Wanted Love 2 - 100 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--100

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--100


કિનારાની નજર સવારથી દરવાજા તરફ મંડાયેલી હતી.એક એક ક્ષણ તેના માટે અતિશય મુશ્કેલ બની રહી હતી.

"કિનારાબેટા,આજે કઇ ખાસ છે?"વિશાલભાઈએ પુછ્યું.

"અરે અંકલ,તેનો ચહેરો જોઇને લાગતું નથી કે કોઈ ખાસ આવવાનું છે."લવે કિનારાની સામે જોયું.લેડી દંબગ કિનારા લવની આ વાત સાંભળીને શરમાઈ ગઈ.

"કિનારા,હજી વાર છે.હજી તો રસ્તામાં હશે.રિલેક્ષ,આરામ કર. શું ખબર પછી.. ."લવને આગળ બોલતા કિનારાની મોટી મોટી આંખોએ અટકાવી દીધો.

કિનારા અંદર રૂમમાં ગઇ.લવ તેની પાછળ આવ્યો.
કિનારા ખૂબજ બેચેન થઇને આમથી તેમ આંટા મારી રહી હતી.
"બસ કર કિનારા.મારા પગ દુખવા લાગ્યાં.એક વાત તો છે.આટલી બેચેનીથી કુશની રાહ તો તે લગ્નમંડપમાં પણ નહીં જોઈ હોય."લવ આજે કિનારાની ખેંચવામાં લાગેલો હતો.

"લવ,ખાલી મારો પતિ જ આવી રહ્યો છે?તારો ભાઈ પણ છે ને.તને તારા નાનાભાઇને મળવાની આતુરતા નથી?"કિનારાએ અકળાઇને પુછ્યું.

"હા,મને પણ આતુરતા તો હોય જ ને.અંતે મારો નાનોભાઇ આવી રહ્યો છે પણ મારા ભાઈને તું તારા પલ્લુ માથી મુક્ત કરીશ તો હું તેને મળી શકીશ.બાકી તો તું તેને તારા આલિંગનમાં જ જકડીને રાખીશ."લવે ખોંખારો ખાતા કહ્યું.

"હા હા,રાખજે તારા ભાઈને તારી જ પાસે."કિનારા રિસાતા બોલી.

"અરે!રિસાઇશ નહીં.હું તારા માટે કઇંક લાવ્યો છું."લવે કિનારાને એક પેકેટ આપતા કહ્યું.કિનારાએ તે પેકેટ ખોલ્યું.તેમા એક સુંદર કચ્છી જાંબલી અને લાલ રંગના ભરતકામવાળા ચણિયાચોળી હતાં.

"આવતો જ હશે,તૈયાર થઇ જા તારા પિયુને મળવા."લવ આટલું કહીને બહાર જતો રહ્યો.કિનારા અરીસામાં જોતા જ નવવધુની જેમ શરમાઇ ગઇ.તેણે દરવાજો બંધ કર્યો.તેણે લવે આપેલા ચણિયાચોળી પહેર્યા.તેનું ફિટીંગ એકદમ પરફેક્ટ હતું.તેની પાતળી કમર,સુંવાળી પીઠ,સુરાહીદાર ગરદન અને તેના અંગોનો ઊભાર એકદમ સુંદર તે આજે એટલી સુંદર લાગી રહી હતી કે તે પોતાને બે ક્ષણ માટે જોતી રહી ગઈ.તેણે ચુંદડી પોતાના શરીર ફરતે એ રીતે ઓઢી કે તેની સુંદરતા તેની પાછળ ઢંકાઇ જાય.તેણે એક કાગળમાં કઇંક લખ્યું,તે કાગળ હાથમાં છુપાવીને રાહ જોવા લાગી.

અહીં કુશ ભૂજ આવી ગયો હતો.સિંઘાનિયા સાહેબે તેને વેશ બદલવા તે પ્રમાણેના કપડાં આપ્યા.કુશે લેંધો અને તેની ઊપર માત્ર એક મેલી કોટી પહેરી હતી.હેન્ડસમ ચહેરાને થોડો મેલો કર્યો અને બસમાં સિંધાનિયા સાહેબે આપેલા સરનામા પર જવા નીકળી ગયો.

