Wanted Love 2 - 101 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--101

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--101


(કિનારા અને કુશ બે અદ્ભૂત પ્રેમીઓનું થયું અનોખું મિલન.કુશે વિશાલભાઈને મુંબઇ જવા કહ્યું.અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પરત ફરતા કાયના અને રનબીર થઇ ગયા ફરાર)

આરતીબેનના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.જે કાયના અને રનબીર પર તેમણે આટલો ભરોસો કર્યો હતો તે તેમનો વિશ્વાસ તોડીને ચાલ્યા ગયા હતાં.

"હે ભગવાન,કાયના-રનબીર આ શું કર્યું તમે?"આરતીબેને આટલું સ્વગત બોલીને કમિશનર સાહેબને ફોન લગાવ્યો.

"સર,એક ખરાબ સમાચાર છે.કાયના અને રનબીર ભાગી ગયા."આરતીબેને કહ્યું.

"શું ભાગી ગયા?સારું સારું.તમે ઘટનાસ્થળે જઇને તપાસ કરો કે શું બન્યું હતું.શહેરની બહાર જતા તમામ રસ્તા પર ચેકપોસ્ટ ઊભી કરી દો."કમિશનર સાહેબે કહ્યું.

કમિશનર સાહેબે કોઇકને ફોન લગાવ્યો.
"હા,ભાગી ગયા છે."

તેમણે આટલું કહીને ફોન મુક્યો અને કપાળે થયેલો પરસેવો લુછી કાઢ્યો.

*******

જાનકીવિલામાં ડિનર પછીનું કામ પતાવીને અદ્વિકા પોતાના એટલે કે કિઆન અને તેના બેડરૂમમાં આવી.
પોતાના લગ્નને ચાર મહિના થઇ ગયા હતાં.તેણે ક્યારેય વિચાર્યું નહતું કે ચાર મહિનામાં જીવન આટલું બદલાઇ જશે.

આખો દિવસ સમગ્ર જાનકીવીલાનું ધ્યાન રાખતા રાખતા તેને પોતાનું ધ્યાન રાખવાનો સમય જ નહતો મળતો.તે સુંદર હતી પણ છેલ્લા કેટલાય સમયથી જવાબદારીના ભાર પાછળ તેની સુંદરતા છુપાઇ ગઇ હતી.

પોતાની ધૂળ ખાતી પુસ્તકોને જોઇને તેણે નિસાસો નાખ્યો.તેટલાંમાં જ થાકેલો કિઆન ઘરે આવ્યો.તેને બે દિવસ થયા હતા એ.ટી.એસ જોઇન કર્યા.બે દિવસથી તે રાહુલની સાથે ફરી ફરીને અંશુમાનને અને ડ્રગ્સનો જથ્થો શોધી રહ્યો હતો.

અહીં અદ્વિકા સ્નાન કરવા બાથરૂમમાં જઇ રહી હતી.તેના ડ્રેસની ચેન જે પાછળના ભાગમાં હતી તે અડધી ખુલ્યા પછી અટકી ગઇ હતી.તેટલાંમાં જ કિઆન પોતાના રૂમમાં દાખલ થયો.અદ્વિકાનું મોઢું બાથરૂમ તરફ હતું તેનું ધ્યાન નહતું કે કિઆન આવી ગયો છે.

કિઆનનું ધ્યાન અદ્વિકાના ડ્રેસની અધખુલ્લી ચેન પર ગયું.અડધો રસ્તો કાપી ચુકેલી ચેન ખુલ્લા ભાગમાંથી અદ્વિકાના છુપાયેલા અનહદ સૌંદર્યને દેખાડી રહી હતી.કિઆનની આંખો તે સુંદર,લીસી અને દૂધ જેવી સફેદ પીઠ પર જ અટકી ગઇ.

ધીમેધીમે તે તેની તરફ આગળ વધ્યો.અહીં અદ્વિકા અડધે આવીને અટકી ગયેલી ચેન પર ખૂબજ ગુસ્સે હતી અને પૂરા જોરથી તેને આગળ વધવા ધક્કો મારી રહી હતી.તેટલાંમાં જ તેને ધ્રુજારી આવી ગઇ કિઆનના હાથના સ્પર્શના કારણે,જે તેની અટકી ગયેલી ચેને ખુલ્લી પાડેલી તેની પીઠ પર ફરી રહ્યા હતાં.

