Wanted Love 2 - 102 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--102

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--102


(રનબીર અને કાયનાના ભાગવાથી જેલર આરતીબેન અત્યંત આઘાતમાં હતાં.તેમણે કમિશનર સાહેબને બધી વાત જણાવી.કમિશનરસાહેબને આ વાત પહેલેથી જાણ હતી.અહીં રનબીરને યાદ આવે છે કે તે કેવી રીતે ભાગ્યો.ભાગ્યા બાદ એલ્વિસે તેમને મદદ કરી.તે લોકો અમદાવાદ જવા નીકળે છે)

રનબીર અને કાયના ભાગી ગયા છે તે વાત સાંભળીને કિઆન ભાગતો ભાગતો એ.ટી.એસની ઓફિસમાં ગયો.રાહુલ હજીપણ ત્યાં જ હતો.

"રાહુલસર,કાયનાદીદી અને રનબીર ભાગી ગયાં."કિઆન બોલ્યો.

"ખબર છે મને."રાહુલે ટુંકમાં જવાબ આપ્યો.

"આઇ એમ સોરી,મને વિશ્વાસ નથી આવતો કે ડેડીના આટઆટલું સમજાવ્યા પછી પણ કાયના દીદી અને રનબીર જીજુએ આવું કર્યું?રાહુલસર,હું તમને વચન આપું છું કે હું તેમને પકડી પાડીશ જલ્દી જ.મને કદાચ ખબર છે કે તે બંને ભાગીને ક્યાં ગયા હશે?"કિઆન ગુસ્સામાં બોલ્યો.

"મે તને તેમને પકડવાના ઓર્ડર્સ આપ્યાં?"રાહુલ અકળાઈને બોલ્યો.

"ના પણ સર મને અંદાજો છે તે બંને ક્યાં જશે."કિઆન બોલ્યો.

તેટલાંમાં કમિશનર સાહેબ પાછળથી આવ્યાં અને બોલ્યા,"કિઆન,અમારી પાસે એકઝેટ લોકેશન છે કે તે બંને કઇ બાજુ જઇ રહ્યા છે.ક્યાં ક્યાં અટકે છે,બધી જ માહિતી છે."

કમિશનર સાહેબની વાત પર કિઆન આઘાત પામ્યો.તેણે પહેલા કમિશનર સાહેબ અને પછી રાહુલસર સામે જોયું તે બંને હસી રહ્યા હતાં.

"એટલે તમને ખબર હતી કે કાયનાદીદી અને રનબીર ભાગવાના છે,છતાપણ તમે તેમને ભાગવા દીધાં?"કિઆને આશ્ચર્યસહ કહ્યું.

થોડું વિચાર્યા બાદ તે બોલ્યો,"હા,હું સમજી ગયો કે આવું તમે કેમ કર્યું હશે.તમે એવું ઇચ્છો છો કે કાયના દીદી બહાર નીકળે અને રોમિયો તેને પકડે અને તમે રોમિયોને."કિઆન ગુસ્સામાં બોલ્યો.

"રાહુલ,આ કુશનો દિકરો ખૂબજ સ્માર્ટ છે.યંગબોય મને લાગે છે કે તું એકાદ બે વર્ષ પછી આ જ ઓફિસમાં ઓફિશ્યલ રીતે વર્દી પહેરીને ઊભો હોઇશ.તું એ.ટી.એસ માટે જ બન્યો છે."કમિશનર સાહેબે કહ્યું.

"ડેડીને ખબર પડશે કે તમે આવું કર્યું છે તો તેમને બહુ જ ખરાબ લાગશે."કિઆને કહ્યું.

કમિશનર સાહેબ અને રાહુલે એકબીજાની સામે જોયું અને માથું હકારમાં હલાવ્યું.તે કિઆનને અંદર એક સિક્રેટ રૂમમાં લઇ ગયાં.તેમણે ત્યાંથી કુશને વીડિયો કોલ લગાવ્યો.થોડીક વારમાં એક મોટી સ્ક્રિનમાં સામે કુશ હતો.

કુશને જોતા જ કિઆન બોલવા લાગ્યો,"ડેડ, કાયના દીદી અને રનબીર ભાગી ગયા.કમિશનર સર અને રાહુલ સરે તેમને જાણીજોઇને ભાગવા દીધાં.ડેડ,તે લોકો કાયનાનો ઉપયોગ કરીને રોમિયો સુધી પહોંચવા માંગે છે."