અંતે કિનારાની પ્રતિક્ષાનો અંત આવ્યો.દુરથી કોઇ ચાલીને આવતું દેખાયું.
"લવ,આ લે કુશને આપી દેજે."આટલું કહીને કિનારા બહાર જતી રહી દોડીને.

અંતે કુશ આવી ગયો.લવ અને કુશ એકબીજાને જોઈને ખૂબજ ભાવુક થઈ ગયાં.લવે તેના નાનાભાઈને જોરથી ગળે લગાડ્યો અને તેને ઊંચકી લીધો.

"લવ,મને વિશ્વાસ હતો કે તમને બંનેને કશુંજ નથી થયું અને મારો વિશ્વાસ સાચો નિવડ્યો.તું ઠીક તો છે ને?"કુશે પુછ્યું.

"હું એકદમ ઠીક છું.કુશ,શિવાની અને કિયા કેમ છે?"લવે પુછ્યું.

"એકદમ ઠીક અને હા શિવાનીએ તારા માટે ખાસ સંદેશો મોકલ્યો છે.આ તેમના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ.હવે મારી જાન ક્યાં છે?"કુશે આમતેમ જોતા પુછ્યું.

"કુશબેટા."લાકડીના ટેકે બહાર આવતા વિશાલભાઈ બોલ્યા.તેમને આમ એકદમ ઠીક જોઇને કુશને સુખદ આંચકો લાગ્યો.

"પપ્પા,તમે મળી ગયા.તમે એકદમ ઠીક છો.વાહ,આજે હું કેટલો ખુશ છું."કુશ વિશાલભાઈના પગે લાગતા બોલ્યો.

"હું એકદમ ઠીક છું.તને જોઈને આજે મને ખૂબજ આનંદ થયો."વિશાલભાઇએ તેના માથે હાથ મુક્યો અને પાછા અંદર જતા રહ્યા.

"લવ,મારી કિનારા ક્યાં છે?"કુશે પુછ્યું.

"આ કાગળ આપીને ક્યાંક જતી રહી છે.આટલામાં જ ક્યાંક હશે.અહીં આમપણ આ બે ઘર જ છે,બાકી તો ખેતરો જ છે.છતાં પણ એક વાતનું ધ્યાન રાખજે મારા નાનકા કે અહીં લોકો સામે તે મારી પત્ની છે."લવે મોટું સ્માઈલ આપતા કહ્યું.

"કોશિશ કરીશ તે વાત ધ્યાન રાખવાની પણ ફેક પ્રોમિસ નહીં આપી શકું."કુશે આટલું કહી તેના હાથમાંથી તે કાગળ ઝુંટવી લીધો.

"હાય રે મારા પિયુ,બહુ બેચેની છે અને બેતાબી છે મને મળવાની પણ આમ સરળતાથી મળી જાય તે કિનારા નહીં.જો તું મને શોધી લઈશ અને જો પકડી શકીશ તો હું તારી."કિનારાએ લખ્યું હતું.અને નીચે તેના લિપસ્ટીક વાળા હોઠોથી કરેલું ચુંબન હતું.

કુશ ઘરની બહાર નીકળ્યો.ઘરની બહાર એક નાનકડો ચોક હતો જેમા તુલસીક્યારો અને અલગ અલગ છોડ હતાં.કિનારાને ફુલો ખૂબજ પસંદ હત‍ાં.જેવો તે ફુલોના છોડ પાસે ગયો એક નાનકડી ચબરખી તેને મળી.

"હમ્મ,જેમ આટલા વર્ષો બાદ આપણો પ્રેમ હર્યોભર્યો છે.તેમ હું પણ તને એવી કોઇ જગ્યાએ મળીશ જે ખૂબજ હરીભરી હોય."

"ઓહો કિનારામેડમ,તમારા બિચારા પતિદેવને આટલું તડપાવવું સારી વાત નથી.ગીન ગીન કે બદલા લુંગા."કુશ સ્વગત બોલ્યો.

કુશ થોડો બહાર નીકળ્યો.બાજુમાં ખેડુત દંપતિનું ઘર હતું.તે ઘર અત્યારે બંધ હતું.તે દંપતિ કદાચ બીજા ગામ ગયું હશે.તેવું અનુમાન કુશે ડેલીએ લટકતા મોટા તાળાથી લગાવ્યું.