અદ્વિકાના તન,મન અને હ્રદયમાં અનેક સ્પંદનો જાગી રહ્યા હતાં.કિઆન અને અદ્વિકાના ઘડિયા લગ્ન થયા હતા.કિઆન આઇ.પી.એસ બન્યાં પછી જ લગ્ન કરવા માંગતો હતો પણ કુશના આદેશનું પાલન કરીને તેણે તેના નિયમને પાછો મુકી લગ્ન કરી લીધાં.

લગ્ન તો કરી લીધાં પણ તે લગ્નમાં કોઇ જ ઉત્સાહ કે ખુશી નહતી.લગ્નની પહેલી રાત્રે જ તેણે અને અદ્વિકાએ મળીને સહિયારો નિર્ણય લીધો હતો કે તેમના લગ્નને આગળ તેઓ ત્યારે જ વધારશે જ્યારે જાનકીવીલામાં બધું જ પહેલા જેવું થઇ જશે.

તેમની વચ્ચે પ્રેમ અને મિત્રતા હતી પણ પતિ-પત્નીનો સંબંધ નહતો બંધાયો.આજે કિઆન જાણે પોતાના નિર્ણયને ભુલી ગયો હતો.તેની લાઇફમાં એક હદથી સ્ટ્રેસ વધી ગયું હતું.જવાબદારીનો ભાર સંભાળવા તેના ખભા સક્ષમ નહતા છતાં પણ તે સંભાળી રહ્યા હતાં.

અદ્વિકાના મનને પણ કિઆનના સ્પર્શથી શાંતિ મળી રહી હતી.તેની આંખો બંધ થઇ ગઈ.કિઆનના હાથ અધખુલ્લી ચેન પર આવી ગયા,ચેનમાં એક દોરો ફસાઇ ગયો હતો.તે તેણે કાઢી નાખ્યો હવે ચેન વીના અવરોધે આગળ વધી શકે તેમ હતી.

હવેનો નિર્ણય કિઆને લેવાનો હતો.તે ચેન તો તેણે ખોલી નાખી પણ તેને તેનો નિર્ણય યાદ આવતા તે પાછળ ખસી ગયો.

અદ્વિકાએ પણ જાણે કે ક્યારનો શ્વાસ રોકીને રાખ્યો હતો જે હમણાં જ તેણે લીધો.તે બાથરૂમમાં ગઇ અને સ્નાન કરીને બહાર આવી ત્યારે કિઆન ગુસ્સામાં હતો.તે અદ્વિકાને લઇને બહાર ગયો અને બધાને બોલાવ્યાં.

"દાદી,અદ્વિકા મારી પત્ની છે આ ઘરની નોકરાણી નથી.તમારે તેના વિશે તો વિચારવું જોઇએને.તે તેનું ભણવાનું છોડીને જાનકીવીલાને સંભાળવામાં લાગી છે.કેમ?..કેમકે તે આ ઘરની વહુ છે એટલે?

દાદુ,પ્લીઝ તેના ખભા પરથી ભાર હળવો કરો.તેને પણ કોલેજ જવા દો.તેને ભણવા દો.અા અમારી ઊંમર નહતી છતાં અમે લગ્ન કર્યા.તેનો અર્થ એ નથી કે તમે તેની સાથે આવું કરો.

તેના માતાપિતાએ જે કર્યું, તેમા તેનો કોઇ દોષ નહતો.તેણે તો તેના માતાપિતા સાથે સંબંધ તોડી નાખ્યો છે."કિઆનને આ રીતે બોલતા જોઈને બધાંને આઘાત લાગ્યો.

"કિઆન,આ શું બોલો છો તમે?મે તમને ક્યારેય ફરિયાદ કરી?આ ઘર મારું પણ છે અને હું જે કરું છું તે મારા પોતાના લોકો માટે કરું છું."અદ્વિકા થોડા ગુસ્સા સાથે બોલી.

"તે ભલે ફરિયાદ નથી કરી પણ તારી આ ધૂળ ખાધેલી ચોપડીઓ ફરિયાદ કરે છે."કિઆને બીજા હાથમાં રહેલી પુસ્તકો બતાવી જેમા ધૂળ લાગેલી હતી.કોઇ કઇ બોલે તે પહેલા શિવાની નીચે આવતા બોલી,'કિઆન સાચું કહે છે,અદ્વિકા.તું આવતીકાલથી જ કોલેજ જઈશ.કિનારાનો દિકરો એટલે મારો દિકરો અને તેની વહુ એટલે મારી પણ વહુ.અમે તને દિકરી જ ગણી છે બેટા.કાલથી જ જાનકીવિલાની જવાબદારી હું ઉપાડી લઈશ.હું અને શીના સંભાળી લઇશું."

