(અદાને યાદ આવ્યું કે કેવીરીતે તે રાત્રે જ્યારે હવેલીમાં બ્લાસ્ટ થયો હતો.ત્યારે રોમિયો કિનારાને લઇને ભાગી રહ્યો હતો.તેણે તેને રોકતા રોમિયોએ તેના પગ પર ગોળી મારી હતી.અદા બચી તો ગઇ પણ તેના બંને પગ કાપવા પડ્યા અને તેને લકવો થઇ ગયો.અહીં રનબીરને કબીર મળે છે.રનબીર કબીરને ખૂબ ખરીખોટી સંભળાવે છે.કબીર કઇંક તો એવું જાણે છે કે બીજું કોઇ નથી જાણતું.રનબીર કાયનાને મળવા જાય છે.)
"રનબીર,મે કાયનાને તારા વિશે જણાવ્યું પણ તેણે કોઇ જ પ્રતિક્રિયા ના આપી.મને નથી લાગતું કે તે તને મળવા માંગે.તેણે આમપણ બધાને ના પાડી છે કે કોઇ તેને મળવા ના આવે."આરતીબેને કહ્યું.
"જે પણ હોય હું તેને મળવા માંગુ છું.તે બધાં નિયમો કે કસમ બીજા બધાંને લાગું પડે મને નહીં.મારી કાયનાને મળવા મને તેની પરવાનગીની જરૂર નથી.પ્લીઝ,તેને બોલાવોને."રનબીરે કહ્યું.
"સોરી રનબીર,પણ અત્યારે તો આવતા અઠવાડિયે થવાવાળા સાંસ્કૃતિક પ્રોગ્રામનું રિહર્સલ કરાવી રહી છે.હમણાં તેને અહીં બોલાવવી શક્ય નથી."આરતીબેને નિરાશા સાથે કહ્યું.
" તો હું તો ત્યાં જઇ શકું ને.હા મને ખબર છે કે કાયદા અને નિયમ પ્રમાણે તો એ ક્યારેય શક્ય નહીં થાય પણ તમે ઇચ્છો તો કઇપણ કરી શકો.પ્લીઝ મને ત્યાં જવા દોને જ્યાં કાયના રિહર્સલ કરી રહી છે." રનબીરે બે હાથ જોડીને વિનંતી કરી.
આરતીબેન મુંઝવણમાં મુકાઇ ગયાં.તેમણે કઇંક વિચાર્યું અને તેમના ચહેરા પર હાસ્ય આવ્યું,"હા ચલ,હું કઇંક એવું કરીશ કે તું રોજ કાયનાને મળી શકીશ.ચલ મારી સાથે." આરતીબેને કહ્યું.
રનબીર અને આરતીબેન જેલના પાછળના ભાગમાં ગયાં.જ્યાં ખુલ્લા મેદાન જેવા ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
કાયનાએ સ્ત્રીઓની સ્વતંત્રતા પર એક નાનકડું સંગીતમય નાટક રચ્યું હતું.જેમા તેણે દર્શાવવાની કોશિશ કરી હતી કે એક બાળકી જ્યારથી જન્મે છે અને તે સ્ત્રી બને છે ત્યાંસુધી તે હંમેશાં બીજા બધાની મરજી પ્રમાણે જ જીવે છે.
તે નાટકમાં ભાગ લેવાવાળી મહિલાકેદીઓએ પગમાં ઘુંઘરું બાંધેલા હતાં.તે એક ગોળ કુંડાળું બનાવીને ઊભા હતાં.હર્ષાબેને ટેપ રેકોર્ડર પર ગીત ચાલું કર્યું.
તે ગોળાકારની વચ્ચે કમર પર દુપટ્ટો બાંધીને પગમાં ઘુંઘરું બાંધીને તેણે નમસ્કાર કર્યો અને ડાન્સ શરૂ કર્યો.બધા તેને નૃત્યમાં ખોવાઇ ગયો.
ઓ રે પિયા હાય...ઓ રે પિયા..(૨)
ઉડને લગા ક્યોં મન બાવલા રે..
આયા કહા સે યે હોંસલા રે..
ઓ રે પિયા..ઓ રે પિયા..
કાયના એકદમ ભાવથી નૃત્ય કરી રહી હતી.આજે આ ગીત પર ડાન્સ કરતા રનબીર તેના મન અને હ્રદય પર છવાયેલો હતો.તેની સાથે ગાળેલો સુંદર સમય તેની આંખો સામે છવાઇ ગયો.