થોડેક આગળ ચાલીને કુશ ખેતરોમાં ગયો (કચ્છના રણ પ્રદેશ સિવાયના ભાગમાં ઘઉં,બાજરા અને પલ્સ ઊગાડવામાં આવે છે.)આજે ખેતરમાં કોઈ જ નહતું.તે ખેડુત દંપતિ ઘરે નહતું એટલે ખેતર પણ ખાલી હતું.કુશે દુર દુર સુધી જોયું પણ કોઈ જ દેખાયું નહીં.

કુશ પાગલોની જેમ આમથી તેમ કિનારાને શોધી રહ્યો હતો.

"આંખોની સામે તું નહતી છતા તારો અહેસાસ મને પ્રતિક્ષણ રહે છે.
તારા પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો છું કે તારા દરેક સ્પર્શનો અહેસાસ મને પ્રતિક્ષણ રહે છે.

મને ખબર છે કે તું અહીં જ ક્યાંક છુપાયેલી છે.જો તારા પાગલ પ્રેમીને આમ તડપાવવો ઠીક નથી.આ તને ભારે પડી શકે છે."કુશે મોટેથી કહ્યું.

અચાનક કુશના પગ પર કઇંક આવીને પડ્યું.તે એક કાગળ હતો જે નાના પથ્થર સાથે આવ્યો હતો.તે ઉઠાવીને વાંચ્યો.
"તારા પ્રેમ માટે હું એટલી તડપી છું જેટલી જળ વગર તડપે માછલી.
તારા પ્રેમમાં ભિંજાવવા હંમેશાં તૈયાર છે તારી આ પ્રેમદિવાની.
જલ્દી આવી જા મારા પાગલપ્રેમી, પૂરી કરી દે આ મારી સદીઓથી અધુરી ક્ષુધા."

કુશના ચહેરા પર સ્માઈલ આવી અને તેણે આસપાસ નજર ફેરવી.આસપાસ હજીપણ કોઇ જ નહતું પણ તેને થોડી દુર એક પાણીનો મોટો કુંડ દેખાયો.કુશ ખુશીથી પાગલ થઇને તે તરફ ભાગ્યો.તે પાણીના કુંડમાં હતી.કિનારાની પીઠ તેની તરફ હતી.તેણે સફેદ રંગની બેકલેસ ટુંકી ચોલી પહેરી હતી.જે પાછળ દોરીથી બંધાયેલી હતી.તેના લાંબા વાળ આગળની તરફ હતાં.તેની નીચે તેણે શોર્ટ્સ જેવો ગોઠણ સુધીનો પાયજામો પહેર્યો હતો.કુશે પોતાના શરીર પર જે માત્ર નામ પૂરતી હતી તે કોટી નીકાળી અને તે કુંડમાં ઉતરી ગયો.જેમ જેમ કિનારાની નજીક ગયો તેમ તેમ તેનું હ્રદય બમણા વેગે ધડક્યું.તેની પાસે આવતા જ કિનારા તેની સામે ફરી અને આકર્ષક રીતે હસી.

"છીં,આ કેવો ગંદો ચહેરો બનાવીને રાખ્યો છે.મને મારો હેન્ડસમ કુશ પાછો જોઈએ નહીંતર હું તને મને અડકવા પણ નહીં દઉં."કિનારાએ મોઢું ચઢાવીને કહ્યું.

કુશે કિનારાને નજીક ખેંચી અને તેની વાતને ધરાર અવગણીને તેના હોઠોને ચુમવા લાગ્યો.પાણીમાં કુશનો સુંદર ચહેરો ફરીથી પહેલા જેવો થઈ ગયો.એક પ્રગાઢ ચુંબન પછી તે બંને અળગા થયા.ક્યાંય સુધી એકબીજાને ધારીધારીને જોયા પછી ક્યાંય સુધી એકબીજાના આલિંગનમાં રહ્યા.

આજે તેમના હોઠોએ ચુપકીદી સાધી લીધી હતી.સ્પર્શ જ બધી વાતો કરી રહ્યો હતો.