"કિઆન,શાંત થા.જો તને કઇંક બતાવું."આટલું કહીનેકુશે કેમેરો કિનારા અને લવ તરફ કર્યો.

"મોમ,મોમ...મોમ તમે ક્યાં છો?આઇ મિસ્ડ યુ સો મચ.આઇ લવ યુ મોમ.મને વિશ્વાસ હતો કે તમે જીવતા છો.ડેડ,તમે મને કહ્યું કેમ નહીં કે તમે મોમ પાસે જઇ રહ્યા છો."કિઆન કિનારાને જોઇને ભાવુક થઇ ગયો.કિનારા પણ પોતાના દિકરાને જોઇને લાગણીશીલ થઇ ગઇ.
"કિઆન,તું ઠીક છે ને બેટા?સોરી મારા દિકરા પણ હું મારા જીવતા હોવાની વાત તને જણાવી ના શકી.હું એક સિક્રેટ મિશન પર છું.અમે જીવતા છીએ આ વાત તું ઘરમાં કોઇને જણાવતો નહીં.બાય ધ વે.બે દિવસ પછી એક મસ્ત સરપ્રાઈઝ તમારી પાસે આવશે.પણ કિઆન,તું એ.ટી.એસની ઓફિસમાં શું કરે છે?"

"મોમ,ડેડ અનેકમિશનર અંકલે મને અહીં જોઇન કરવા કહ્યું છે.તેમણે સ્પેશિયલ પરમિશન લીધેલી છે.આ ડ્રગ્સવાળા કેસમાં મારે રાહુલસરને હેલ્પ કરવાની છે."કિઆને કહ્યું.કિઆને કાયના અને રનબીર વિશે પણ જણાવ્યું તથાં કમિશનર સાહેબ અને રાહુલ તે વાત જાણતા હતા તે જણાવ્યું.

"કિઆન,આ પ્લાન કમિશનર સાહેબ કે રાહુલનો નહીં મારો હતો અને તેમાં જેણે મહત્વનો ભાગ ભજવ્યો છે તે અમારા અંડરકવર ઓફિસર હર્ષાબેન દેસાઇ છે."કુશની વાત સાંભળીને કમિશનર સાહેબ અને રાહુલ સિવાય તમામને આઘાત લાગ્યો.

બરાબર તે જ સમયે અંડરકવર ઓફિસર હર્ષાબેન દેસાઇ.ત્યાં દાખલ થયા.કિઆન તેમને ઓળખી ગયો.

"તમે તો એ જ છો જે કાયના દીદી સાથે જેલમાં એકજ સેલમાં હતાં."કિઆનનું માથું ઘુમતું હતું.

જેલમાં જેમને કેદીઓના કપડાંમાં જોયા હતાં.તે હર્ષાબેન યુનિફોર્મમાં એકદમ અલગ લાગી રહ્યા હતાં.

"હર્ષાબેન,થેંક યુ.કિઆન,કાયનાને જેલ થઇ,ત્યારે મને ખબર હતી કે તે જેલમાં બહાર કરતા વધુ સુરક્ષિત છે કેમકે રોમિયો કિનારા સુધી પહોંચવા તેનો ઉપયોગ કરી શકે છે.જેલમાં પણ તેના ઊપર હુમલો થઇ શકે એમ હતો એટલે મે હર્ષાબેનને કાયનાની રક્ષા કરવા માટે અને તે એકલી ના પડે એટલે કેદી બનાવીને તેમની સાથે મોકલ્યા હતાં."કુશે કહ્યું.

"કુશ સર,થેંક યુ કહીને મને શરમીંદા ના કરો.તમે જે કર્યું છે મારા માટે તેના કરતા આ ઘણું ઓછું છે.તમારા અને કિનારા મેડમ માટે હું આ કરી શકી તે મોટી વાત છે મારા માટે."હર્ષાબેન બોલ્યા.