રનબીરની આંખો ભરાઇ અાવી.તે કાયનાની આંખો જોઇને સમજી ગયો કે કાયના તેના જ વિશે વિચારી રહી હતી.
નજરે બોલેં,દુનિયા બોલે,દિલ કી જબાઁ
ઇશ્ક માંગે,ઇશ્ક ચાહે,કોઇ તૂફાં
ચલના આહિસ્તા,ઇશ્ક નયા હૈ.
પહલા યૈ વાદા હમને કિયા હૈ.
રનબીર પોતાની જાતને રોકીના શક્યો અને તે અચાનક કાયના પાસે જઇને તેનો હાથ પકડી તેની સાથે ઊભો રહી ગયો.ત્યાં સન્નાટો છવાઇ ગયો.બધી મહિલાકેદીઓ આટલા સુંદર યુવાનને કાયના પાસે આવેલો જોઇ આશ્ચર્યમાં પડી ગઇ.
ગીત આગળ વાગી રહ્યું હતું.કાયના હજીપણ આ બધું સ્વપ્ન જોતી હોય તેમ માનીને નૃત્ય કરી રહી હતી.
નંગે પૈરોં પે અંગારો,ચલતી રહી.
લગતા હે કિ ગૈરોં મેં મૈ,પલતી રહી
લે ચલ વહાઁ જો,મુલ્ક તેરા હૈ.
જાહિલ જમાના,દુશ્મન મેરા હૈ.
કાયના અને રનબીર એકબીજામાં ખોવાઇને નૃત્ય નહીં પણ પોતાની તકલીફ અને દર્દની લાગણીને પ્રસ્તુત કરી રહ્યા હતાં.આજુબાજુ વાળા બધાં તેમના આ દર્દ અને તકલીફને જાણે અનુભવી રહ્યા હોય તેમ રડી રહ્યા હતાં.
નૃત્ય ખતમ થતાં કાયનાને તાલીઓના અવાજથી અહેસાસ થયો કે આ સ્વપ્ન નહીં પણ હકીકત છે.રનબીર ખરેખર તેની સામે ઊભેલો હતો.અચાનક કમિશનર સાહેબનો અવાજ સંભળાયો.
"આરતીબેન,રનબીર અને કાયનાને લઇને મને અંદર કેબિનમાં મળવા આવો."કમિશનર સાહેબ અાટલું કહીને અંદર જતાં રહ્યા.કમિશનર સાહેબ કબીરના સગા હતાં એટલે તે રનબીરને સારી રીતે ઓળખતા હતાં.
કાયના આઘાત અને આશ્ચર્ય સાથે રનબીર સામે જોઇ રહી હતી.આ રનબીર અલગ જ રનબીર લાગતો હતો.આત્મવિશ્વાસુ અને દ્રઢ નિશ્ચયવાળો.તેના પહેરાવામાં અને સ્ટાઇલમાં ચાર મહિનામાં ઘણો ફેરફાર આવી ગયો હતો.રનબીરે કાયના સામે જોઇને મોહક મુસ્કાન આપી.
તેટલાંમાં લેડી હવાલદાર આવ્યાં અને કહ્યું કે કમિશનર સાહેબ બોલાવે છે.
રનબીર અને કાયના કમિશનર સાહેબની કેબિનમાં ગયાં.આરતીબેન ડરેલા હતાં.કમિશનર સાહેબ તેમની તકલીફ સમજી ગયાં.
"વાહ,આરતીબેન તમે જે આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર બહારથી બોલવવાનું કહેતા હતાં.તે રનબીર છે તે જાણીને ખુશી થઇ.રનબીર અને કાયનાની જોડી શ્રેષ્ઠ છે.તમે રનબીરને હાયર કરી લો.આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી આવવાના છે.તો તેમાં કોઇ કચાશ ના રહેવી જોઈએ.રનબીર,મારે તારી સાથે એકલામાં વાત કરવી છે."કમિશનર સાહેબે કહ્યું.
કમિશનર સાહેબની વાત પર કાયના,રનબીર અને આરતીબેન આશ્ચર્ય પામ્યાં.કાયના અને આરતીબેન બહાર ગયાં.
રનબીરના મનમાં હજારો પ્રશ્ન હતાં કે કમિશનર સાહેબ તેની સાથે શું વાત કરવા માંગે છે?