"બહુ હેરાન કર્યો તારા આ પાગલપ્રેમીને હવે જો કેવો બદલો લઉં છું.ચાર મહિના તારાથી દુર રહ્યાનો હિસાબ એક જ વારમાં ચુકતે કરીશ."કુશે ચુપકીદી તોડી પણ કિનારાએ માત્ર સામે રહસ્યમય સ્મિત આપ્યું તેને ધક્કો મારીને તે પાણીની બહાર ભાગી.કુશ તેની પાછળ દોડ્યો.પૂરા ખેતરમાં આમથી તેમ ભાગ્યા પછી કિનારા પકડાઈ ગઈ પણ પાસે પડેલું દાતરડું લઈને કિનારાએ કુશના ગળા પર તેને રાખ્યું.

"મિ.શેખાવત,આજે મને પામવા તારે બહુ મહેનત કરવી પડશે.જાનની બાજી લગાવવી પડશે.જો સહેજ પણ હલ્યોને તો લોહી નિકળશે."કિનારા આજે કુશને હેરાન કરવાના ઇરાદા બનાવી ચુકી હતી.

"વાહ,એટલે જ તારો દિવાનો છું મારી કિનારા.તું બીજી બધી સ્ત્રીઓથી સાવ અલગ છે પણ હું કઈ કમ નથી. તારા બાકી દિવાનાઓની વાત અલગ છે અને મારી વાત અલગ છે.કિનારાને જો કોઈ પોતાના વશમાં કરી શકે તો તે કુશ જ છે."આટલું કહી કુશે તેના હાથ પાછળ કિનારાની પીઠ તરફ કર્યા અને પાતળી દોરી, જેના ભરોસે ચોળી નભેલી હતી.તે તોડી નાખી.કિનારાના હાથમાંથી દાતરડું છુટી ગયું અને બંને હાથોથી તે દોરી પકડી લીધી.

"નફ્ફટ છે તું સાવ."કિનારા બોલી.કુશે આસપાસ નજર ધુમાવી.થોડે દુર ખેતરની પાસે રાતવાસો કરવા ઓરડી જેવું બનાવેલું હતું.કુશના ચહેરા પર શરારતી સ્મિત ફરક્યું.તેણે કિનારાને કમરેથી ઊંચકીને પોતાના ખભે નાખી અને તે ઓરડીમાં લઈ ગયો.દરવાજો અંદરથી બંધ કર્યો.

કિનારા સામે ફરીને તેણે ઊંડો શ્વાસ લીધો.ચોળી જેનો એકમાત્ર સહારો કિનારાના હાથ હતા.તે હાથને કુશે પોતાના હાથોમાં લઈ લીધાં.

"તું સાવ બેશરમ છે."કિનારાએ પોતાની આંખો બંધ કરી દીધી.કિનારાની વાતનો જવાબમાં કુશે તેને ઊંચકીને પાછળ રહેલા ખાટલામાં સુવાડી દીધી.તેના ચુંબનોના વરસાદમાં કિનારા સાવ ભિંજાઈ ગઈ.વર્ષોથી જાણે કે એકબીજાના પ્રેમના તરસ્યા કુશ અને કિનારાનું આ મિલન અદ્ભૂત હતું.બે અનાવરીત દેહ એકબીજામાં સાવ પરોવાઈ ગયા હતાં.

પ્રેમની તૃષ્ણા તૃપ્ત થતાં કિનારાના બંને હાથ કુશની મજબૂત કસરતી શરીર ફરતે વિટળાયેલા હતાં.કુશના હાથ હળવે હળવે કિનારાની લીસી પીઠ પર ફરી રહ્યા હતાં.

"તને ખરાબ ના લાગ્યું કે મે તારાથી મારા જીવતા હોવાની વાત છુપાવી?"કિનારાએ પુછ્યું.

"મારા શ્વાસ ચાલતા હતા એટલે મને વિશ્વાસ હતો કે મારું હ્રદય હજીપણ ક્યાંય ધબકે છે.કિનારા આપણે જ્યારે આ યુનિફોર્મ પહેર્યો હતોને ત્યારે જ આપણા માટે ફરજ અને દેશની રક્ષા સિવાયની બાબતો ગૌણ બની ગઈ હતી.મને ગર્વ છે તારા પર,ગર્વ છે કે હું કિનારાનો પતિ છું.બાય ધ વે અહીં કાયમ આટલી એકલતા હોય છે?"કુશે આટલું કહી તેના ગુલાબી ગાલો પર ચુંબન કર્યું.

