Wanted Love 2 - 97 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--97

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--97


(કુશ રનબીરને એ.ટી.એસ મુંબઇની હેડ ઓફિસે લઇ ગયો.તેને જણાવ્યું કે તે સતત રોમિયોને પકડવા કાર્યરત છે.મુંબઇમાં ૨૧,૦૦૦હજાર કરોડનું હેરોઈન છુપાયેલું છે.તે જ વખતે એક ઓફિસર ખબર લાવે છે કે અંશુમાન કબીર શર્માને મળ્યો હતો.કુશ તેને ઉઠાવી લાવવા કહે છે.)

થોડીક જ વારમાં ઓફિસર્સ કબીરને ઉઠાવીને એ.ટી.એસની ઓફિસમાં લઇને આવ્યાં.તેને જોતા જ રનબીર અને કુશનું મગજ કાબુ ગુમાવી દીધું પણ રનબીર અત્યારે એ.ટી.એસની ઓફિસમાં હતો તે વાત યાદ આવતા તે શાંત થઇ ગયો.

કબીર ખૂબજ ડરેલો હતો.કુશ તેને કોલરેથી પકડ્યો અને તેના ગાલ પર બે જોરદાર થપ્પડ મારી દીધ‍ાં.
કુશના આ અવતારથી રનબીર અને કબીર બંને ડઘાઈ ગયાં.આજસુધી જે કુશને માત્ર પ્રેમાળ પિતા તરીકે જોયો હતો તેને આજે આ અવતારમાં જોતા તે બંને આઘાત પામ્યાં.

"કબીર,મે તને શું ધાર્યો હતો અને તું શું નીકળ્યો?તું મારી દિકરી પર ગંદી નજર રાખતો હતો.સારું થયું કે તે જેલ ગઈ અને તારી અસલીયત બહાર આવી.બોલ,અંશુમાન વિશે તું શું જાણે છે?"કુશે કડક અવાજમાં પુછ્યું.

"કુશ અંકલ સોરી સર,મને અંશુમાન વિશે કશુંજ ખબર નથી.હા,જ્યારે મે મારી મોમની બિમારીનું નાટક કર્યું હતું તે વખતે તે મને મળવા આવ્યો હતો પછી મે તેને નથી જોયો." કબીર પોતાના ગાલ પંપાળતા બોલ્યો.

કુશ અને તે ઓફિસરે એકબીજાની સામે જોયું.

"રાહુલ,પેલા ડ્રગ્સ પેડલરે મોઢું ખોલ્યું?"કુશે તેના સાથી ઓફિસરને પુછ્યું.

"ના સર,બહુ બધી રીત અજમાવી પણ કશુંજ નથી બોલતો.તે ઘણુંબધું જાણતો હોય તેમ લાગે છે પણ ખૂબજ ઢીઢ છે."રાહુલે કહ્યું.

"જા તેને આપણા સ્પેશિયલ રૂમમાં લઇ આવ.આજે તે પણ મોઢું ખોલશે."કુશે છેલ્લું વાક્ય કબીર સામે જોતા કહ્યું.

કુશે રનબીર અને કબીરને ઈશારો કર્યો પોતાની પાછળ આવવા.કુશ એક ખાલી રૂમમાં આવ્યો જ્યાં એક માર ખાધેલો ડ્રગ્સ પેડલર બેસ્યો હતો.કુશે પોતાનું શર્ટ કાઢ્યું.તેનું મશ્કયુલર બોડી જોઇને રનબીર અને કબીર પણ આશ્ચર્ય પામ્યાં.ચાલીસની ઉપર હોવા છતા તેનું શરીર કોઇ પચ્ચીસ વર્ષના યુવાનને શરમાવે તેવું કસરતી અને મજબુત હતું.તેના મશલ્સ અને સિક્સ પેક્સ તરફ બંને જોતા જ રહી ગયાં.