શિવાનીની આત્મવિશ્વાસથી ભરપૂર વાતો પર બધાને ખુશી થઇ.કિઆન અને અદ્વિકાને ખૂબજ રાહત થઇ.અદ્વિકાની આંખોમાં ખુશીના આંસુ હતાં.

તેટલાંમાં જ કિઆનના મોબાઇલમાં ફોન આવ્યો.જે સાંભળીને તેને ખૂબજ આઘાત લાગ્યો.

"કાયના દીદી અને રનબીર ભાગી ગયા.મારે જવું પડશે."કિઆન આટલું કહીને એ.ટી.એસની ઓફિસ જવા નીકળી ગયો.

જાનકીવીલામાં બધાં આઘાતમાં હતાં.

******

અમુક કલાક પહેલા...

રનબીરે કાયના સાથે તે જીપમાં આવવાની વાત કહી જે તે જીપમાં રહેલા એક ઇન્સપેક્ટર અને એક હવાલદારે માની લીધી.થોડેક આગળ જતાં સુમસામ રસ્તા પર ગાડી અટકી ગઈ.આ ગાડી અટકવાનું કારણ પણ રનબીર જ હતો.છેલ્લા બે દિવસથી કઇંક એવું થયું હતું જેના કારણે તેણે આ પ્લાન બનાવ્યો હતો.તે જાણતો હતો કે સેન્ટ્રલ જેલ થાનેમાં એટલી સુરક્ષા હોય છે કે ત્યાંથી કાયનાને ભગાવવી શક્ય નહીં બને.

કુશ જયારે કાયનાનો હાથ રનબીરને આપી ગયો.ત્યારે જ રનબીરે નક્કી કરી લીધું કે આ હાથ હવે તે જિંદગીભર પકડીને રાખશે.એવામાં હર્ષાબેન જે કાયના સાથે એક જ સેલમાં રહેતા હતા તે તેની પાસે આવ્યા.

"રનબીર,મારે તારી સાથે વાત કરવી છે એકલામાં." હર્ષાબેને કહ્યું.

રનબીર તેમની સાથે એક શાંત જગ્યાએ ગયો.હર્ષાબહેન કામ કરી રહ્યાં હતાં એટલે તે સરળતાથી બહાનું બનાવીને રનબીર પાસે આવ્યાં.

"રનબીર,કાયના બહુ તકલીફમાં છે.જો તે આ જેલમાં વધારે સમય રહી તો તે પાગલ થઈ જશે. તેની અંદરની લાગણીઓ મરી જશે.મને હતું કે તેના પિતા તેને છોડાવી દેશે પણ તે તો જતા રહ્યા મિશન પર. હવે તું જ એક સહારો છે કાયનાનો."હર્ષાબેન બોલ્યા.

" તમે શું કહેવા માંગો છો?હું સમજ્યો નહીં."રનબીરે કહ્યું.

"રનબીર,આ સાંસ્કૃતિક કાર્યક્રમ શહેરની બીજી બાજુએ આવેલા ઓડિટોરિયમમાં છે. પાછા આવતા વખતે કાયનાને અલગ જીપમાં લાવશે તું તેમા સાથે બેસજે.તે જીપ ચાલુ થાય તે પહેલાબહાનું બનાવીનેબહાર નીકળજે અને હું કહું એટલું કરજે ગાડી એક કિલોમીટર ચાલીને બંધ થઇ જશે.તે ઓડિટોરિયમના એક કિલોમીટર પછી સુમસામ રસ્તો છે.તું તે હવાલદાર અને ઇન્સપેક્ટરને ક્લોરોફોર્મ સુંધાડીને બેભાન કરી દેજે અને તારી કાયનાને લઇને ભાગી જજે.શોધી કાઢ સાચા ગુનેગારને અને નિર્દોષ સાબિત કર તેને."હર્ષાબેનની વાત સાંભળીને રનબીરને આઘાત લાગ્યો.

પહેલા તો તે આ કામ કરવા રાજી ના થયો પણ હર્ષાબેને તેને ખૂબજ ભાર દઇને કહ્યું અને તેને કાયનાની હાલત પર દયા ખાવા કહ્યું.અંતે કાયનાની ખુશી માટે થઇને રનબીર માની ગયો.હર્ષાબેને કહ્યું તેમ કરીને કાયનાને સફળતાપૂર્વક ભગાડી દીધી.