"ના,તે ખેડુત દંપતિને કોઇ બહાનું બનાવીને બે દિવસ માટે શહેર મોકલી દીધાં.આજે સવારથી હું તારી પસંદગીની રસોઈ બનાવતી હતીને તો પુછી પુછીને માથું ખાઈ ગયાં.તે નથી એટલે જ તો આપણને આ એકાંત મળ્યું."કિનારાએ કહ્યું.

"વાહ,મારી કિનારા."કુશે તેને વધુ નજીક ખેંચી.

"કેટલો રોમાન્સ સુજે છે તને?હવે તો તારો દિકરો પણ પરણી ગયો.એકાદ બે વર્ષમાં તું દાદો બની જઈશ."કિનારાએ કહ્યું.

"જા જા,હું તેને સ્પષ્ટ શબ્દોમાં કહીને આવ્યો છું મારા પ્લાન વિશે."કુશે કહ્યું.

"તારો પ્લાન?"

"હા,એ જ કે હું ત્રીજી વખત બાપ બની શકું એમ છું તો તે મને દાદા બનાવવાની ઉતાવળ ના કરે."કુશે કિનારાની સામે ગંભીરતાથી જોતા કહ્યું.

"તે સાચે કિઆનને આવું કહ્યું?"કિનારાએ મોટી આંખો કાઢીને પુછ્યું.

"હા,તે નાનો કિકલો નથી,પરણીત પુરુષ છે અને મારી ભાવનાઓ સમજી શકે એમ છે."કુશે કિનારાને નજીક ખેંચતા કહ્યું.કિનારાએ કુશને ધક્કો માર્યો અને પહેલેથી અહીં રાખેલા પોતાના જાંબલી અને લાલ ચણિયાચોળી પહેરીને ઘર તરફ ભાગી.કુશે ફટાફટ પોતાના કપડાં પહેર્યા અને કિનારા પાછળ ભાગ્યો.

કિનારા અને કુશ ભાગતા ભાગતા ઘરે આવ્યાં.ત્યારે લવ અને વિશાલભાઈ જમી રહ્યા હતાં.

"સોરી કુશ,કિનારાએ જે પણ સ્પેશિયલ ડિશ બનાવી હતી તે અમે પતાવી દીધી.તારા માટે આ દાળભાત બચ્યા છે."લવે આટલું કહીને વિશાલભાઈને અંદર રૂમમાં સુવાડ્યાં.

"આમપણ તમને લોકોને તો ભૂખ નહીં લાગી હોયને."લવની વાત પર કિનારા ભડકી.કુશ અને લવ હસ્યાં.

"આ માણસને આજેને આજે પાછો મોકલ.તે અલગ જ મિશન સાથે આવ્યો છે."કિનારાએ કહ્યું.

"અચ્છા!"લવે કહ્યું.

"જોયું,મારા ભાઈ કેવી મતલબી દુનિયા છે."કુશે કહ્યું.

"શું થયું પણ?"લવે કહ્યું.

"તારા ભાઈને જ પુછ."કિનારા ગુસ્સામાં બોલી.

"અરે,કોઈ માણસને ત્રણ બાળકો ના હોય.મારે પણ ત્રણ બાળકો હોય તો કઈ ખોટું છે?"કુશે ભોળાભાવે કહ્યું.

"ના ના કશુંજ ખોટું નથી."લવે કહ્યું.

કિનારા ગુસ્સામાં ત્યાંથી જતી રહી.કુશ અને લવ તેની પાછળ હસતા રહ્યા.

બીજા સવારે નાસ્તો કરતા કરતા કુશે ગંભીરતાથી કઇંક કહ્યું,"પપ્પા,તમારે મુંબઇ પાછા જવું પડશે.હવે આ મિશન વધુ ખતરનાક થઇ શકે છે.તમારા જીવનું જોખમ અમે ના લઈ શકીએ.તમને આજે સાંજે જ સિંઘાનિયા સાહેબ તેમની સાથે લઈ જશે.થોડા દિવસ તેમની સાથે રહેવાનું છે.મુંબઇ જઈ તમારે તે નથી કહેવાનું કે લવ અને કિનારા જીવતા છે."

