(કુશનું રૌદ્ર સ્વરૂપ જોઇને અને બે જોરદાર થપ્પડ ખાધા પછી કબીર પોપટની જેમ બધું બોલવા લાગ્યો.તેના કહ્યા પ્રમાણે અંશુમાન જાણે છે કે એકવીસ હજાર કરોડના ડ્રગ્સ મુંબઇમાં ક્યાં છુપાયેલા છે.સિંઘાનિયા સાહેબ,ગુજરાત એ.ટી.એસના હેડ,જાણે છે કે કિનારા અને લવ જીવે છે અને તે કયા મિશન પર છે.લવ અને કિનારા જે મકસદથી અજ્ઞાતવાસમાં હતા તે માહિતી તેમણે એકત્રિત કરી દીધી હતી અને આ મિશનમાં તેમને કુશની જરૂર હતી.સિંઘાનિયા સાહેબે કુશને વીડિયો કોલ લગાવ્યો અને કિનારાને બતાવી.)
કુશ અને કિનારા એકબીજાની સામે હતાં.કુશના ચહેરા પર વિજયી સ્મિત આવ્યું.તેણે પોતાના ફોનને ચુમી લીધો.કિનારા,જે કુશને જોઈને ભાવુક થઇ ગઇ હતી.તે કુશની આ હરકત પર શરમાઇ ગઇ કેમ કે તેની બાજુમાં લવ અને સિંઘાનિયા સાહેબ હતાં.
"કુશ,તું કેમ છે?"કિનારાએ પુછ્યું.તેનો અવાજ સાંભળીને કુશ ખુશીમાં ઝુમવા લાગ્યો.તેના કાનમાં જાણે કે કોઇ મધુર સંગીત રેલાયું હોય.
"મારી જાન તારા વગર તારો કુશ કેવો હોય?કિનારા કુશનો પ્રાણ છે,ધડકન છે,મારું જીવવાનું કારણ છે.તારા વગર એક એક દિવસ મને એક એક વર્ષ જેવો લાગ્યો.આ ચાર મહિના ચાર દસકા જેવા લાગ્યાં.તું ઠીક તો છે ને?તે બ્લાસ્ટમાં તને કોઇ તકલીફ તો નથી થઇને?"આટલું કહેતા જ કુશે ફોન પર ચુંબનનો વરસાદ કરી દીધો.
પાછળથી બે જણાનો ખોંખારો ખાવાનો અવાજ આવ્યો.
લવે ફોન કિનારાના હાથમાંથી લીધો.
"લવ."કુશ બોલ્યો.
"કુશ.મારા ભાઈ,તું કેમ છે?"લવની આંખમાંથી ખુશીના આંસુ નીકળી ગયાં.
સિંઘાનિયા સાહેબે ફોન પોતાના હાથમાંથી લીધો અને કહ્યું,"કુશ,મારી વાત ધ્યાનથી સાંભળ.આ ચાર મહિના દરમ્યાન લવ અને કિનારા એક સિક્રેટ મિશન હેઠળ હતાં.માંડવીની હવેલીમાં બ્લાસ્ટ થયો તે પહેલા તેમના હાથ એક એવી માહિતી લાગી હતી કે જે ખૂબજ સ્ફોટક હતી.તે માહિતી તે બીજા કોઇને પણ જણાવીને દેશને જોખમમાં નહતા મુકવા માંગતાં."
"કુશ,અમે જીવતા હતા તે વાત લવ અને શિના જાણતા હતા પણ અમે તેમને ના કહી હતી કે આ વાત કોઇને પણ ના જણાવવામાં આવે.કેમ કે જો અમારા જીવતા હોવાની વાત બહાર આવે તો અમે આ મિશન સરળતાથી પાર પાડી શકીએ તેમ નહતા.રોમિયો તેના માણસોને ફરીથી અમારી પાછળ લગાવી દેત.કુશ,હવે અમારી ચાર મહિનાની મહેનત સફળ થઇ છે.અમારા હાથ રોમિયોના નવા ધંધા,તેના નવા પ્લાન અને ડ્રગ્સ વિશે ઘણીબધી માહિતી છે બસ ,આ મિશન પાર પાડવા,રોમિયોના અાતંકનો ખાત્મો કરવા અને તેને જીવતો પકડવા અમને તારી મદદની જરૂર છે.કુશ,જેટલી જલ્દી બને તેટલી જલ્દી તું કચ્છ આવ ત્યાં તને સિંઘાનિયા સાહેબ મળશે જે તને અમારી પાસે લઇને આવશે."લવે કહ્યું.
