કડીઓ છે.તે કડીઓ જોડીને જ આપણે રોમિયો સુધી પહોંચી શકીશું."કુશે કહ્યું.
" કુશ,રોમિયોના દિકરાઓની હાલત ખૂબજ ખરાબ છે.માંડમાંડ તેમનું જીવન નિર્વાહ કરે છે."કિનારાએ કહ્યું.
"કિનારા,મને ફરીથી એકવાર વિગતવાર જણાવ કે માંડવીની હવેલીમાં રોમિયો છુપાયો છે તે તને કેવીરીતે જાણવા મળ્યું અને શું શું બન્યું હતું?"કુશે જાણે કે ખુટતી કડી શોધવાની કોશિશ કરી રહ્યો હતો.
"કુશ,તે વાત આવતીકાલે આપણે માંડવીની હવેલી પર જઇને જ ફરીથી સાંભળીશું.કિનારા,વિશાલકાકાની યાદ આવે છે.તેમની પાસે બેસીને ખૂબજ માનસિક શાંતિ મળતી હતી."લવે કહ્યું.
"હા,આજે રાત્રે તે જાનકીવીલા પહોંચી જશે."કુશ બોલ્યો.
*******
જાનકીવીલામાં અડધી રાત્રે લગભગ બધાં જ શાંતિથી સુઇ રહ્યા હતાં.જાનકીદેવી ખૂબજ બેચેન હતાં.લવ મલ્હોત્રા અને કિનારાના ગયા પછી લવ શેખાવત અને કુશનો સહારો હતો.કુશના ગયા પછી તે ખૂબજ બેચેન હતાં.ત્યારબાદ કાયનાના રનબીર સાથે ભાગ્યા પછી તે વધુ ચિંતામાં હતાં.પોતાના ખોટા નિર્ણયના કારણે પોતાની પૌત્રીનું જીવન બરબાદ થઇ ગયું હતું.તે બહાર ગાર્ડનમાં આવીને બેસ્યા હતાં.અચાનક તેમની સામે અંધારામાં એક પડછાયો દેખાયો.તે તેમની નજીક ગયા.સામે ઊભેલી વ્યક્તિને જોઈને તે આશ્ચર્ય અને આંચકો પામ્યાં.
"વિશાલભાઈ."જાનકીદેવી બોલ્યા.તેમને પોતાની આંખો પર વિશ્વાસ ના આવ્યો.
કેવી રહેશે વર્ષો બાદ જાનકીદેવી અને વિશાલભાઇની મુલાકાત?
રનબીર રોકીની વાત સાંભળશે?
કુશ,કિનારા અને લવને માંડવીની હવેલીમાં શું કોઇ કડી મળશે?
જાણવા વાંચતા રહો.