પણ આ પ્લાનમાં થોડો ટ્વિસ્ટ પરિસ્થિતિના ચાલતે આવી ગયો.રનબીરે કાયનાને પણ બેભાન કરવી પડી.ઇન્સપેક્ટર અને હવાલદારને બેભાન તો કરી દીધાં પણ કાયના ભાગવામાં ના માની.એટલે ના છુટકે તેણે કાયનાને પણ બેભાન કરી.

તેને ઊંચકીને તે થોડે આગળ ગયો ત્યાં એક વેન જેવી ગાડી તેની રાહ જોતી હતી.તે ગાડીમાંથી કોઇ ઉતર્યું. તે એલ્વિસ બેન્જામિન હતો,ધ ડેશિંગ સુપરસ્ટાર.

તેણે મોઢે માસ્ક અને હુડી પહેરીને પોતાની ઓળખ છુપાવી.રનબીરે કાયનાને કઇંક સુંઘાડ્યુ અને તે ભાનમાં આવી.તે ધમપછાડા કરવા લાગી.

"કાયના,શાંત થઇ જા.રનબીર જે કરે છે તે તારા સારા માટે જ છે.જો તે ખોટું હોત તો હું જ તમારો સાથ ના અાપું.કાયના,રનબીર અને તું ગુજરાત જઇ રહ્યા છો.તમે રોમિયોને શોધશો અને તારી મોમને પણ."એલ્વિસે કહ્યું.

"રોમિયો કોઇ નાનો છોકરો છે કે તેને શોધવું સરળ હોય?તે એક ખતરનાક આતંકવાદી છે."કાયનાએ કહ્યું.

"કાયના,આપણે પહેલા ગુજરાત જઇએ તો ખરાં પછી વિચારીશું.અામપણ પાછા જવાનો કોઇ ચાન્સ નથી."રનબીરે કહ્યું.

"કાયના,આ વેનમાં એક લેડી છે તે તારું મેકઓવર એવીરીતે કરશે કે કોઇ તને ઓળખી ના શકે."એલ્વિસે કહ્યું.

અહીં કાયના થોડીવારમ‍ાં તૈયાર થઇને આવી વેસ્ટર્ન ડ્રેસ અને હેયરસ્ટાઇલમાં તે કોઇ ફિલ્મી હિરોઈન જેવી લાગતી હતી.

એલ્વિસે રનબીરને પોતાના કપડાં આપ્યાં.
"રનબીર,લે આ ગાડીની ચાવી.તેમા તમારા કપડાં અને જરૂરિયાતનો બધો જ સામાન તૈયાર છે.અત્યારે જ નીકળી જશો તો ક્યાંય તકલીફ નહીં આવે.મે.તારા માટે નવા સિમવાળો મોબાઇલ પણ રાખ્યો છે.બસ,એક વાત આ વાત કિઆરાને ના ખબર પડે.તને ખબર છે ને તે કેવી છે.તે કાયદા વિરુદ્ધ કશુંજ સહન નથી કરી શકતી.આ બધું કરતા પણ મારે ખૂબજ સાચવવુ પડ્યું કે તેને ખબર ના પડે."એલ્વિસે કહ્યું.

"ડોન્ટ વરી એલ.થેંક યુ બ્રો."રનબીરે તેને ગળે લાગતા કહ્યું.

"બ્રો નહીં પેલું તમારા ગુજરાતીમાં શું કહે?હા,સાઢુભાઇ."આટલું કહીને એલ્વિસ હસ્યો.રનબીરના ચહેરા પર સ્માઇલ આવી.

કાયનાનું માથું ભમતું હતું એટલે તે પહેલા જ ગાડીમાં ગોઠવાઇ ગઇ હતી.રનબીર પોતાની કાયના સાથે ગુજરાત જવા નીકળી ગયો.
"સો ફ્યુચર મિસિસ પટેલ.લેટ્સ સ્ટાર્ટ જર્ની.ફર્સ્ટ ડેસ્ટીનેશન અમદાવાદ."રનબીરે ગાડી ચાલું કરી.

અહીં તેમના જતા જ એલ્વિસે કોઈને ફોન લગાવ્યો.
"નીકળી ગયા છે."

શું થશે જ્યારે કુશ અને કિનારા જાણશે રનબીર અને કાયના વિશે?
વિશાલભાઇનું આગમન કેવું રહેશે જાનકીવિલામાં?
શું તે કિનારા અને લવની જીવતા હોવાની વાત છુપાવી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

Vishwa

Vishwa 3 month ago

Sonal Satani

Sonal Satani 4 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Neepa

Neepa 4 month ago