બીજી જ ક્ષણે સૌમ્ય દેખાતો કુશ ક્રુર બનીને તે પેડલર પર તુટી પડ્યો.
"સાલા,આતંકવાદીઓ સાથે કનેક્શન રાખે છે તેમને મદદ કરે છે.તેમને છુપાવીને રાખે છે.રોમિયોના આતંકવાદીઓ ડ્રગ્સની ડિલિવરી લઇને આવ્યાં હતાં તેમને તે છુપાવા માટે જગ્યા આપી હતી.શું તું મુંબઇમાં ડ્રગ્સનો રાજા બનવા માંગે છે?બોલ તે એકવીસ હજાર કરોડનું ડ્રગ્સ કયાં છે?નહીંતર આજે તારી ચામડી ઉધેડી નાખીશ."કુશ આટલું કહતા ખૂબજ ક્રુરતાપૂર્વક તેને મારી રહ્યો હતો.

"બોલું છું સર.મને એકવીસ હજાર કરોડનું ડ્રગ્સ ક્યાં છે તે નથી ખબર પણ મે તે આતંકવાદીઓને છુપાવવા માટે જગ્યા આપી હતી અને તે ક્યાં કયાં જવાના હતા તે મને ખબર છે.સાચું કહું છું સર.ના મારો પ્લીઝ." કુશે રાહુલને ઈશારો કર્યો તેને લઇ જવા માટે.તેણે પોતાનો શર્ટ હાથમાં લીધો અને કબીર પાસે આવ્યો જે પત્તાની માફક ધ્રુજી રહ્યો હતો.

" બોલ,તારે બેસવું છે તે ડ્રગ્સ પેડલર બેસ્યો હતો તે ખુરશી પર?શું કહે છે શર્ટ પહેરી લઉં કે?"કુશ કડક અવાજમાં બોલ્યો.

"કહું છું.તમે પ્લીઝ શર્ટ પહેરી લો.આપણે બહાર જઇને વાત કરીએ."કબીર કાંપતા અવાજે બોલ્યો.

કુશના ચહેરા પર સ્માઇલ આવી ગઈ.રનબીર જે આ બધું જોઈ રહ્યો હતો.તે કુશ અને તેના કામથી ખૂબજ પ્રભાવિત થયો.


"સર,કાયનાને જેલ થઇ અને મે મારા માતાપિતાના દબાવમાં આવીને તે સગાઇ તોડી નાખી.હું ખૂબજ દુઃખી હતો મારું દુઃખ દુર કરવા મારા મોમડેડે મારા માટે બીજી છોકરી શોધી અને મારી સગાઈ સાદગીપૂર્વક કરાવી.

કાયનાને ભુલવી ખૂબજ મુશ્કેલીભર્યું કામ હતું.તે અત્યંત સુંદર હતી પણ મને ખબર હતી કે તે મને નથી મળવાની.એક રાત્રે હું મારી ફિયાન્સીને મુકીને ઘરે આવતો હતો.જેવી કાર પાર્ક કરીને ઉપર જતો હતો મને ગાડીઓની પાછળ છુપાયેલો અંશુમાન મળ્યો."કબીર અટક્યો.

"અંશુમાન ખૂબજ ડરેલો હતો.તેણે મને કહ્યું,"કબીર,પ્લીઝ મારી મદદ કર.હું મારા કોઇપણ મિત્ર કે સગાંસંબંધી પાસે નહીં જઇ શકું કેમ કે રોમિયોના માણસો અને પોલીસ પાગલોની જેમ મને શોધી રહી છે.મને થોડા દિવસ છુપાવવા માટે જગ્યા આપ.તે લોકો મને મારી નાખશે."અંશુમાને કહ્યું.

"પણ કેમ?પોલીસ અને રોમિયો,આ રોમિયો કોણ છે?તે કેમ તારી પાછળ પડ્યાં છે?"મે પુછ્યું.

"રોમિયો,ખતરનાક આતંકવાદી અને ઇન્ડિયામાં ડ્રગ્સનો કિંગ.કાયનાને મે જ ફસાવી હતી.મને તેના પર ખૂબજ ખુન્નસ હતું પણ હવે મને પસ્તાવો થાય છે.કાયના આજે નહીં તો કાલે બહાર આવી જશે જેલમાંથી પણ હું ક્યારેય આ દલદલમાંથી બહાર નહીં આવી શકું."તેણે જેવું આ કહ્યું મને ખૂબજ ગુસ્સો આવ્યો અને મે તેને બે થપ્પડ માર્યા.