કાયનાને જેલ થશે તે વાત લગભગ પાક્કી હતી એટલે કુશે કાયનાની સુરક્ષા માટે કમિશનર સાહેબને વાત કરી.કમિશનર સાહેબ જાણતા હતા કે કાયના નિર્દોષ છે પણ તેમની પાસે તે વાત સાબિત કરવા પૂરાવા નહતા.રોમિયો કાયના સુધી પહોંચવા કોશિશ કરશે અને તે સિવાય જેલમાં કાયના પર હુમલો ના થાય તે માટે તેમણે એ.ટી.એસના અંડરકવર ઓફિસર હર્ષાબેનને કેદી તરીકે બે દિવસ પહેલા જ શિફ્ટ કરી દેવામાં આવ્યાં.

કિનારા કુશનો પ્લાન સમજી ગઇ.તેણે કુશનો કોલર પકડ્યો.તે ખૂબજ ગુસ્સામાં હતી.

"તે મારા બાળકોને દાવ પર કેમ લગાવ્યાં?જો મારા બાળકોને કઇ થયુંને,તો હું તને ક્યારેય માફ નહીં કરું,કુશ શેખાવત."કિનારા અત્યંત ગુસ્સામાં હતી.તેનો ગુસ્સો એક માનો ગુસ્સો હતો.જે કુશ સમજી ગયો.તેણે સામે ગુસ્સાથી કે આવેશમાં જવાબ આપવાની જગ્યાએ પ્રેમથી તેના બંને હાથ પોતાના હાથમાં લીધાં અને કહ્યું,"કેટલી સરળતાથી બોલી ગઇ તું કે મારા બાળકો?મારા નથી?જેટલો પ્રેમ એક મા પોતાના બાળકને કરેને તેટલો જ પિતા કરે બસ તેને દેખાડતા નથી આવડતું.

કિનારા,કાયના અને કિઆન આપણા બાળકો છે.કુશ અને કિનારાના બાળકો છે.તે આપણા બંનેથી એક કદમ ચઢિયાતા છે ઓછા નહીં.કશુંજ નહીં થાય તેમને.કાયના સાથે રનબીર છે જ્યારે કિઆન સાથે રાહુલ અને કમિશનર સાહેબ છે.આ કેસ માટે અમે સ્પેશિયલ પરમિશન એટલા માટે લીધી કે અમારે કોઇ એવો ઓફિસર જોઇતો હતો જે એકદમ વિશ્વાસપાત્ર હોય અને બીજી મુખ્ય વાત તે રોમિયોનો જમાઇ છે.રોમિયો પોતાના જમાઇને કશુંજ નહીં કરે.હા તે તેને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરશે અને હું એ જ ઇચ્છું છું.રહી વાત કાયનાને ભગાડવાની તો તેની પાછળનું કારણ તને જલ્દી જ જણાવીશ."કુશે કહ્યું.

"કિનારામેડમ,એક વાત કહું.તમે ખૂબજ ભાગ્યશાળી છો કે કાયના જેવી દિકરી મળી છે તમને.તે એક દિવસ તમારું નામ રોશન કરશે.મને જે દિવસે કુશસર અહીંથી ગુજરાત જવા નીકળવાના હતા તે દિવસે ખાનગી રીતે મળ્યાં.તેમણે મને કહ્યું કે મારે કાયના અને રનબીરને સાંસ્કૃતિક કાર્યક્રમથી પાછા ફરતા વખતે ભાગવાની સલાહ આપવાની છે.મારે તેમને તે માટે મનાવવાના છે.તમે નહીં માનો મેમ.આ વાત માટે રનબીરનેમનાવતા મારો દમ નીકળી ગયો.કેટકેટલું કહ્યું અને કેટકેટલો ડરાવ્યો ત્યારે તે માન્યો.બીજી વાત જ્યાંસુધિ કાયના સાથે રનબીર છેને કોઇ તેને આંગળી પણ નહીં અડાડી શકે."હર્ષાબેને કહ્યું.

"કિનારા,આઇ થીંક કુશે જે કર્યું તે બરાબર કર્યું છે.જો આપણે પોલીસ દેશ માટે આટલું રિસ્ક લઇ શકીએ તો સામાન્ય લોકો થોડુંક રિસ્ક દેશને બચાવવા માટે કેમ ના લઇ શકે.તું ચિંતા ના કર.આ બધું હવે જલ્દી જ ખતમ થશે.હવે આ લડાઇ અંતિમ પડાવમાં છે."લવે કહ્યું.