"સર,કાયના નિર્દોષ છે.તેણે કશુંજ નથી કર્યું તેને ફસાવવામાં આવી છે.અંશુમાન કરીને એક છોકરો હતો અમારી કોલેજમાં તેણે આ બધું કર્યું છે."રનબીર એક જ શ્વાસે બોલી ગયો.
"રનબીર,મને ખબર છે પણ સાબિતી વગર કાનૂન કશુંજ ના કરી શકે.કુશ સાબિતી શોધી રહ્યો છે.સમય થોડો ખરાબ છે પણ તે હંમેશાં નહીં રહે.મે તને તે કહેવા અહીં એકલો બોલાવ્યો છે કે કાયના ખૂબજ ભાંગી પડી છે.તારો સાથ અને પ્રેમ જ તેની અંદર જીવવાની આશા ફરીથી લાવશે.બાકી કબીરે જે કર્યું તે ખૂબજ ખોટું હતું.મને બધી જ વાતની ખબર પડી અને કબીરે અને તેના માતાપિતાએ જે રીતે કાયનાનો સાથ છોડ્યો.ત્યારબાદ મે પણ તેમની સાથે સંબંધ તોડી કાઢ્યો.જા કાયનાને મળ અને તેની અંદર જીવવાની આશા જગાવ.આઇ એમ સોરી કબીરના કારણે તારે અને કાયનાને અલગ થવું પડ્યું."કમિશનર સાહેબે કહ્યું.
રનબીર તેમનો આભાર માનીને બહાર ગયો.બહાર આરતીબેન તેને જોઇને હસ્યાં અને કાયના જે તરફ ગઇ હતી ત્યાં ઈશારો કર્યો.રનબીરની અહીં હાજરી કાયનાની અંદર કઇંક અલગ લાગણી જન્માવી ગઇ.તે થોડીક નારાજ હતી પણ તેના પાછા આવવાના કારણે તે ખુશ પણ હતી.રનબીર ત્યાં આવ્યો.દિવાલની પાછળ સંતાવાના વ્યર્થ પ્રયાસ કરતી કાયનાને રનબીરે શોધી લીધી.રનબીરે કાયનાનો હાથ ખેંચીને તેને પોતાના ગળે લગાવી દીધી.તેમના ગાલ એકબીજાને સ્પર્શી રહ્યા હતાં.રનબીરની આંખનું આંસુ કાયનાના ગાલને સ્પર્શી ગયું.કાયનાએ રનબીરને પોતાનાથી દુર કર્યો અને પોતાની આંખોથી નારાજગી દર્શાવી.
રનબીર ઘુંટણિયે પડીને કાયનાના પગ પાસે હાથ જોડીને બેસી ગયો હતો.
"મને ખબર છે કે તું મારાથી નારાજ છે અને હોવું પણ જોઇએ.જ્યારે તને મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે હું તારી પાસે નહતો.મને ખરેખર ખબર નહતી કે અહીં શું ચાલી રહ્યું છે.મને લાગ્યું કે કબીર તને ખૂબજ પ્રેમ કરતો હતો અને તે તને ખુશ રાખતો હશે.જ્યારે મને જાણવા મળ્યું હું બીજી જ ક્ષણે અહીં આવી ગયો.
કાયના,મને માફ કરી દે.તું ચિંતા ના કર તારો રનબીર તને અહીંથી બહાર કાઢશે.તારા માથા પર લાગેલું અપરાધીનું લેબલ હું દુર કરીશ.કાયના,હું હજીપણ તને એટલો જ પ્રેમ કરું છું.દિવસો અને મહિના જેમ વિત્યા તેમ મારો પ્રેમ વધ્યો જ છે.આઇ લવ યુ."રનબીરની આંખોમાં આંસુઓ હજીપણ એમજ અવિરતપણે વહી રહ્યા હતાં.
કાયના કશુંજ સમજી નહતી શકતી.અચાનક તેને પોતાના ગાલ પર કઇંક ભીનાશ અનુભવાઇ.તેણે ખાત્રી કરવા પોતાની બંને આંખોને અડી જોયું.આ એ જ આંસુઓ હતા જેને આટલા મહિનાઓથી તેણે કેદ કર્યા હતા.તે આજે તેની પરવાનગી વગર વહી રહ્યા હતાં.કાયના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
રનબીર તેની પાસે ગયો.તેણે કાયનાને રડવા દીધી.
કાયનાએ પોતાના નાજુક હાથો વળે રનબીરની છાતી પર હળવેથી મારવાનું શરૂ કર્યું.