"લવ,આ વાત હજી ખાનગી જ રહેવી જોઈએ કે લવ અને કિનારા જીવે છે.તારા માતાપિતા કે તમારા સંતાનોને પણ આ વાતની ખબર ના પડવી જોઈએ.હવે તમારી પાસે પાંચ મિનિટ છે જે પણ વાત કરવી હોય."સિંઘાનિયા સાહેબે કહ્યું.
"કુશ,શિવાની કેમ છે?"લવે ભારે અવાજે પુછ્યું.
"લવ,શિવાની તને અનહદ ચાહે છે.તારા વગર તે જીવતી લાશ થઇ ગઇ છે.હું તેને સતત કહું છું કે મારો ભાઈ અને તારો પતિ જીવતો છે પણ તેના ચહેરા પર શાંતિ અને હાસ્ય તને જોયા બાદ જ આવશે.કિયા,શું કહેવું તેનું તો તે છોકરીએ આખું ઘર,અદ્વિકાની સાથે મલીને સંભાળી લીધું.તમારા આ સમાચાર પછી અને કાયનાના જેલ ગયા પછી મે કિઆન અને અદ્વિકાના લગ્ન કરાવી દીધાં.અદ્વિકા અને કિયા જ છે જેમના કારણે જાનકીવિલામાં બાકી બચેલા લોકો જીવી રહ્યા છે."કુશ દુઃખી થઇને બોલી ગયો.
લવ અને કિનારા આઘાત પામ્યાં.કુશને ભાન થયું કે તે શું બોલી ગયો.
"કુશ,મારી દિકરી ક્યાં છે?મે તારા પર મારા બંને બાળકોની જવાબદારી નાખી હતી અને આ શું થઇ ગયું બંને સાથે?ભણવાની ઊંમરમાં કિઆનના માથે લગ્નજીવનની જવાબદારી નાખી અને કાયના જેલમાં શું કરે છે?"કિનારાના ગળામાંથી લગભગ ચિસ નીકળી ગઇ.
"જણાવું.સિંઘાનિયા સર મને દસ મિનિટ આપો હું બધું જ જણાવી દઉં."કુશે કહ્યું.સિંઘાનિયા સાહેબે હકારમાં માથું હલાવ્યું.કુશે રનબીરના ગયા પછીથી અત્યાર સુધીની એટલે કે હાલમાં બનેલી બધી જ ઘટના વિસ્તારમાં જણાવી.
કિનારાની આંખોમાં પાણી હતું.
"કુશ,મને મારી દિકરી જેલની બહાર જોઈએ.તું ભલે ગમે તે કર.સમજ્યો તું?"કિનારા ગુસ્સામાં આટલું કહીને ફોન કાપીને જતી રહી.લવ તેની પાછળ ગયો.કિનારા લવને ગળે વળગીને રડવા લાગી.
"કિનારા,કુશ પર ગુસ્સે થવાનો શું અર્થ છે?આ બધું રોમિયોનું કરેલું છે.તું વિચાર કુશની શું હાલત હશે?અત્યારે આપણા માટે મહત્વનું એ છે કે હવે જ્યારે આપણી પાસે બધી જ માહિતી આવી ગઇ છે તો આપણે રોમિયોને શોધીએ.રોમિયો એક ઊંદરની જેમ છુપાઇ ગયો છે.તે ઊંદરને બહાર કાઢવા માટે કઇંક લાલચ આપવી પડશે."લવે કહ્યું.
"તું શું કહેવા માંગે છે,લવ?મારી દિકરીને જેલમાં રાખવાની?કેટલી તકલીફ સહન કરી હશે તેણે?તું નથી જાણતો જેલનું વાતાવરણ કેવું હોય છે?રોમિયો અને કાયનાને શું લેવાદેવા?"કિનારા ગુસ્સામાં બોલી.
"કિનારા,મારી વાત ધ્યાનથી સાંભળ.કાયના પાસે હવે રનબીર છે.જે તેને આટલી પણ તકલીફ નહીં પડવા દે.તું પ્રેમની તાકાત સારી રીતે જાણે છે.તેમનો પ્રેમ તેમની તાકાત છે.રનબીર જ્યાં સુધી કાયનાની સાથે છે ત્યાંસુધી તેને કશુંજ નહીં થાય.રનબીરની હાજરીમાં કાયનાને કોઈ આંગળી પણ નહીં અડાડી શકે.તું સૌથી પહેલા કુશ સાથે વાત કરી લે.એક તો આટલા સમય પછી તું તેને મળી અને ગુસ્સો?આ તો ઠીક નથી." લવે કહ્યું.
તે લોકો સિંઘાનિયા સાહેબ પાસે ગયા અને ફોન લઇને કુશને વીડિયો કોલ લગાવ્યો.