" તારા કારણે મારા અને કાયનાના લગ્ન ના થઇ શક્યાં અને તું ઇચ્છે છે કે હું તને મદદ કરું.પણ એક વાત નથી સમજાતી કે તે લોકો એટલે કે તે આતંકવાદીના માણસો તારી પાછળ કેમ પડ્યાં છે?"મને હવે તેની વાતોમાં રસ પડ્યો હતો.

"કબીર,કાયનાને ફસાવવા માટે મને રોમિયોએ કહ્યું હતું.હું તેમને કચ્છ મળવા ગયો હતો.તેમણે મને શોધ્યો હતો અને કહ્યું હતું કે હું કાયના સાથે બદલો લઇ શકું છું.તેમા તે લોકો મારી મદદ કરશે.હું માની ગયો.

અત્યારે તે લોકો મને મારી નાખવા માંગે છે ખબર છે કેમ?કેમ કે તેમના ૩૦૦૦ કિલો હેરોઇન મુંબઇમાં તેમણે ક્યાં છુપાવ્યા છે તે હું જાણું છું."અંશુમાન બોલ્યો.

હું આઘાત પામ્યો.વધારે કઇ પુછુ તેના પહેલા તેને તે આતંકવાદીના માણસો દુર દેખાતા તે ભાગી ગયો.સાચું કહું છું આટલું જ જાણું છું."કબીરે તેની વાત પૂરી કરી.તે ખૂબજ ડરેલો હતો.
કુશની આંખો આઘાતના માર્યા પહોળી થઈ ગઇ.થોડીક જ વારમાં ત્યાં મુંબઇ એ.ટી.એસ હેડ,કમિશનર સાહેબ અને કુશનો આસિસ્ટન્ટ રાહુલ હાજર હતો.રનબીર ત્યાંથી જતો રહ્યો હતો.

કુશે કબીરને બે થપ્પડ બીજી મારી.
"તને ખબર પણ છે તે શું કર્યું?તે આ વાત પહેલા અમને કહી હોત તો પોલીસ અને એ.ટી.એસનું કામ કેટલું સરળ થઈ ગયું હોત.રાહુલ,આને લોકઅપમાં નાખ."કુશે કહ્યું.

********

વર્તમાન સમયમાં...
કચ્છના એક અંતરિયાળ ગામડામાં જ્યાં લવ અને કિનારા વેશ બદલીને છુપાયેલા હતાં.
લવ અને કિનારા મજૂર દંપતિનો વેશ ધરીને ત્યાં રહી રહ્યા હતાં.
"કિનારા, આપણે જે છેલ્લા ચાર મહિનમાં જે ડેટા એકત્રિત કર્યો છે.તે ખૂબજ ખતરનાક છે."લવે કહ્યું.

"લવ,જ્યારે આપણે આપણી હવેલી પર રોમિયોનો પીછો કરતા પહોંચ્યા અને જે જાણવા મળ્યું તે ખૂબજ આઘાતજનક હતું.મને તો આશ્ચર્ય તે વાતનું થાય છે કે હું સમજી કેમ ના શકી કે તે રોમિયો છે અને તે કઇપણ કરી શકે છે.તેનું લક્ષ્ય માત્ર તે નહતું જે આપણને જાણવા મળ્યું પણ બીજું પણ કઇંક અને તે કઇંક ખૂબજ ખતરનાક છે."કિનારાએ કહ્યું.

"કિનારા,મને લાગે છે કે આપણે સિંઘાનિયા સાહેબને જણાવવું જોઈએ."લવે કહ્યું.

લવ અને કિનારા એક જગ્યાએ મજૂરીકામ કરતા છુપાઈને આ વાત કરી રહ્યા હતાં.તેટલાંમાં પાછળથી આવીને કોઇક તેમના ખભે હાથ મુકીને ઊભું રહ્યું.

તે વ્યક્તિએ મજૂર જેવો જ વેશ ધરેલો હતો અને થોડા ઊંમરલાયક લાગતા હતાં.
"એ કાકા,કોણ છો તમે અને અહીં શું કરો છો?"લવ બોલ્યો.

"લવ-કિનારા,હું સિંઘાનિયા."સિંઘાનિયા સાહેબ ધીમેથી બોલ્યા.

"સિંઘાનિયા સાહેબ,તમે અહીંયા?"કિનારાએ આજુબાજુ જોતા ધીમેથી પુછ્યું.