"ના,હું મારી કિનારાને છોડીને ક્યાય નહીં જઉં."વિશાલભાઈએ કહ્યું.

"પપ્પા,માઁસાહેબને તમે બહેન ગણ્યા હતાને તેમના વિશે તો વિચારો.તમને જોઇને તેમને કેટલી ખુશી થશે.રાહત મળશે તેમને."કુશે કહ્યું.

જાનકીબેનનું નામ આવતા વિશાલભાઈ ઢીલા પડ્યાં અને માથું હકારમાં હલાવ્યું.

**********

કુશને ગયે લગભગ બે દિવસ વીતી ગયા હતા.રનબીર અને કાયનાના સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ ખૂબજ સરસ રીતે થઇ ગઈ હતી.
આજે સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થઈ ગયો.સાંસ્કૃતિક કાર્યક્રમ શહેરના બીજા છેડે એક મ્યુનિસિપાલિટીના ઓડિટોરિયમમાં હતો.જે મહિલા કેદીઓએ ભાગ લીધો હતો તેમને ત્યાં લઈ જવામાં આવ્યાં હતાં જ્યારે બાકીની મહિલા કેદીઓ આ કાર્યક્રમ જેલમાં લાઇવ ટીવી પર જોવાના હતાં.

કાર્યક્રમ પતી ગયો હતો.કાયનાનું પરફોર્મન્સ અને અન્ય મહિલાકેદીઓનું પરફોર્મન્સ લોકોને રડાવી ગયું.આ કાર્યક્રમ દ્રારા જેલની મહિલાઓના કલ્યાણ માટે સારું ફંડ એકત્રિત થયું.પરફોર્મન્સ પત્યા પછી એક પોલીસ વેનમાં તે તમામ મહિલાકેદીઓને લાવવામાં આવી જ્યારે કાયના અને રનબીર પોલીસની એક જીપમાં પાછા આવી રહ્યા હતાં.

પોલીસ વેનમાં જે મહિલાકેદીઓ હતી તે સેન્ટ્રલ જેલ થાને પાછી આવી ગઇ.આરતીબેન કાયનાના અાવવાની રાહ જોતા હતાં.લગભગ એક કલાક થયો પણ કાયનાને લઇને જે પોલીસ જીપ આવવાની હતી તે ના આવી.દોઢ કલાક પછી તે પોલીસની જીપ આવી.

તેમા રહેલા હવાલદાર ઉતર્યા.
"કેટલી વાર લાગે?કાયના ક્યાં છે?"આરતીબેને પુછ્યું.

હવાલદારે નીચું જોયુ.
"કાયના ક્યાં છે?"તેમણે ફરીથી પુછ્યું.

"ભાગી ગઈ.પેલા છોકરા રનબીર સાથે ભાગી ગઈ."હવાલદારે નીચું જોઈને કહ્યું.

આરતીબેનને અત્યંત આઘાત લાગ્યો.

કાયના તેના રનબીર સાથે દુનિયાના તમામ નિયમો અને બંધનો તોડીને નીકળી ગઇ છે.કેવો રહેશે તેનો આગળનો સફર?
કિનારાને મળી ગયો છે તેના કુશનો સાથ,શું થઇ જશે આ મિશન સરળ તેના માટે?
શું પ્રતિક્રિયા હશે કુશ અને કિનારાની કાયનાના ભાગવા પર?

જાણવા વાંચતા રહો.

નમસ્તે વાચકમિત્રો,

૧૦૦ ભાગ સુધીનો આ સફર તમારા સાથ અને સહકાર વગર શક્ય નહતો.આશા રાખું છું આજનો આ ખાસ અને થોડો લાંબો ભાગ આપને ગમ્યો હશે.આપના પ્રતિભાવ આપીને આ વાર્તા વિશે,તેની શરૂઆત ,પાત્રો અને અત્યાર સુધીના આપના વિચારો જરૂર જણાવશો.આપના વિચારો જાણવા આતુર રહીશ.

આભાર.
રીન્કુ શાહ.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

Heena Suchak

Heena Suchak 4 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Neepa

Neepa 4 month ago