"સોરી,આટલા સમય પછી મળ્યા અને મે ગુસ્સો કર્યો.કુશ,હવે બસ થયું જલ્દી આવી જા.તારા વગર મારા શ્વાસ તો ચાલે છે પણ માંડમાંડ જીવું છું."કિનારાની આંખોના ખૂણા ભીના થઇ ગયાં.
"મારી જાન,તારો ગુસ્સો પણ મને ખૂબજ વ્હાલો છે.તું ચિંતા ના કર.કાલની સાંજ તું મારા આલિંગનમાં વિતાવીશ.આ વખતે તો સાથે મળીને રોમિયોનો અંત આણીશું"કુશે કહ્યું.
*****************************
બીજા દિવસે રનબીર સેન્ટ્રલ જેલ થાને પહોંચ્યો.તે કાયનાને આસિસ્ટ કરવાનો હતો.કાયનાએ રનબીરને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જે નાટક લખાયું હતું તે બતાવ્યું.
"આ નાટક સારું છે પણ તેમા થોડાક ફેરફાર કરવા પડશે."રનબીરે કહ્યું.
"તને જે યોગ્ય બદલાવ લાગે તે કરી નાખ."કાયનાએ ધીમા અવાજે કહ્યું.
"કાયના,તું હજી નારાજ છે મારાથી?મને માફ કરી દે."રનબીરે કાયનાનો હાથ પકડતા કહ્યું.
"ના ના એવું કશુંજ નથી.રનબીર,તું વારે વારે માફી ના માંગ.ચલ ભાગ લેવાવાળી મહિલા કેદીઓની સાથે મળીને પ્રેક્ટિસ કરીએ."કાયનાએ શુષ્ક પ્રતિસાદ આપ્યો.
કાયના અને રનબીર કાર્યક્રમમાં ભાગ લેવાવાળી મહિલાકેદીઓ સાથે મળીને પાછળના ભાગમાં આવેલા મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતાં.
"કાયના,આપણે એક એવું નાટક કરીશું જેમા બે પ્રેમીઓ દુનિયાના રીતરીવાજોના ચાલતા વિખુટા પડે છે અને પછી દુનિયાના નિયમો તોડીને એકબીજાને મળે છે."રનબીરે કહ્યું.
આજે જે મહિલાકેદીઓએ ભાગ લીધો હતો.તે સિવાય પણ ઘણીબધી મહિલાકેદીઓ માત્ર રનબીરને જોવા માટે ભેગી થઇ હતી.તે મહિલાઓ એટલું તો સમજી ગઈ હતી કે તે કાયનાનો ખાસ છે.
તે મહિલાકેદીઓ એકીટસે રનબીરને જોઈ રહી હતી અને તેની પાસે જવાની કોશિશ કરી રહી હતી.રનબીરને તેનાથી થોડી ઘણી પરેશાની થઇ રહી હતી.અચાનક તેને કઇંક સુઝયું.તેણે પણ તે તમામ મહિલાકેદી સાથે હસી હસીને વાત કરવાનું શરૂ કર્યું.કાયનાને થોડી થોડી જલન થવા લાગી.
"ચલો ચલો,જે ભાગ નથી લઇ રહ્યા તે પાછળ જઈને બેસી જાઓ.ચલો બાકી બધાં તેમનું સ્થાન લો."કાયનાએ તે બધી મહિલા કેદીઓને રનબીરથી અલગ કરતા કહ્યું.
રનબીર અને કાયનાએ એકબીજાની સાથે ડાન્સ કરવાનું શરૂ કર્યું.રનબીર અને કાયના ડાન્સ કરતા એકબીજામાં એવા ખોવાઇ ગયા કે આસપાસનું વાતાવરણ અને જગ્યા પણ ભુલી ગયાં.
"સર,એક પ્રોબ્લેમ છે.અહીં તો કોઇ પુરુષ નથી તો પુરુષનું પાત્ર કોણ ભજવશે?"એક મહિલાકેદીએ પુછ્યું.
રનબીર વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો,"તમને એક વાત જણાવું કે પહેલાના જમાનામાં જ્યારે શેરી નાટક થતાં ત્યારે પુરુષો જ સ્ત્રીઓનું પાત્ર ભજવતા હતાં.કેમકે તે વખતે સ્ત્રીઓને આ રીતે કામ કરવાની પરવાનગી નહતી.તો અાપણે એવું કરી શકીએ કે તમારામાંથી જ કોઇ બહેન પુરુષના કપડાં પહેરીને તે પાત્ર ભજવે."રનબીરનો આઈડિયા સૌને પસંદ આવ્યો.