"સોરી કુશ.મને તારી વાત સમજાય છે અને મને વિશ્વાસ છે કે આપણા બાળકો આપણું નામ રોશન કરશે."કિનારા આટલું કહીને કુશના ગળે લાગી ગઈ.

"અત્યારે રનબીર અને કાયના ક્યાં છે?"કુશે પુછ્યું.

"સર,તે લોકો મુંબઇની બોર્ડર સરળતાથી પાર કરી ગયા છે.એલ્વિસે આપણા કહ્યા પ્રમાણે જ કર્યું છે.તેમણે આપણી મોટી મદદ કરી છે.રનબીર અને કાયના અમદાવાદ જવા નીકળી ગયા છે."રાહુલે કહ્યું.

"તે લોકો અમદાવાદ કેમ જાય છે?તે લોકો તો અહીં આવવા જોઇએ."કુશે પુછ્યું.

"સર,તે વાત જ નથી સમજાતી.કઇંક તો થવાનું છે તેવું લાગે છે."રાહુલે કહ્યું.

*************

મુંબઇથી નીકળીને અમદાવાદ જતા હાઈવે પર રનબીરની ગાડીમાં સડસડાટ જઇ રહી હતી.મુંબઇની બોર્ડર ક્રોસ કરી ત્યાંસુધી કોઇ ચેકપોસ્ટ ઊભી ના થયેલી જોઇને તેને રાહત થઈ.

"હજી તો હવે આપણા ભાગી જવાના ખબર પહોંચ્યાં હશે."રનબીરે આટલા સમયથી છવાયેલી ચુપકીદી તોડતા કહ્યું.

કાયના ગાડી શરૂ થઇ ત્યારથી લઇને હજીસુધી નારાજ હતી.તે મોઢું બીજી તરફ ફેરવીને બેસેલી હતી.તે નિશંકપણે આઝાદ થવા માંગતી હતી પણ આ રીતે નહીં.

"કાયના,કઇંક તો બોલ યાર.કેટલો સમય નારાજ રહીશ?આપણે કશુંજ ખોટું નથી કર્યું.એક વાત સમજ આપણે રોમિયોને પકડવામાં પોલીસની મદદ કરીશું.કદાચ કિનારા મોમ પણ મળી જાય."રનબીરે કહ્યું.

કિનારાનું નામ સાંભળીને કાયના ભાવુક થઇ ગઈ.
"તને શું લાગે છે કે રોમિયોને પકડવો સરળ છે?આપણી પાસે ના તો તાલીમ છે લડવાની કે ના કોઇ હથિયાર છે.જો હથિયાર હોય તો પણ આપણી પાસે તો તે ચલવતા આવડે છે?આ આપણે કયા જઇ રહ્યા છીએ?"કાયનાએ પુછ્યું.

"ભલે આપણી પાસે કોઇપણ પ્રકારની તાલીમ નથી પણ આપણે રોમિયોને પકડવામાં મહત્વનો ભાગ ભજવીશું આ વાત યાદ રાખજે.હવે જે થઇ ગયું તે બદલાવવાનું નથી એટલિસ્ટ સ્માઇલ તો કર."રનબીરે કહ્યું.

કાયના રનબીરનો માસુમ ચહેરો જોઇને હસી પડી.રનબીરે તેનો હાથ પકડ્યો.

"રનબીર,તે મને કહ્યું નહીં આપણે ક્યાં જઈ રહ્યા છીએ?કેમ કે આ કચ્છ જવાનો રસ્તો તો નથી."કાયનાએ ફરીથી પુછ્યું.

"અમદાવાદ,આપણે અમદાવાદ જઇએ છીએ.મે ગાડી શરૂ કરતા વખતે જ કહ્યું હતું પણ તને યાદ નહીં હોય કેમકે તારું માથું ભમતું હતું તે વખતે"રનબીરે કહ્યું.

"પણ અમદાવાદ કેમ?"કાયનાએ પુછ્યું.જવાબમાં રનબીર રહસ્યમય રીતે હસ્યો.

શું કુશનો પ્લાન સફળ રહેશે?
પોતાના બાળકોને દાવ પર લગાવીને શું કુશે મોટી ભુલ કરી છે?
રનબીર અમદાવાદ કેમ જઇ રહ્યો છે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

Vishwa

Vishwa 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Neepa

Neepa 4 month ago