કિનારા અને લવ સિંઘાનિયા સાહેબને તેમના ઘરે લઇ ગયાં.
"સર,તમે અહીંયા આમ અચાનક?કઇ ખાસ વાત હતી?"લવે પુછ્યું.

"લવ,ચાર મહિના થઈ ગયા.તે બ્લાસ્ટમાંથી તમે જીવતા બચ્યા છો તે વાત માત્ર હું જ જાણું છું.લવ,તે કિનારાની સેફ્ટી માટે આમ અજ્ઞાતવાસમાં રહેવાનું નક્કી કર્યું પણ રોમિયોને પકડવો જરૂરી છે.મારી પાસે સમાચાર આવ્યાં છે કે બીજા ૫૦ કરોડની કિંમતના ડ્રગ્સ દરિયાઈમાર્ગે ગુજરાતમાં આવવાનું છે.જ્યાં સુધી રોમિયો નહીં પકડાય ત્યાં સુધી આ બંધ નહીં થાય."સિંઘાનિયાસરે કહ્યું.
"સર,તે બલાસ્ટમાંથી બચ્યા બાદ સૌથી પહેલા અમે તમને સંપર્ક કર્યો અને આમ અજ્ઞાતવાસમાં રહેવાનું નક્કી એટલે કર્યું કે અમે નથી ઇચ્છતા કે રોમિયો જાણે કે અમે જીવીએ છીએ.જેથી અમે જે વાત રોમિયોના મોઢે સાંભળી હતી તેના વિશે વધુ માહિતી મેળવી શકીએ."લવે કહ્યું.

"સો વોટ્સ ધ પ્રોગ્રેસ?"સિંઘાનિયા સાહેબે પુછ્યું.

"સર,અમે જે શોધતા હતા તે બધું અમને મળી ગયું છે પણ અમને કોઇ બીજાનો સાથ જોઈશે."લવે કહ્યું.

"કોનો?"

"સર,કુશ.તેના વગર અમે આ મિશન સફળતાપૂર્વક પાર નહીં પાડી શકીએ.સર,હવે સમય આવી ગયો છે કે અમે કુશને અહીં બોલાવીએ."લવે કિનારાની સામે જોઇને કહ્યું.કુશનું નામ સાંભળતા જ કિનારા ભાવુક થઇ ગઇ.તેના ચહેરા પર એક મુસ્કાન આવી ગઇ.
"હમ્મ,મને કુશ પર પૂરો વિશ્વાસ છે.તે આવશે તો આ મિશન સરળતાથી પાર પડશે.અામપણ હવે આપણી પાસે બધી જ વિગતો છે અને બસ એટેક કરવાનો છે.હું કુશને અત્યારે જ ફોન લગાવું છું."સિંઘાનિયા સાહેબે કહ્યું.

કિનારાનું હ્રદય જોરજોરથી ધડકવા લાગ્યું.સિંઘાનિયા સાહેબે કુશને વીડિયો કોલ લગાવ્યો.અહીં કુશ કમિશનર સાહેબ અને મુંબઇ એ.ટી.એસ ચિફ સાથે બેસેલો હતો.તેટલાંમાં સિંઘાનિયા સાહેબનો વીડિયો કોલ આવ્યો.કુશે તેની કેબિનમાં જઈને ફોન રીસીવ કર્યો.

"સિંઘાનિયા સર,કેમ છો તમે?આ સમયે યાદ કર્યો બધું ઠીક તો છેને?"કુશે પુછ્યુ.કુશને છુપાઇને જોઈ રહેલી કિનારાની આંખોના ખૂણા ભીના થયા.

"હું ઠીક છું કુશ.કઇંક બતાવવું હતું તને."આટલું કહીને સિંઘાનિયા સાહેબે ફોન કિનારા તરફ કર્યો.

કેવું રહેશે આપણા એવરગ્રીન પ્રેમીપંખીડા કુશ અને કિનારાનું વીડિયોકોલ પર ભાવુક મિલન?
કિનારા અને લવ રોમિયો વિશે શું જાણતા હશે?
શું માહિતી મળી છે તેમને?
રોમિયો શું કરવા માંગે છે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Neepa

Neepa 6 month ago

Kaj Tailor

Kaj Tailor 6 month ago