પ્રેક્ટિસ કર્યા બાદ જમવાનો સમય થયો.
"જા તારા માટે તો જેલ ઓથોરિટી બહારથી જમવાનું મંગાવશે.જમીને આવ."કાયના કટાક્ષમાં બોલી.
"ના નહીં આવે.મે કહી દીધું હતું આરતીઆંટીને કે મારી કાયના જે જમશે તે જ હું જમીશ."રનબીરની વાત પર કાયના આશ્ચર્ય પામી.
"ચલ,તને આજે તે જમાડું જે હું છેલ્લા સાડા ત્રણ મહિનાથી જમું છું."કાયનાએ કહ્યું.રનબીરે જોયું કે અેક સ્ત્રી કાયના માટે અલગ જમવાનું બનાવી રહી હતી.
"આ તારા માટે કેમ અલગ જમવાનું કેમ બનાવે છે?"રનબીરે પુછ્યું.જવાબમાં કાયના હસી.
"એય ચકલી,કેટલી વાર?આટલું થોડું જમવાનું બનવાતા કેટલી વાર લાગે?"આટલું કહી કાયનાએ તેના વાળ ક્રુરતાપૂર્વક ખેંચ્યા.
"અને તમે અહીંયા શું જોવો છો?તમારું કામ કરો નહીંતર આ જમવાનું પણ નહીં મળે."કાયના ગુસ્સામાં બોલી.
કાયના મોટી થાળીમાં જમવાનું લઇને આવી ત્યારે તેના ચહેરા પર વિજયી સ્મિત હતું.જમવા માટે ઝગડતી પોતાની કાયનાની આ હાલત જોઇ રનબીર જાણે અંદર સુધી હલી ગયો.
તે લોકો બહાર ઝાડ નીચે જમવા બેસ્યાં.રનબીરે એક ટુકડો રોટલીનો તોડીને પોતાના મોંમા મુક્યો.તેને આઘાત લાગ્યો.તે અન્નનું અપમાન કરવા નહતો માંગતો એટલે તે ગળી ગયો.
"હજી કહું છું અહીંનું જમવાનું ગળે ઉતારવું અને પચાવવું તારા બસની વાત નથી.બહાર જઈને જમી આવ."આટલું કહીને કાયનાએ એક બટકું રોટલીમાં શાક લીધું.તેનો હાથ પકડીને રનબીરે પોતાના મોંમા મુકી દીધો.
"હા.આ..હવે સ્વાદ આવ્યો.વાહ મારી કાયનાના હાથમાં જાદુ છે.તારો હાથ અડતા જ આ બેસ્વાદ જમવાનું કોઇ મોંઘી રેસ્ટોરન્ટના ફુડ કરતા પણ સ્વાદિષ્ટ બની ગયું.સાભળ આપણા લગ્ન પછી તું જ મને જમાડજે."રનબીરે હસીને કહ્યું.
"આપણા લગ્ન?"કાયનાએ રનબીરને જમાડતા કહ્યું.
"હા,જલ્દી જ તું અહીંથી બહાર હોઈશ અને જેવી બહાર આવીશ પહેલું કામ તને કાયના કુશ શેખાવત માંથી કાયના રનબીર પટેલ બનાવવાનું કરીશ.હવે હું તારાથી દુર નહીં રહી શકું.એક વાત સાંભળી લે આપણે બે ત્રણ બાળકો તો હશે જ."રનબીર બોલી રહ્યો હતો અને કાયના પલક ઝપકાવ્યા વગર જોઇ રહી હતી.
"તને ખબર પણ છે મને કેટલા વર્ષની સજા મળી છે?"કાયના ફિક્કુ હસીને બોલી.
"તને એક વાત ખબર છે?"રનબીરે કહ્યું.
"શું?"કાયનાએ પુછ્યું.
"નજીક આવ કહું."રનબીરે કહ્યું.કાયના રનબીરની નજીક આવી.રનબીરે તેના કાનમાં કઇંક કહ્યું.જે સાંભળીને ગુસ્સામાં રહેતી અને ઉદાસ રહેતી કાયનાના ચહેરા પર શરમની લાલી છવાઇ ગઇ.
તેણે હળવેથી હસીને રનબીરને ધક્કો માર્યો.
દુરથી આ જોઈ રહેલા આરતીબેને તેમના દુઃખણા લીધાં.
કેવું રહેશે કુશ અને કિનારાનું મિલન?
કુશના મિશનમાં જોડાવવાથી તે મિશન સરળ રહેશે કે નહીં?
રનબીર અને કાયનાના ભવિષ્યમાં શું છુપાયેલું છે?
જાણવા વાંચતા રહો.