"કેમ ના આવ્યો તું ત્યારે?તને ખબર છે શું વીતી મારા પર?મોમ પણ નથી હું સાવ એકલી થઇ ગઈ.મારા પર ખોટા આરોપ લાગ્યા.તને મારી યાદ ના આવી?કેમ તે એક વાર પણ ફોન ના કર્યો?કેમ રનબીર?"આટલું કહી કાયના રનબીરને મારતા મારતા તેની છાતીમાં પોતાનું માથું છુપાવીને ક્યાંય સુધી રડી.દુરથી આ દ્રશ્ય જોઇ રહેલા હર્ષાબેન,આરતીબેન અને કમિશનર સાહેબની આંખો પણ ભીની થઇ.તેમણે કુશને વીડિયો કોલ કરીને આ દ્રશ્ય દેખાડ્યું.આટલા સમય પછી પોતાની દિકરીને રડીને પોતાનો આક્રોશ બહાર કાઢતા જોઇને તેને રાહત થઇ.તે લોકો તેમને એકલા છોડીને ત્યાંથી જતાં રહ્યા.
"કાયના,જે થયું તે સારું થયું.નહીંતર કબીર જેવો હલ્કી કક્ષાનો માણસ તારો પતિ બનીને તારું જીવન બગાડી કાઢત.તને ખબર છે કે તેણે બીજી છોકરી સાથે સગાઇ કરી લીધી.તેને માત્ર તારા શરીરથી મતલબ હતો.કાયના,આ બધાં પાછળ અંશુમાન છે."રનબીરે કહ્યું.તેણે અત્યાર સુધી તેને જાણવા મળેલી બધી જ વાત કાયનાને જણાવી.કાયના આશ્ચર્ય પામી.
"અંશુમાન?મને વિશ્વાસ નથી આવતો કે બદલાની આગ માણસને આટલો બદલી શકે.હિયા સાથે ખૂબજ ખરાબ થયું.અંશુમાન જેવાનો સાથ આપવાનો તેને આ જ બદલો મળવાનો હતો."કાયનાએ કહ્યું.
રનબીરે કાયનાનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને મજબુતીથી પકડ્યો.
"કાયના,બસ હવે ગણતરીના દિવસો જ છે.તારા આ જેલમાં પછી તું મુક્ત હોઈશ.અને આ જેલમાંથી બહાર નિકળીને પહેલું કામ મારે તને મારી પત્ની બનવવાનું કરવાનું છે.હું જાઉં હવે રોજ મળીશું."રનબીર આટલું કહીને કાયનાના કપાળને ચુમીને ત્યાંથી જતો રહ્યો.કાયનાના ચહેરા પર કોઇ જ ભાવ નહતાં.
કાયનાના ચહેરા પરઉદાસીના વાદળો અને નિરાશા જોઈને રનબીરે પોતાની જાતને વચન આપ્યું.
"કાયના,તારા આ ચહેરા પર ફરીથી હાસ્ય આવશે.તું ફરીથી જીવન જીવતા અને માણતા શીખીશ.આ મારું વચન છે."રનબીર પોતાના રૂમ પર આવીને તે તમામ વ્યક્તિઓના લિસ્ટ બનવવા લાગ્યો જે અંશુમાનના ખાસ મિત્રો હતાં.
"આ બધાને મળીને હું અંશુમાન વિશે કઇંક તો જાણી શકીશ."રનબીર બોલ્યો.
"ના કોઈ જ ફાયદો નથી.આ બધાં ખાસ મિત્રો ,નજીકના સગા અને દરેક જગ્યાએ હું તપાસ કરી ચુક્યો છું.ત્યાંના સી.સી.ટી.વી ફુટેજ પણ ચેક કર્યા.અંશુમાન વિશે તને તેમની પાસેથી કશુંજ જાણવા નહીં મળે."કુશ અંદર આવતા બોલ્યો.
કુશને જોઇને રનબીર આશ્ચર્ય પામ્યો.તેની આંખોમાં એક પ્રશ્ન હતો કે તો હવે આગળ શું?.
રનબીર અને કાયનાની આ મુલાકાત તમને કેવી લાગી?
શું રનબીર અંશુમાન વિશે કોઇ કડી શોધી શકશે?
કેવીરીતે કાઢશે રનબીર કાયનાને જેલની બહાર?
જાણવા વાંચતા રહો.